32.3 C
Amreli
25/10/2020
મસ્તીની મોજ

રામ મંદિર નિર્માણ : પાયામાં પાઇલિંગ માટે અયોધ્યા પહુંચી વિશાળકાય મશીન, IITના વિશેષજ્ઞોએ મોકલી ડિઝાઈનની રિપોર્ટ

રામ મંદિર નિર્માણમાં IITના વિશેષજ્ઞોએ મોકલી ડિઝાઈનની રિપોર્ટ, જ્યાં પાયામાં પાઇલિંગ માટે અયોધ્યા પહુંચી વિશાળકાય મશીન.

રામ જન્મભૂમિમાં વિરાજમાન રામલલાના મંદિર નિર્માણની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ કડીમાં શનિવારે ભારે ભરખમ કાસાગારનેડ મશીન મંગાવવામાં આવ્યું છે. આ મશીનથી રામ જન્મભૂમિ પરિસરમાં મંદિર નિર્માણ માટે આપવામાં આવેલા સ્થળ પર 100 ફૂટ સુધી પાઇલિંગ કરીને કોંક્રીટ ભરવામાં આવશે. આ કોંક્રીટ પથ્થરનું સ્વરૂપ લેશે અને પછી તેના પર મૂળ મંદિરનો પાયો રાખવામાં આવશે. આ કામ માટે કાર્યકારી સંસ્થા એલ એન્ડ ટી તરફથી મશીન મંગાવવામાં આવ્યું છે.

જયપુરથી આવેલું આ મશીન કાનપુરમાં રાહ જોઈ રહ્યું હતું. રામ મંદિરનો નકશો મંજુર થયા પછી, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાય તરફથી લીલો ઝંડો મળ્યા બાદ મશીનને કાનપુરથી અયોધ્યા લાવવામાં આવ્યું. શુક્રવારની મધ્ય રાત્રીએ અહીં પહોંચેલા મશીનને રામજન્મભૂમિ પરિસરમાં લઇ જવા માટે ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા. છતાં પણ મશીનની લંબાઈ વધારે હોવાને કારણે તેને અંદર લઇ જઈ શક્યા નહિ.

જણાવી દઈએ કે, કાસાગારનેડ નામના મશીનને લાવનાર વાહનમાં 88 પૈડાં લાગેલા છે. હાલમાં હવે ટ્રસ્ટના નિર્દેશ પર રામ જન્મભૂમિ પરિસરના મુખ્ય દ્વારને તોડીને પહોળો કરવામાં આવશે. તેના લીધે વાહન મુખ્ય માર્ગના કિનારે પાર્ક કરવામાં આવ્યું છે.

વિશેષજ્ઞોના રિપોર્ટના આધાર પર પાયાની ડિઝાઇન તૈયાર થઈ રહી છે :

બીજી તરફ સીબીઆરઆઈ અને આઈઆઈટી ચેન્નઈના વિશષજ્ઞો તરફથી મોકલવામાં આવેલા રિપોર્ટના આધાર પર ડિઝાઇન તૈયાર થઈ રહી છે. તેની સાથે જ ટ્રસ્ટ તરફથી ચેન્નઈ મોકલવામાં આવેલ પથ્થર અને માટીના પરીક્ષણનું કામ પણ પૂરું કરી દેવામાં આવ્યું છે. તેના સિવાય કયા સ્ટાન્ડર્ડની સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે, તે બાબતમાં વિશષજ્ઞોએ પોતાનો રિપોર્ટ મોકલી દીધો છે.

વિશેષજ્ઞોના આ રિપોર્ટ પછી એલ એન્ડ ટી કંપની મંદિર નિર્માણની મુખ્ય તૈયારીમાં જોડાઈ ગઈ છે. આ કામ માટે અલગ-અલગ એજન્સીઓમાંથી મજૂરોને બોલાવવાનો આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે.

પરિસરમાં જર્જરિત મંદિરોનું ડિમોલિશન શરૂ છે :

રામ જન્મભૂમિ પરિસરમાં જર્જરિત મંદિરો અને ભવનોના ડિમોલિશનની પ્રક્રિયા શરૂ છે. જન્મ સ્થળ, સીતા રસોડું અને બહરાઇચ મંદિર સિવાય સાક્ષી ગોપાલ મંદિરના ભવનને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે, અને તેના કાટમાળથી મુખ્ય મંદિરના પશ્ચિમી ભાગના ખાડાને ભરવામાં આવી રહ્યો છે. તેના સિવાય માનસ ભવન, કોહબર ભવન અને રામખજાના સહીત આનંદ ભવનને પણ ઘ્વસ્ત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

અંગેજીનો શિક્ષક જે હવે પરિસ્થિતિ સામે લાચાર બની ગલીએ ગલીએ ભટકીને શાકભાજી વેચી રહ્યો છે.

Amreli Live

શ્રાવણમાં બલરામ અને શ્રીકૃષ્ણનો જન્મ, આ મહિનામાં કરવી જોઈએ બાળ ગોપાળની પૂજા, ભગવાનને અર્પણ કરો આવા વસ્ત્ર

Amreli Live

રહસ્ય બનીને ખોવાઈ ગયું આ 6 સ્ટાર્સનું મૃત્યુ, આજે પણ થઇ શક્યો નહિ ખુલાસો.

Amreli Live

SBI એ બદલી દીધા ATM માંથી કેસ ઉપાડવાના નિયમ, તમારે જાણી લેવાની ખાસ જરૂર છે.

Amreli Live

ખુબ રસપ્રદ છે શક્તિ કપૂરની લવ સ્ટોરી, 18 વર્ષની શિવાંગીને લઈને ઘરેથી ભાગ્યા અને કરી લીધા લગ્ન.

Amreli Live

લોકડાઉનને કારણે પ્રીમેચ્યોર ડિલિવરીમાં ભારે ઘટાડો, ડોક્ટરો પણ ચકિત.

Amreli Live

ખગોળીય ઘટના : 1 ઓક્ટોબરે ફૂલ મૂન તો 31 એ હશે બ્લૂ મૂન, અવકાશમાં બનશે વિચિત્ર સંયોગ.

Amreli Live

ટ્રેનમાં મુસાફરી કરવી થશે મોંઘી, પ્રાઇવેટ કંપનીઓ જેટલું લેવું હોય એટલું લઇ શકે છે ભાડું

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત પહેલા મોટા ભાઈને ગુમાવી ચુક્યો છે પરિવાર, એક્ટરની બહેને હવે આપી જાણકારી

Amreli Live

આ 5 રાશિઓનો આવવાનો છે શુભ સમય, મળશે ભાગ્યનો સાથ, અન્ય રાશિઓ માટે રહેશે ઠીક-ઠાક.

Amreli Live

શુક્રવારના દિવસે શું કહે છે તમારું ભાગ્ય, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

ગાડીમાં હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવી શા માટે જરૂરી છે? વાંચો, તમારી આંખ ખુલી જશે.

Amreli Live

જો હજુ પણ તમે તમારી ગાડીમાં હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ લાગી નથી, તો મોટા દંડ માટે થઇ જાવ તૈયાર

Amreli Live

જો આંખને મોં, મોં ને નાક, કાનને જીભ કહીશું તો તમે શેના વડે સાંભળશો? IAS ઇન્ટરવ્યૂમાં પુછાય છે આવા અટપટા સવાલ

Amreli Live

સત્યમ, શિવમ અને સુંદરમનો અનુભવ કરાવતી અમરનાથ યાત્રામાં અમરત્વનું રહસ્ય.

Amreli Live

LPG સિલેન્ડર ઝડપી પૂરો થઈ જાય તો ડિસ્ટ્રીબ્યુટર પર લાગશે દંડ, અહીં કરવી પડશે ફરિયાદ

Amreli Live

જન્માષ્ટમી પર આ સાત રાશિઓને થશે લાભ, મળશે કોઈ શુભ સમાચાર

Amreli Live

558 વર્ષ પછી રક્ષાબંધન ઉપર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિઓ પર પડશે તેની ઊંડી અસર

Amreli Live

આવી જુગાડ ગાડી ક્યારેય જોઇ છે, ઝીણકુ છે પણ કરી લે છે ઓછા ખર્ચમાં મોટા મોટા ટ્રેકટરો ના કામ.

Amreli Live

દારૂડિયા, મસ્તીખોર અને મહિલાઓને પટાવતો ‘કાલિયા’ વાંદરાને મળી ઉંમરકેદની સજા.

Amreli Live

11 ફૂટનો સાપ એક 8 વર્ષની બાળકીનો પાક્કોનો મિત્ર છે, રોજ એક સાથે નહાવા જાય છે, જુઓ વીડિયો

Amreli Live