25.3 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

લુચ્ચા ચીનની દરેક ચાલ પર ભારતીય એરફોર્સની નજર, આક્રમક હુમલા માટે તૈયાર

ખંધા ચીન પર ભારતીય એરફોર્સની બાજ નજર

રજત પંડિત, નવી દિલ્હીઃ લદ્દાખમાં ચાલી રહેલા સૈન્ય તણાવ વચ્ચે ભારતીય વાયુસેના ચીનના તિબેટ અને શિનજિયાંગ પ્રાંતમાં આવેલ એરબેઝ પર ખૂબ જ બારીકાઈથી નજર રાખી રહ્યું છે. આ તમામ એરબેઝ પર ચીને ફાઈટર જેટ, બોમ્બર પ્લેન, ડ્રોન અને અન્ય વિમાન તહેનાત કર્યા છે. તો આ તરફ ભારતીય વાયુસેનાએ પણ પોતાની પૂરતી તૈયારી કરી લીધી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ચીનને લગતી તમામ સીમા પર કરી તૈયારી

સંરક્ષણ વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ચીની એરફોર્સના શિનજિયાંગ સ્થિત હોટાન અને કાશગર, તિબેટમાં આવેલ ગરગુંસા અને લ્હાસા-ગોંગ્ગર અને શિગત્સે એરબેઝ પર કોઈ પ્રકારના મોટા હથિયારની તહેનાતી હજુ સુધી કરવામાં આવી નથી. આ એરબેઝ પૈકી કેટલાક હાલ અત્યારે જનરલ એરપોર્ટ તરીકે કામ કરે છે. જોકે તેમ છતા ભારત આ વખતે લુચ્ચા ચીનની દગાખોરીથી બચવા માટે 3488 કિમી લાંબી સરહદ પર દરેક ક્ષેત્રમાં વાયુસેના અને આર્મીની પૂરતી તહેનાતી કરવામાં આવી છે.

સરફેસ ટુ એર ડિપેન્સ મિસાઇલ તહેનાત

સૂત્રો મુજબ ચીન તરફથી સંભવિત હવાઈ હુમલાને જોતા જમીનથી હવામાં માર કરતી મિસાઇલોને પણ તહેનાત કરવામાં આવી છે. તો લદ્દાખમાં ફોરવર્ડ બેઝ પર સુખોઈ-30 MKI, મિગ-29 અને જેગુઆર વિમાનોને તહેનાત કર્યા છે. સૂત્રો મુજબ ચીની વાયુસેના પાસે ભારત કરતા 4 ગણા વધારે 2100 જેટલા ફાઈટર જેટ અને બોમ્બવર્ષક વિમાન છે. પરંતુ મહત્વપૂર્ણ સવાલ એ છે કે પરંપરાગત સૈન્ય કાર્યવાહીમાં તે ભારત સામે કેટલા પ્લેન તહેનાત કરશે.

ચીને પણ તહેનાત કર્યા છે પોતાના ફાઇટર્સ પ્લેન

 

હાલમાં હોટાન એરબેઝ પર 35-40 જે-11,જે-8 અને અન્ય ફાઇટર જેટ તહેનાત છે. આ ઉપરાંત કેટલાક સર્વેલન્સ અવાક્સ પ્લેન અને ડ્રોન તહેનાત છે. તો કાશગરમાં ચીને 6-8 H-6K બોમ્બ વર્ષક પ્લેનને તહેનાત કર્યા છે. એક સૂત્ર મુજબ ચીનની આર્મીને ભારતીય આર્મીની સામે નબળી પાડવા માટે ભારતીય વાયુસેના ચીનની તુલનામાં વધુ ઝડપી અને વધુ માત્રામાં ફાઈટર જેટ આ વિસ્તારોમાં તહેનાત કરી શકે છે.

ભારતીય વાયુસેના પાસે રણનીતિક ફાયદો

સૂત્રોએ કહ્યું કે ચીન અને પાકિસ્તાન બંને તરફથી જો હુમલો આવે તો ભારતીય સેના ઓછા વિમાનોની સંખ્યાને લઈને જજૂમી રહી છે. પરંતુ ચીની વાયુસેના સામે ગુણવત્તાની દ્રષ્ટીએ આપણે 2 પગથીયા ઉપર છીએ. આ ઉપરાંત ભારતીય વાયુસેનામાં ખૂબ જ જલ્દી નવા 36 રફાલ ફાઈટર જેટ સામેલ થવા જઈ રહ્યા છે. તો સામી તરફ ચીનને ઉંચાઈવાળા વિસ્તારોને કારણે વધુ નુકસાન ઉઠાવવું પડી શકે છે. જેનાથી તેના ફાઇટર જેટને હથિયાર અને ઇંધણ લઇ જવાની ક્ષમતા પર બહુ ખરાબ અસર પડી શકે છે.


Source: iamgujarat.com

Related posts

આવી રહ્યું છે નોકિયાનું 43 ઈંચનું ટીવી, જાણો કેટલી હશે કિંમત અને કેવા હશે ફીચર્સ

Amreli Live

શું તમને ખબર છે સુશાંત સિંહ પ્લેન પણ ઉડાવી શકતો હતો! જુઓ Video

Amreli Live

આ પાકિસ્તાની ફાસ્ટ બોલરે કહ્યું – હવે સચિન તેંડુલકર નથી રહ્યો મારો ફેવરેટ ક્રિકેટર

Amreli Live

કાનપુર એન્કાઉન્ટરઃ 8 પોલીસકર્મીની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાયો

Amreli Live

અમદાવાદ નજીક બોપલ બની રહ્યું છે કોરોના વાયરસનું નવું હોટસ્પોટ

Amreli Live

ભારતીય ખેડૂતના દીકરાએ પિતાનું નામ રોશન કર્યું, અમેરિકન યુનિવર્સિટીએ આપી ઓફર

Amreli Live

સુરતમાં વકર્યો કોરોના: રત્નકલાકારો લક્ષણો છૂપાવવા માટે દવા ગળીને આવે છે કામ પર!

Amreli Live

છોટાઉદેપુર: પોતાને આર્મીમેન ગણાવતા વ્યક્તિનું પોલીસ સાથે ઘર્ષણ, પોલીસ પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ

Amreli Live

નવી નક્કોર ક્રેટા અને સેલ્ટોસ કાર ચોરી ન શક્યા તો ચોર મોંઘા એલૉય વ્હીલ્સ કાઢી ગયા

Amreli Live

કોરોના દર્દીઓને આવતા મહિને મળી જશે રસી! રશિયાએ કરી લીધી છે આ તૈયારી

Amreli Live

કોરોના સંકટ: અમદાવાદની વધુ કેટલીક ખાનગી સ્કૂલોએ વાલીઓને ફીમાં રાહત આપી

Amreli Live

પશ્ચિમ અમદાવાદમાં કોરોના બેકાબુ: માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારો વધારવાની ફરજ પડી

Amreli Live

કોરોનાઃ દેશમાં જુલાઈમાં 6 લાખ કેસ નોંધાયા, છેલ્લા તમામ મહિનાઓના કુલ કેસ કરતાં વધુ

Amreli Live

‘યે રિશ્તા…’ની નાયરાએ મુંબઈની સ્થિતિને ગણાવી ‘ડરામણી’, કહ્યું ‘જ્યાં સુધી…’

Amreli Live

અમદાવાદઃ શાહપુરમાં બાળકો દ્વારા નાની રથયાત્રા કાઢવામાં આવી

Amreli Live

પેનિસ સાઈઝ ઓછી હોવાથી ચિંતિત છે 18 વર્ષનો યુવક, એક્સપર્ટે શું કહ્યું?

Amreli Live

કેવું છે બુમરાહની આગેવાનીવાળુ ભારતીય બોલિંગ આક્રમણ? સ્વાને આપ્યો જવાબ

Amreli Live

જામનગરઃ માસ્ક ન પહેરવા બદલ બાપ-દીકરાને માર્યો ઢોરમાર, 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

Amreli Live

મુંબઈ: બોરીવલીમાં શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ, 14 ફાયર ફાઈટર ઘટનાસ્થળે

Amreli Live

કોરોનાના સૌથી વધુ કેસ, છતાંય મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુમાં બીજું લોકડાઉન નહીં

Amreli Live

35 લાખની કથિત તોડબાજીનો મામલો: સસ્પેન્ડેડ PSI શ્વેતા જાડેજાની મુશ્કેલીમાં વધારો

Amreli Live