26.5 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

રેલવેનું થયું ખાનગીકરણ, 2023 સુધી દોડવા લાગશે પ્રાઈવેટ ટ્રેનો

નવી દિલ્હી: રેલવેના ખાનગીકરણની દિશામાં કેન્દ્ર સરકારે શરૂઆત કરી દીધી છે. જો બધું સમય પર થયું તો એપ્રિલ 2023માં દેશમાં ડઝનો પ્રાઈવેટ ટ્રેન દોડશે. અલગ-અલગ રૂટ પર ચાલતી પ્રાઈવેટ ટ્રેનોનું ભાડું કેટલું હશે, તેને લઈને રેલવે બોર્ડ તરફથી કહેવાયું છે કે, તે એસી બસ અને પ્લેનના ભાડાને ધ્યાનમાં રાખીને નક્કી કરાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial

માત્ર 5 ટકા ખાનગી કંપનીના હાથમાં
રેલવે બોર્ડના ચેરમેન વીકે યાદવે કહ્યું કે, સરકારે 5 ટકા ટ્રેનોના ખાનગીકરણનો નિર્ણય કર્યો છે. તે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડલ અંતર્ગત હશે. બાકી 95 ટકા ટ્રેનો રેલવે તરફથી જ ચલાવાશે. ભારતીય રેલવે હાલમાં લગભગ 2,800 મેલ કે એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન કરે છે. યાદવે કહ્યું કે, ‘ટ્રેનોની ખરીદી ખાનગી કંપનીઓ કરશે. તેની સાચવણીની જવાબદારી પણ તેમની જ રહેશે.’

ટ્રેનોની સ્પીડ વધશે
રેલવે બોર્ડના ચેરમેને કહ્યું કે, પેસેન્જર ટ્રેન સંચલાનમાં ખાનગી કંપનીઓ ઉતરવાથી ટ્રેન ઝડપથી ચલાવવા અને ડબાની ટેકનોલોજીમાં નવો ફેરફાર આવશે. તેમણે કહ્યું કે, ટેકનોલોજી સારી થવાથી ટ્રેનના જે કોચીસને હાલ દર 4,000 કિમી બાદ મેન્ટેનન્સની જરૂરી પડે છે, તે સમય હવે 40,000 કિમી થઈ જશે. જેથી તેનું મહિનામાં એક કે બે વખત મેન્ટેનન્સ કરવાની જરૂર પડશે.

ભારતમાં જ બનાવાશે ટ્રેનો
તેમણે કહ્યું કે, મોટાભાગની પ્રાઈવેટ ટ્રેન મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ભારતમાં જ બનાવાશે. ભાડું એસી બસ અને પ્લેનના ભાડાને ધ્યાનમાં રાખીને નક્કી કરાશે. તેમણે કહ્યું કે, અમારો પ્રયાસ હશે કે એપ્રિલ 2023 સુધી પ્રાઈવેટ ટ્રેનોનું સંચાલન શરૂ થઈ જાય. પ્રાઈવેટ ટ્રેન કઈ રીતે પરફોર્મ કરી રહી છે, તેના માટે એક સ્પેશિયલ મિકેનિઝમ તૈયાર કરાશે અને પરફોર્મન્સ રિવ્યુ થશે.

કેવું હશે રેવન્યૂ મોડલ?
રેવન્યૂ મોડલને લઈને યાદવે કહ્યું કે, કંપનીઓને રેલવેની પાયાની સુવિધાઓ, વીજળી, સ્ટેશન અને રેલવે માર્ગ વગેરેનો ઉપયોગ કરવાનો ચાર્જ આપવો પડશે. એટલું જ નહીં, કંપનીઓને પ્રતિસ્પર્ધી બોલીઓ લગાવીને ભારતીય રેલવેની સાથે રેવન્યૂ પણ શેર કરવી પડશે. ખાનગી કંપનીઓએ ટાઈમ ટેબલ મુજબ ટ્રેનનું સંચાલન કરવામાં 95 ટકા સમયબદ્ધતાનું પાલન સુનિશ્ચિત કરવું પડશે. તેમને પ્રતિ એક લાખ કિમીની મુસાફરીમાં એક વખતથી વધુ વખત નિષ્ફળ ન થવાના રેકોર્ડ સાથે ચાલવું પડશે.

દંડની પણ જોગવાઈ
યાદવે કહ્યું કે, ‘જો ખાનગી કંપનીઓ પેસેન્જર ટ્રેન સંચાલન સાથે સંલગ્ન કોઈપણ પ્રદર્શન માપદંડને પુરું કરવામાં નિષ્ફળ રહે છે, તો તેને દંડ કરાશે. દરેક ટ્રેનના એન્જિનમાં વીજળીનું એક મીટર પણ હશે અને કંપનીઓને તેમના દ્વારા ઉપયોગ કરાયેલી વીજળીની વાસ્તવિક ચૂકવણી કરવાની રહેશે. જે તેમને તેમના વીજળી ખર્ચને ઓછો રાખવા માટે પ્રોત્સાહિત કરશે.’ તેમણે કહ્યું કે, તેનાથી મુસાફરોને ઓછા પડતરમાં સારી ટ્રેનો અને ટેકનોલોજી મળી શકશે. ભારતીય રેલવે બાકીની 95 ટકા ટ્રેનોનું સંચાલન કરતું રહેશે.

ફાઈનાન્શિયલ બિડ 2021 એપ્રિલ સુધીમાં થવાની શક્યતા
બધી પ્રાઈવેટ ટ્રેન 12 ક્લસ્ટરમાં ચલાવાશે. આ ક્લસ્ટર- બેંગલુરુ, ચંદીગઢ, જયપુર, દિલ્હી, મુંબઈ, પટણા, પ્રયાગરાજ, સિંકંદરાબાદ, હાવડા અને ચેન્નઈ હશે. યાદવે કહ્યું કે, પ્રાઈવેટ ટ્રેન માટે ફાઈનાન્શિયલ બિડ 2021ના એપ્રિલ મહિના સુધીમાં પૂરી થઈ જવી જોઈએ. રિક્વેસ્ટ ફોર ક્વોલિફિકેશનને સપ્ટેમ્બર 2020 સુધી ફાઈનલ કરી લેવાશે.

આ કંપનીઓએ દર્શાવ્યો હતો ઈન્ટ્રેસ્ટ
કોવિડ-19 સંકટ પહેલા અદાણી પોર્ટસ અને મેક માય ટ્રિપ અને એરલાઈનમાં ઈન્ડિગો, વિસ્તારા અને સ્પાઈસજેટે ખાનગી ટ્રેનો ચલાવવામાં રસ દાખવ્યો હતો. તે ઉપરાંત અન્ય કંપનીઓમાં અલ્સતોમ ટ્રાન્સપોર્ટ, બામ્બાર્ડિયર, સીમેન્સ એજી અને મેક્વાયરી જેવી વિદેશી કંપનીઓ પણ રસ દાખવવામાં સામેલ છે. રેલવે મુજબ, આ ટ્રેનોમાં મુસાફરોને એરલાઈન જેવી સેવાઓ મળશે. ખાનગી કંપનીઓ ભાડું નક્કી કરવા ઉપરાંત ફૂડ, સાફ-સફાઈ અને પથારી જેવી સુવિધાઓ પૂરી પાડશે.


Source: iamgujarat.com

Related posts

હવે તો ભગવાન પણ કોંગ્રેસની સાથે નહીં : જેપી નડ્ડા

Amreli Live

કોરોના હવાથી ફેલાતો હોવાનું જાણીને ડરી મલાઈકા, કહ્યું-‘આ દુઃસ્વપ્નનો અંત ક્યારે આવશે?’

Amreli Live

કથાકાર મોરારી બાપુ પર હુમલાના વિરોધમાં મહુવા આજે સજ્જડ બંધ પાળશે

Amreli Live

દેશમાં કોરોના વાયરસથી 10,000 કરતા વધુના મોત, રોજની ટેસ્ટ ક્ષમતા 3 લાખ કરાઈ

Amreli Live

કોવિડ-19થી પણ વધુ ઘાતક અને જીવલેણ ‘રહસ્યમયી બીમારી’ની એન્ટ્રી? ચીને કર્યા એલર્ટ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ નિરાશ થઈ ગયેલા તેના 14 વર્ષના ફેને જીવન ટૂંકાવ્યું

Amreli Live

માઉન્ટ આબુના તમામ પર્યટન સ્થળ અને હોટલ આજથી ખુલ્લા, પર્યટકોને આવા-જવાની છૂટ

Amreli Live

દેશમાં કોરોનાનો રેકોર્ડ 1 દિવસમાં 20 હજાર કરતા વધુ કેસ, કુલ 6.25 લાખને પાર

Amreli Live

Pics: સુશાંત સિંહની આત્મહત્યાના એક મહિના પછી મુક્તેશ્વર મહાદેવના શરણમાં પહોંચી એકતા કપૂર

Amreli Live

હવે 11 આંકડાનો થઈ જશે તમારો મોબાઈલ નંબર!

Amreli Live

ચમત્કાર! અહીં એક દિવસ માટે મા ભવાનીની મૂર્તિની ગરદન થઈ જાય છે સીધી

Amreli Live

ઘરની અંદર કોરોના વાયરસ કેટલો ઝડપથી ફેલાય છે?

Amreli Live

સુનિતા યાદવે કર્યું FB Live: ‘વડાપ્રધાન મોદીથી મળવા માંગુ છું, ભલે પછી મરી જાઉં’

Amreli Live

સૌરવ ગાંગુલીએ એશિયા કપ રદ્દ થવાની ઘોષણા કરી, તો શું IPL રમાશે?

Amreli Live

રાજસ્થાનમાં સરકાર બદલાતા ઈતિહાસના પુસ્તકમાં ફેરફાર, મહારાણા પ્રતાપ વિશે આવું ભણાવાશે!

Amreli Live

B ગ્રેડ એક્ટ્રેસ વિવાદઃ કંગના રનૌતની ટીમે તાપસી પન્નુ પર કર્યો શાબ્દિક પ્રહાર

Amreli Live

શરુઆતમાં મને એવું લાગતું કે બિગ બેનરમાં કામ નહીં મળે: ભક્તિ કુબાવત

Amreli Live

બહેન માટે આખી ફ્લાઈટ બુક કરાવી હોવાની વાતને અક્ષય કુમારે ફગાવી

Amreli Live

ઈરફાન પઠાણે જણાવ્યું, રોહિત શર્મા વિશે મોટાભાગના લોકોને છે આ ગેરસમજ

Amreli Live

કોરોના: યૂકેમાં રહેતા બાળકે સાઈકલ ચલાવીને ભારતમાં કોવિડ કેર માટે એકઠું કર્યું ફંડ

Amreli Live

અમદાવાદઃ રથયાત્રાનાને હાઈકોર્ટે આપી શરતી મંજૂરી, રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું

Amreli Live