26.8 C
Amreli
20/09/2020
કલેક્ટર ઓફિસ

વડોદરાઃ કોરોનાની યોગ્ય દરે સારવાર માટે આગળ આવી ખાનગી હોસ્પિટલો, ફાળવ્યા 1,000 બેડ

આલોક બ્રહ્મભટ્ટ, વડોદરાઃ કોરોના વાયરસના કપરા સમયમાં અમદાવાદ જે ન કરી શક્યું તે વડોદરાએ કરી બતાવ્યું છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલો કોવિડ 19 સુવિધા અને યોગ્ય રેટ પર કેશલેસ સારવાર કરવાની ના પાડી શકે છે, પરંતુ વડોદરાની હોસ્પિટલોએ યોગ્ય દરે કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે 1 હજાર બેડ ફાળવ્યા છે. આ બધું શક્ય બન્યું છે સ્પેશિયલ ડ્યૂટી ઓફિસર (OSD) વિનોદ રાવના કારણે, જેમણે ખાનગી હોસ્પિટલો સાથે ઘણી બધી મીટિંગો કરી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

એક તરફ જ્યાં અમદાવાદ મહાનગરપાલિકા ખાનગી ડોક્ટરો અને હોસ્પિટલો સાથેની કાયદાકીય લડાઈમાં પડ્યું છે. ત્યારે વડોદરાને કોરોનાના દર્દીઓની સારવાર યોગ્ય દરે કરી આપવા માટે ખાનગી હોસ્પિટલનો પૂરતો ટેકો મળી રહ્યો છે.

કોવિડ 19 માટે વડોદરાને સુપરવાઈઝ કરવા માટે તૈનાત કરાયેલા OSD વિનોદ રાવે યોગ્ય દરે સારવાર માટે પોતાના બેડ આપવા માટે શહેરની ખાનગી હોસ્પિટલોના અસોસિએશન સાથે બેઠકો યોજવાનું શરૂ કર્યું હતું. રાવે ઈન્શ્યોરન્સ કંપનીઓ સહિત હોસ્પિટલો સાથે પાંચ દિવસ સુધી બેઠકો કરી હતી અને ત્યારબાદ અસોસિએશને 1 હજાર બેડ આપવાનું વચન આપ્યું હતું. આ સાથે જ વડોદરાની ખાનગી હોસ્પિટલોમાં 200 ICU અને 76 વેન્ટિલેટર્સ સાથે 1 હજાર બેડ તૈયાર કરવામાં આવ્યા છે.

વધુમાં સારવારનો ખર્ચ વર્તમાનમાં હોસ્પિટલો જે ચાર્જ કરે છે તેના કરતાં 75 ટકા ઓછો છે. અમારા સહયોગી અખબાર અમદાવાદ મિરર સાથે વાતચીત કરતાં રાવે કહ્યું કે, ‘અમે ઈન્શ્યોરન્સ કંપનીઓનો પણ સંપર્ક સાધ્યો હતો અને તેમણે પણ અમને આ પહેલને ટેકો આપવાનું વચન આપ્યું હતું જેથી વીમો ધરાવનારા ખાનગી હોસ્પિટલોમાં કેશલેસ સેવા મેળવી શકશે અને ઈન્શ્યોરન્સ ક્લેમ કર્યા બાદ 7 દિવસમાં પ્રક્રિયા થઈ જશે’.

જિલ્લા વહીવટીતંત્રએ પણ મા યોજના હેઠળ કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે 400 બેડ આપવા માટે જિલ્લાની બે ખાનગી મેડિકલ કોલેજો સાથે એમઓયુ કર્યા છે. લાભાર્થી દર્દીઓને શનિવારથી આ બે હાઈ-ટેક ખાનગી મેડિકલ કોલેજો કમ હોસ્પિટલોમાં ફ્રીમાં સારવાર મળશે.

રાવે મિરરને કહ્યું કે, ‘તૈયારીના ભાગરૂપે જો શહેરમાં કેસ વધ્યા તો વડોદરાની 60 ખાનગી હોસ્પિટલો અમને 1 હજાર બેડ પૂરા પાડશે તે માટે તેમને સફળતાપૂર્વક મનાવી શક્યા છીએ. કેટલો ચાર્જ વસૂલવો તે અંગે પણ એક મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેની સાથે તમામ સંમત થયા છે. તેમાંથી તો કેટલાકે સાવ ઓછા દરે સારવાર કરવાની તૈયારી દર્શાવી છે’.

વડોદરામાં કોરોનાના 947 કેસ છે જેમાંથી 378 એક્ટિવ કેસ છે. સરકારી હોસ્પિટલમાં ઓક્યુપન્સી રેટ 60 ટકા કરતાં વધારે છે અને હવે જિલ્લા વહીટવટીતંત્રએ પણ કેસો વધે તો પૂરતા બેડ હોવાની ખાતરી કરી છે. સરકારના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ICU સહિતની સારવારના ખર્ચમાં મર્યાદા નક્કી કરાઈ હોવાથી આશરે 2 લાખ રૂપિયાનો ખર્ચ થશે.

ખાનગી ડોક્ટરો અને હોસ્પિટલોના અસોસિએશનના ઉપપ્રમુખ ડો. ભિખુભાઈ પટેલે મિરર સાથે વાત કરતાં કહ્યું કે, ‘અમે OSD વિનોદ રાવ સાથે અનેક બેઠકો યોજી હતી જેમાં અમે અમારી ચિંતાઓ પણ વ્યક્ત કરી હતી. બેઠકોમાં ચાર્જની મર્યાદા નક્કી કરવામાં આવી હતી અને અસોસિએશન પણ સંમત થયું હતું. આવનારા દિવસોમાં કેસ વધે તો તેને પહોંચી વળવા માટે આ સાવચેતીના પગલા લેવાયા છે’.


Source: iamgujarat.com

Related posts

‘હર્ક્યુલસ’ જેવી તાકાત ધરાવે છે આ બોડી બિલ્ડર, એક જ ઝટકે તોડી સાંકળ

Amreli Live

ટોઈલેટ પેપર સફેદ કલરનું જ કેમ હોય છે? વિચાર્યું છે ક્યારેય?

Amreli Live

ખૂબ જ લાગણીશીલ હતો સુશાંત, વૃદ્ધાશ્રમનો આ વિડીયો જોઈ નહીં રોકી શકો આંસુ

Amreli Live

કોરોના વાયરસ: WHOએ બંધ કર્યું હાઈડ્રોક્સીક્લોરોક્વીનનું પરીક્ષણ

Amreli Live

25 જૂનનું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

16 જુલાઈ 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

કોરોનાની મહામારીમાં ટ્રાવેલિંગ માટે સેકન્ડ હેન્ડ કાર અને બાઈકની માગ વધી

Amreli Live

ઋષિ કપૂરે આ ગેમમાં નીતૂ કપૂરને બનાવ્યા છે પાવરધા, બેવાર દીકરી રિદ્ધિમાને આપી મ્હાત

Amreli Live

મોહિનાના ભાઈનો પણ કોરોના રિપોર્ટ નેગેટિવ, 7 દિવસ સુધી રહેશે ક્વોરન્ટિન

Amreli Live

આગામી અઠવાડિયે રાજ્યમાં સારા વરસાદની આગાાહી, બફારાથી મળશે રાહત

Amreli Live

તેલંગાણાના તિરૂપતિ, લોકડાઉનમાં પણ અટક્યું નહીં હજારો કરોડના ખર્ચે બનતા યદાદ્રી મંદિરનું કામ, જલ્દી જ શુભારંભની તૈયારી

Amreli Live

રિલાયન્સનો શેર વાજબી ભાવથી ઘણો ઉંચો જણાવી મેક્વેરીએ આપ્યો રુ. 1195નો ટાર્ગેટ

Amreli Live

લિફ્ટમાં ચાર દિવસ સુધી 82 વર્ષની માતા તેની 64 વર્ષની દીકરી સાથે ફસાયેલી રહી

Amreli Live

સી.આર. પાટીલઃ પોલીસ, વિવાદ અને જેલ ભાજપના નવા પ્રદેશ પ્રમુખની આવી છે કહાણી

Amreli Live

03 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

રિયા ચક્રવર્તીને આવી રહી છે સુશાંતની યાદ, કહ્યું ‘તું એક એવો વ્યક્તિ હતો જેણે મને…’

Amreli Live

અમદાવાદમાં કોરોના વાયરસના નવા 235 કેસ, કુલ દર્દીઓનો આંકડો 19,386 પર પહોંચ્યો

Amreli Live

ભારતની મોટી સફળતા, ASI ને ખોદકામમાં મળ્યું અટલા બધા વર્ષ જુનું શિવલિંગ, આ પથ્થરમાંથી બનાવેલું છે.

Amreli Live

કોરોનાને હરાવીને સ્વસ્થ થયા 93 વર્ષના વૃદ્ધા, છતાંય પરિવારે ઘરે લઈ જવાની પાડી દીધી ના

Amreli Live

06 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

75639 કિમી પ્રતિ કલાકની સ્પીડથી આવી રહ્યો છે ઉલ્કાપિંડ, ધરતી પર કરી શકે છે મોટું નુકસાન

Amreli Live