11.2 C
Amreli
27/01/2021
અજબ ગજબ

લાઇમલાઈટથી દૂર જ રહે છે આ સ્ટાર પત્નીઓ, પતિના સ્ટારડમ સાથે કંઈ લેવાદેવા નથી

પોતાનો પતિ સુપર સ્ટાર હોવા છતાં લાઇમલાઈટની દુનિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે આ પત્નીઓ. બોલીવુડ અભિનેતાની પત્ની બનવાનો અર્થ એ છે કે હંમેશાં લાઈમલાઈટમાં રહેવું. આ કારણે સામાન્ય જીવન પ્રભાવિત થવા લાગે છે. આવી સ્થિતિમાં બોલીવુના ઘણા અભિનેતાઓની પત્નીઓ એવી હોય છે કે જે ગ્લેમર વર્લ્ડની ચકચૌંધથી પોતાને દૂર રાખે છે. આ ‘સ્ટાર વાઈફ્સ’ દૂર રહીને પોત-પોતાના પતિનો સાથ આપે છે. અહીં અમે તમને બોલીવુડના કેટલાક એવા જ અભિનેતા અને તેમની પત્નીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. કઈ છે એ અભિનેતાની પત્નીઓ જે પોતાને લાઇમલાઇટથી દૂર રાખે છે? ચાલો જાણીએ…..

ઇરફાન ખાનની પત્ની સુતાપા સિકદર : બોલીવુડના સૌથી પ્રતિભાશાળી અભિનેતામાંથી એક ઇરફાન ખાન કમનસીબે હવે આપણી વચ્ચે નથી. જ્યાં સુધી એ જીવતા હતા, ત્યાં સુધી ન તેમણે વાસ્તવિક જીવનમાં માત્ર સંઘર્ષ કર્યો પણ ઘણી હદ સુધી વિજય પણ મેળવ્યો, અને તેમણે ફિલ્મી દુનિયામાં પોતાનું નામ અમર પણ કરી દીધું. ઇરફાન ખાનની પત્નીનું નામ સુતાપા સિકદર છે, જેની સાથે તેમના લગ્ન 1995 માં થયા હતા.

સુતાપા સિકદર બોલીવુડમાં એક સ્ક્રીપ્ટ રાઈટર તરીકે કામ કરે છે. ઇરફાન ખાન વિશ્વભરમાં પ્રખ્યાત થયા પછી પણ સુતાપા સિકદરને કદાચ જ લાઇમલાઇટમાં આવતા જોવામાં આવ્યા છે. તે હંમેશાં કેમેરાની પાછળ જ રહી છે. ઇરફાન ખાનના અવસાન પછી જ સુતાપા સિકદરનું નામ વધુ સાંભળવા મળ્યુ હતું. તેમને બે પુત્ર છે જેનું નામ બાબીલ અને આર્યન છે.

જોન અબ્રાહમની પત્ની પ્રિયા રુંચલ : પ્રિયા રુંચલે બોલીવુડ અભિનેતા જોન અબ્રાહમ સાથે લગ્ન કરી લીધા, ત્યાર પછી તો ન જાણે કેટ્લાય લોકોના દિલ તૂટી ગયા હતા. જોન અબ્રાહમે લગભગ એક દાયકા સુધી અભિનેત્રી બિપાશા બાસુને ડેટ કરી હતી. જો કે, ત્યાર બાદ જોન અબ્રાહમ અને બિપાશા બાસુના રસ્તા અલગ થઈ ગયા હતા. ત્યાર બાદ જોનની મુલાકાત પ્રિયા સાથે થઈ. પ્રિયા વ્યવસાયે એક ઇન્વેસ્ટમેંન્ટ બેંકર છે. તે યુએસએમાં ફાઇનેંશિયલ એનાલિસ્ટ રહી ચૂકી છે.

એવું કહેવામાં આવે છે કે, બંનેની મુલાકાત વર્ષ 2010 માં મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ દ્વારા થઈ હતી. પ્રિયા હંમેશાં જોનની સાથે તેનો સપોર્ટ બનીને ઉભી રહી છે, છતાં તેમણે હંમેશા પોતાને સેલિબ્રિટી લાઈમલાઈટથી દૂર રાખી છે. આ સાથ તેમનો ખરેખર ત્યારે મજબૂત બની જાય છે, જ્યારે તમે જોશો કે કેવી રીતે તમારા પતિ સતત છોકરીઓથી ઘેરાયેલા રહે છે.

ઇમરાન હાશ્મીની પત્ની પરવીન શાહની : બોલીવુડમાં, ઈમરાન હાશ્મીને ‘સિરીયલ કિસર’ તરીકે ઓળખવામાં આવે છે. પોતાના પતિનું આ બિરુદ જાણતા હોવા છતાં, તેમની પત્ની તરીકે રહેવું ખરેખર પરવીન શાહનીની મોટી સમજણ દર્શાવે છે. ઇમરાન હાશ્મી તેને પોતાની જીવનસાથીના રૂપમાં મેળવીને પોતાને ખૂબ નસીબદાર સમજતા હશે. પરવીન શાહની સાથે ઇમરાન હાશ્મીના લગ્ન 2006 માં થયા હતા.

પરવીન એક પ્રી-સ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરે છે. પોતાના પતિ સાથે તે દરેક પરિસ્થિતિમાં ઉભી છે, છતાં તેણે હંમેશાં પોતાને લાઈમલાઈટથી દૂર રાખી છે. આ દંપતીએ 2010 માં એક સ્વસ્થ બાળકનું પોતાના પરિવારમાં સ્વાગત કર્યું, જેનું નામ તેમણે આયાન રાખ્યું છે. કેન્સરથી પોતાના પુત્રની લડાઇ દરમિયાન ઇમરાન અને પરવીન બંને મજબૂત થાંભલાની જેમ એકબીજા સાથે સતત ઉભા હતા.

વિવેક ઓબેરોયની પત્ની પ્રિયંકા અલ્વા ઓબેરોય : વિવેક ઓબેરોય એક એવા બોલીવુડ એક્ટર છે જે પોતાની સુંદર સ્માઈલ માટે ઓળખાય છે. વિવેક ખૂબ નમ્ર વ્યક્તિ છે. તેઓ ચુપચાપ તેમના ધ્યેય તરફ આગળ વધી રહ્યા છે. ઘરમાં પણ એમનું જીવન ખૂબ જ સુંદર છે. વિવેક ઓબેરોય થોડા સમયથી ફિલ્મોથી દૂર જરૂર જોવા મળી રહયા છે, પરંતુ તેમના કામ માટે લોકો હંમેશા તેમની પ્રશંસા કરે છે. વિવેક ઓબેરોયેના લગ્ન કર્ણાટકના રાજનેતા જીવરાજ અલ્વાની પુત્રી પ્રિયંકા આલ્વા સાથે થયા હતા.

વિવેક એક આદર્શ પતિ અને સારા પિતા તરીકે પણ ઓળખાય છે. એપ્રિલ 2015 માં અક્ષય તૃતીયાના દિવસે તેમની પુત્રી અમિયા નિરવાના આ દુનિયામાં આવી હતી. આ દંપતીને વિવાન વીર નામનો એક પુત્ર પણ છે. વિવેકની પત્ની પ્રિયંકા ચુપચાપ કેમેરાથી દૂર રહીને પોતાના પતિનો સાથ આપે છે અને બાળકોનું ધ્યાન રાખે છે.

શરમન જોશીની પત્ની પ્રેરણા ચોપડા : બોલીવુડ અભિનેતા શરમન જોશીના લગ્ન પ્રખ્યાત અભિનેતા પ્રેમ ચોપડાની પુત્રી પ્રેરણા ચોપડા સાથે થયા છે. ભલે પ્રેરણા એક સ્ટાર પરિવારમાંથી આવે છે, તો પણ ક્યારેક જ તે લાઈમલાઈટમાં રહેતા જોવા મળે છે. માત્ર તેના પિતા જ નહીં, પરંતુ તેમના પતિ પણ ઇન્ડસ્ટ્રીના જાણીતા સ્ટાર છે. એમ છ્તા પ્રેરણાએ હંમેશાં પોતાને કેમેરાથી દૂર રાખી છે. તે ફ્લેશલાઇટથી દૂર રહીને પોતાના પતિનો સાથ આપી રહી છે.

સોહેલ ખાનની પત્ની સીમા સચદેવ : મોટા ભાઈની પૂર્વ પત્ની મલાઇકા અરોરા ખાનથી બિલકુલ વિપરીત સોહેલ ખાનની પત્ની સીમા સચદેવ પોતાની જાતને હાઇલાઇટ ક્યારેય કરતી નથી. તે ક્યારેક જ મીડિયાની સામે આવતા જોવા મળે છે. જોકે તેમના લગ્ન 1998 માં જ થઇ ગયા હતા. જ્યારે ખાન પરિવારે સોહેલને સીમા સાથે લગ્ન માટે ના પાડી હતી, ત્યારે તેમની પાસે બોલીવુડ સ્ટાઇલમાં ઘરેથી ભાગ્યા સિવાય કોઇ વિકલ્પ નહોતો બચ્યો. જોકે, બાદમાં સોહેલના પરિવારે તેમને પાછળથી સ્વીકારી લીધા હતા. સોહેલ અને સીમાના નિર્વાણ અને યોહાન નામના બે બાળકો પણ છે.

હની સિંહની પત્ની શાલિની સિંહ : હની સિંહ જે ના જાણે કેટલી બધી છોકરીઓના દિલ પર રાજ કરે છે, તેમના લગ્ન શાલિની સિંહ સાથે થયા છે. વર્ષ 2011 માં જ બંનેના લગ્ન થઇ ગયા હતા, પરંતુ તે સમયે ખૂબ ઓછા લોકોને આ વાતની જાણ હતી. શાલિની મીડિયા સમક્ષ માત્ર એક જ વાર આવી હતી, જ્યારે તે ‘ઈન્ડિયાઝ રોકસ્ટાર’ નામના એક શો માં પહોંચી હતી, જેને હની સિંહ જજ કરી રહ્યા હતા.

આર માધવનની પત્ની સરિતા બિરજે : પ્રખ્યાત અભિનેતા આર માધવનની મુલાકાત તેમની પત્ની સરિતા બિરજે સાથે એક જાહેર પબ્લિક સ્પીકિંગ ક્લાસ દરમિયાન થઇ હતી. આર માધવન આ વર્ગમાં શિક્ષક હતા. માધવન જ્યારે પણ અંગ્રેજીનો વર્ગ લેવા આવતા ત્યારે સરિતા તેમને ખૂબ જ ધ્યાનથી સાંભળતી હતી. સરિતા લગ્ન પહેલા એર હોસ્ટેસ તરીકે કામ કરતી હતી. વર્ષ 1999 માં આર માધવન અને સરિતાનાં લગ્ન થયાં. મીડિયામાં તેમના સફળ લગ્નનું ઉદાહરણ પણ આપવામાં આવે છે. સરિતા બિરજે લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. આર માધવનની ઘણી ફિલ્મોમાં તેમણે કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા છે.

નીલ નીતિન મુકેશની પત્ની રુક્મિણી સહાય : બોલિવુડ અભિનેતા નીલ નીતિન મુકેશે જ્યારે 2017 માં રુક્મિણી સહાય સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું, ત્યારે દરેકને આશ્ચર્ય થયું હતું. તે પોતાની અર્ધાંગિનિને પોતાના માતા-પિતાના માધ્યમથી મળ્યા હતા. બંનેને એક બીજાનો સાથ ગમ્યો હતો. ઘણા મહિના સુધી ડેટિંગ કર્યા પછી આખરે તેઓ લગ્નના બંધનમાં બંધાઇ ગયા. રુક્મિણી સહાયે એવિએશનનો અભ્યાસ કર્યો છે. આ બંનેની એક પ્રેમાળ પુત્રી છે, જેનુ નામ નૂરવી નીલ મુકેશ છે.

ગોવિંદાની પત્ની સુનીતા આહુજા : પોતાના મામાના લગ્નમાં બોલીવુડ અભિનેતા ગોવિંદાની મુલાકાત સુનીતા સાથે થઈ હતી. એમના મામાના લગ્ન સુનીતાની મોટી બહેન સાથે થયાં હતાં. સુનીતા ઘણી વાર તેમની બહેનને મળવા આવતી હતી. પહેલા તો બંને એક બીજાને પસંદ નહોતા કરતા, પણ પછી ધીમે ધીમે તેમને પ્રેમ થઇ ગયો, ત્યારબાદ 1987 માં ગોવિંદા અને સુનીતાએ પરિવારની સંમતિથી લગ્ન કરી લીધા હતા.

ગોવિંદાની પત્ની હંમેશાં તેમના અને તેમના પરિવાર માટે એક મજબૂત આધારસ્તંભ બનીને ઉભેલી જોવા મળી છે. ગોવિંદાની માતા સુનીતાને તેની પુત્રીની જેમ પ્રેમ કરતી હતી. તેમના લગ્નની 25 મી વર્ષગાંઠ પર બંનેએ ફરી એકવાર સાત ફેરા પણ લીધા હતા. સ્ટાર વાઇફ હોવા છતાં સુનીતા બોલીવુડની ચકચૌંધથી પોતાને દૂર રાખે છે.

આ રીતે, આ સ્ટાર પત્નીઓ તેમના પતિ માટે ચુપચાપ કરોડરજ્જુની જેમ કામ કરે છે અને એમના જીવનને શાંતિ અને સ્થિરતાથી ભરી દીધું છે. તો તમને અમારી સ્ટોરી કેવી લાગી? તે અમને ક્મેંટ કરી જણાવજો અને સાથે અમારા માટે કોઈ સૂચનો હોય તો અવશ્ય આપજો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

જાણો ગુજરાતમાં કાતિલ ઠંડી ક્યારથી પડશે, નિષ્ણાતોએ જણાવી હવામાન અંગેની જરૂરી જાણકારી.

Amreli Live

100 વર્ષ જુના મકાનનું ખોદકામ કરતા નીકળ્યો અગણિત ખજાનો, કુબેરનો ખજાનો જોઈને બગડી મજુરની નિયત

Amreli Live

મજેદાર જોક્સ : પત્ની : આજે ફરી ઈયળવાળા શાકભાજી લઇ આવ્યા, કેટલી વખત કીધું છે શાકભાજી પર…

Amreli Live

આ છે ભારતમાં મળતી 4 સૌથી સસ્તી એસયુવી, કિંમત 10 લાખથી પણ ઓછી.

Amreli Live

રાશિ અનુસાર જાણો કેવું રહેશે તમારું ધનતેરસ અને દિવાળીવાળું અઠવાડિયું, કોને કોને થશે લાભ?

Amreli Live

શું શાહિદ કપૂર ત્રીજી વખત બનવાના છે પિતા, પત્ની મીરા રાજપૂતે પોતે આપ્યો જવાબ.

Amreli Live

84 વર્ષ પછી, નૈનિતાલમાં જોવા મળ્યો લાલ રંગનો દુર્લભ સાપ, કુખારી જેવા દાંત.

Amreli Live

બિગ બોસ 14 : શું લગ્ન પછી પારસ છાબડાને ડેટ કરી રહી હતી પવિત્રા પુનિયા? એક્ટ્રેસે પારસ માટે કહી આ વાત.

Amreli Live

પ્રખ્યાત ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાનું નવું સરનામું બની શકે છે ગુજરાત, આ છે તૈયારીઓ

Amreli Live

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ‘અંજલિ ભાભી’ એ આ કારણે નથી કર્યું કમબેક, જાણીને થઇ જશો ચકિત

Amreli Live

ગરીબી ભોગવી, ઘણી મહેનત કરી, આવી રીતે ગલી ક્રિકેટ રમી U-17 સુધી પહોંચ્યો એક રીક્ષાવાળાનો દીકરો

Amreli Live

દરરોજ 4 કલાક રમતા હતા, છતાં બાળપણથી પાળેલ સિંહણે માલિકને ફાડી ખાધો.

Amreli Live

ફેમિલી ટાઈમને વધારવા માટે અપનાવો આ સરળ ટિપ્સ.

Amreli Live

લગ્નની બીજી વર્ષગાંઠ પર પ્રિયંકાએ ખોલ્યું બેડરૂમ સિક્રેટ, કહ્યું : ‘પથારીમાં જતા જ નિક…’

Amreli Live

માં રવીના ટંડનની કાર્બન કોપી લાગે છે દીકરી રાશા, એક્ટ્રેસે ફોટા શેયર કરી લખ્યું, ‘સેમ સેમ’.

Amreli Live

આ સ્ટાર્સ પણ આપી ચુક્યા છે મૃત્યુને હાર, કોઈનું થયું એક્સિડન્ટ તો કોઈને થયું કેન્સર.

Amreli Live

200 રૂપિયાએ ખેડૂતને બનાવી દીધો લાખ્ખોપતિ, ખોદકામ દરમિયાન નીકળી આ અમૂલ્ય વસ્તુ.

Amreli Live

મજેદાર જોક્સ : બાબા : શું તકલીફ આવી પડી કે તું આમ ચોધાર આંસુએ રડે છે? ટીના : ગુરુદેવ મારા પતિ…

Amreli Live

આજનો દિવસ આર્થિક દૃષ્ટિએ લાભદાયી નીવડશે, યશકિર્તી અને આનંદની પ્રાપ્તિ થાય.

Amreli Live

ગામમાં 70 વર્ષથી રોડ ન હતો, સોનુ સુદને કારણે ગામવાળાઓએ બનાવી દીધો રોડ.

Amreli Live

તમે આ સરકારી યોજના માટે કેટલા યોગ્ય છો એ આપે છે 2000 રોકડા.

Amreli Live