25.8 C
Amreli
19/09/2020
bhaskar-news

વડોદરામાં લોકલ ટ્રાન્સમિશનથી વધુ 4 કોરોના પોઝિટવ કેસ નોંધાયા, પોઝિટિવ કેસની સંખ્યા 22 ઉપર પહોંચી, તાંદલજામાં સેનેટાઇઝની કામગીરી પૂરજોશમાં



વડોદરા શહેરમાં વધુ 4 કોરોના પોઝિટવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી પોઝિટિવ કેસની સંખ્યા 22 ઉપર પહોંચી ગઇ છે. કોરોનાના4 નવા કેસ પૈકી નાગરવાડા વિસ્તારમાંથી 3 અને આર.વી.દેસાઈ રોડ ઉપર1 પોઝિટિવ કેસ નોંધાયો છે.વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, માસ સેમ્પલ લેવાની કામગીરીના પગલે 4 નવા કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. નાગરવાડાના 3 પોઝિટિવદર્દીઓઅગાઉ જે પોઝિટિવ દર્દી આવ્યો હતો. તેના સંપર્કમાં આવ્યા હતા. જ્યારે એક પોઝિટિવ દર્દી ગોધરાના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યો હતો. આમ તમામ 4 કેસ લોકલ ટ્રાન્સમિશનના હોવાનું બહાર આવ્યું છે.

તાંદલજામાં 15 ટીમો બનાવીને ઘરે-ઘરે જઇને તપાસ શરૂ કરાઇ

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કર્યાં બાદ આરોગ્ય વિભાગ દ્વારા 15 ટીમો બનાવીને ઘરે-ઘરે જઇને તપાસ શરૂ કરવામાં આવી છે. કોરોના વાઈરસના લક્ષણો દેખાશે તો રિપોર્ટ કરવામાં આવશે. તાંદલજા વિસ્તારમાં ફાયર બ્રિગેડની ટીમો દ્વારા સેનેટાઇઝની કામગીરી શરૂ કરવામાં આવી છે.કોરોના પોઝિટિવ તબીબ સાદ શેખે તાંદલજાની જે હોસ્પિટલમાં દર્દીઓ તપાસ્યાહતા, તે વિસ્તારને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરાઇ છે.અને માસ સેમ્પલિંગની કામગીરી કરવામાં આવશે. તંત્ર દ્વારા તાંદલજા વિસ્તારના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને સીલ કરવામાં આવ્યા છે.

તાંદલજા વિસ્તારમાં રહેતા 1831 પરિવારોનું7 હજાર લોકોનું સ્ક્રિનિંગ શરૂ કરાયું

વડોદરાના નાગરવાડા બાદ તાંદલજા વિસ્તારને બુધવારે મોડી રાત્રે રેડ ઝોન જાહેર કરીને ક્લસ્ટર ક્વોરન્ટીન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરાના નાગરવાડા વિસ્તારના કોરોના વાઈરસપોઝિટિવ આવેલો તબીબ સાદ શેખ તાંદળજાની મુઆવીન ટ્રસ્ટની હોસ્પિટલમાં જતો હતો. જ્યાં તેને અનેક દર્દીઓને તપાસ્યા હતા. આ માહિતી બહાર આવ્યા બાદ તાંદલજા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરવાનો નિણર્ય લેવામાં આવ્યો છે. અને આજે બીજા દિવસે તાંદલજા વિસ્તારને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તાંદલજા વિસ્તારમાં રહેતા 1831 પરિવારોના7 હજાર લોકોનું મોડી રાત્રે જ સ્ક્રિનિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આજે પણ આ વિસ્તારમાં સ્ક્રિનિંગની કામગીરી ચાલી રહી છે.

તાંદલજા વિસ્તારને સીલ કરી દેવાશે

નાગરવાડા વિસ્તારના કોરોના પોઝિટિવ તબીબનું તાંદલજા કનેક્શન બહાર આવતા તાંદલજા વિસ્તારને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાંદલજાની તમામ સોસાયટીઓ અને ગલીઓને સીલ કરી દેવામાં આવશે. જેથી કરીને તાંદલજામાં કોરોના વાઈરસનો ફેલાવો અટકાવી શકાય.

વડોદરામાં કોરોના વાઈરસ પોઝિટિવની સંખ્યા 22 ઉપર પહોંચી
વડોદરાના હોટસ્પોટ બની ગયેલા નાગરવાડા વિસ્તારમાં બુધવારે કોરોના વાઈરસના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં 2 મહિલા અને 3 પુરૂષનો સમાવેશ થાય છે. આજે વધુ 4 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં અત્યાર સુધી કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો આંકડો 22 ઉપર પહોંચી ગયો છે. વડોદરા શહેરમાં અત્યાર સુધી 2 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો કોરોના મુક્ત થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

કોરોના વાઈરસના કેસો વધે તેવી શક્યતા
વડોદરા શહેરના નાગરવાડાને હોટસ્પોટ જાહેર કરાયા બાદ આ વિસ્તારમાં કેસો સતત વધી રહ્યા છે. નાગરવાડા વિસ્તારમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટવ 9 કેસો સામે આવ્યા છે. જોકે તાંદલજા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કર્યાં બાદ ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. આવા સમયે કોરોના વાઈરસના કેસો વધવાની શક્યતા સેવાઇ રહી છે.

વડોદરામાં મોર્નિગ વોક કરવા નિકળેલા 24 લોકોની ધરપકડ

વડોદરા શહેરના કમાટીબાગ પાસે પ્રતાપગંજ રોડ ઉપર મોર્નિગ વોક કરવા નીકળેલી મહિલા સહિત24 લોકોની ધરપકડ કરી છે અને આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

APMCમાં વેપારીઓ અને ખેડૂતોનો ધસારો
વડોદરા નજીક સયાજીપુરા ખાતે આવેલી એપીએમસીમાં વહેલી સવારે 3 વાગ્યા પછી એન્ટ્રી ન આપવાની જાહેરાત બાદ વેપારીઓ અને શાકભાજી લઇને આવતા ખેડૂતોનો ધસારો જોવા મળ્યો હતો.
પાલિકાની કચેરીમાં ડિસિન્ફેક્શન શાવર યુનિટ સિસ્ટમ લગાવાઈ
વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે ડિસિન્ફેક્શન શાવર યુનિટ સિસ્ટમ લગાવવામાં આવી છે. પાલિકાના કર્મચારીઓને કોરોના વાઈરસના સંક્રમણથી રક્ષિત કરવા તેમજ ઇન્ફેક્શન મુક્ત કરવાના હેતુથી ઇન્સટોલ કરવામાં આવી છે.

પોલીસકર્મીઓએ તમામ સોસાયટીઓમાં જઇને પેટ્રોલિંગ કર્યું
વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસકર્મીઓએ તમામ સોસાયટીઓમાં જઇને પેટ્રોલિંગ કર્યું હતું અને લોકોને જાહેરનામાનું પાલન કરવાની અપીલ કરી હતી. અને બિનજરૂરી બહાર નીકળતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Update LIVE Vadodara 9 April


તાંદલજા વિસ્તારમાંની હોસ્પિટલની આસપાસ સેનેટાઇઝની કામગીરી હાથ ધરાઇ


Corona Update LIVE Vadodara 9 April


તાંદલજા વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ અને આરોગ્યની ટીમો દોડી ગઇ હતી

Related posts

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

Amreli Live

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live

સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 79.14 ટકા પરિણામ, 108 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ, 31ના મોત સાથે મૃત્યુઆંક 1592, કુલ કેસ 25,658

Amreli Live

ધારીમાં અડધી કલાકમાં એક ઇંચ, પડધરીમાં પોણા બે ઇંચ, રાજુલા, ખાંભા, ગીરસોમનાથ પંથકમાં ધોધમાર, નદીઓમાં પૂર આવ્યા

Amreli Live

ગુજરાતમાં આ જગ્યાએ કોરોનાને રોકવા અનોખો પ્રયોગ, ટનલ બાવવામાં આવી, કેવી રીતે કરે છે કામ

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

સૌ.યુનિ.માં ચાલી રહેલી પરીક્ષામાં 1 વિદ્યાર્થિનીનો કોરાના રિપોર્ટ પોઝિટિવ, રાજકોટમાં પોઝિટિવ આંક 1700 નજીક

Amreli Live

રાજ્યમાં 105 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં 42 અને સુરતમાં 35 નવા કેસ, કુલ કેસ 871 થયાઃ જયંતિ રવિ

Amreli Live

આ દિવસે વાળ કાપવાથી ઘર માંથી ચાલી જાય છે લક્ષ્મી અને થઇ શકે છે અકાળ મૃત્યુ .. આ રજાના દિવસે તો ખાસ ના કપાવવા જોઈએ..

Amreli Live

રાજકોટમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના મામલે અધિકારીઓ સાથે બેઠક કરી, સંક્રમણ રોકવા એક્શન પ્લાન બનાવી કામ કરવા સૂચના આપી

Amreli Live

ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતીયોને વતન પરત મોકલવા 8 IAS અને 8 IPSને જવાબદારી સોંપાઈઃ અશ્વિની કુમાર

Amreli Live

3.81 લાખ કેસઃ દિલ્હીમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોના સારવારના ભાવ ઘટાડાયા, 8થી 10 હજાર રૂપિયામાં આઈસોલેશન બેડ મળશે

Amreli Live

અત્યાર સુધી 3136 કેસ, 98 મોતઃ દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના 108 સભ્ય ક્વૉરિન્ટીન, આ તમામ 2 સંક્રમિતોના સંપર્કમાં આવ્યા હતા

Amreli Live

6.97 લાખ કેસઃ દરરોજ લગભગ 24 હજાર દર્દી વધી રહ્યા છે, આગામી મહિને દરરોજ 1 લાખ કેસ આવી શકે છે

Amreli Live

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને સરકારી બંગલો ખાલી કરવા નોટિસ મળી, 1લી ઓગસ્ટ સુધીની મુદત અપાઈ

Amreli Live

5 રાજ્યોના મુખ્યમંત્રીઓએ કહ્યુંઃ અર્થતંત્રને પછી ય બેઠું કરી શકાશે, પણ જિંદગી બચાવવા લોકડાઉનની મુદત વધારો

Amreli Live

યાકુતપુરામાં ઉસળ-ભજીયાની લારી ધમધમે છે, તેવા divyabhaskarના અહેવાલ બાદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લારી જપ્ત કરી, આરોપીની ધરપકડ

Amreli Live

37,262 કેસ, મૃત્યુઆંક-1,223: CRPFના વધુ 68 જવાન પોઝિટિવ મળ્યા, પૂર્વ દિલ્હીની બટાલિયનમાં અત્યાર સુધી કુલ 122 સંક્રમિત

Amreli Live

જીટીયુના વિદ્યાર્થીઓનો ઓનલાઇન ડેટા લીક થવા મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ

Amreli Live