29.4 C
Amreli
25/09/2020
bhaskar-news

વધુ એક આર્મી જવાન અને IOCLના કર્મચારીને કોરોના, વધુ 7 કેસ પોઝિટિવ કેસ સાથે કુલ આંક 223શહેરમાં 11 દિવસથી કોરોનાના દરરોજ સરેરાશ ડબલ ડિજિટ કેસો નોંધાતાં હતા, હવે પહેલીવાર શુક્રવારે માત્ર 7 પોઝિટિવ કેસો જ નોંધાયા હતા. આ સાથે કુલ આંક 217 થયો છે. બરાબર એક મહિના અગાઉ 24 માર્ચે શહેરમાં માત્ર બે કેસો નોંધાયા હતા. શુક્રવારે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોમાં ગોત્રી અને હરણી વિસ્તારના યુવાનો છે, આર્મી જવાન ઉપરાંત એક આઇઓસીએલનો કર્મચારી હોવાનું બહાર આવ્યું છે.

આર્મીના 4 જવાનો સંક્રમિત
ગોત્રી વિસ્તારમાં રહેતા કીર્તન કંચનભાઇ ઠક્કર (ઉવ.46)નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ઉપરાંત હરણી-સમામાં રહેતા બોલેન દારોગા બાબુ (ઉવ.30) પણ કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. હરણી-સમામાં રહેતા ઇએમઇના અગાઉ ત્રણ જવાનો કોરોનાના સંક્રમણમાં ફસાયા બાદ તેઓનો પણ આજે પોઝિટિવ આવતાં હવે કોરોનાગ્રસ્ત આર્મી જવાનોની સંખ્યા 4 થઈ છે. બીજી તરફ આઇઓસીએલના મૂળ અમદાવાદના બહેરામપુરાની વિનય વિહાર હાઉસિંગ સોસાયટી ખાતે રહેતો મનોજ સુતરિયા વડોદરા આઇઓસીએલમાં ફરજ બજાવે છે. તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરામાં મનોજ ગોરવાની પંચવટી કેનાલ પાસેની જલાનંદ ટાઉનશિપમાં રહેતો હતો. તે વડોદરા આવ્યો અને ત્યારબાદ તબિયત કથળી હતી. તેમને સ્ટર્લિંગ હોસ્પિટલ લઇ જવાયા હતા.

સારવાર બાદ પાંચ રિપોર્ટ નેગેટિવ આવ્યાં
આઇઓસીએલ તંત્રે જણાવ્યું હતું કે, ‘ત્યાં કામ કરતો કર્મચારી અેન્જિનિયર આસિસ્ટન્ટ તરીકે કાર્યરત છે. તેને કંઇક સારું ન લાગતું હોવાથી તે રિફાઇનરી હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. જ્યાંથી તેને ગોત્રી કોરોના ઓપીડીમાં જવાની સલાહ અપાતાં તેણે સ્વેબ આપ્યા હતા, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.નાગરવાડાના પ્રથમ પાંચ કેસોમાં સામેલ આલમખાન પઠાણના રિપોર્ટ નેગિટિવ આવતાં ગોત્રી હોસ્પિટલમાંથી શુક્રવારે રજા અપાઈ હતી. તેના પિતા ફિરોજ પઠાણને પણ ચાર દિવસ અગાઉ રજા અપાઇ હતી. આલમખાને જણાવ્યું કે, ‘કોરોનાનો ડર જબરદસ્ત રહેતો હતો. ખાસ કરીને જ્યારે એવી જાણ થાય કે આઇસીયુમાં કોઇનું મોત થયું છે. બીજા ક્રિટિકલ દર્દીની સ્થિતિ જાણીને બીક લાગતી હતી. જોકે તબીબો અને નર્સિંગ સ્ટાફ સારો હતો. તેઓ નિયમિત ધ્યાન રાખતા હતા. સારવારના પાંચેક દિવસ બાદ રિકવરી આવવા માંડી હતી, રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા હતા.

24 કલાકમાં 135 નમૂનાનું ટેસ્ટિંગ કર્યું
બીજી તરફ આરોગ્ય વિભાગ અને પાલિકા દ્વારા રેપિડ ટેસ્ટ કિટથી 211 ટેસ્ટિંગ વિવિધ વિસ્તારોમાં કરાયા હતા. તે પૈકીના 209 નેગેટિવ અને 2 પોઝિટિવ જાહેર થયા હતા. આ પૈકીનો એક નાગરવાડાનો અને એક નવી ધરતી વિસ્તારનો હતો. જોકે હવે તેમનો ફરી લેબોરેટરીમાં પણ ટેસ્ટ થશે અને ત્યારબાદ જો પોઝિટિવ આવે તો તેમને પોઝિટિવ જાહેર કરાશે. ગુરુવાર સાંજથી શુક્રવાર સુધીના 24 કલાકમાં 135 નમૂનાનું પૃથ્થકરણ કરાયું હતું. જે પૈકી 7 નમૂના પોઝિટિવ આવ્યા હતા. હાલમાં શહેરમાં કોરોનાની કુલ 159 લોકો સારવાર લઇ રહ્યાં છે, જેમાંથી 147ની સ્થિતિ સ્થિર છે. જ્યારે 8ને ઓક્સિજન પર છે અને 4 વેન્ટિલેટર પર છે.

કોરોનાનો નવો સબક : અજાણ્યાને લિફ્ટ આપતાં કોરોનાની ગિફ્ટ મળી!
સૂત્રોના જણાવ્યા મુજબ મનોજ સુતરિયા અમદાવાદથી વડોદરા આવ્યા બાદ તે પોતાના વ્હીકલમાં ઘર તરફ પરત આવી રહ્યો હતો ત્યારે તેને એક વ્યક્તિએ ઇશારો કરીને લિફ્ટ માગી હતી. આ વ્યક્તિને શહેરના ગોરવા વિસ્તારમાં ક્યાંક જવું હતું. ત્યારે તેણે તે યુવકને મદદ કરવાના આશયથી લિફ્ટ આપી દીધી હતી. આ ઘટનાના બે ત્રણ દિવસમાં જ તેની તબિયત કથળવા લાગી હતી. તેને 20મી તારીખના રોજ રિફાઇનરીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત વધુ કથળતા તેને સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આઇઓસીએલમાં પોઝિટિવ જાહેર થયેલા આ કર્મચારીના સંપર્કમાં આવેલા અન્ય તમામ લોકોની વિગત મેળવીને જરૂરી કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં રાજ્ય અને જિલ્લા તંત્ર સાથે પણ સતત સંપર્ક જાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત આઇઓસીએલની બસોને પણ સેનેટાઇઝ કરવામાં આવી રહી છે.

શુક્રવારે કોરોનાના પોઝિટિવ જાહેર થયેલા દર્દીઓ

  • કીર્તિ કંચનભાઇ ઠક્કર, 46, પ્રસિત રેસિડેન્સી, ન્યૂ રુદ્રાંગ કોમ્પ્લેક્સ, ગોત્રી
  • બોલન દારોગા બાબુ, 30, ઇએમઇ, હરણી-સમા (અાર્મી જવાન)
  • રશિદાબાનુ યુસુફ મિયાં શેખ, 60, લોખંડવાલા કોમ્પ્લેક્સ, નાગરવાડા
  • છતપાલ મહેન્દ્ર સી., 18, સરદારભવન
  • સુનિલ સભાસી રાજપૂત, 40, સરદારભવન
  • મોહિની ચેતન બ્રહ્મ ખત્રી, 66, બનિયન સિટી કોમ્પ્લેક્સ, ખોડિયારનગર
  • મનોજ સુતરિયા, જલાનંદ ટાઉનશિપ, ગોરવા, IOCLના કર્મચારી

વડોદરા જિલ્લામાં રેપિડ ટેસ્ટ કીટથી કરાયેલા 23 સેમ્પલ નેગેટિવ આવ્યા
વડોદરા જિલ્લા કલેક્ટરની સૂચનાથી જિલ્લાના 49 મેડિકલ ઓફિસર અને 24 લેબ ટેકને આ સેમ્પલ લેવા માટે આ કીટના ઉપયોગની તાલીમ આપવામાં આવી છે. વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં કોરોના શંકાસ્પદના રેપિડ એન્ટી બોડી ટેસ્ટ કીટથી સેમ્પલ લઈને ચકાસણી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ નવી કીટનો ઉપયોગ કરીને ગઇકાલે રાત્રે કરજણ નગરમાંથી 19, શિનોરમાં 2 અને સિમળી અને સાધી પ્રત્યેકમાં એક મળી ફુલ 23 સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ તમામનું પરિણામ નેગેટિવ આવ્યું છે.
રૂટિન કીટથી લેવામાં આવેલા તમામ સેમ્પલ નેગેટિવ
રૂટિન પદ્ધતિથી અગાઉ કરજણ તાલુકાના મેથીમાં 6 અને પાદરા તાલુકાના ચોકારીમાં 6 મળીને કુલ 12 સેમ્પલ, કોરોના પોઝિટિવના નિકટ સંપર્કની વ્યક્તિઓના લેવામાં આવ્યા હતા. એ પણ નેગેટિવ આવ્યા છે. આમ, તમામ 35 સેમ્પલ નેગેટિવ આવ્યા છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે જણાવ્યું છે.
રેપિડ કીટ માટે 136 લોકોને તાલીમ અપાઈ છે
ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલની સૂચનાથી વડોદરા શહેર અને જિલ્લાના મેડિકલ ઓફિસર અને લેબ ટેક માટે આ નવી કીટના ઉપયોગની તાલીમનું આયોજન પૂર્વ તકેદારી રૂપે કીટ આવી તે પહેલાં જ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના 49 મેડિકલ ઓફિસર અને 24 લેબ ટેક તથા વી.એમ.સી.ના 39 મેડિકલ ઓફિસર અને 24 લેબ ટેક મળી ફૂલ 136 લોકોને તેના વપરાશ માટે આગોતરા તાલીમબદ્ધ કરી દેવામાં આવ્યા હતા.

વડોદરામાં 4 સૈનિક ક્રાફ્ટ્સમેન પોઝિટિવ આવ્યા
4સૈનિક ક્રાફટસમેન(કારીગર)ને કોરોનાનું સંક્રમણ કયાંથી લાગ્યુ, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે અને તેમને એક જ દિવસમાં એક જ ATMમાંથી નાણાં ઉપાડતી વખતે ત્યાંથી ચેપ લાગ્યો હોવાની શક્યતા જોવામાં આવી રહી છે. આ ત્રણ જવાનોની સાથે 28 જવાનો સંપર્કમાં હોવાથી તાત્કાલિક અસરથી તમામ 28 જવાનોને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે. જે ATMમાંથી રૂપિયા ઉપાડ્યા હતા. તે એટીએમને સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. આ ઉપરાંતઇએમઇ કેન્ટોનમેન્ટમાં પણ સેનેટાઈઝની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વડોદરામાં 98માંથી 96 રિપોર્ટ નેગેટિવ આવ્યા

23 એપ્રિલના રોજ સાંજથી લઇને આજે સવારે 10 વાગ્યા સુધી લેવાયેલા 98 સેમ્પલ પૈકી 96 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 2 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

વડોદરા શહેર-જિલ્લા 900 રેપિડ કીટથી કોરોનાના ટેસ્ટ શરૂ

રેપિડ કીટથી પોઝિટિવ દર્દીઓના રિપોર્ટ પણ નેગેટિવ આવતા હોવા છતાં વડોદરા શહેર-જિલ્લામાં 900 રેપિડ કીટથી કોરોનાના ટેસ્ટ આજથી શરૂ કરાશે. કોરોનાએ ગુરૂવારે તાંદલજાની વૃદ્ધાનો ભોગ લેતા વડોદરા શહેર-જિલ્લામાં મૃત્યુઆંક 11 પર પહોંચ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


બી.એસ.એફના જવાનોને સાથે રાખીને કડક ચેકિંગ અને પાલિકા દ્વારા માસ્કનું ચેકિંગ કરીને દંડ ફટકાર્યો


Corona Vadodara Live corona rapid kit use start today in vadodara

Related posts

માલદીવમાં સંક્રમણથી પ્રથમ મોત; જર્મનીમાં 6 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા

Amreli Live

રાજકોટમાં કોરોનાના વધુ 4 કેસ સાથે કુલ 35 પોઝિટિવ થયા, ધમણ વેન્ટિલેટર સિવિલ હોસ્પિટલ માટે કલેક્ટરને અપાયું

Amreli Live

ગુજરાત માટે ખતરાની ઘંટી, એક જ દિવસમાં 16 નવા કેસ નોંધાયા, જાણો ક્યા જિલ્લામાં કેટલા કેસ છે

Amreli Live

CM અને ડેપ્યુટી CMની સમીક્ષા બેઠક પૂર્ણ, OSD, કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા, વિરોધ કરી રહેલા 25ની અટકાયત

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં 367 કેસ નોંધાયા, ગુજરાતમાં કુલ 1743 પોઝિટિવ કેસ, અમદાવાદમાં 1101 કેસ, 63 મોત

Amreli Live

યાકુતપુરામાં ઉસળ-ભજીયાની લારી ધમધમે છે, તેવા divyabhaskarના અહેવાલ બાદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લારી જપ્ત કરી, આરોપીની ધરપકડ

Amreli Live

નવા 96 કેસ સાથે શહેરમાં આજે સૌથી વધુ 239 કેસ નોંધાયા, કુલ 861 પોઝિટિવ દર્દીઓ થયા, 25 લોકોના મોત

Amreli Live

35,026 કેસ, મૃત્યુઆંક-1,159: દિલ્હીના CRPFના 258 જવાનોનો કોરોના ટેસ્ટ કરાયો, 65 પોઝિટિવ

Amreli Live

વિપક્ષના પૂર્વ નેતા અને બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોનાથી મોત, SVPમાં વેન્ટિલેટર પર હતા

Amreli Live

કોરોના સંક્રમણ વધતાં ઘણા દેશોએ ફરી લૉકડાઉન કરવું પડી શકે: WHO

Amreli Live

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- કોરોનાની સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી કોઈ ચૂંટણી રેલી કરીશું નહિ, મતદાતાઓના સંપર્ક માટે ટેલિફોનિક રેલી શરૂ કરી

Amreli Live

એકનું મોત, લોકલ ચેપનો ભોગ બનેલા વધુ 7 પોઝિટિવ, સંપર્કમાં આવેલા 150 લોકોને ક્વોરન્ટીન કર્યાં

Amreli Live

અત્યાર સુધી 9240 કેસ-340મોતઃ એક દિવસમાં સૌથી વધારે 39 સંક્રમિતોના મોત; હોટ સ્પોટ બનેલા મુંબઈના ધારાવીમાં આજે પાંચમું મોત

Amreli Live

નોબેલ વિજેતા અર્થશાસ્ત્રીએ કહ્યું-અમેરિકાએ મહામારીનો સામનો ત્રીજી દુનિયાના દેશની જેમ કર્યો

Amreli Live

અત્યાર સુધી 27,964, મૃત્યુઆંક 884: તેલંગાણા 1000નો આંકડો પાર કરનારું 9મું રાજ્ય, 9 રાજ્યોમાં જ 88% દર્દી

Amreli Live

ભારતમાં દર 200 દર્દીમાંથી 3ની હાલત ગંભીર,અમેરિકા પછી બીજા નંબરે; દેશમાં કુલ 17.56 લાખ કેસ

Amreli Live

દર બે કલાકે એક મોત, શહેરમાં કોરોનાના વધુ 128 કેસ, કુલ પોઝિટિવ કેસ 1501, મૃત્યુઆંક 62 થયો

Amreli Live

કોરોનાના દર્દીએ 10 દિવસ હોસ્પિટલના પલંગમાં બેઠા-બેઠા માર્ચ એન્ડિંગના હિસાબો કર્યા, ઓડિટ કરાવ્યું, હવે સાજો થઇ ઘરે આવ્યો

Amreli Live

રાજ્યમાં 1 દિવસમાં 510 કેસ, અત્યાર સુધી 19119 લોકો સંક્રમિતઃ 1190 દર્દીના મોત, કુલ 13 હજારથી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ

Amreli Live

રાજ્યમાં 19 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસ 165 થયા, અમદાવાદમાં 13 અને પાટણમાં 3 કેસ નોંધાયા

Amreli Live

સતત છઠ્ઠા દિવસે 200થી વધુ કેસ, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,624 થઈ, 9 નવા મોત સાથે કુલ 112 લોકોના મોત

Amreli Live