25.9 C
Amreli
11/08/2020
અજબ ગજબ

લોકડાઉનમાં પતિની નોકરી ગઈ પત્નીઓએ ઘરની કમાન સંભાળી, માસ્ક સીવીને કરી 25 લાખ રૂપિયાની કમાણી

પંજાબમાં રોજગાર છીનવાયો તો 3573 મહિલાઓએ માસ્ક સીવીને 25 લાખ રૂપિયા કમાણી કરી, ઝારખંડમાં પીપીઈ કીટ બનાવી રહી છે મહિલાઓ

કોરોના મહામારીએ એક તરફ દુનિયાને સંકટમાં મૂકી દીધી છે, તો બીજી તરફ એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે, જેમાં લોકોએ તેને અવસરના રૂપમાં ફેરવવાનું શરુ કરી દીધું. પંજાબમાં 3573 મહિલાઓએ કોરોના કાળમાં માસ્ક બનાવીને અત્યાર સુધી 25.15 લાખ રૂપિયા કમાણી કરી છે, તેમજ ઝારખંડમાં પતિઓની નોકરી છૂટી ગયા પછી મહિલાઓ પીપીઈ કીટ બનાવીને પૈસા કમાઈ રહી છે.

લોકડાઉનમાં લોકોની મદદ કરવા માટે પંજાબમાં 647 સેલ્ફ હેલ્પ ગ્રુપ ચલાવવામાં આવી રહ્યા છે. આ સમૂહોની 3573 ગ્રામીણ મહિલાઓએ બે મહિનામાં માસ્ક બનાવીને 25,15,333 રૂપિયા કમાણી કરી છે. પંજાબના બઠીંડા જિલ્લામાં પણ સમૂહની 198 મહિલા સભ્ય છે, જેમણે 3,17,160 રૂપિયા કમાણી કરી છે.

1 માસ્ક બનાવવાના 5 રૂપિયા મળે છે :

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત પંજાબ સ્ટેટ રુરલ લિવલીહુડ મિશન અંતર્ગત આ કામ કરવામાં આવ્યું છે. તેમાં ગામની એવી મહિલાઓને શામેલ કરવામાં આવી છે, જે સિલાઈ કામ જાણે છે. તેમને કાચો માલ આપીને માસ્ક બનાવડાવવામાં આવે છે. તેમને એક માસ્ક બનાવવાના 5 રૂપિયા આપવામાં આવે છે. બજારમાં માસ્ક વેચવાની સાથે જ તેમણે પોલીસને 6000, માર્કેટ બોર્ડને 12,100, મનરેગાને 10,000, પીએસપીસીએલને 1600 અને એસબીઆઈને 1500 માસ્ક આપ્યા છે.

પતિઓની નોકરી છૂટી તો પત્નીઓએ સાચવ્યું ઘર :

ઝારખંડના રાંચી જિલ્લાના નામકુમના કાલીનગરમાં રહેવાવાળી મહિલાઓ પીપીઈ કીટ અને માસ્ક બનાવીને પોતાના પરિવારની મદદ કરી રહી છે. તેમાંથી મોટાભાગે એવી મહિલાઓ છે, જેમના પતિ પ્રાઇવેટ નોકરી કરે છે, પણ કોરોના કાળમાં લાગેલા લોકડાઉન પછી પતિઓની નોકરી છૂટી ગઈ. પૈસાની અછત થવા પર મહિલાઓએ પીપીઈ કીટ અને માસ્ક બનાવવાનો નિર્ણય લીધો. મહિલાઓએ પોતાના રોજગાર કેંદ્રનું નામ ‘સમરજીત’ રાખ્યું છે, જેનો અર્થ યુદ્ધ વિજેતા થાય છે.

પીપીઈ કીટ માટે હોસ્પિટલોમાંથી પણ મળવા લાગ્યા ઓર્ડર :

રાંચી જિલ્લાના નામકુમના કાલીનગરની મહિલાઓ પોતાના ઘરનું કામ પૂરું કર્યા પછી પીપીઈ કીટ બનાવવાનું કામ કરે છે. આ મહિલાઓ 5 કલાકમાં 6 પીપીઈ કીટ તૈયાર કરી લે છે. તેના બદલામાં તેમને 200 રૂપિયા સુધી વળતર મળી જાય છે. તેમને હવે હોસ્પિટલોમાંથી પણ પીપીઈ કીટ બનાવવાના ઓર્ડર મળવા લાગ્યા છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

કરોડો રૂપિયા કમાય છે કપૂર પરિવાની દીકરી કરિશ્મા, તો પણ પહેરે છે આટલી સસ્તી ટી-શર્ટ, જાણો કિંમત.

Amreli Live

શનિદેવની કૃપાથી નવા કાર્યના શ્રી ગણેશ કરવા માટે ખૂબ અનુકૂળ દિવસ છે. ભાગ્‍યવૃદ્ઘિ અને ધનલાભની શક્યતાઓ છે.

Amreli Live

આ વિટામિનની ઉણપ ધરાવવાતા 99 ટકા સંક્રમિતોનું થયું મૃત્યુ.

Amreli Live

કબજિયાત કેવી રીતે દુર કરવી એ બાબત સૌ કોઈ જાણે છે પણ કઈ બાબતથી દુર રહેવું એ અમે તમને જણાવીએ.

Amreli Live

કર્ક રાશિના નોકરી વ્‍યવસાય કરનારાઓ માટે દિવસ ખૂબ લાભકારક હશે, પણ આ રાશિના લોકોને નોકરી ધંધામાં તકલીફ સર્જાય.

Amreli Live

ઘર્ષણ ઓછું થાય એ માટે સહમત થાય ચીની અને ભારતીય વિદેશમંત્રી, 40 થી વધુ ચીની સૈનિક ફૂંકાઈ ગયા.

Amreli Live

રસ્તો બનાવવા થઇ રહ્યું હતું ખોદકામ, નીકળી ખોપડીઓ, મળ્યા 100 હાડપિંજર

Amreli Live

100 વર્ષ જુના મકાનનું ખોદકામ કરતા નીકળ્યો અગણિત ખજાનો, કુબેરનો ખજાનો જોઈને બગડી મજુરની નિયત

Amreli Live

આ છે મુકેશ અંબાણીના ચાણક્ય મનોજ મોદી, મોટા મોટા સોદાએ ચપટીમાં કરે દે છે ક્રેક

Amreli Live

અચાનક નદીમાંથી બહાર નીકળ્યું 500 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુનું મંદિર

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી કર્ક રાશિ માટે વર્તમાન દિવસ લાભકારક પુરવાર થશે, આકસ્મિક ધનલાભ થાય.

Amreli Live

રામ ઉપર નેપાળના દાવા પછી હવે શ્રીલંકાએ રાવણને લઈને છંછેડયો નવો મધપુડો.

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી વ્‍યાપાર ધંધાની વિકાસવૃદ્ઘિ માટે આજનો દિવસ ખુબ સારો રહેશે, પ્રબળ ધનલાભના યોગો છે.

Amreli Live

અનિંદ્રા, ઊંઘ ના આવવી તેના ખુબ જ સરળ ઈલાજ એવા 6 રામબાણ પ્રયોગો.

Amreli Live

આ ઘરેલુ ઉપાયથી મિનિટોમાં વર્ષો જૂનો પેટનો કચરો કરો સાફ, કબજિયાત માટે છે એકદમ અસરદાર.

Amreli Live

શું ક્લિનિકલ ટ્રાયલથી આયુર્વેદ અને અન્ય પારંપરિક દવાઓ પર દુનિયાનો ભરોસો વધશે.

Amreli Live

આજે બહુવિધ લાભનો દિવસ હોવાનું ગણેશજી જણાવે છે. વેપાર ધંધામાં વિકાસ સાથે આવક વધે.

Amreli Live

શનિદેવના આશીર્વાદથી આજે નોકરિયાત વર્ગ માટે લાભનો દિવસ છે, આર્થિક લાભની શક્યતા છે.

Amreli Live

જો તમને પણ છે ખસ, ખરજવું કે ધાધર તો અપનાવો 12 અસરકારક ઘરેલું ઉપાય.

Amreli Live

દરરોજ ‘1 ચમચી’ ચિયા સીડ્સ લેવાથી બોડીમાં આવે છે આ 10 બદલાવ.

Amreli Live

તમારા MLA કેવા હોવા જોઈએ? મહેનત કરીને ખાવાવાળા કે પગાર ભથ્થા પર જીવવાવાળા.

Amreli Live