27 C
Amreli
23/09/2020
bhaskar-news

લોકડાઉનમાં નુકસાન જતા જગતના તાતની હાલત કફોડી, ખેડૂતોએ કહ્યું: ‘બેંકોમાં ઝીરો ટકા વ્યાજે લોન મળતી નથી, ઝેર ખાવાનો વારો આવ્યો છે’કોરોના વાઈરસની મહામારીના પગલે કરવામાં આવેલા લોકડાઉનમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઇ કરવામાં માટે સરકાર દ્વારા ખેડૂતોને વ્યાજ વિનાની ક્રોપ લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, બેંકો દ્વારા વ્યાજ વગરની લોન આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દેવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ખેડૂતો કહે છે કે, કુદરત નહીં રૂઠી પણ સરકાર રૂઠી છે. સરકારની બેવડી નીતિના કારણે ખેડૂતોને ઝેર ખાવાનો વખત આવ્યો છે.

આક્રોશ સાથે ખેડૂત કહે છે કે, વાવણી માટે પૈસા જોઇએ છે, પણ સરકાર કપાસ ખરીદતી નથી, ખેડૂતો ઉપર કુદરત નહીં સરકાર રૂઠી છે
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વ્યારા ગામના ખેડૂત મેલાભાઇ રબારીએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના કારણે કરવામાં આવેલા લોકડાઉનમાં ખેડૂતોને વ્યાપક નુકસાન ગયું છે. ખેડૂતો ઉપર કુદરત રૂઠી નથી, પરંતુ, સરકાર રૂઠી છે. ચોમાસાનો દિવસ આવ્યો છે. વાવણી કરવા માટે પૈસા જોઇએ. કપાસ માટે જીનોમાં આંટા મારીએ છીએ. સરકાર કપાસ ખરીદતી નથી. સરકારે ઝીરો ટકા વ્યાજ આપવાની મોટા ઉપાડે જાહેરાતો કરી દીધી છે. પરંતુ, બેંકો દ્વારા હજી કોઇ પરિપત્ર આવ્યો નથી. તેમ જણાવી રહી છે. સરકારની બેવડી નીતિના કારણે ખેડૂતોને ઝેર ખાવાનો વખત આવ્યો છે.

ખેડૂત કહે છે કે, બેંકમાં જઇએ તો ઝીરો ટકા વ્યાજની લોનનો પરિપત્ર આવ્યો જ ન હોવાનું જણાવે છે
વ્યારા ગામના ખેડૂત અને સરપંચ નારણભાઇ પટેલે જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતોને રૂપિયા 3 લાખની લોન વ્યાજ વગર આપવાની જાહેરાત કરી છે. વાઘોડિયા ખાતે આવેલી બેંક ઓફ બરોડા, SBI અને દેના બેંકમાં લોન માટે જઇએ છે, ત્યારે બેંકો કહે છે કે, સરકારમાંથી ઝીરો ટકા વ્યાજની લોન અંગેનો કોઇ પરિપત્ર આવ્યો નથી. બીજુ અમારી જે લોન ચાલતી હતી. તેમાં પણ વ્યાજ માફી આપવામાં આવતી નથી. બેંકો કહે છે કે, લોન વ્યાજ માફી અંગેનો પણ કોઇ પરિપત્ર આવ્યો નથી. હમણા લોન પુરી ભરપાઇ કરી દો. મારે મારી રૂપિયા 3 લાખની લોનનું વ્યાજ રૂપિયા 21 હજાર ભરવાની ફરજ પડી છે. સરકાર કહે છે કે, ખેડૂતો માટે કેન્દ્ર સરકાર 4 ટકા અને રાજ્ય સરકાર 3 ટકા વ્યાજ ચુકવશે. પરંતુ, આ માત્ર કાગળ પરની જાહેરાતો પુરવાર થઇ રહી છે.

સરકારે મકાઇના ભાવ રૂપિયા 1800 નક્કી કર્યાં છે. પરંતુ, સરકાર ખરીદતી નથી
ખેડૂત જયંતિભાઇ પટેલે જણાવ્યું કે, સરકાર દ્વારા હજી સુધી ટેકાના ભાવે ખરીદી શરૂ કરી નથી. સરકારે મકાઇના ભાવ રૂપિયા 1800 નક્કી કર્યાં છે. પરંતુ, સરકાર ખરીદતી નથી. લાચાર ખેડૂતને રૂપિયા 1200માં વેપારીને મકાઇ વેચવાનો વખત આવ્યો છે. તેજ રીતે કપાસમાં પણ આવી જ સ્થિતિ છે. સરકારે વિના વ્યાજની ક્રોપ લોન આપવાની જાહેરાત કરી છે. પરંતુ, બેંકો દ્વારા ખેડૂતોને વિના વ્યાજે લોન આપવામાં આવતી નથી. બેંકો કહે છે કે, પરિપત્ર આવ્યો નથી. સરકાર ખેડૂતોને મુરખ બનાવી રહી છે. લોકડાઉન દરમિયાન ખેડૂતોને કેળામાં વ્યાપક નુકસાન ગયું છે. અધુરામાં વાવાઝોડા સાથે વરસેલા વરસાદમાં કેળના છોડ જમીન દોસ્ત થઇ ગયા છે.

સરકારની નીતિથી ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે
ખેડૂતોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા માત્ર જાહેરાતો કરવામાં આવી રહી છે. પરંતુ, તેનો અમલ ન કરાવવામાં આવતો નથી. સરકારની મુરખ બનાવવાની નીતિના પગલે ખેડૂતોમાં વ્યાપક રોષ ભભૂકી ઉઠ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Farmers said Banks dont get loans at zero per cent interest its time for us to eat poison in vadodara

Related posts

ચીની રેપિડ ટેસ્ટ કિટથી ખોટા પરિણામ આવતા પ્રતિબંધ, ભારતને મોકલેલી 5 લાખ કિટ પર સવાલ

Amreli Live

અત્યારસુધી 34.17 લાખ સંક્રમિત: સ્પેનમાં 7 અઠવાડિયા બાદ શરતો સાથે લોકડાઉનમાં રાહત, ઓનલાઇન ચેરિટી કોન્સર્ટમાં કોહલી સામેલ થશે

Amreli Live

અમિતાભના ચારેય બંગલા સીલ, સંપર્કમાં આવેલા 54માંથી 30ના ટેસ્ટ થયા, ઐશ્વર્યા-આરાધ્યા પોઝિટિવ, માત્ર જયા નેગેટિવ

Amreli Live

અત્યાર સુધી 23,234કેસ,મૃત્યુઆંક 725: મિનિસ્ટ્રિયલ ટીમ સુરત, અમદાવાદ, ચેન્નાઈ અને હૈદરાબાદ જશેઃMHA

Amreli Live

ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સનો નફો 37.2% ઘટી રૂ. 6,546 કરોડ થયો, વાર્ષિક ધોરણે પ્રોફિટમાં નજીવો વધારો

Amreli Live

ભાવનગરમાં 19, જામનગરમાં 9, જૂનાગઢમાં 10, ગીર સોમનાથમાં 7, અમરેલીમાં 9, બોટાદમાં 7 કેસ, 2નાં મોત

Amreli Live

વિશ્વભરમાં 65.73 લાખ કેસ: સંક્રમણની દ્રષ્ટિએ પાકિસ્તાન ચીનથી આગળ નિકળી ગયું, તે 17મો સૌથી વધુ પ્રભાવિત દેશ

Amreli Live

કોરોનાનો ચેપ લાગ્યા બાદ 100માંથી 79 દર્દીઓમાં હાર્ટ ડેમેજ અને હૃદયમાં સોજો આવવાની ફરિયાદ નોંધાઈ, કોરોનામાંથી રિકવર થયા બાદ 80%ને હૃદય સંબંધિત સમસ્યાઓ શરૂ

Amreli Live

મૃત્યુઆંક એક લાખને પાર: 17 લાખ કેસ; સ્પેનમાં 23 માર્ચ પછી એક દિવસમાં સૌથી ઓછા 510 લોકોએ જીવ ગુમાવ્યો

Amreli Live

દર બે કલાકે એક મોત, શહેરમાં કોરોનાના વધુ 128 કેસ, કુલ પોઝિટિવ કેસ 1501, મૃત્યુઆંક 62 થયો

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 6 કેસ નોંધાયા, રવિવારે 20 કેસ સાથે કોરોનાના કુલ 128 દર્દી, 11ના મોત

Amreli Live

મહિલા કોર્પોરેટર સહિત વધુ 107 પોઝિટિવ, કેસનો કુલ આંક 6 હજારને પાર, વધુ 148 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસનું દેશભરમાં પ્રદર્શન, દિલ્હીમાં કાર્યકર્તાઓની અટકાયત

Amreli Live

ખરાબ સમયમાં ઈટાલીએ જીવનરક્ષક પીપીઈ કિટ આપી હતી; હવે સ્થિતિ સુધરી તો તે જ ઈટાલીને વેચી રહ્યું છે

Amreli Live

અત્યારસુધી 1 લાખ 84 હજારના મોત: ફિનલેન્ડના PM સના મરીન ક્વોરન્ટીન થયા, સિંગાપોરમાં સંક્રમિતોની સંખ્યા 10 હજારને પાર

Amreli Live

ચેઝ ધ વાઈરસ અને 3-T એક્શન પ્લાનથી ધારાવીમાં કોરોના પર કાબૂ મેળવવામાં સફળતા મળી

Amreli Live

શંકાસ્પદ દર્દીનો મૃતદેહ 2 કલાક રઝળ્યા બાદ પરિવારને સોંપ્યો, સિવિલ RMOએ કહ્યું: ‘ઉતાવળે મૃતદેહ રીક્ષામાં લઇ ગયા’

Amreli Live

તબલીઘ જમાતમાં ગુજરાતમાંથી ગયેલા વધુ સાત લોકોની ઓળખ થઇ, તમામ નવસારીનાઃ રાજ્ય પોલીસવડા

Amreli Live

સયાજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે પ્રાર્થના કરાઇ, સગર્ભા મહિલા કોરોના મુક્ત થતાં હોસ્પિ.માંથી રજા અપાઇ

Amreli Live

કોરોના વાઈરસની એમ્બ્યુલન્સ ચલાવતા ડ્રાઇવરની બાઇક પોલીસે ડિટેઇન કરી, 8 કિ.મી. ચાલીને નોકરી પર પહોંચ્યો

Amreli Live

એક દિવસમાં સૌથી વધુ 19 મોત, 11 દર્દીના હોસ્પિટલમાં દાખલ થયાના 3 દિવસમાં જ જ્યારે 7નાં સપ્તાહમાં મૃત્યુ

Amreli Live