25.9 C
Amreli
11/08/2020
કલેક્ટર ઓફિસ

રિલાયન્સનો શેર વાજબી ભાવથી ઘણો ઉંચો જણાવી મેક્વેરીએ આપ્યો રુ. 1195નો ટાર્ગેટ

મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં તાજેતરની તેજી બાદ તેનો રિસ્ક રિવોર્ડ રેશિયો નેગેટિવ બન્યો છે, એમ વિદેશી બ્રોકરેજ હાઉસ મેક્વેરીએ જણાવ્યું હતુ. જિયો પ્લેટ‌ફોર્મમાં હિસ્સાના વેચાણ અને રાઇટ્સ ઇશ્યૂની સફળતાને કારણે રિલાયન્સનો શેર માર્ચના નીચા સ્તરથી લગભગ બમણો થયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

મેક્વેરીએ તેની નોટમાં જણાવ્યું હતું કે, “અમે ડિજિટલ ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટીમાં માનીએ છીએ, પરંતુ હાલના ભાવે ફંડામેન્ટલની દૃષ્ટિએ બુલ-બેર રેશિયો બેરિશ બન્યો છે. RIL તેના વાજબી ભાવથી ઘણો ઊંચો છે.” આ બ્રોકરેજ હાઉસે ₹1,195ના ટાર્ગેટ ભાવ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર માટે અંડરપર્ફોર્મ રેટિંગ જાળવી રાખ્યું છે. સોમવારે રિલાયન્સનો શેર બીએસઇમાં 0.7 ટકા ઘટીને ₹1,747.2એ બંધ આવ્યો હતો. શેર ઇન્ટ્રા-ડે ₹1,804.10ના વિક્રમ ઊંચા સ્તરે સ્પર્શ્યો હતો.

કંપનીએ શુક્રવારે જણાવ્યું હતું કે તે દેવામુક્ત બની છે. રિલાયન્સે ₹150 અબજ ડોલરના માર્કેટ-કેપને વટાવ્યું હતું અને આ સીમાચિહ્ન હાંસલ કરનારી તે દેશની પ્રથમ કંપની છે. જોકે મેક્વેરી જણાવે છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના ઝીરો ચોખ્ખા દેવાના દરજ્જાને હાઈલાઇટ કરે છે, પરંતુ 2020-’21ના અંતે સુધીમાં તેનું દેવું 16 અબજ ડોલર રહેવાનો અંદાજ છે.

મેક્વેરીએ જણાવ્યું હતું કે “પ્રારંભિક મુદ્દે જોઈએ તો અમારા અંદાજ મુજબ રિલાયન્સ ગ્રૂપનું ચોખ્ખું દેવું આ ટ્રાન્ઝેક્શન પહેલાં (ટાવર અને ફાઇબર InvITs માટે એડજસ્ટમેન્ટ વગર પણ) 39 અબજ ડોલર છે, નહીં કે 23 અબજ ડોલર. આ તમામ ટ્રાન્ઝેક્શનને ધ્યાનમાં લીધા બાદ પણ કોઈ અર્થપૂર્ણ એફસીએફના જનરેશન વગર રિલાયન્સનું ચોખ્ખું દેવું 2020-’21માં 16 અબજ ડોલર રહેશે. આ ટ્રાન્ઝેક્શનની કેટલી રકમનો ઉપયોગ કરી દેવામાં ઘટાડો કરવામાં આવે છે તે જોવાનું રહ્યું.”

મુકેશ અંબાણીની આગેવાની હેઠળના રિલાયન્સ ગ્રૂપે ગયા સપ્તાહે જણાવ્યું હતું કે કંપનીએ એપ્રિલ પછીથી બે મહિનામાં ₹1.7 લાખ કરોડ એકત્ર કર્યા છે અને ગયા વર્ષના ઓગસ્ટમાં શેરહોલ્ડર્સને આપેલું વચન પાળ્યું છે.

કંપનીએ રાઇટ્સ ઇશ્યૂ મારફત ₹53,124.20 કરોડ એકત્ર કર્યા હતા. આ ઉપરાંત જિયો પ્લેટફોર્મના હિસ્સાના વેચાણ મારફત પણ નાણાં એકત્ર કરવામાં આવ્યાં હતાં. કંપનીએ વિદેશી ટેક્‌નોલોજી કંપની ફેસબૂકને જિયોનો હિસ્સો વેચ્યો હતો. કેકેઆર, ટીપીજી અને સાઉદી અરેબિયા પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ જેવા પ્રાઇવેટ ઇક્વિટી અને સોવરિન વેલ્થ ફંડ્સે પણ જિયોનો હિસ્સો ખરીદ્યો હતો.

મેક્વેરીએ જણાવ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટેના તેના અર્નિંગ અંદાજ સરેરાશ અંદાજ કરતાં 15થી 20 ટકા નીચા છે. આ બ્રોકરેજે આ વર્ષના જાન્યુઆરીમાં કંપનીના શેરના રેટિંગને ન્યુટ્રલથી ઘટાડીને અંડરપર્ફોર્મ કર્યું હતું, કારણ કે મેક્વેરીનો મત હતો કે તે તેજીનાં કેટલાંક પરિબળોની અસર શેરમાં આવી ગઈ છે.


Source: iamgujarat.com

Related posts

દેશના આ મોટા વકીલોએ TikTokનો કેસ લડવાની પાડી દીધી ના

Amreli Live

સુરત મહાનગરપાલિકાએ વાટલિયા પ્રજાપતિ સમાજને આપ્યું કોરોના વાયરસનું એલર્ટ

Amreli Live

જ્યારે આ એક્ટ્રેસને સાડી પહેરી કમર બતાવવી ભારે પડી હતી, યૂઝર્સે કરી ગંદી કમેન્ટ્સ

Amreli Live

કોરોના હવાથી ફેલાતો હોવાનું જાણીને ડરી મલાઈકા, કહ્યું-‘આ દુઃસ્વપ્નનો અંત ક્યારે આવશે?’

Amreli Live

21 જૂને થયેલા ગ્રહણની અસર રહેશે 6 મહિના સુધી, દરેક રાશિ પર જોવા મળશે આ પ્રભાવ

Amreli Live

લોકડાઉન ઈફેક્ટઃ દેશમાં 7 લાખથી વધુ નાની દુકાનોના શટર પડી ગયા

Amreli Live

સુનિતા યાદવે કર્યું FB Live: ‘વડાપ્રધાન મોદીથી મળવા માંગુ છું, ભલે પછી મરી જાઉં’

Amreli Live

દમણમાં કોરોના વાયરસના કેસ ઉછાળો, ગુજરાત સાથે જોડાયેલી બોર્ડર સીલ કરાઈ

Amreli Live

બાબુ શેખ કસ્ટોડિયલ ડેથ કેસઃ FIR નોંધાયા બાદ 6 આરોપી પોલીસકર્મીઓ ગુમ

Amreli Live

ઋષિ કપૂરે આ ગેમમાં નીતૂ કપૂરને બનાવ્યા છે પાવરધા, બેવાર દીકરી રિદ્ધિમાને આપી મ્હાત

Amreli Live

અમદાવાદઃ વિકુત શખ્સે નહાતી મહિલાના ફોટો લીધા, ઠપકો મળ્યો તો કર્યો હુમલો

Amreli Live

ગલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનોના નામે શેર થઈ રહેલા આ ફોટોનું જાણો સત્ય

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતની વાત કરતા-કરતા લાઈવ ચેટમાં રડી પડી શહનાઝ ગિલ

Amreli Live

અંકિતાના ખૂબ પ્રેમ કરતો હતો સુશાંત, ચેટ શોમાં કહ્યું હતું ‘તેના વગર રહી શકતો નથી’

Amreli Live

27 જૂન જન્મદિવસ રાશિફળ: દર શનિવારે કરો આ નાનકડો ઉપાય, સમૃદ્ધિ આવશે

Amreli Live

અમરેલી જિલ્લાનાં ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથેની મિટિંગમાં 50% કારીગરો સાથે…

Amreli Live

અમદાવાદ: મે મહિનામાં કોરોનાને લીધે મોતને ભેટેલા 34% દર્દીઓને અન્ય કોઈ બીમારી નહોતી

Amreli Live

વર્ષ 2015 પછી પ્રથમ વખત દક્ષિણ ગુજરાત કરતા સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ

Amreli Live

ACBએ અમદાવાદ ગ્રામ્ય LCBના કોન્સ્ટેબલની 84 લાખની અપ્રમાણસર મિલકત પકડી

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ નિરાશ થઈ ગયેલા તેના 14 વર્ષના ફેને જીવન ટૂંકાવ્યું

Amreli Live

કટ્ટરવાદીઓએ પાકિસ્તાનમાં બની રહેલા કૃષ્ણ મંદિરના પાયા તોડી નાંખ્યા

Amreli Live