29.6 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

લીનિંગ ટાવર ઓફ પીસા કરતા વધારે નમેલું છે બનારસનું આ મંદિર, તેના વિષે જાણીને ચકિત થઈ જશો

બનારસનું આ અલૌકિક મંદિર લીનિંગ ટાવર ઓફ પીસા કરતા પણ વધારે નમેલું છે, તેનું એક રહસ્ય આજે પણ ઉકેલાયું નથી.

ઇટલીમાં આવેલો પીસા (પીઝા) નો ઢળતો મિનાર (leaning tower of pisa) વાસ્તુશિલ્પનો એક અદ્દભુત નમૂનો છે. આ ઇમારત પોતાના પાયાથી 4 ડિગ્રી નમેલી છે. લગભગ 54 મીટર ઉંચો આ મિનાર ઢળેલો હોવાને કારણે આખી દુનિયામાં પ્રખ્યાત છે. મિત્રો, આજે અમે તમને પીસાના ઢળતા મિનાર કરતા પણ વધારે સુંદર મંદિર વિષે જણાવીશું, જે ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલું છે.

આ મંદિર વારાણસીના મણિકર્ણિકા ઘાટની બરાબર સામે આવેલું છે, જેને રત્નેશ્વર મંદિરના નામથી ઓળખવામાં આવે છે. રત્નેશ્વર મંદિર પોતાના પાયાથી 9 ડિગ્રી નમેલું છે. અને તેની ઊંચાઈ 13.14 મીટર છે. આ મંદિરની વાસ્તુકલા ઘણી અલૌકિક છે. સેંકડો વર્ષોથી આ મંદિર એકતરફ નમેલું છે. આ મંદિરને લઈને ઘણા પ્રકારની દંતકથાઓ પણ પ્રચલિત છે. પરંતુ આજે પણ તે એક રહસ્યનો વિષય છે કે, પથ્થરોથી બનેલું આ વજનદાર મંદિર ત્રાંસુ હોવા છતાં પણ સેંકડો વર્ષોથી અડીખમ કેમ ઉભું છે?

વારાણસીમાં ગંગા ઘાટ પર જ્યાં બધા મંદિર ઉપરની તરફ બનેલા છે, ત્યાં રત્નેશ્વર મંદિર મણિકર્ણિકા ઘાટની નીચે બનેલું છે. ઘાટની નીચે હોવાને કારણે આ મંદિર વર્ષમાં 6 મહિનાથી વધારે સમય સુધી ગંગા નદીમાં ડૂબેલું રહે છે. પૂરની સ્થિતિમાં નદીનું પાણી મંદિરના શિખર સુધી પહોંચી જાય છે. સ્થાનિક પૂજારી અનુસાર આ મંદિરમાં ફક્ત 2-3 મહિના જ પૂજા પાઠ થાય છે. સ્થાનિક લોકો અનુસાર વારાણસીમાં ઘણા મંદિરો અને કુંડોનું નિર્માણ મહારાણી અહિલ્યાબાઈ હોલ્કરે કરાવ્યું હતું.

તેમના શાસનકાળમાં તેમની દાસી રત્નાબાઇએ મણિકર્ણિકા ઘાટની સામે શિવ મંદિર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તે દાસીના નામ પરથી જ મંદિરનું નામ રત્નેશ્વર પડ્યું. રત્નેશ્વર મંદિરને લઈને અમુક દંતકથાઓ પણ પ્રચલિત છે.

સ્થાનિક લોકો આ મંદિરને ‘કાશી કરવટ’ કહે છે. તો અમુક લોકો આ મંદિરને ‘માતૃઋણ મંદિર’ પણ કહે છે. કહેવામાં આવે છે કે, પોતાની માતાના ઋણમાંથી મુક્ત થવા માટે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, પણ આ મંદિર ત્રાંસુ થઈ ગયું. એવામાં એવું કહેવામાં આવ્યું કે, માતાના ઋણમાંથી મુક્ત નથી થઇ શકાતું.

હવે તમને જણાવીએ પીસાના મિનારની સ્ટોરી. પીસા અને ફ્લોરેન્સના લોકોનો 36 નો આંકડો હતો. બંને એ ઘણા યુદ્ધ લડ્યા હતા, અને ફ્લોરેન્સને નીચું દેખાડવા માટે આ મિનાર બનાવવાની શરૂઆત થઈ હતી. સંપૂર્ણ સાવચેતી રાખવા છતાં પણ જયારે ત્રીજા માળનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે તે થોડો ઢળી ગયો. અને લાખ પ્રયત્ન કરવા છતાં પણ તેને અટકાવી શકાયું નહિ. તેની ઉપર બીજા માળ બનાવવામાં આવ્યા અને મિનાર ઢળતો ગયો.

તેના આ રીતે ઢળવા પાછળ 2 કારણ માનવામાં આવે છે, એક તો બહારની દીવાલ પર પડતું દબાણ અને બીજું આ મિનારની નીચેની માટીના ભેજમાં પરિવર્તન. આ મિનાર રેતી અને ચીકણી માટી વાળી જમીન પર બનેલો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, મિનારનો પાયો ભલે જમીન પર છે પણ તેનો એક ભાગ જમીનમાં દબાઈ ગયો અને તેના લીધે આ મિનાર ઢળેલો છે.

પીસાના મિનારનું આ રીતે ઢળેલું હોવું શરૂઆતથી કુતુહલનો વિષય છે. આ મિનારનું મહત્વ એટલા માટે વધારે છે કારણ કે, વિશ્વવિખ્યાત ઇટાલિયન જ્યોતિષી ગેલીલિયોએ સેંકડો વર્ષ પહેલા અહીં પોતાની વિદ્યાનો પ્રયોગ કર્યો હતો. ગેલીલિયો પીસામાં પ્રોફેસર હતા. આ મિનારનો બહારનો ભાગ આરસપહાણનો બનેલો છે.

આ મિનાર વર્ષ 1173 માં બનવાનો શરૂ થયો હતો, અને આ મિનારને પૂરો કરવામાં 200 વર્ષ લાગ્યા હતા. તેનું નિર્માણ કૈથેડ્રલના ઘંટાઘરના રૂપમાં થયું હતું. તેમાં 8 માળ છે અને ઉપર જવા માટે 300 દાદર છે. મિનાર જે તરફ ઢળેલો છે તે તરફ આ મિનારની ઊંચાઈ 183.27 ફૂટ છે અને બીજી તરફ 185.97 ફૂટ છે.

આ મિનારના પડી જવાના ભયથી તેને 11 વર્ષ સુધી બંધ રાખવામાં આવ્યો હતો. પણ વર્ષ 2001 માં તેને ફરીથી ખોલવામાં આવ્યો. જ્યાં આ મિનાર બનેલો છે તેને કૈથેડ્રલ સ્કવેર કહેવામાં આવે છે. જેને 1987 માં વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી હતી.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

હરભજનના એક મિત્રએ જણાવ્યું તે ચૈન્નાઈના કૈમ્પમાં થયેલ કોવિડ કેસના કારણે નહિ પણ આ કારણે નીકળ્યા

Amreli Live

આ વીડિયોમાં ખુબ રડી રહ્યા છે અનુપમ ખેર? તમે પણ જાણો તેનું કારણ.

Amreli Live

પદ્મ નામનો બન્યો શુભ યોગ, આ 5 રાશિઓને કુબેર દેવની કૃપાથી ધન લાભની છે પ્રબળ સંભાવના

Amreli Live

માનવતાની મિસાલ છે કેરળની એ કે સબિતા, ગરીબ મહિલાઓને લગ્નના કપડાં આપે છે મફતમાં.

Amreli Live

ક્યારેય તૂટશે નઈ ગુલાબજાંબુ જો બનાવતી વખતે ધ્યાન રાખો આ 5 વાતોનું તો.

Amreli Live

એક દેશ, એક રાશન કાર્ડ યોજનામાં જોડાયા આ 4 નવા નિયમ, જાણો તેના વિષે સંપૂર્ણ જાણકારી

Amreli Live

સંયુક્ત નામ ઉપર મકાન ખરીદવું છે ખુબ ફાયદાકારક સોદો, જાણો કેવી રીતે, જણાવી રહ્યા છે એક્સપર્ટ.

Amreli Live

અમરેલી થી સુરત વગેરે જગ્યા માટે ચાર્ટર્ડ પ્લેન સેવા થઈ શરૂ, જેમણે શરૂ કરી એમનો દીકરો ચાર્ટર્ડ પ્લેન લઈને પિતાને…

Amreli Live

કોરોનાએ રિવાજ બદલ્યો, ઈદ પર બકરાની જગ્યાએ કપાશે ‘બકરા કેક’

Amreli Live

અધિક માસ પૂનમ ઉપર કરો આ ઉપાય, દરેક ઈચ્છા થશે પૂર્ણ, માં લક્ષ્મી માટે જરૂર કરો આ એક કામ

Amreli Live

દરેક રાશિઓ માટે કેવો રહેશે ગુરુવારનો દિવસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

રિયા ચક્રવર્તીના સપોર્ટમાં આવી વિદ્યા બાલન, જણાવ્યું : રિયા માટે થઈ રહેલ ખરાબ વાતોથી મારુ દિલ તૂટી ગયું છે.

Amreli Live

નુકશાન થવાથી બચવા માંગતા હોય તો તારીખ 30 સુધીમાં કરી લો, આ 13 જરૂરી કામ.

Amreli Live

કોલસાની ધરતી ઉપર કેપ્સિકમની ખેતી કરતા ખેડુત ભાઈઓ, જાણો દર મહિને કેટલી આવક થઈ રહી છે.

Amreli Live

આ મહિને શનિદેવ બદલશે પોતાની ચાલ, જાણો કઈ રાશિઓ માટે આવશે સારો સમય.

Amreli Live

તમારા વિનાશનું કારણ બને છે જ્યારે તમે સફળતા મળ્યા પછી પોતાના કર્તવ્યોને ભૂલી જાઓ છો.

Amreli Live

આશ્લેષા નક્ષત્રની સાથે બન્યો સાધ્ય યોગ, આ 4 રાશિઓનું ચમકવાનું છે નસીબ, ધનમાં થશે વૃદ્ધિ.

Amreli Live

15 દિવસ સુધી રહેશે ચંદ્રગ્રહણની અસર, આ રાશિઓને મળશે લાભ.

Amreli Live

આ 5 રાશિઓને મળશે શનિની પીડાથી મુક્તિ, જીવન થશે ખુશહાલ, કામ-વેપારમાં મળશે પ્રગતિ.

Amreli Live

ક્યારેક હતા ડિપ્રેશનના શિકાર પણ આજે છે બિહારના સુપર કોપ, ઘણી રસપ્રદ છે IPS અમિત લોઢાની સ્ટોરી

Amreli Live

કોરોનાકાળમાં ઉદાહરણ બની દિવ્યાંગ છોકરી, બંને હાથ નથી છતાં પણ પગથી કરી રહી છે દર્દીઓની સેવા

Amreli Live