24.1 C
Amreli
01/11/2020
મસ્તીની મોજ

રાશિ પ્રમાણે કયા ભગવાનની પૂજાથી થશે દરેક તમારી દરેક ઈચ્છા પુરી.

પોતાની દરેક ઈચ્છાને પુરી કરવા માટે રાશિ અનુસાર કરો આ ભગવાનની પૂજા. હિંદુ ધર્મમાં પૂજા પાઠનું ઘણું મહત્વ, પરંતુ ઘણી વખત રોજ પૂજા પાઠ કરવા છતાં પણ આપણું મન અશાંત જ રહે છે. ભગવાનની પૂજા દરમિયાન ક્યા ફૂલ, ફળ અને દીવો પ્રગટાવવો જોઈએ તેનું પણ એક મહત્વ છે. અને જ્યોતિષ મુજબ જો તમે રોજ ભગવાનની આરાધના કરો છો અને તમને ઈચ્છા મુજબ ફળ પ્રાપ્ત નથી થઇ શકતું તો તમારી રાશી મુજબ ભગવાનની પૂજા કરવી જોઈએ.

રાશી મુજબ ભગવાનની પૂજા કરવાથી તમારી મનોકામના તરત પૂરી થઇ જાય છે અને તમારું મન શાંત રહે છે. તો આવો આજે અમે તમને રાશી ચક્રની 12 રાશીઓ મુજબ ભગવાનની પૂજા વિષે વિસ્તાર પૂર્વક જણાવીએ. અહિયાં જાણીએ રાશી મુજબ વિધિ પૂર્વક ક્યા દિવસે ક્યા ભગવાનની કરવી પૂજા.

મેષ રાશી : રાશી ચક્રની પહેલી રાશી મેષ છે અને આ લોકોનો સ્વભાવ ચંચળ હોય છે. એટલા માટે તેમણે પ્રગતી માટે રવિવારના દિવસે સૂર્યને અર્ધ્ય આપવું જોઈએ. જો તમારા લગ્નમાં વિલંબ થઇ રહ્યો છે, તો દર શુક્રવારે શુક્ર મત્રના જાપ કરવા જોઈએ. તેનાથી લગ્ન દોષ દુર થાય છે. આ લોકો જો કોઈને કોઈ બીમારીના ભોગ બનેલા છે, તો તેમણે દર મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ અને બજરંગબલીને તુલસી ચડાવવી જોઈએ.

તે ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસમાં સફળતા મેળવવા માટે શુક્રવારના રોજ લક્ષ્મીજી અને સરસ્વતીની પૂજા કરવી જોઈએ. તેમ જ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવનારા વિદ્યાર્થીઓએ ભગવાન વિષ્ણુના સહસ્ત્રનામના પાઠ કરવા ઉત્તમ રહેશે.

વૃષભ રાશી : વૃષભ રાશીના લોકો સ્વભાવથી થોડા જીદ્દી હોય છે. આ લોકોએ પ્રગતી માટે શ્રીગણેશની પૂજા કરવી જોઈએ. જો કુંડળીમાં વિવાહ દોષ છે. તો તે લોકોએ મંગળવારના દિવસે દેવીની આરાધના કરવી જોઈએ. જો તમે લાંબા સમયથી બીમાર રહો છો, તો ભગવાન શ્રીકૃષ્ણની પૂજા અર્ચના કરો. વૃષભ રાશી વાળા વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માટે શનિવારે કાળીમાંના દર્શન કરવા જોઈએ.

મિથુન રાશી : મિથુન રાશીના લોકો હંમેશા મુંજવણમાં રહે છે, એટલા માટે તે લોકોએ પ્રગતી માટે બુધવાર અને શુક્રવારના દિવસે માં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. જો તમારા લગ્નમાં વિલંબ થઇ રહ્યા છે તો તમારે ભગવાન વિષ્ણુને હળદરનું લેપન કરવું જોઈએ. સારા આરોગ્ય માટે આ રાશીના લોકોએ શનિવારના દિવસે શની દેવના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. જો મિથુન રાશીના લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા માગે છે. તો તેમણે ભૈરવજીની આરાધના કરવી જોઈએ.

કર્ક રાશી : કર્ક રાશીના લોકો ઘણા લાગણીશીલ હોય છે. આ રાશિના લોકોએ પ્રગતી પ્રાપ્ત કરવા માટે મંગળવારના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. જો તમારા લગ્નમાં કોઈ અડચણ ઉભી થઇ રહી છે. તો તમે શની મંદિરમાં શની મંત્રના જાપ કરી તલના તેલના દીવા પ્રગટાવવા જોઈએ. સારા આરોગ્ય માટે તમારે શનિવારના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ. કર્ક રાશિના વિદ્યાર્થીઓએ સફળતા માટે રવિવારે તાંબાના વાસણથી કુમકુમયુક્ત જળ સૂર્યદેવને અર્પણ કરવું જોઈએ. તે ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માટે ગુરુવાર અને શુક્રવારના રોજ લક્ષ્મીનારાયણના દર્શન કરવા જોઈએ.

સિંહ રાશી : સિંહ રાશીના લોકોએ જીવનમાં સંઘર્ષ વધુ કરવો પડશે. આ રાશીના લોકોએ પ્રગતી માટે ભગવાન કૃષ્ણને લાલ ફૂલ અને તુલસી અર્પણ કરવા જોઈએ. જો તમારી કુંડળીમાં લગ્ન દોષ છે. તો તમારે દરેક શનિવારે શનિદેવના દર્શન કરવા જોઈએ. સારા આરોગ્ય માટે ગુરુવારના દિવસે પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ. સિંહ રાશિના વિદ્યાર્થીઓએ સફળતા મેળવવા માટે ગણપતિજીને લાલ ચંદન લગાવવું જોઈએ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માટે હનુમાનજીને 7 લવિંગની માળા અર્પણ કરવી જોઈએ.

કન્યા રાશી : કન્યા રાશીના લોકોએ હંમેશા જરૂર કરતા વધુ પૈસા કમાવા માટે મહેનત કરતા રહે છે. તેમણે પ્રગતી મેળવવા માટે નિયમિત શમીના ઝાડની પૂજા કરવી જોઈએ. લગ્ન માટે પુનમના દિવસે સત્યનારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ અને સારા આરોગ્ય માટે માં આદિશક્તિની પૂજા દર મંગળવારના રોજ કરવી જોઈએ. કન્યા રાશીના વિદ્યાર્થીઓએ અભ્યાસમાં એકાગ્રતા માટે શુક્રવારના રોજ લક્ષ્મી ચાલીસા પાઠ કરવા જોઈએ. જો સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માગો છો, તો દર શુક્રવારે સફેદ ઘોડાને લીલું ઘાંસ ખવરાવો.

તુલા રાશી : તુલા રાશિના લોકો ઘણા બેદરકાર હોય છે. આ લોકોએ પ્રગતી મેળવવા માટે શનિવારના રોજ કાળીમાંના દર્શન કરવા જોઈએ. જો લગ્નમાં વિલંબ થઇ રહ્યો છે તો મંગળવારના રોજ સુંદરકાંડના પાઠ કરવા જોઈએ. સારા આરોગ્ય માટે દર શુક્રવારે સાંજના સમયે મીઠા ભાત ગાયને ખવરાવવા જોઈએ. તુલા રાશિના વિદ્યાર્થીઓએ અભ્યાસમાં સફળતા મેળવવા માટે નિયમિત દુર્ગાચાલીસાના પાઠ કરવા જોઈએ જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને સફળતા પ્રાપ્ત કરવા માગો છો, તો તમારે દરરોજ ગણેશજીને દુર્વા અર્પણ કરવી જોઈએ.

વૃશ્ચિક રાશી : વૃશ્ચિક રાશિના લોકો પોતાના કામમાં સફળતા ન મળવાથી હંમેશા દુઃખી રહે છે, એટલા માટે તેમણે સફળતા માટે ગુરુવારે ગોપાલ સહસ્ત્રનામના પાઠ કરવા જોઈએ. જો તમારા લગ્નને લઈને કોઈ સમસ્યા ઉભી થઇ રહી છે તો તમારે દરરોજ દુર્ગા સપ્તશતીના પાઠ કરવા જોઈએ. સારા આરોગ્ય માટે બુધવારે ગૌરી-ગણેશજીની પૂજા અને વિસર્જન કરવું જોઈએ. તે ઉપરાંત વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓએ અભ્યાસમાં એકાગ્રતા મેળવવા માટે ગુરુવારના દિવસે શિવલિંગ ઉપર કેસર, દૂધ અને જળના અભિષેક કરવા જોઈએ.

ધન રાશી : ધન રાશીના લોકોનો સ્વભાવ થોડો અલગ હોય છે, તે લોકો નાની નાની વાતો ઉપર ઘણા જલ્દી રિસાઈ જાય છે. તેમણે પ્રગતી મેળવવા માટે મંગળવારે હનુમાન ચાલીસાના 8 વખત પાઠ કરવા જોઈએ. જો લગ્નમાં વિલંબ થઇ રહ્યો છે. તો તમારે દર બુધવારે ગણેશજીને પાન અર્પણ કરવા જોઈએ. તે ઉપરાંત સારા આરોગ્ય માટે દર સોમવારે શિવજીને ચંદનનો લેપ કરવો જોઈએ. ધન રાશીના વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે શની મંત્રના જાપ કરવા જોઈએ. જે વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમણે સફળતા મેળવવા માટે સુર્યાષ્ટકમ કે આદિત્ય હ્રદય સ્ત્રોતના પાઠ કરવા જોઈએ.

કુંભ રાશી : કુંભ રાશીના લોકો હંમેશા બીજાના પ્રશ્નોમાં પડતા રહે છે, જેના કારણે તેને હંમેશા તકલીફનો સામનો કરવો પડે છે. આ લોકોએ પ્રગતી માટે શુક્રવારના રોજ માં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. જો તમારી કુંડળીમાં લગ્ન દોષ છે તો તમારે ભગવાન વિષ્ણુને ચંદન, કેસરયુક્ત હળદરનું લેપન કરવું જોઈએ. જો તમે ઘણા સમયથી બીમાર છો તો સારા આરોગ્ય માટે શનિવારે શનિદેવને તેલ ચડાવવું જોઈએ. કુંભ રાશીના વિદ્યાર્થીઓએ એકાગ્રતા માટે શિવજીની આરાધના કરવી જોઈએ અને સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓએ સફળતા મેળવવા માટે ભૈરવની પૂજા કરવી જોઈએ.

મીન રાશી : આ રાશિના લોકો બેદરકાર હોય છે અને પોતાની જવાબદારીઓથી હંમેશા ભાગતા રહે છે. આ લોકોએ પ્રગતી મેળવવા માટે મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. જો તમારા લગ્નમાં વિલંબ થઇ રહ્યો છે તો તમારે શનિવારે શનિદેવના મંદિરમાં તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. સારા આરોગ્ય માટે તમારે શનિવારે પીપળાના ઝાડ નીચે દૂધ ભેળવેલું પાણી અર્પણ કરવું જોઈએ. મીન રાશિના વિદ્યાર્થીઓએ અભ્યાસમાં સફળતા મેળવવા માટે દર રવિવારે તાંબાના વાસણમાં કુમકુમ યુક્ત જળ ભરીને સૂર્યદેવને અર્ધ્ય આપવું જોઈએ. તે ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માટે ગૃરવાર અને શુક્રવારે લક્ષ્મીનારાયણના દર્શન કરવા જોઈએ.

આ માહિતી એસ્ટ્રોયોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

છાણથી નીકળ્યું સોનુ, રોજગારથી હાથ ધોઈ બેઠેલા યુવાઓનું ચમક્યું નસીબ, જાણો કેવી રીતે.

Amreli Live

છેલ્લા શ્વાસ સુધી માતા પિતાની સેવા કરે છે આ 3 રાશિના લોકો, તેમના માટે માતા-પિતા જ છે આખી દુનિયા.

Amreli Live

વાંચો આજનું પંચાંગ, આજે છે માસિક શિવરાત્રી, જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને દિશાશૂળ.

Amreli Live

ઘરમાં આ વસ્તુઓનું આવવું આપે છે શુભ સંકેત, ધન ધાન્યથી ભરાઈ જશે ઘર

Amreli Live

દીકરા-દીકરી ગુમાવ્યા પછી સરોગેસીથી બન્યા પિતા, 50 વર્ષની ઉંમરમાં 8 વર્ષની દીકરીને બનાવી ચેમ્પિયન.

Amreli Live

ગામમાં જન્મ્યું બે માથા વાળું વાછરડું, લોકો ચમત્કાર જાણીને દૂર-દૂરથી દર્શન કરવા આવી રહ્યા છે.

Amreli Live

IAS ઇન્ટરવ્યૂમાં અધિકારીએ પૂછ્યું : જલેબીને અંગ્રેજીમાં શું કહેવાય છે? કેન્ડિડેટએ આપ્યો આ જોરદાર જવાબ.

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત અનાજ, જાણો : શું છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના?

Amreli Live

29 સપ્ટેમ્બર સુધી આ 5 રાશિઓ પર રહશે શનિની ત્રાસી નજર, રાખવી પડશે વિશેષ સાવધાની.

Amreli Live

મળો રામ મંદિરની ડિઝાઇન તૈયાર કરવા વાળા સોમપુરા પરિવારને, 15 પીઢીઓ બનાવી ચુકી છે 131 મંદિર

Amreli Live

વરસાદની ઋતુમાં કોઈ વરદાનથી ઓછું નથી કીવી ખાવું.

Amreli Live

ફિલ્ટરવાળા માસ્ક માટે એક્સપર્ટની ચેતવણી, જાણો કેટલું ખતરનાક છે.

Amreli Live

લોકડાઉનમાં ઘરે પહોંચેલા એન્જીનીયર દીકરાએ બદલી નાખી ગામની શકલ, 15 ઓગસ્ટે ધર્મેન્દ્ર પ્રધાન કરશે ઉદ્દઘાટન

Amreli Live

રવિવારના દિવસે આ રાશિઓએ રહેવું પડશે સંભાળીને, સમજી વિચારીને કરો કામ

Amreli Live

11 ફૂટનો સાપ એક 8 વર્ષની બાળકીનો પાક્કોનો મિત્ર છે, રોજ એક સાથે નહાવા જાય છે, જુઓ વીડિયો

Amreli Live

આજે શનિદેવ આ 5 રાશિઓની મનોકામના કરશે પુરી, જાણો તમારી રાશિના તારા શું કહે છે.

Amreli Live

પોઝિટિવ ભારત : IIT ગુવાહાટી એ શોધ્યો ડાયાબિટીસ અને આંખો સાથે જોડાયેલી આ મોટી બીમારીનો ઈલાજ.

Amreli Live

તારક મહેતા શો ના ‘બાબુજી’ને ઓડિશન વિના મળ્યો હતો રોલ, જાણો કેટલી લે છે ફીસ.

Amreli Live

શ્રી કૃષ્ણના મહેલની જગ્યાએ બનાવ્યું દ્વારકાધીશ મંદિર, પુરાતાત્વિક શોધ અનુસાર લગભગ 2200 વર્ષ જૂનું છે આ

Amreli Live

જયારે ધીરૂભાઇ અંબાણી નોકરી કરવા મોટાભાઈ રમણીક પાસે ગયા હતા, વાંચો તેમના સંધર્ષની કહાની

Amreli Live

જાણો શા માટે કાન્હાને માખણ-મિશ્રી અર્પણ કરવામાં આવે છે.

Amreli Live