27.8 C
Amreli
18/09/2020
bhaskar-news

લોકડાઉનનો અમલ કરાવવા કેન્દ્રીય ગૃહમંત્રાલયનો કડક આદેશ, ગૃહ રાજ્યમંત્રી-DGP સહિતના અધિકારી રાઉન્ડમાં નીકળ્યાંકોરોનાના હોટસ્પોટ બનેલા વિસ્તારોમાં લોકડાઉનનો કડક અમલ કરવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આદેશ અનુસાર આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, DGP શિવાનંદ ઝાથી માંડીને શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા, JCP, ACP અને DCP સહિતના અધિકારીઓનો કાફલો અમદાવાદ શહેરમાં રાઉન્ડ મારવા નીકળ્યો હતો. આમ 48 કલાક સુધી અમદાવાદને સજ્જડ લોકડાઉન રાખવા શહેર પોલીસે ખાસ મુવમેન્ટ શરૂ કરી છે.

લોકડાઉનના અમલની સમીક્ષા કરવા નીકળેલા પોલીસ કમિશનર આશિષ ભાટિયા

અમદાવાદ સહિતના શહેરોમાં લોકડાઉનનો કડક અમલ ન થતો હોવાનું ધ્યાનમાં આવ્યું
રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાતા ભારત સરકારે વાઇરસના હોટ સ્પોટ તરીકે જાહેર કર્યું છે. દેશમાં લોકડાઉન હોવાછતાં અમદાવાદ શહેર અને અન્ય શહેરોમાં લોકડાઉનનો કડક અમલ ન થતો હોવાનું ધ્યાને આવ્યું છે. જેને પગલે કેન્દ્રીય ગૃહ વિભાગે રાજ્યના ગૃહવિભાગને આ લોકડાઉનનો કડક અમલ કરાવવા સૂચના આપી હોવાથી રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ તમામ પોલીસ કમિશનરોને કડક અમલ કરાવવા સૂચના આપી હતી.

પોલીસ કમિશનર જુહાપુરા અને એસ.જી.હાઈવે સહિતના વિસ્તારોમાં ચેકપોસ્ટ પર ફર્યાં
અમદાવાદ હોટસ્પોટ હોવાથી વધુ કડક અમલ કરાવવા ખુદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા આજે સવારે સરખેજ, જુહાપુરા, એસ.જી. હાઈવે સહિતના વિસ્તારોમાં ચેકપોસ્ટ પર ફર્યા હતા અને કડક અમલ કરાવવા સૂચના આપી હતી. પોલીસવડાની સૂચના બાદ પોલીસ કમિશનરે તમામ JCPઅને DCPને તેમના વિસ્તારમાં લોકડાઉનના અમલ માટે ચેકિંગ માટે સૂચના આપી હતી. ઝોનના DCPએ તમામ એસીપી અને પીઆઈ સહિતના અધિકારી કર્મચારીઓને ચેકપોસ્ટ બનાવી છે ત્યાં તેમજ વિસ્તારમાં કડક અમલ કરાવવા માટે આદેશ આપયા છે. કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ ન નોંધાતા વધુ 2 દિવસ મહત્વના છે માટે કડક અમલ કરવા સૂચના આપી છે.

પોલીસને સતર્ક રહેવા સહીતની જરૂરી સૂચનાઓ આપી
શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સરખેજ, જુહાપુરા, વેજલપુર, સેટેલાઈટ, થલતેજ, ચાણક્યપુરી, ઘાટલોડિયા, અખબારનગર અને RTO સુધી ફરીને તેઓએ તમામ વિસ્તારની પરિસ્થિતિઓ અંગે જાણકારી મેળવી હતી. સરખેજ-જુહાપુરામાં કોઈ અઘટિત ઘટના ન ઘટે તે હેતુથી ધ્યાન રાખીને પોલીસને સતર્ક રહેવા સહીતની જરૂરી સૂચનાઓ આપી હતી. પોલીસ કમિશનર આશિષ ભાટિયા તેમના કાફલા સાથે અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં ફર્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ દરમિયાન કોરોના પોઝિટિવ વિસ્તાર સહિત શહેરમાં લોકડાઉનનો સંપૂર્ણ અને કડક અમલ કરવા સૂચના આપી હતી.

ગૃહ રાજ્યમંત્રીએ આ વિસ્તારોના ડ્રોન સર્વેલન્સની સમીક્ષા કરી
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શહેરના ચંડોળા, જુહાપુરા, દાણીલીમડા તથા અન્ય વિસ્તારોની મુલાકાત લઇલોકડાઉનનો કડક અમલ થાય તે માટે તે માટે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.સાથે સાથે શાસ્ત્રી બ્રિજ, પિરાણા રોડ,ખોડિયારનગર ચાર રસ્તા, દાણીલીમડા ચાર રસ્તા , શાહ આલમ ટોલનાકા,કાંકરિયા ગેટ-1'ફૂટબોલ ગ્રાઉન્ડ, ઇક્કા ક્લબ, દેડકી ગાર્ડન,સિદ્ધિ વિનાયક હોસ્પિટલ, કૃષ્ણબાગ ચારરસ્તા, જવાહર ચોક,હીરાભાઈ ટાવર, ઘોડાસર કેનાલ રોડ, સ્મૃતિ મંદિર, નિગમ સોસાયટી, રામોલ ચોકડી,ઓઢવ, નિકોલ, ઠક્કરબાપાનગર,ઠકકરનગર ચાર રસ્તાથી કૃષ્ણનગર ચાર રસ્તાથી નરોડા પાટીયાથી ગેલેક્ષી ચાર રસ્તાથી માયા સિનેમાથી કુબેરનગર ફાટકથી નરોડા પાટીયાથી મેમ્કોથી રામેશ્વર ચાર રસ્તાથી એફ.એસ.એલ. ચાર રસ્તાથી સિવિલ કોર્નરથી બળીયા લીમડી ચાર રસ્તાથી ગીરધરનગર સર્કલથી પ્રેમદરવાજાથી સુરતી લોજ થી પરત પ્રેમદરવાજાથી ગીરધરનગર સર્કલથી ડફનાળા થી એરપોર્ટ સર્કલથી ઈન્દીરાબ્રીજ સર્કલથી ગાંધીનગર
શહેરના મહત્તમ વિસ્તારને આવરી લેતા રૂટ પર ડ્રોન દ્વારા સર્વેલન્સ સંદર્ભે કામગીરીની સમીક્ષા કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સજ્જડ લોકડાઉનનો અમલ કરાવવા શહેરમાં રાઉન્ડમાં નીકળેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ

Related posts

વધુ 41 પોઝિટિવ સાથે કેસનો કુલ આંક 1651 ઉપર પહોંચ્યો, 2 દર્દીના મોત, વધુ 21 દર્દીને ડિસ્ચાર્જ કરાતા કુલ 1092 દર્દી સાજા થયા

Amreli Live

2.87 લાખ કેસઃ પહેલી વખત એક દિવસમાં 11 હજાર 156 દર્દી વધ્યા, ઉત્તરપ્રદેશ સંક્રમિતોના કેસમાં પાંચમુ રાજ્ય બન્યું

Amreli Live

UAEમાં IPL રમાશે, ટુર્નામેન્ટના ચેરમેન બૃજેશ પટેલે કહ્યું- સરકાર પાસે મંજૂરી માંગી, ત્યારબાદ પ્લાન તૈયાર થશે

Amreli Live

મહારાષ્ટ્રમાં 1. 86 લાખથી વધુ સંક્રમિત, ગુજરાતની ઝાયડસ કેડિલાને વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી

Amreli Live

જામનગરમાં કોરોનાનો પ્રથમ કેસ, ગુજરાતમાં સંક્રમિત દર્દીની સંખ્યા વધીને 124 થઈ

Amreli Live

કોરોના રેંકિંગ અપડેટ 29/03/2020 ને સવારે 09.54 વાગ્યા સુધીની સ્થિતિ

Amreli Live

વડોદરામાં કોરોના મૃતકના અંતિમ સંસ્કાર પછી સ્મશાનમાં એમ્બ્યુલન્સના સ્ટાફે કિટ ખુલ્લામાં ફેંકી દીધી

Amreli Live

લોકડાઉનમાં નુકસાન જતા જગતના તાતની હાલત કફોડી, ખેડૂતોએ કહ્યું: ‘બેંકોમાં ઝીરો ટકા વ્યાજે લોન મળતી નથી, ઝેર ખાવાનો વારો આવ્યો છે’

Amreli Live

વધુ 8 PTS તાલીમાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં, અત્યાર સુધીમાં કુલ 49 તાલીમાર્થીઓ સારવાર હેઠળ

Amreli Live

7.18 લાખ કેસઃ દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારનો કુલ આંક 20 હજારને પાર, મહારાષ્ટ્રમાંથી વધુ 5,368 કેસ આવ્યા

Amreli Live

મુશળધાર વરસાદથી સૌરાષ્ટ્ર તરબોળઃ ગીર-સોમનાથમાં બે કલાકમાં 2 ઇંચ, સૂત્રાપાડામાં સરસ્વતી નદીના બ્રિજ પર બસ ફસાતા ટ્રાફિકજામ

Amreli Live

રાજ્યમાં એક જ દિવસમાં 7ના મોત, નવા 176 કેસ , 143 એકલા અમદાવાદમાં, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 1272

Amreli Live

અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સાજા થયા બાદ ઓફિસ પહોંચ્યા, 24 કલાકમાં બ્રિટનમાં 413 અને ઇટાલીમાં 260 લોકોના મોત

Amreli Live

6.97 લાખ કેસઃ કેરળમાં એક વર્ષ સુધી ગાઈડલાઈન લાગુ; મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 6,555 કેસ આવ્યા

Amreli Live

રાજકોટમાં 29 કેસ અને 3ના મોત, પોઝિટિવ સંખ્યા 600ને પાર, અમરેલીમાં 14, જામનગરમાં 13 અને ગોંડલમાં 6 કેસ

Amreli Live

વિકાસ ચિત્ર કથાઃ આગળ ગુનાખોર, પાછળ સિપાહી; નેશનાલિઝ્મ અને સિટિઝનશીપનું CBI કનેક્શન

Amreli Live

દેશમાં પેટ્રોલ-ડીઝલની માંગમાં 66 %નો ઘટાડો નોંધાયો

Amreli Live

ક્રેશ લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાનું પ્લેન 35 ફૂટ ઉંડી ખાઈમાં પડતા બે ટુકડાં થયા, પાયલટ સહિત 17ના મોત, 123 ઘાયલ

Amreli Live

અત્યાર સુધી 1,64,194 મોત, 23 લાખથી વધુ સંક્રમિતઃ પેરીસમાં સાફ-સફાઈના પાણીમાં કોરોના વાઈરસના સૂક્ષ્મ અંશ મળ્યા

Amreli Live

રાજ્યમાં કોરોનાના ત્રણ વીક, છેલ્લા એક વીકમાં જ કુલ કેસના 50 ટકા કરતા વધુ 101 કેસ અને 10 મોત

Amreli Live

ભાવનગરમાં 19, જામનગરમાં 9, જૂનાગઢમાં 10, ગીર સોમનાથમાં 7, અમરેલીમાં 9, બોટાદમાં 7 કેસ, 2નાં મોત

Amreli Live