સીતાના રોલ માટે ફિટ હોવા છતાં પણ રામાનંદ સાગરે દીપિકા પાસે કરાવ્યું હતું આ કામ, એક્ટ્રેસે પોતે કર્યો ખુલાસો. 33 વર્ષ પહેલા પ્રસિદ્ધ નિર્દેશક રામાનંદ સાગરે ટીવીની દુનિયામાં ધમાલ મચાવી દીધી હતી. રામાનંદ સાગરે એવી ધારાવાહિકનું નિર્દેશન કર્યું હતું, જેવું પહેલા કોઈએ કર્યું ન હતું અને ન તો ત્યાર પછી કોઈ આવું કામ કરી શકે છે. વર્ષ 1987 માં રામાનંદ સાગર દ્વારા નિર્દેશિત ટીવી સીરીયલ ‘રામાયણ’ શરુ થઇ હતી અને આ ધાર્મિક ધારાવાહિકે ટીવીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.
ધારાવાહિક ‘રામાયણ’ ને લોકોએ ઘણી પસંદ કરી છે. ‘રામાયણ’ જયારે ચાલુ થતી હતી, તો લોકો ટીવી સામે બેસી જતા હતા. લોકોને તેનો આતુરતાથી રાહ જોતા રહેતા હતા. રામાયણમાં ભગવાન રામનું પાત્ર નિભાવનારા અભિનેતા અરુણ ગોવિલ, રાવણનું પાત્ર નિભાવનારા અરવિંદ ત્રિવેદી, લક્ષ્મણનું પાત્રનિભાવનારા સુનીલ લહરી અને હનુમાનનું પત્ર નિભાવનારા દારા સિંહ વગેરેને ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત થઇ હતી.
રામાયણના દરેક પાત્રોએ દર્શકોના મન ઉપર તેની ઊંડી છાપ છોડી છે. આજે પણ લોકોના દિલમાં આ ધારાવાહિક વસેલી છે. રામાયણમાં માતા સુતાનું પાત્ર નિભાવનારી અભિનેત્રી દીપિકા ચીખલીયાએ પણ આ સીરીયલના માધ્યમથી દર્શકોને ભાવ વિભોર કરી દીધા હતા. પરંતુ શું તમને ખબર છે કે, ખરેખર દીપિકા ચીખલીયાને કેવી રીતે માતા સીતાનો રોલ મળ્યો હતો. આવો આજે તમને જણાવીએ કે રામાનંદ સાગરે દીપિકાને રામાયણ માટે કેમ પસંદ કરી હતી.
દીપિકાએ એક ઈન્ટરવ્યુંમાં એ વાતનો ખુલાસો કર્યો હતો કે, કેવી રીતે તેને માતા સીતાનો રોલ મળ્યો હતો. દીપિકાએ જણાવ્યું કે, માતા સીતાનો રોલ મળવો સરળ ન હતો. આમ તો તે નિર્દેશક રામાનંદ સાગરની નજરમાં સીતાજીના પાત્ર માટે હતી. પરંતુ તેમ છતાં પણ તેનો સ્ક્રીન ટેસ્ટ લેવામાં આવ્યો હતો.
ઈન્ટરવ્યુંમાં દીપિકા ચીખલીયા જણાવે છે કે, હું પહેલાથી જ સાગર આર્ટસ સાથે કામ કરી રહી હતી. તે સમયે મારી ઉંમર 18 વર્ષ હતી. રામાયણ માટે સ્ક્રીન ટેસ્ટ થઇ રહ્યો હતો. ત્યારે ઉમરગામ સ્ટુડિયોના માલિક હરી ભાઈએ મને સ્ક્રીન ટેસ્ટ આપવાનું કહ્યું. પરંતુ ત્યારે મેં કહ્યું કે હું પહેલાથી જ સાગર આર્ટસ સાથે કામ કરી રહી છું. તો હું સ્ક્રીન ટેસ્ટ શા માટે આપું.
પોતાના ઈન્ટરવ્યુંમાં દીપિકા ચીખલીયાએ આગળ જણાવ્યુ કે, રામાનંદ સાગરે મને સ્ક્રીન ટેસ્ટ આપવાનું કહ્યું. ત્રણ ચાર સ્ક્રીન ટેસ્ટ આપ્યા પછી મારી પસંદગી થઇ. રામાનંદ સાગરને હંમેશાથી ખબર હતી કે સીતાના પત્રમાં હું ફીટ છું પરંતુ તેમ છતાં પણ તે બધું પરફેક્ટ કરવા માંગતા હતા.
દીપિકાએ ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, આ દિવસોમાં રામાયણની પ્રસિદ્ધિ દરેક જગ્યાએ ગજબની હતી. લોકો રામાયણના મુખ્ય પાત્રોને લઈને તેના મનમાં ઘણું સન્માન કરતા હતા. દીપિકાએ જણાવ્યું કે, લોકો અમને ભગવાન સમજી લેતા હતા. ઘણી વખત લોકો તેના બાળકો બીમાર થાય કે પછી જન્મદિવસ હોય તો અમારા પગમાં લઈને રાખી દેતા હતા.
તેમણે જણાવ્યું હતું કે લોકો વાસ્તવિક જીવનમાં અરુણ ગોવિલ અને તેનામાં સાક્ષાત રામ સીતાની છાપ જોવા લગતા હતા. તે સમજતા હતા કે અમે તેને આશીર્વાદ આપીશું, તો તેમનું જીવન સારું થઇ જશે કે કોઈ પરિવર્તન આવી જશે.
આ કલાકારો સાથે કામ કરવા માગતી હતી દીપિકા : ઈન્ટરવ્યુંમાં જયારે દીપિકાને પૂછવામાં આવ્યું કે તે ક્યા અભિનેતા સાથે કામ કરવાનું પસંદ કરશે? તો તેમણે જવાબમાં કહ્યું હતું કે, સલમાન ખાન, શાહરૂખ ખાન, રણવીર સિંહ, રણબીર કપૂર બધા સાથે કામ કરવા માગીશ.
દીપિકાનો જન્મ 29 એપ્રિલ 1965 ના રોજ મુંબઈમાં થયો હતો. તે રામાયણમાં કામ કરવા સાથે જ ફોલ્મોમાં પણ કામ કરી ચુકી છે. થોડા વર્ષો પહેલા તેમણે ફિલ્મોમાં કમબેક કર્યો હતો. દીપિકાએ હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યા છે. દીપિકાને બે દીકરી જુહી અને નિધિ ટોપીવાલા છે.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com