26.4 C
Amreli
19/09/2020
કલેક્ટર ઓફિસ

લોકડાઉન ઈફેક્ટઃ દેશમાં 7 લાખથી વધુ નાની દુકાનોના શટર પડી ગયા

લોકડાઉનની નાની દુકાનો પર અસર

ઈકોનોમિક ટાઈમ્સ: દેશના જાણીતી કન્ઝ્યુમર ગુડ્સ કંપનીઓએ કહ્યું કે, લોકડાઉનમાં પૈસાની અછત અને દુકાન માલિકો પોતાના ગામમાં પાછા જતા રહેલા 6 લાખ જેટલી કિરાણા દુકાનો બંધ થઈ ગઈ. તેમને ડર છે કે તેમાંથી મોટાભાગની દુકાનો હવે ફરીથી નહીં ખુલે. લોકડાઉનની અસર સ્માર્ટફોન સેક્ટરમાં પણ જોવા મળી. ઓલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિયેશનના અંદાજ મુજબ, 15 લાખ દુકાનોમાંથી 60 ટકા દુકાનો લોકડાઉનમાં અપાયેલી છૂટછાટો બાદ ફરીથી ખુલી નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ડિસ્ટ્રીબ્યૂટર્સ નથી આપતા ક્રેડિટની સુવિધા

ઈન્ડસ્ટ્રીના લોકોનું કહેવું છે કે, નાની દુકાનો પર આવી અસર થવા પાછળનું એક કારણ ડિસ્ટ્રીબ્યૂટર્સ પણ છે જે હવે કેશમાં જ ડીલ કરે છે અને પહેલાની જેમ 7થી 21 દિવસના ક્રેડિટની પણ સુવિધા નથી આપતા. ઈન્ડસ્ટ્રીને ડર છે કે આ બંધ થતી દુકાનો માર્કેટને રિકવર થવામાં વધારે સમય લગાડી શકે છે.

મોટાભાગની દુકાનો કાયમ માટે બંધ થઈ

પારલે પ્રોડક્ટ્સે કહ્યું, ‘અંદાજે 58 લાખ નાની કિરાણા સ્ટોર્સ જે ઘર અથવા રોડના કોર્નર પરથી ચા, પાન વેચતી હતી તેમાંથી 10 ટકા દુકાનો એપ્રિલ અને મે મહિનામાં બંધ થઈ ગઈ છે. પારલેના કેટેગરી હેડ બી. ક્રિષ્ના રાવએ કહ્યું, ડિસ્ટ્રીબ્યૂટર્સે આવા દુકાન માલિકો પાસેથી પૈસા ગુમાવી દીધા છે. મોટાભાગની દુકાનો કાયમ માટે બંધ થઈ ગઈ છે. દુકાનોના માલિક ગામડે પાછા જતા રહેલા 1-2 ટકા દુકાનો બંધ થઈ ગઈ છે અને આગામી 5-6 મહિનાઓ માટે તે બંધ રહી શકે છે. જોકે તેમાંથી કેટલીક દુકાનો ખુલી શકે છે, પરંતુ તેમ છતાં બંધ દુકાનોની અસર કંપનીને થશે.’

પ્રોડક્ટ્સની ડિમાન્ડ ઘટી

બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીના મેનેજિંગ ડિરેક્ટર વરુણ બેરીએ કહ્યું, ‘મોટાભાગની દુકાનો થોડા સમય માટે બંધ છે અને એકવાર લોકડાઉન ઉઠાવી લેવાશે તો તેઓ ફરીથી પાછી ખુલી જશે, જોકે તેમ છતાં કેટલીક કરિયાણાની દુકાનો લાંબા સમય માટ બંધ રહી શકે છે.’

ભારતમાં 10-12 મિલિયન નાની દુકાનો

ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના CEO સુનિલ કટારિયા પણ માને છે કે દુકાનો ટેમ્પરરી બંધ થઈ છે, પરંતુ તે કેટલા સમય માટે બંધ રહેશે તે અચોક્કસ છે. તેઓ કહે છે, શહેરોમાં કોવિડ-19ને કેવી રીતે કાબૂમાં રાખવામાં આવે છે તેની અસર આ દુકાનોના ખુલવા પર પડશે. જે તેમને સેફ્ટી અને દુકાન ચલાવવા માટે મળતા મજૂરોની સમસ્યા દૂર કરશે. ભારતમાં 10-12 મિલિયન નાની રિટેઈલ દુકાનો છે જે ગ્રોસરી અને અન્ય વસ્તુઓ વેચે છે, તેમાંથી મોટાભાગની અંતરિયાળ ભાગમાં સ્થિત છે.

સ્માર્ટફોન માર્કેટમાં પણ હાલત ખરાબ

આવી જ સ્થિતિ સ્માર્ટફોન માર્કેટની છે. AIMRAના પ્રેસિડેન્ટ અરવિન્દર ખુરાના કહે છે, કેટલાક દુકાન માલિકોને પૈસાની તંગી સર્જાઈ છે, 15000ના સેગમેન્ટમાં બ્રાન્ડ્સ તરફથી ખૂબ ઓછો માલ, ગ્રાહકો ન આવવાના કારણે પણ આ મુશ્કેલી સર્જાઈ છે. આવી સમસ્યાઓમાં દુકાનો ચાલુ રાખવાનો ખર્ચ વધી જાય છે. પરિણામે હજારો દુકાનો કાયમ માટે બંધ થઈ શકે છે.


Source: iamgujarat.com

Related posts

કોરોના: ચાલુ મહિને દેશમાં બે લાખથી વધુ કેસ નોંધાયા, 7500 દર્દીઓના મોત થયા

Amreli Live

ફરી સામે આવી સિવિલમાં બેદરકારીઃ વૃદ્ધના અંતિમ સંસ્કાર પછી ફોન કરીને તબિયત સારી હોવાની જાણ કરાઈ

Amreli Live

બર્થ-ડે પર રાંચી પહોંચ્યા હાર્દિક-કૃણાલ, ધોનીને આપી જન્મદિવસની સરપ્રાઈઝ

Amreli Live

કોરોના અંગે સમીક્ષા બેઠકમાં PM મોદીએ અમદાવાદ અને ધનવંતરી રથની કરી પ્રશંસા

Amreli Live

કોરોના વાયરસ: અમદાવાદમાં 3282 એક્ટિવ કેસ, 38% કેસ પશ્ચિમ વિસ્તારના

Amreli Live

ખૂબ જ લાગણીશીલ હતો સુશાંત, વૃદ્ધાશ્રમનો આ વિડીયો જોઈ નહીં રોકી શકો આંસુ

Amreli Live

આ તારીખે ‘શકુંતલા દેવી’નું OTT પર ગ્લોબલ પ્રીમિયર, વિદ્યા બાલને શેર કર્યો વિડીયો

Amreli Live

17 જુલાઈ જન્મદિવસ રાશિફળ: ફેબ્રુઆરી-માર્ચ 2021માં પૂરા થશે મહત્વના રચનાત્મક કાર્યો

Amreli Live

અમરેલી જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા કરાઈ

Amreli Live

લદ્દાખમાં PM મોદીનો ચીનને સીધો મેસેજ, કહ્યું-વિસ્તારવાદનો યુગ ગયો, આ વિકાસવાદનો સમય

Amreli Live

અહીં રહેણાક વિસ્તારમાં ઘૂસી આવ્યું આ વિચિત્ર પ્રાણી, આ રીતે રેસ્ક્યુ કરાયું

Amreli Live

ભાવનગરઃ રમતાં-રમતાં કૂકરમાં ફસાઈ ગયું 1 વર્ષની બાળકીનું માથું, મહામહેનતે કઢાયું બહાર

Amreli Live

ભારતની સૌથી સેફ 7 કાર્સમાં 6 ‘મેડ ઈન ઈન્ડિયા’, આ કંપનીએ માર્યું મેદાન

Amreli Live

દાળ-ચોખા પલાળવાની કડાકૂટમાં પડ્યા વગર આ રીતે બનાવો ઈન્સ્ટન્ટ ઢોંસા 👌

Amreli Live

રથયાત્રા નીકળશે કે નહીં? અસમંજસ વચ્ચે જગન્નાથ મંદિરમાં ચાલી રહી છે તૈયારીઓ

Amreli Live

પ્રામાણિકતા ભારે પડી: આબુથી પાછા આવતા પોલીસને સામેથી દારુ બતાવ્યો અને ફસાયા

Amreli Live

સુશાંતના મોત બાદ ઈન્ડસ્ટ્રી પર ગુસ્સે થયો આ પ્રોડ્યુસર, જણાવ્યું- કેમ તેના ટચમાં નહોતા લોકો

Amreli Live

અ’વાદઃ કોરોનાથી પીડાઈ રહેલા દર્દીઓની પરિવારની જેમ સેવા-ચાકરી કરે છે આ બે નર્સ

Amreli Live

હવે કુવૈતના આ નિર્ણયના પગલે 8 લાખ ભારતીયો પણ તોળાઈ રહ્યું છે સંકટ

Amreli Live

મુંબઈ: બોરીવલીમાં શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ, 14 ફાયર ફાઈટર ઘટનાસ્થળે

Amreli Live

છોટાઉદેપુર: પોતાને આર્મીમેન ગણાવતા વ્યક્તિનું પોલીસ સાથે ઘર્ષણ, પોલીસ પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ

Amreli Live