31.6 C
Amreli
09/08/2020
કલેક્ટર ઓફિસ

વક્રી ગુરુનું રાશિ પરિવર્તન, 6 રાશિ અને દેશ-દુનિયા માટે અશુભ યોગ સર્જશે

ગુરુનું ધનમાં રાશિ પરિવર્તન

આ મહિનાના છેલ્લાં દિવસે ગુરુ ગ્રહ રાશિ બદલીને ધનમાં પ્રવેશ કરશે. જોકે ગુરુનું આ રાશિ પરિવર્તન વક્રી ચાલ દરમિયાન જ રહેશે. જેથી મોટાભાગની રાશિઓ પર અશુભ પ્રભાવ જોવા મળશે. ગુરુ વક્રી રહીને 30 જૂને મકર રાશિમાંથી ધનમાં આવશે. ત્યાર બાદ 13 સપ્ટેમ્બરે માર્ગી થશે અને 20 નવેમ્બર સુધી આ જ રાશિમાં રહેશે. આ રાશિ પરિવર્તનથી ગુરુ અને રાહુ વચ્ચે દૃષ્ટિ સંબંધ બનશે. આ અશુભ યોગનો પ્રભાવ દેશ-દુનિયા સાથે જ બધી રાશિઓ ઉપર પડશે. ગુરુના રાશિ પરિવર્તન સાથે દેશમાં મોટા રાજનૈતિક અને ભૌગોલિક ફેરફાર આવી શકે છે. આગામી સમય 6 રાશિના જાતકો માટે મુશ્કેલી ભર્યો રહશે. જ્યારે 6 રાશિઓને ઉન્નતિ અને ફાયદો મળવાના યોગ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

દેશ-દુનિયા ઉપર ગુરુ અને રાહુનો પ્રભાવ

આ અશુભ યોગથી દેશમાં ધર્મ સ્થાનો સાથે જોડાયેલાં નિર્ણયો લેવાઇ શકે છે. દેશના કેટલાગ ભાગમાં પુર આવી શકે છે. દેશ-દુનિયાના મહત્ત્વપૂર્ણ દેશમાં તણાવ વધી શકે છે. ભારતની સીમાઓને લઇને પણ વિવાદની સ્થિતિઓ બની શકે છે. ઉત્તરી રાજ્યોમાં ઊથલપાથલ થવાની સંભાવના છે.

મેષ

ધન રાશિમાં ગુરુનું વક્રી પરિવર્તન આ રાશિના જાતકો માટે શુભ રહેશે. નોકરી અને બિઝનેસમાં સારો સમય શરૂ થશે. આ દરમિયાન તમે થોડાં નિર્ણય લઇ શકો છો. તમારી મહેનત વધશે અને તેનો ફાયદો પણ તમને મળશે. પ્રામાણિકતાથી કામ કરશો તો તમને ફાયદો થશે. કિસ્મતનો સાથ મળી શકે છે. સ્વાસ્થ્યના મામલે સમય સારો રહેશે. સાથે કામ કરતાં લોકો અને આસપાસના લોકો પાસેથી મદદ મળી શકે છે.

વૃષભ

ગુરુના કારણે તમને અચાનક ફાયદો મળી શકે છે. જોબ અને બિઝનેસ સાથે જોડાયેલી વાતો શીખવા મળશે. અધિકારીઓ અને મોટાં લોકો પાસેથી મદદ મળશે. રોજિંદા કામ સમયે પૂર્ણ થશે અને તેમાં ફાયદો પણ થશે. ગુરુની ચાલમાં બદલાવ થવાથી તમને અચાનક ફાયદો થશે. ગુરુના કારણે થોડી પરેશાનીઓ પણ આવી શકે છે. બચત પૂર્ણ થઇ શકે છે. આ દરમિયાન સમજી-વિચારીને બોલવું. તમારી વાતોનો ખોટો અર્થ કાઢવામાં આવી શકે છે. સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેવું પડશે.

મિથુન

બૃહસ્પતિના પ્રભાવથી તમારા માટે સમય સારો રહેશે. કામકાજમાં સ્થિરતા આવી શકે છે. નવા લોકો સાથે મુલાકાતના યોગ બની રહ્યા છે. રોજિંદા કામોથી ફાયદો થઇ શકે છે. કામ સમયે પૂર્ણ થશે. ગુરુના પ્રભાવથી સાહસ અને આત્મવિશ્વાસ વધશે. આગળ વધવાના અવસર મળી શકે છે. જોબ અને બિઝનેસમાં સારા અવસર મળી શકે છે. આવક વધવાના યોગ છે. ભાઇઓ અને મિત્રો પાસેથી મદદ મળશે.

કર્ક

બૃહસ્પતિની ચાલમાં ફેરફાર થવો તમારા માટે સામાન્ય રહેશે. આ દરમિયાન વિચારેલાં કામ સમયે પૂર્ણ થશે, પરંતુ પરેશાનીઓનો સામનો પણ કરવો પડશે. મહેનત વધારે કરવી પડી શકે છે અને તેનો ફાયદો ઓછો જ મળશે. આ દરમિયાન તમારે મહેતન વધારે કરવી પડશે. પારિવારિક મામલાઓમાં તણાવ વધવાની સંભાવના છે. સ્વાસ્થ્યને લઇને બેદરકારી ન કરો.

સિંહ

ગુરુના રાશિ પરિવર્તનથી તમને ફાયદો થઇ શકે છે. આ દરમિયાન નવી યોજનાઓ બની શકે છે. કામકાજને લઇને નવા અવસર મળી શકે છે. નવી યોજનાઓ બનશે. નવા લોકો સાથે મુલાકાત થઇ શકે છે. ગુરુના પ્રભાવથી સંતાન સંબંધિત ચિંતા દૂર થઇ જશે. તમને ફાયદો મળી શકે છે. કોઇ રિસર્ચ કે ગુપ્ત વાત જાણવાથી તમને ફાયદો થઇ શકે છે.

કન્યા

ગુરુના રાશિ બદલવાથી સુખ-સુવિધાઓ વધી શકે છે. પ્રોપર્ટી સંબંધિત મામલે ફાયદો થશે. વાહન પણ ખરીદી શકો છો. અટવાયેલાં કાર્યો સમયે પૂર્ણ થવાના યોગ છે. લોકોનો સહયોગ મળશે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિના યોગ બનશે. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા દૂર થશે. અધિકારીઓ તમારા કામના વખાણ કરશે. જીવનસાથી પાસેથી સહયોગ મળશે.

તુલા

ગુરુના કારણે નોકરી અને બિઝનેસમાં મહેતન વધશે. સાથે કામ કરતાં લોકો પાસેથી મદદ મળી શકશે નહીં જેના કારણે તણાવ અને પરેશાની રહેશે. થોડાં મામલે કિસ્મતનો સાથ મળી શકશે નહીં. નવી યોજનાઓ બનશે પરંતુ તેના ઉપર કામ કરવાથી ફાયદો મળશે નહીં. સમજી વિચારીને આગળ વધવું. અન્યની સલાહ માનીને પહેલાં પોતે વિચાર કરવો. આ સમયે ખર્ચ વધારે થશે.

વૃશ્ચિક

ગુરુના કારણે તમારી આવક અને બચત પ્રભાવિત થઇ શકે છે. ખર્ચ વધી શકે છે. લેવડ-દેવડ અને રોકાણમાં તમારે સાવધાની રાખવી પડશે. પારિવારિક મામલાઓમાં તણાવ વધી શકે છે. પરિવાર ઉપર રૂપિયા ખર્ચ થઇ શકે છે. તમારી કોઇ ગુપ્ત વાત ઉજાગર થઇ શકે છે. લગ્નજીવનમાં વિવાદ થઇ શકે છે. સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેવું.

ધન

ગુરુના રાશિ બદલવાથી તમે પોતાને ઊર્જાવાન અનુભવ કરશો. પોઝિટિવ વિચાર સાથે જોબ અને બિઝનેસમાં આગળ વધશો. ધર્મ અને આધ્યાત્મમાં રસ વધશે. અનેક મામલે તમને કિસ્મતનો સાથ પણ મળી શકે છે. પ્રોપર્ટીના મામલે કિસ્મતનો સાથ મળશે. જેનાથી તમને ફાયદો થશે. સંતાન સુખ મળશે. પરિવારની મદદ મળશે. પરિવાર સાથે વધારે સમય વિતશે.

મકર

ગુરુનું રાશિ પરિવર્તન તમારા માટે શુભ નથી. આ દિવસોમાં ભાગદોડ વધી શકે છે. દુશ્મન તમારી પરેશાની વધારી શકે છે. સ્વાસ્થ્યના મામલે સમય ઠીક રહેશે નહીં. દૂર સ્થાનના લોકો પાસેથી મદદ મળી શકશે નહીં. ખર્ચ વધી શકે છે. મહેનત વધારે કરવી પડશે, પરંતુ ફાયદો મળી શકશે નહીં. નોકરી અને બિઝનેસમાં વિપરિત પરિસ્થિતિઓ બની શકે છે.

કુંભ

ગુરુના પ્રભાવથી તમારી આવક પ્રભાવિત થઇ શકે છે. આ દિવસોમાં નવી યોજનાઓ તો બનશે પરંતુ તેના ઉપર કામ થઇ શકશે નહીં. ખર્ચ વધી શકે છે. રોજિંદા કાર્યોમાં મુશ્કેલીઓ આવી શકે છે. ભાઇઓ સાથે મનમુટાવના યોગ બનશે. માંગલિક કામ થઇ શકે છે, પરંતુ તેમાં વિવાદ પણ સંભવ છે. સંતાનના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

મીન

ગુરુના રાશિ પરિવર્તન કરવાથી તમને મહેનતનો ફાયદો ઓછો મળી શકશે. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. પ્રોપર્ટી સુખ તો મળશે પરંતુ તેનાથી સંતુષ્ટ રહેશો નહીં. લોકો પાસેથી મદદ તો મળશે પરંતુ કોઇને કોઇ વાતને લઇને તણાવ રહેશે. કામકાજ અધૂરા રહી શકે છે. જોબ, બિઝનેસ અને પારિવારિક મામલે તાલમેલ જળવાશે નહીં.


Source: iamgujarat.com

Related posts

ચીન પાછા હટવાના મૂડમાં નથી, પૂર્વ લદાખમાં 40,000 સૈનિકો કર્યા છે તૈનાત

Amreli Live

ચીનની મદદથી ભારતને ફસાવવા ઈચ્છતું હતું પાકિસ્તાન, અમેરિકાએ પ્લાન ફેલ કરી દીધો

Amreli Live

જગન્નાથ મંદિરમાં જ ફરશે ત્રણેય રથ, રથયાત્રા રાત્રે બે વાગ્યા સુધી હાઈકોર્ટમાં ચાલી સુનાવણી

Amreli Live

130 કરોડના હીરા પર કસ્ટમ ડ્યુટી ના ભરનારા ગુજરાતી વેપારીની 23 વર્ષે ધરપકડ

Amreli Live

ચીનની અમેરિકાને ચેતવણી, કહ્યું- ‘સમગ્ર વિશ્વને થશે નુકસાન’

Amreli Live

માત્ર આટલી સેકન્ડમાં આધારશિલા મૂકીને રામ મંદિર નિર્માણનો શુભારંભ કરશે PM મોદી

Amreli Live

બહેન માટે આખી ફ્લાઈટ બુક કરાવી હોવાની વાતને અક્ષય કુમારે ફગાવી

Amreli Live

17 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

આ પાકિસ્તાની ફાસ્ટ બોલરે કહ્યું – હવે સચિન તેંડુલકર નથી રહ્યો મારો ફેવરેટ ક્રિકેટર

Amreli Live

દેશમાં કોરોનાના 38,000 કરતા વધુ નવા કેસ નોંધાયા, 7 દિવસમાં 4,127નાં મોત

Amreli Live

સૌરાષ્ટ્રમાં આજે પણ અતિભારે વરસાદ, ખાંભલિયામાં 6 કલાકમાં 6 ઈંચથી વધુ ખાબક્યો

Amreli Live

કોરોના અંગે દુનિયાને સૌથી પહેલા જણાવનાર વ્હિસલબ્લોઅર ડોક્ટરની પત્નીએ આપ્યો બાળકને જન્મ

Amreli Live

31 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

‘દિલ્હીની 23% વસ્તી કોરોના વાયરસથી સંક્રમિત, મોટાભાગના કેસ લક્ષણ વગરના’

Amreli Live

જ્યારે સચિને આવી રીતે શ્રીનાથને પહેરાવી દીધું હતું પોતાનું પેન્ટ

Amreli Live

25 જૂન જન્મદિવસ રાશિફળ: મહિલાઓનું જીવનસ્તર ઊંચું આવશે, આવક વધશે

Amreli Live

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી મુશ્કેલીમાં ફસાયો, હિતોના ટકરાવનો આરોપ લાગ્યો

Amreli Live

અમદાવાદ: જૂનમાં કોરોનાનું જોર ઘટ્યું, કેસ અને મૃત્યુઆંક આટલો ઘટાડો

Amreli Live

વડોદરા, ભરૂચ અને સુરતથી આવતી-જતી એસટી બસ સેવા ફરીથી શરૂ થઈ

Amreli Live

S-Presso કે પછી સેન્ટ્રો, કયું CNG મોડલ છે બેસ્ટ?

Amreli Live

પરિવારની મરજી વિરુદ્ધ લવ મેરેજ કરી રહી હતી છોકરી, પિતાએ ત્યાં જઈને કહ્યું- ‘દીકરીને કોરોના છે’

Amreli Live