28.3 C
Amreli
19/09/2020
bhaskar-news

વડોદરામાં વધુ 17, કચ્છમાં 2 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં 24 કલાકમાં 95 કેસ, રાજ્યમાં કોરોનાના કુલ કોરોનાના 281 દર્દીરાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. વડોદરાના નાગરવાડાના સૈયદપુરામાં રાત્રે 17 પોઝિટિવ કેસ આવ્યા છે.કચ્છના માધાપરમાં કોરોના પોઝિટિવ વૃદ્ધની પત્ની તથા પુત્રવધૂનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે કચ્છમાં કુલ 4 કોરોના પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. એક સાથે વધુ 17 પોઝિટિવ કેસ આવતા વડોદરાના નાગરવાડા વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ 281 દર્દીઓ થઈ ગયા છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં 55 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.પરંતુ બપોર બાદ વધુ 23 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાટણમાં 7, અમદાવાદમાં 8, વડોદરામાં 21, રાજકોટમાં 2અને કચ્છમાં 2પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે. અમદાવાદમાં વધુ 8 કેસ નોંધાતા હવે શહેરમાં કુલ 142કોરોનાના દર્દી થઈ ગયા છે.

આગામી બે-ચાર દિવસમાં પણ કેસમાં વધારો જોવા મળશે
આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, હોટસ્પોટ વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ચેપને હોટસ્પોટ વિસ્તારમાં જ ડામવા માટે અને એ વિસ્તારોમાં એકમાંથી બીજામાં ચેપ ન પ્રસરે એ માટે એક-એક વ્યક્તિનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે કેસોમાં વધારો થઇ રહ્યો છે. અને આગામી બે-ચાર દિવસમાં પણ કેસમાં વધારો જોવા મળશે.હાલ 215 સારવાર હેઠળ છે જેમાં212ની હાલત સ્થિર અને
3 દર્દી વેન્ટીલેટર પર છે.છેલ્લા 24 કલાકમાં 1977ટેસ્ટ કર્યાં છે. જેમાંથી 78પોઝિટિવ અને 1541 નેગેટિવ આવ્યા છે અને 356રિપોર્ટ પેન્ડિગ છે.ચારેય કોવિડ હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ છે. તેમજ 26 જિલ્લામાં ડેઝિગ્નેટેડ કોવિડો હોસ્પિટલ શરૂ કરી છે. 6000 બેડ અને 1000 વેન્ટીલેટરની પણ વ્યવસ્થા છે. ખાનગી ડોકટરોને OPD શરૂ કરવા કહ્યું છે.

90 હજાર પોલીસકર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું

સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે રાજ્યના 90 હજાર પોલીસકર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે અને હાલ સુધી કોઇને કોરોના નથી. ગઇકાલે એમ્બ્યુલન્સમાં દારૂની હેરફેરનો કેસ પકડાયો હતો. આવશ્યક સેવા આપનારાઓ સહિત તમામે સોશિયલ ડિસ્ટન્સિંગની માર્ગદર્શિકાનું પાલન કરવું જ પડશે. કેટલાક લોકો ખરીદી કરવાના બહાને બહાર ફરવા નીકળે છે. જ્યાં લોકડાઉનનો અમલ કરવામાં આવતો નથી ત્યાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે. અમદાવાદમાં કોરોના પોઝિટિવના કેસોમાં સતત વધારો થતાં આરોગ્યની ટીમ દ્વારા સઘન તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ આરોગ્યની ટીમને પુરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હોવાનું રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે.
ખાનગી ડોક્ટર પણ આવી પરિસ્થિતિમાં સેવા આપવા તત્પર
રાજ્યમાં કોરોનાના કારણે પરિસ્થિતિ બગડે તો 1 હજારથી વધુ ખાનગી ડોક્ટરની જરૂર પડશે. ખાનગી ડોક્ટર પણ આવી પરિસ્થિતિમાં સેવા આપવા તત્પર હોવા અંગે મુખ્યમંત્રી સાથેની ઉચ્ચસ્તરિય બેઠકમાં જણાવવામાં આવ્યું હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.
રાજ્યમાં એક જ દિવસમાં 55 પોઝિટિવ કેસ

કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે,ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં રાજ્યમાં 55 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં 241 પોઝિટિવ કેસ થયા છે અને કુલ મૃત્યાંક 17એ પહોંચ્યો છે.જેમાંથી અમદાવાદમાં 50, સુરતમાં બે અને દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં એક-એક કેસ નોંધાયા છે. જ્યારે આજે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તબલીઘના કારણે ગુજરાતમાં કેસોમાં વધારો થયો છે. ક્લસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું હોવાથી કેસમા વધારો થઇ રહ્યો છે. હોટસ્પોટ ગીચ વિસ્તાર હોવાથી ત્યાં સંક્રમણ વધ્યું છે અને આગામી દિવસોમાં પણ આ વિસ્તારોમાં પોઝિટિવ કેસ વધી શકે છે.
ગુજરાત અપડેટ

>>કચ્છના માધાપરમાં કોરોના પોઝિટિવ વૃદ્ધની પત્ની તથા પુત્રવધૂનો રિપોર્ટ પણપોઝિટિવ આવ્યો
>> રાજ્યના 176 ACBના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ CID ક્રાઇમના અધિકારીઓ અને કર્મચારીઓ પણ લોકડાઉનના અમલ માટે ફરજ બજાશે તેવો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
>> આજથી હિંમતનગરની મેડિસ્ટાર હોસ્પિટલ કોવિડ-19 કોરોનાની સારવાર આપશે
>> મોડાસામાં લોકડાઉનની અમલવારી કરાવનાર એલસીબી પોલીસ જવાન પર હુમલો કરનારા પિતા-પુત્રની ધરપકડ
>> અમદાવાદમાં PPE કીટનું પૂરજોશમાં ઉત્પાદન, 100 કારીગર રોજ 3500 PPE કીટ બનાવી રહ્યા છે
>> કોરોનાને હરાવવા માટે 108માં ફરજ બજાવતા દંપતીએ પરિવાર છોડ્યો, 8 મહિનાના પુત્રને દાદા-દાદીને સોંપીને ખડેપગે
>> રાજકોટમાં 68 સેમ્પલમાંથી 65ના રિપોર્ટ નેગેટિવ, 3 રિપોર્ટ પેન્ડિંગ
>> ભાવનગરમાં નવા 119 સેમ્પલનો રીપોર્ટ નેગેટિવ આવ્યો

>> અમદાવાદના કોટ વિસ્તારમાં દરેક વ્યક્તિનું ટેસ્ટિંગ કરવામાં આવશેઃ વિજય નહેરા
>>વડોદરાઃ નાગરવાડા બાદ તાંદલજાના વિસ્તાર ક્લસ્ટર કોરેનટાઇન, માસ સેમ્પલિંગની કાર્યવાહી હાથ ધરાશે

ગુજરાતમાં કુલ 279પોઝિટિવ કેસ, 17ના મોત

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 142 06 08
સુરત 24 04 05
વડોદરા 39 02 06
ભાવનગર 18 02 01
ગાંધીનગર 13 00 02
રાજકોટ 13 00 04
પાટણ 12 01 00
પોરબંદર 03 00 00
ગીર-સોમનાથ 02 00 00
કચ્છ 04 00 00
મહેસાણા 02 00 00
છોટાઉદેપુર 02 00 00
આણંદ 02 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
જામનગર 01 01 00
સાબરકાંઠા 01 00 00
દાહોદ 01 00 00
કુલ આંકડો 281 17 26

લક્ષણ ન હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ હોવાનો ગુજરાતમાં આ પહેલો કિસ્સો
સુરતમાં સુલતાનીયા જિમખાના વિસ્તારમાં રહેતા 68 વર્ષીય પુરૂષનો મોડી રાત્રે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને કોરોના પોઝિટિવના સંપર્કમાં આવતા સંક્રમણ લાગ્યું છે. 68 વર્ષીય વ્યક્તિને કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા ન હતાં. પરંતુ કોરોના પોઝિટિવ એહસાન પઠાણનું મોત થતા કોમ્યુનિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે. લક્ષણ ન હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ હોવાનો ગુજરાતમાં આ પહેલો કિસ્સો છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધની બે વર્ષની પૌત્રીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. દરમિયાન ઇન્દોરથી પરિવાર સાથે દાહોદ આવેલી 9 વર્ષની બાળકીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.
કોરોનાના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારો ક્લસ્ટર ક્વૉરન્ટીન કરાયા
નિઝામુદ્દીનની તબલીઘ જમાતની મરકઝમાં ગયેલા 127 લોકોની ઓળખ થઇ ગઇ છે. મરકઝમાંથી પરત ફરેલા લોકોએ આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો જોઇએ. અમદાવાદમાં પણ બીજા મરકઝમાં આવેલા લોકો હોઇ શકે છે. એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. નિઝામુદ્દીનની તપાસ દરમિયાન સુરવલી ગ્રુપ સામે આવ્યું છે. આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યમાં પોલીસ લોકડાઉનના પાલન માટે કટિબદ્ધ છે. લોકડાઉનમાં કેટલાક લોકોનો સહકાર મળી રહ્યો છે, પરંતુ હજી ઘણા લોકો છે જે નિયમ પાળતા નથી. અમદાવાદમાં કેટલાક વિસ્તારો સીલ કરાયા છે. કેટલાક વિસ્તારોમાં ફરજીયાત થર્મલ સ્ક્રિનિંગ કરાયું છે, કોરોનાના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારો ક્લસ્ટર ક્વૉરન્ટીન કરાયા, જ્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સોસાયટીના હોદ્દેદારો પણ તંત્રને સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે. દુકાનો પણ આવતા લોકો પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેમ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ બુધવારે જણાવ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona LIVE Update Gujarat 9th april 2020


રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા


Corona LIVE Update Gujarat 9th april 2020

Related posts

શહેરમાં MLAના 22 પરિજન સહિત 87 નવા પોઝિટિવ કેસ નોંધાયા, તબીબ સહિત 8 દર્દીના મોત

Amreli Live

બપોરે 1.50 વાગ્યે ખેંચવામાં આવ્યો જગન્નાથનો રથ, આ પહેલા બલભદ્રનો તાલધ્વજ અને સુભદ્રાજીના રથ દેવદલનને ખેંચવામાં આવ્યો

Amreli Live

રાજ્યમાં 91 તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી, વંથલી અને ગીર ગઢડામાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો

Amreli Live

મોદીએ મુબારકબાદ આપી;જામા મસ્જીદના શાહી ઈમામે કહ્યું-નમાઝ સમયે રૂમમાં 3થી વધારે લોકો ન રહે

Amreli Live

અત્યાર સુધીમાં 1 લાખ 14 હજાર મોત: સિંગાપોરમાં રવિવારે મળેલા 233 સંક્રમિતોમાં 59 ભારતીય

Amreli Live

17 દિવસે સમજાયું, તંત્ર ફફડ્યું; અંતે કર્ફ્યૂ, જંગલેશ્વર અને રાજલક્ષ્મી સોસાયટીમાં 400 પોલીસની કિલ્લેબંધી

Amreli Live

રાજ્યમાં 1 દિવસમાં 510 કેસ, અત્યાર સુધી 19119 લોકો સંક્રમિતઃ 1190 દર્દીના મોત, કુલ 13 હજારથી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ

Amreli Live

મોદી ભૂમિપૂજન પહેલા હનુમાનગઢીના દર્શને જશે, રામ મંદિરના શિલાન્યાસમાં ચાંદીની 40 કિલોની ઈંટ રાખશે; પારીજાતનું વૃક્ષ પણ વાવશે

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

18.04 લાખ કેસઃ એક દિવસમાં 52 હજાર 531 દર્દી વધ્યા, ઓક્સફોર્ડની વેક્સીનના બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલને ભારતમાં મંજૂરી મળી

Amreli Live

અત્યાર સુધી 29,572 કેસ,મૃત્યુઆંક 939: પશ્વિમ બંગાળમાં કોરોના વાઈરસથી વધુ એક ડોક્ટરનું મોત, દિલ્હીમાં લોકડાઉનમાં છૂટ

Amreli Live

કોરોના નેગેટિવ હશે તો જ ડોમેસ્ટિક ટૂરિસ્ટ ઉત્તરાખંડ, હિમાચલ અને ગોવા આવી શકશે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ હોવાને કારણે ટૂરિઝમને ₹81 હજાર કરોડનું નુકસાન

Amreli Live

ઇટાલીમાં લોકો કોરોના વાઈરસની સાથે જીવવા માગે છે, જેથી તેમને ભૂખ્યા મરવાનો વારો ન આવે

Amreli Live

યોગીએ કહ્યું- 500 વર્ષ પછી આવું શુભ મુહૂર્ત, મંદિરના ભૂમિ પૂજન નિમિતે 5 ઓગસ્ટે દરેક ઘરમાં દીપોત્સવનું આહ્વાન

Amreli Live

24 કલાકમાં 46 હજારથી વધુ કેસ આવ્યા, 34 હજાર લોકોને સારું થયુ, 636 દર્દીના મોત થયા, દેશમાં કુલ 14.82 લાખ કેસ

Amreli Live

અત્યાર સુધી 12,456 કેસ: ચીનથી 6.5 લાખ ટેસ્ટિંગ કીટ લઈને વિશેષ વિમાન રવાના, જેમાં 15 મિનિટમાં ટેસ્ટ કરનારી રેપિડ કીટ પણ સામેલ

Amreli Live

7.69 લાખ કેસઃ CM કેજરીવાલ અને LGએ CWG વિલેજમાં બનાવાયેલા હાઈટેક કોવિડ સેન્ટરને શરૂ કરાવ્યું

Amreli Live

કંઈક કરો નહીં તો હું અહીં જ મરી જઈશઃ કહેનાર રત્નકલાકારનું સ્મીમેરમાં કોરોનાથી મોત

Amreli Live

કોરોનાના દર્દીએ 10 દિવસ હોસ્પિટલના પલંગમાં બેઠા-બેઠા માર્ચ એન્ડિંગના હિસાબો કર્યા, ઓડિટ કરાવ્યું, હવે સાજો થઇ ઘરે આવ્યો

Amreli Live

પોતે કેન્સર પીડિત હોવા છતાં સુરતના લેબ ટેક્નિશિયન કોરોના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઈ રહ્યા છે

Amreli Live

અંતે ગુજરાત સરકારે ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ T3 સ્ટ્રેટેજી મુજબ કોરોનાના કેસ ઘટાડવાની નવી ફોર્મ્યુલા અપનાવી

Amreli Live