28.6 C
Amreli
19/10/2020
અજબ ગજબ

રિયલમી એ લોન્ચ કર્યો નવો ફોન Realme Q2i જાણો બધાજ ફીચર ને વિગતો

Realme Q2i માં મળશે 5000 mAh બેટરી સાથે આ શક્તિશાળી પ્રોસેસરનો સપોર્ટ, જાણો તેના બીજા ફીચર્સ. રિયલમી (Realme) એ પોતાની ક્યૂ-સિરીઝનો નવો સ્માર્ટફોન રિયલમી ક્યૂ 2 આઇ (Realme Q2i) ચીનમાં લોન્ચ કરી દીધો છે. આ નવા સ્માર્ટફોનમાં 5000 એમએએચની બેટરી અને એચડી ડિસ્પ્લે છે. આ સિવાય આ ડિવાઇસને કુલ ચાર કેમેરાનો સપોર્ટ મળ્યો છે. જોકે, કંપનીએ ભારત સહિત અન્ય દેશોમાં આ સ્માર્ટફોન લોન્ચ કરવા અંગે હજી સુધી કોઈ માહિતી આપી નથી.

રિયલમી ક્યૂ 2 આઇના સ્પેશિફિકેશન : રિયલમી ક્યૂ 2 આઈમાં 6.52 ઇંચની મિનિ-ડ્રોપ ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1600 x 720 પિક્સલ છે. આ ફોનમાં MediaTek Dimensity 720 7nm પ્રોસેસર (મીડિયાટેક ડાયમેન્સિટી પ્રોસેસર), 4 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. આ સિવાય આ ફોનમાં સાઇડ-માઉન્ટ ફિંગરપ્રિન્ટ સેન્સરનો સપોર્ટ છે. તેમજ આ ફોન Android 10 પર આધારિત Realme UI ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્ય કરે છે.

કેમેરા : કેમેરા વિશે વાત કરીએ તો રિયલમી ક્યૂ 2 આઇમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં 13 એમપી પ્રાયમરી લેન્સ, 2 એમપી મેક્રો લેન્સ અને 2 એમપી પોટ્રેટ લેન્સ છે. વળી, આ ફોનમાં આગળના ભાગમાં 8 એમપીનો સેલ્ફી કેમેરો મળ્યો છે.

બેટરી અને કનેક્ટિવિટી : કંપનીએ રિયલમી ક્યૂ 2 આઇમાં 5000 એમએએચની બેટરી આપી છે, જે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સુવિધાને સપોર્ટ કરે છે. આ સિવાય આ ફોનમાં વાઇ-ફાઇ, જીપીએસ, 5G, 4G VoLTE અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે.

Realme Q2i ની કિંમત : Realme Q2i ના 4 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ મોડેલની કિંમત 998 ચાઇનીઝ યુઆન (આશરે 10,850 રૂપિયા) છે. આ સ્માર્ટફોન બ્લુ અને મૂનલાઇટ સિલ્વર કલર વિકલ્પોમાં ખરીદી શકાય છે.

ગયા મહિનામાં રિયલમી 7i પરથી પડદો ઉઠ્યો હતો : તમને જણાવી દઈએ કે, કંપનીએ ગયા મહિને Realme 7i સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. સ્પેશિફિકેશન વિશે વાત કરીએ તો રિયલમી 7 આઇ સ્માર્ટફોનમાં 6.5 ઇંચની એલસીડી ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 720 x 1600 પિક્સલ છે. ઉપરાંત આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 662 પ્રોસેસર સાથે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ છે, જેને માઇક્રો એસડી કાર્ડની મદદથી વધારી શકાય છે.

આ સિવાય આ ફોનની રીઅર પેનલમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. કંપનીએ રિયલમી 7 આઇ સ્માર્ટફોનમાં ક્વાડ કેમેરા સેટઅપ આપ્યો છે, જેમાં 64 એમપી પ્રાયમરી સેન્સર, 8 એમપી અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ, 2 એમપી લેન્સ અને 2 એમપી ડેપ્થ સેન્સર છે. આ સિવાય આ ફોનના આગળના ભાગમાં 16 એમપીનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

Realme 7i ની બેટરી : રિયલમી 7 આઇ સ્માર્ટફોનમાં 5,000 એમએએચની બેટરી છે, જે 18 વૉટ ક્વિક ચાર્જિંગ સુવિધાથી સજ્જ છે. તેની સાથે આ ફોનમાં ડ્યુઅલ સિમ-કાર્ડ સ્લોટ, વાઇ-ફાઇ, જીપીએસ, બ્લૂટૂથ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

કપાળમાં રહેલી કાળાશ અને ચહેરા પર કળા ડાઘ હટાવવા માટે બનાવો સ્પેશિયલ ફેસપેક, નિખરી જશે રંગત.

Amreli Live

જયારે ભગવાન રામે હનુમાનજીને આપ્યો હતો મૃત્યુદંડ, વાંચો આ કથા.

Amreli Live

અમેરીકાની છાતી પર કોતરાયેલા શ્રીયંત્રનું અદભુત રહસ્ય જાણવા જેવું છે. હિન્દૂ સંસ્કૃતિના નિશાન…

Amreli Live

નવી ગાઇડલાઇન સાથે નવરાત્રી, ગરબા, દશેરા જેવા તહેવાર પર સરકારે બદલ્યા આ નિયમો.

Amreli Live

‘જો મને કાલે ખબર પડે કે મારી દીકરી જોયા અને દીકરો ફરહાન ડ્રગ્સ લે છે તો…’

Amreli Live

બાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે? જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.

Amreli Live

તુલા રાશિના લોકોને આજે આર્થિક લાભ, પ્રવાસની શક્યતા છે, પણ આ રાશિઓએ સાચવીને રહેવાની જરૂર છે.

Amreli Live

કન્યા રાશિના લોકો માટે આજે નાણાકીય લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ દેખાઈ રહ્યા છે, જાણો બાકીની રાશિઓનો દિવસ કેવો રહેશે.

Amreli Live

લોકડાઉનમાં પતિએ રઝળતી મૂકી દીધી અને પછી આપી દીધા ત્રણ તલાક

Amreli Live

કોરોનાથી બચવું હોય તો ખાવો આ ફળ, રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં છે અસરકારક

Amreli Live

ભગવાન ગણેશે ઉંદરની સવારી કેવી રીતે કરી

Amreli Live

ગણેશજીની કૃપાથી આજનો દિવસ આ રાશિઓ માટે શુભફળ આ૫નારો નીવડશે, નોકરીમાં બઢતીના યોગો જણાય છે.

Amreli Live

કયા ગ્રહના દોષ દૂર કરવા માટે પક્ષીઓને કયુ અનાજ ખવડાવવું જોઈએ? જાણો જ્યોતિષીય ઉપાય

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી નવી યોજનાઓ હાથ ધરવા માટે આજે અનુકૂળ દિવસ છે, સરકાર તરફથી લાભ થાય.

Amreli Live

બોલીવૂડના એ 8 પ્રખ્યાત સ્ટાર્સ, જેમની પ્રેમ કહાનીનો થયો ખુબ જ દુઃખદ અંત

Amreli Live

મેષ રાશિમાં મંગળનો પ્રવેશ, આ 8 રાશિઓનું ચમકશે ભાગ્ય.

Amreli Live

ગણપતિ બપ્પા મોરિયા, સંકટમાં ન તો ઓછી થઇ આસ્થા અને ન તો ડગ્યો વિશ્વાસ, સંકટ હરશે ગજાનન

Amreli Live

ચોમાસામાં કોરોના – શું અને કેવી રીતે રાખવી સાવચેતી?

Amreli Live

મહાદેવની કૃપાથી આ અઠવાડિયે આ રાશિના લોકોના વેપાર ધંધામાં લાભ, નોકરીમાં બઢતી અને આવકના સ્ત્રોતોમાં વધારો થાય.

Amreli Live

જે મહિલાઓને લુમે લુમ વાળ ઉતરતા હોય તેમણે આ સમસ્યાથી બચાવવા માટે અપનાવી જોઈએ આ 8 ટિપ્સ.

Amreli Live

એકદમ પરફેક્ટ બિરિયાની બનાવવી હોય તો ઘર ઉપર જ બનાવો તેનો મસાલો

Amreli Live