જે ઉંમરે બાળકો 2 પાનાનું હોમવર્ક કરવા બહાના બનાવે છે, તે ઉંમરે આ બે બાળકોએ લખી આખી 2100 પાનાની રામાયણ. કોરોના વાયરસને કારણે ગયા વર્ષે જ્યારથી લોકડાઉન લાગ્યું હતું, ત્યારથી દરેક લોકો પોતાના ઘરોમાં બંધ રહેવા માટે મજબુર થઈ ગયા હતા. આ દરમિયાન લોકોએ દૂરદર્શન પર પ્રસારિત થનારી રામાયણ જોઈ. પણ શું તમને ખબર છે? આ લોકડાઉન દરમિયાન ભાઈ-બહેનની એક જોડીએ 2100 પાનાની સંપૂર્ણ રામાયણ લખી દીધી.
જી હા આ એકદમ સાચું છે. રાજસ્થાનના લાજૌરમાં ત્રીજા અને ચોથા ધોરણમાં ભણતા માધવ જોશી અને તેની બહેન અર્ચના જોશીએ લોકડાઉન દરમિયાન 2100 થી વધારે પાનાની સંપૂર્ણ રામાયણ લખી છે. ભાઈ-બહેન માધવ અને અર્ચનાએ કોરોના સમયગાળામાં સંપૂર્ણ રામાયણ પોતે પેન અને પેન્સિલથી લખી છે. તેના માટે તેમણે 20 નોટની મદદ લીધી ત્યાર બાદ 2100 થી વધારે પાનાની રામાયણ તૈયાર થઈ ગઈ.
બંને બાળકોએ સાત ભાગોમાં આને પુરી કરી છે. જણાવી દઈએ કે, શ્રી રામચરિતમાનસ સાત કાંડમાં છે. માધવ અને અર્ચનાએ પોતાની નોટમાં સાતેય કાંડને પેન-પેન્સિલથી લખ્યા છે. આ સાત કાંડ બાલ કાંડ, અયોધ્યા કાંડ, અરણ્ય કાંડ, કિષ્કિંધા કાંડ, સુંદર કાંડ, લંકા કાંડ અને ઉત્તર કાંડ છે.
તેમાં માધવે 14 નોટમાં બાલ કાંડ, અયોધ્યા કાંડ, અરણ્ય કાંડ અને ઉત્તર કાંડ લખ્યા છે. તેમજ નાની બહેન અર્ચનાએ 6 નોટમાં કિષ્કિંધા કાંડ, સુંદર કાંડ, લંકા કાંડ લખ્યા છે. માધવ જોશીએ જણાવ્યું કે કોરોનામાં દુરદર્શન પર પ્રસારિત રામાયણ જોઈને રામાયણ વાંચવાની ઈચ્છા થઈ.
પહેલા પરિવાર સાથે અને પછી બંને ભાઈ બહેનોએ એકલા શ્રી રામચરિતમાનસ ત્રણ વાર વાંચી. આ દરમિયાન તેમના પિતા સંદીપ જોશીના પ્રોત્સાહનથી તેમનામાં રામાયણ લખવાની ઈચ્છા જાગૃત થઈ. આ બંને બાળકો જાલૌરમાં આદર્શ વિદ્યા મંદિર વિદ્યાલયમાં ભણે છે. અર્ચના ત્રીજા ધોરણમાં ભણે છે, તેમજ માધવ ચોથા ધોરણનો વિદ્યાર્થી છે. તેમને રામાયણની સંપૂર્ણ જાણકારી છે. બંને બાળકોને રામચરિતમાનસના દોહા, છંદ, ચોપાઈઓ કેટલી છે તે પણ યાદ રહી ગયું છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com