11.2 C
Amreli
27/01/2021
અજબ ગજબ

લોકો જાડી-પાડી કહીને ચીડવતા હતા આ છોકરીને, 6 મહિનામાં 51 કિલો વજન ઘટાડી બધાની બોલતી કરી બંધ

પહેલા જાડી હોવાના કારણે કોઈ જોતા પણ નહોતા, હવે આ છોકરી બોલીવુડ એક્ટ્રેસને આપે છે ટક્કર. વધતા વજનને કારણે ન ફક્ત સ્વાસ્થ્ય સમસ્યાઓ આવે છે, પણ સમાજમાં તમારી મજાક પણ ઉડાવવામાં આવે છે. એવામાં જો તમે પોતાનું વજન ઓછું કરવાનું નક્કી કરી લો અને યોગ્ય લાઇફસ્ટાઇલ રૂટિન ફોલો કરો તો તમે ફેટમાંથી ફિટ થઈ શકો છો. હવે જોઆના જોસેફ નામની 23 વર્ષીય આ છોકરીને જ લઇ લો. તેણે ફક્ત 6 મહિનામાં પોતાનું 51 કિલો વજન ઓછું કરી દીધું. અને આજે તે એક મોડલ પણ છે.

જોઆના જોસેફ જયારે નાની હતી તો ઘણી જાડી હતી. 104 કિલો વજન હોવાને કારણે સ્કૂલ અને પરિવારમાં તેની ખુબ મજાક ઉડાવવામાં આવી હતી. એવામાં તેમણે પોતાને ફિટ કરવાના અભિયાનને એક પડકારના રૂપમાં લીધું. તે દિવસ રાત મહેનત કરતી રહી. આ દરમિયાન તેમની મજબૂત ઈચ્છાશક્તિએ ઘણો સાથ આપ્યો. આ મહેનતનું તેમને ફળ પણ મળ્યું. 51 કિલો વજન ઓછું કર્યા પછી હવે તે મોડલ અને એક્ટ્રેસ બની ગઈ છે.

એક્ટિંગ અને મોડલિંગની સાથે સાથે તે પોતાનું ભણતર પણ કરી રહી છે. જોઆના જણાવે છે કે, લોકોની મજાક અને મહેણાંથી કંટાળીને મેં 15 વર્ષની ઉંમરમાં પોતાની લાઈફ સ્ટાઇલ બદલી દીધી હતી. હું હેલ્ધી ખાવાનું ખાવા લાગી અને વર્કઆઉટ પણ કરતી હતી. ઇંસ્ટાગ્રામ પર જોઆનાને લાખો લોકો ફોલો કરે છે.

જો તમે પણ જોઆનાની જેમ પોતાનું વજન ઓછું કરવા ઈચ્છો છો, તો ટેંશન ના લો. આજે અમે તમને તેમના ફેટમાંથી ફિટ થવાનું રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ. જોઆના નાસ્તામાં સંતરાનું જ્યુસ, થોડા ફળ અને માખણ સાથે હોલમીલ બ્રેડની બે સ્લાઈસ ખાય છે. તેમજ લંચમાં બ્રાઇન રાઈસની સાથે બાફેલા ઈંડા, ટોફુ (પનીર જેવી એક વાનગી) અને સલાડ ખાય છે.

ડિનરની વાત કરીએ તો તે કઢી અને શાક સાથે એક રોટલી ખાય છે. તેની સાથે જ એક કપ ગ્રીન ટી પણ પીવે છે. તે જણાવે છે કે, આપણે રાત્રે 7 વાગ્યા પહેલા ડિનર કરી લેવું જોઈએ. તેનાથી શરીરને ખોરાક પચાવવામાં વધારે સમય મળી જાય છે, અને શરીરમાં ચરબી જમા નથી થતી. તેના સિવાય ઘણું બધું પાણી પણ તેમની ડાયેટમાં શામેલ થાય છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે જોઆના જિમ ગયા વગર પાતળી થઈ ગઈ. તે ઘરે જ વર્કઆઉટ કરતી હતી. તેના માટે તેમણે સૌથી પહેલા 5 કિલોના બે ડમ્બેલ્સ અને એક જિમ મેટ લીધું. પછી મોબાઈલ પર વર્કઆઉટની એપ ડાઉનલોડ કરીને તેનું અનુસરણ કર્યું. તેના સિવાય તે સાંજે 2 કલાક જોગિંગ પણ કરતી હતી. વર્કઆઉટ પહેલા તે એક કપ બાફેલા શાકભાજી ખાતી હતી, અને વર્કઆઉટ પૂરું થયા પછી તે ગ્રીન ટી પીતી હતી.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

કઈ વસ્તુ સમુદ્રમાં પેદા થાય છે પણ ઘરમાં રહે છે? UPSC ઇન્ટરવ્યૂમાં આ વિચિત્ર સવાલ પર અટક્યા લોકો.

Amreli Live

Yahoo નો પહેલો સ્માર્ટફોન થયો લોન્ચ, આ છે તેના ફીચર્સ.

Amreli Live

લીવર રિએક્ટિવેટર એટલે ફેટી લીવર, લીવર સીરોસીસ, હેપેટાઈટીસ જેવી લીવરની દરેક બીમારી દૂર કરનાર આયુર્વેદિક ટોનિક.

Amreli Live

શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જે જણાવ્યું, તે આજે પણ દરેક માણસ માટે ખાસ છે, પર્સનાલિટી ડેવલપમેન્ટનું કામ કરે છે શ્રીકૃષ્ણની 4 વાતો

Amreli Live

શા માટે પરિણીત મહિલાઓ કાચની બંગડી પહેરે છે, શું પતિની ઉંમર સાથે તેનો કોઈ સંબંધ છે?

Amreli Live

2020 થી 8 વર્ષ પાછળ છે આપણે, 21 જૂને સર્વનાશ થશે દુનિયાનો, થિયારીનો દાવો.

Amreli Live

મજેદાર જોક્સ : પત્ની : આજે લેડીઝ કલબમાં એક ફાલતુ વસ્તુ લઈને જવાની છે. પતિ : એમ, તું શું લઈને જઈશ?

Amreli Live

30 નવેમ્બરનું ચંદ્રગ્રહણ આ 5 રાશિઓ માટે ખરાબ પ્રભાવ લઈને આવ્યું છે, જાણો કઈ છે તે રાશિઓ.

Amreli Live

આ રાશિના લોકોને બુધવારના દિવસે સામાજિક, આર્થિક, પારિવારિક ક્ષેત્રે લાભ થવાના સંકેતો ગણેશજી આપે છે. સમાજમાં માન પ્રતિષ્‍ઠા વધશે.

Amreli Live

ધનુ રાશિના લોકો માટે સૂર્યદેવની કૃપાથી કાર્ય સફળતાનો દિવસ છે, આર્થિક લાભ, જાહેરજીવનમાં માન પ્રતિષ્‍ઠા વધશે.

Amreli Live

ખુબ જ સુંદર હતી શાહરુખ ખાનની માં, એકદમ ફિલ્મી અંદાજમાં આવ્યું હતું ‘કિંગ ખાન’ ના પિતા પર દિલ.

Amreli Live

10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે આ ઢાસુ ફોન, ફીચર્સ છે સુપર.

Amreli Live

આ ધનતેરસ પર આ રાશિના લોકોને આર્થિક લાભ થવાની શક્યતા છે, રાશિફળ દ્વારા જાણો તમારી રાશિ શું કહે છે?

Amreli Live

ફની જોક્સ : ટીના : પપ્પા, પપ્પુ મારી સાથે લગ્ન કરવા માંગે છે. પપ્પા : તો શું વાંધો છે?

Amreli Live

દેવી-દેવતાઓની પ્રદક્ષિણા કરવાથી પુરી થાય છે મનોકામનાઓ, જાણો પ્રદક્ષિણાના પ્રકાર અને વિધિ.

Amreli Live

શિયાળામાં બનાવો વટાણા ટિક્કી, સ્વાદ એવો કે તમે ભૂલી નહિ શકો.

Amreli Live

નવો વિચાર : કોઈ તમને કંજૂસ કહે તો ખોટું લગાડવું નહીં, કારણ કે કંજૂસ જ ઘર ચલાવે છે.

Amreli Live

ખોવાઈ ગયો છે સ્માર્ટફોન? સેમસંગની આ એપ ઈન્ટરનેટ વિના શોધશે તમારો ફોન.

Amreli Live

શિયાળો હોય કે ઉનાળો સવારે વહેલા ઉઠવા માટે ટ્રાય કરો આ ટ્રિક્સ.

Amreli Live

છોકરીઓના શર્ટમાં ખિસ્સું કેમ નથી હોતું? મગજ લગાવીને કેન્ડિડેટે આપ્યો IAS ઇન્ટરવ્યૂના સવાલનો ખતરનાક જવાબ

Amreli Live

ધનવાન બનવું છે તો ચાણક્યની આ વાતોને જીવનમાં ઉતારી લો, જાણો આજની ચાણક્ય નીતિ.

Amreli Live