18.8 C
Amreli
25/01/2021
અજબ ગજબ

રામલલાના મંદિર નિર્માણમાં આવી છે આ મોટી સમસ્યા, IIT એક્સપર્ટ લાગી ગયા તેનો ઉકેલ શોધવામાં

રામ મંદિરને 1000 વર્ષ સુધી ટકાવી રાખવા માટે આવી રહી છે આ સમસ્યા, એક્સપર્ટ શોધી રહ્યા છે તેનો ઉકેલ. રામનગરી અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિના પ્રાંગણમાં રામલલા મંદિરનો પાયો મુકવાના કામનો શુભારંભ થવાનો છે. ફાઉન્ડેશનના ખોદકામનું કામ જાન્યુઆરી 2021 માં શરૂ થવાનું છે, પરંતુ અનેક પડકારો સામે આવી રહ્યા છે.

હકીકતમાં, સરયુ નદીના કાંઠે રામલલાનું જન્મસ્થળ હોવાને કારણે, જમીનની નીચે 100 ફૂટ સુધી કાદવવાળી જમીન મળી રહી છે. આને કારણે પાઈલીંગ એટલે કે થાંભલા મુકવાના કામમાં અડચણ આવી રહી છે. આને પહોંચી વળવા અને મંદિર 1000 વર્ષ સુધી સલામત રહે એટલા માટે દેશભરના આઈઆઈટી નિષ્ણાતોની ટીમ ફાઉન્ડેશનની વધુ સારી રચના તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહી છે.

29 ડિસેમ્બર સુધીમાં ફાઉન્ડેશનની ડિઝાઇન થઈ શકે છે ફાઇનલ : તમને જણાવી દઈએ કે, આઈઆઈટી ચેન્નઈ, મુંબઇ, કાનપુર, દિલ્હી, ગુવાહાટી અને સીબીઆરઆઈ રુડકીના વર્તમાન અને નિવૃત્ત નિષ્ણાતો રિપોર્ટ તૈયાર કરવામાં વ્યસ્ત છે. માનવામાં આવે છે કે 29 ડિસેમ્બર સુધીમાં, દિલ્હીમાં રામ મંદિર નિર્માણ સમિતિની સૂચિત બેઠકમાં પાયાની રચનાને અંતિમ સ્વરૂપ આપી શકે છે.

આ રીતે પાયો બન્યો પડકાર : અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાયો ખોદવામાં વિલંબનો ખુલાસો મહાસચિવ ચંપત રાય દ્વારા પણ કરવામાં આવ્યો હતો. તે કહે છે કે 1200 પિલરનું સૌ પ્રથમ ડ્રોઇંગ હતું, તેની તપાસ કરવામાં આવી હતી, કેટલાક પિલરને જમીનમાં મૂકવામાં આવ્યા હતા. પછી 125 ફુટની ઊંડાઈમાં નાખવામાં આવ્યા હતા અને તેના મજબૂત અને પાકા થવા માટે નક્કી કરેલ સમય (28-30 દિવસ) પછી તેની તપાસ કરવામાં આવી હતી. આ પછી, 700 ટન વજન તેના પર મૂકવામાં આવ્યું હતું.

ભૂકંપના ઝટકા પણ આપવામાં આવ્યા હતા. એન્જિનિયરિંગ મુજબ એ પિલરોએ જેવું વર્તન કરવું જોઈએ, પરીક્ષણમાં એવા પરિણામો મળ્યાં નથી. જેમણે ડ્રોઇંગ બનાવ્યું હતું તેઓ ત્યાં જ અટકી ગયા. તેથી, દેશની જનતા સાથે સામૂહિક ચર્ચા વિચારણાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તેના માટે 15 દિવસ સુધી ચાલી વીડિયો કોન્ફરન્સિંગ : આઈઆઈટી દિલ્હી, ગુવાહાટી, ચેન્નઈ, સુરત, ટાટા કન્સલ્ટન્સી અને લાર્સન એન્ડ ટુબ્રોના એન્જીનીયરો સાથે સંયુક્ત કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જે 15 દિવસ ચાલી હતી. પરીક્ષણનું પરિણામ સારું હોત, 2-4 ટકા આમ તેમ હોત. પરંતુ પરિણામમાં વધુ તફાવત હોવાને કારણે, દરેકના વિચાર લેવાનો નિર્ણય લેવામાં આવ્યો. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ઈચ્છા છે કે રામ મંદિર 1000 વર્ષો સુધી સલામત રહે. આથી જ રામ મંદિરના નિર્માણના પાયાને ખુબ મજબૂત બનાવવું અત્યંત જરૂરી છે. જ્યાં સુધી ભૂગર્ભ માળખું મજબૂત નથી, ત્યાં સુધી તે બધા સંજોગોમાં, બધા હવામાનમાં સુરક્ષિત રહી શકે નહીં.

આ અફવાથી પડદો દૂર થયો : રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, સંતો અને વિશ્વ હિંદુ પરિષદના અધિકારીઓ સાથે અયોધ્યાના કારસેવક પુરમમાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં રામ મંદિર નિર્માણ માટે જન સહયોગની કાર્ય યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રામ મંદિર નિર્માણની પ્રગતિ પણ રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય દ્વારા સંતો સમક્ષ રાખવામાં આવી હતી.

ચંપત રાયે કહ્યું કે, 70 એકર જમીન રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટ પાસે છે અને ટ્રસ્ટ આ સમાચારોનું ખંડન કરે છે કે, 70 એકર જમીન સિવાય બીજી જમીન મેળવવાની વાત થઈ રહી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અથવા સરકાર અયોધ્યાના લોકોની જમીન સંપાદન કરશે નહીં.

આ શૈલીથી બની શકે છે પાયો : મહામંત્રી ચંપત રાયે કહ્યું કે, 17 મીટર નીચે કાદવવાળી રેતાળ જમીન છે. વધુ નીચે ખોદકામ કર્યા પછી પણ માટી મળી રહી નથી. આવી સ્થિતિમાં ફાઉન્ડેશનની ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે. રામ મંદિર માટે પાયો નદી પર ડેમ જે રીતે બનાવામાં આવે છે તે જ પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે. રામ મંદિરને સુરક્ષિત રાખવા માટે, 5 એકર જમીનમાં જમીનની નીચે રીટેનીંગ દિવાલ બનાવામાં આવશે, જેનું કામ પાણીના પ્રવાહને અટકાવવા માટેનું હશે.

મહામંત્રી ચંપક રાયે કહ્યું કે, દિલ્હીમાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો 14 જાન્યુઆરીએ રામ મંદિર નિર્માણ માટે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાન સાથે મુલાકાત કરીને સ્વેચ્છાએ મદદ મેળવશે. આ ઉપરાંત 11 કરોડ પરિવારો પાસેથી રામ મંદિર માટે સ્વૈચ્છિક સ્વયંસેવક કોન્ટ્રીબ્યુશન મેળવશે. બધા શહેરોમાં અલગ અલગ કારની યોજના બનાવામાં આવશે છે. તે પ્રમાણે જ કામ કરવામાં આવશે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

નફો કમાવાની તક 2021 નો પહેલો ipo આવી રહ્યો છે, ફક્ત 26 રૂપિયાનો જ છે એક શેર જાણો બધી જ વિગત

Amreli Live

મોંઘા પાવડર વગર ઝટપટ સાફ થઈ જશે સ્ટીલના વાસણ, એકદમ નવા વાસણ જેવા ચમકશે.

Amreli Live

ગણેશ ચતુર્થી પર આ 4 રાશિઓ માટે બની રહ્યા છે ખાસ યોગ, હોદ્દામાં બઢતીની શક્યતાઓ છે.

Amreli Live

આ 7 ગુણ વ્યક્તિને બનાવે છે પરફેક્ટ, તેનાથી મળે છે જીવનની દરેક ખુશી અને સુખ.

Amreli Live

શું છે ડિપ્રેશન અને તેના લક્ષણ, કેમ આવે છે આત્મહત્યાના વિચાર?

Amreli Live

કયા લોકો સાપના તેલમાં ખાવાનું બનાવે છે? IAS ઇન્ટરવ્યૂમાં જયારે પૂછવામાં આવ્યા ખતરનાક સવાલો તો ધ્રુજી ગયા લોકો.

Amreli Live

ઘણી સંભાળ રાખનાર અને લવિંગ હોય છે આ 5 રાશિની છોકરીઓ, પ્રેમમાં નથી આપતી દગો.

Amreli Live

શનિનું રત્ન નીલમ અમીરને બનાવી શકે છે ભિખારી અને ગરીબને કરોડપતિ, જાણો કોણે પહેરવું જોઈએ નીલમ.

Amreli Live

આટલું આલીશાન જીવન જીવે છે અનિલ અંબાણીનો મોટો દીકરો અનમોલ, ફરે છે મોંઘા પ્રાઇવેટ જેટ્સમાં

Amreli Live

જાણો કયા ભગવાનની કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ, ખોટી પ્રદક્ષિણા કરવા પર હંમેશા થાય અશુભ.

Amreli Live

LIC ની પોલિસી લેવા માટે હવે એજન્ટને મળવાની જરૂર નથી, કંપનીએ શરુ કરી આ નવી ફેસિલિટી.

Amreli Live

મજેદાર જોક્સ : છોટુ પહેલી વખત વિમાનમાં બેસ્યો, જેવું જ વિમાન ઉડવા લાગ્યું, ઍરહોસ્ટેલ આવીને…

Amreli Live

બુધ ગ્રહની બદલાવાની છે ચાલ, આ 4 રાશિઓને મળશે શુભફળ, જાણો કોના માટે આ પરિવર્તન રહેશે અશુભ

Amreli Live

એક સમય એવો હતો કે આ વ્યક્તિ પાસે ખાવાના ય ફાંફા હતા, હવે કરોડોની કંપનીનો છે માલિક.

Amreli Live

માં દુર્ગાના 5 શક્તિશાળી મંત્ર બદલી શકે છે તમારું નસીબ, નવરાત્રીમાં કરો જાપ

Amreli Live

ત્રિધા ચૌધરીએ ‘આશ્રમ’ માં આપ્યા હતા બોલ્ડ સીન, હવે બાથરૂમમાં આ કામ કરીને મચાવી ધમાલ.

Amreli Live

ડરના કારણે રાતોરાત ખાલી થઇ ગયું હતું આ શહેર, ઘણા વર્ષોથી પડ્યું છે નિર્જન.

Amreli Live

તે શું છે જે પુરૂષોનું વધે છે અને મહિલાઓનું નહિ? કોયડા જેવા આ વિચિત્ર IAS ઇન્ટરવ્યૂના સવાલનો જવાબ છે ખતરનાક.

Amreli Live

મોંઘી હશે અમેરિકાની કોરોના રસી, ચૂકવવા પડશે 3700 થી 4500 રૂપિયા સુધી

Amreli Live

ચહેરો દેખાડ્યા વિના જ આ ટીવી કપલે ઉજવ્યો દીકરીનો જન્મદિવસ, ચકિત રહી ગયા લોકો, કરી આવી કમેન્ટ્સ

Amreli Live

જાણો કોણ છે મિર્ઝાપુર 2 માં ગુડ્ડુ પંડિતની પ્રેમિકા ‘શબનમ’, અસલ જીવનમાં દેખાય છે આવી.

Amreli Live