14.4 C
Amreli
25/01/2021
અજબ ગજબ

રાત્રે શૂટિંગ કરતી અને બ્રેકમાં અભ્યાસ કરતી હતી હિના, 20 ની ઉંમરમાં ઘરવાળાને જણાવ્યા વિના આવી હતી મુંબઈ.

20 વર્ષની ઉંમરમાં સ્ટાર બનવાનું સપનું લઈને ઘરવાળાને જણાવ્યા વિના મુંબઈ આવી હતી હિના ખાન. ‘કસોટી ઝીંદગી કી’ અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ જેવી ટીવી સિરિયલનો ભાગ રહી ચુકેલી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ફેન્સ માટે પોતાના કોઈને કોઈ ફોટા અને સ્ટોરી શેયર કરતી રહે છે. એવામાં તેમણે હવે ઇંસ્ટાગ્રામ પર પોતાની સ્ટ્રગલિંગ લાઈફ વિષે જણાવ્યું છે. એક્ટ્રેસે લખ્યું કે, તે ઘરમાં કોઈને કહ્યા વગર જ મુંબઈ આવી ગઈ હતી. ત્યારે તેની ઉંમર ફક્ત 20 વર્ષ હતી. આ ઉંમરમાં જ તેમણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

હિના ખાન હાલના સમયમાં ટીવી ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. હિનાએ પોતાની ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું કે, તેના માતા-પિતા તેને દિલ્લી મોકલવા માટે પણ ગભરાતા હતા. એક્ટ્રેસ લખે છે કે, તે એક રૂઢિવાદી કશ્મીરી પરિવારમાંથી આવે છે. જ્યાં એક્ટ્રેસ બનવું ક્યારેય પણ વિકલ્પ નથી આપવામાં આવતો. તેના માતા-પિતા તેને દિલ્લી ભણવા માટેની પરવાનગી પણ આપતા ન હતા, પણ તેણે જેમતેમ કરીને તેમને રાજી કરી લીધા.

હિના જણાવે છે કે, એક વાર તેમના મિત્રએ એક સિરિયલ માટે ઓડિશન આપવાની વાત કરી હતી. પહેલા તો સાંભળતાની સાથે જ તેમણે ના પાડી દીધી હતી, પણ પછી ઓડિશન આપ્યું અને કાસ્ટિંગ ડાયરેક્ટરે તેને પસંદ કરી. ત્યારબાદ તેમને ફોન આવ્યો કે, તેમને લીડ રોલ માટે પસંદ કરી લેવામાં આવી છે અને ત્યારબાદ તે પોતાના માતા-પિતાને જણાવ્યા વગર મુંબઈ જતી રહી. ત્યારે તે ફક્ત 20 વર્ષની હતી.

હિના ખાને આગળ એ પણ જણાવ્યું હતું કે, પ્રોડક્શન વાળાએ મુંબઈમાં તેમને રહેવાની વ્યવસ્થા કરવામાં મદદ કરી હતી, અને મુંબઈવાળી વાત પોતાના પિતાને કહેવામાં તેમને ઘણો સમય લાગી ગયો હતો. આ કારણે તેમના પિતા થોડા નારાજ હતા. તેમના સંબંધીઓએ તેમના માતા-પિતા સાથેના સંબંધ તોડી નાખ્યા હતા. પણ આ તરફ તેમનો શો લોકપ્રિયતાની ઊંચાઈએ પહોંચવા લાગ્યો હતો, થોડા સમય પછી તેમના પિતાએ તેમને કહ્યું કે, તે આ બધું ત્યારે જ કરી શકે છે, જયારે તે પોતાનું ભણતર પૂરું કરી લે.

હિના કહે છે કે, થોડા સમય પછી તેમના માતા-પિતા મુંબઈ શિફ્ટ થઈ ગયા. તે આખી રાત શૂટિંગ કરતી હતી અને બ્રેકમાં ભણતર પૂરું કરતી હતી. જયારે પરીક્ષા આવતી તો તે દિલ્લી જતી હતી. તેમણે પોતાની માતાને કહ્યું કે, ટેંશન ના લો, પણ તેમના માટે આ સરળ ન હતું. ઘણા વર્ષો સુધી તેમનો શો નંબર 1 રહ્યો અને ધીરે ધીરે તેમને કેમેરા સાથે પ્રેમ થઈ ગયો.

એટલું જ નહિ હિના ખાને ઇંસ્ટાગ્રામ પર પોતાની અને રૉકીની રિલેશનશિપ વિષે પણ લખ્યું અને કહ્યું કે, જયારે તેમણે પોતાના માતા-પિતાને રૉકી વિષે જણાવ્યું તો તે તેમના માટે ઘણું શોકિંગ રહ્યું હતું. કારણ કે તેમના પરિવારમાં દરેકે અરેન્જ મેરેજ કર્યા હતા. પણ એક્ટ્રેસે તેમને સમય આપ્યો અને હવે એવું વાતાવરણ છે કે, તે લોકો હિના કરતા વધારે રૉકીને પ્રેમ કરે છે.

પોતાના કામને લઈને એક્ટ્રેસે કહ્યું કે, તેમણે વર્ષ 2019 માં ટીવી શો કરવાની ના પાડી અને ફિલ્મોમાં કામ કરવાનું રિસ્ક લીધું. આ વર્ષે તેમને ઓટીટી પ્લેટફોર્મ પર કામ કરવાની તક મળી. તેમણે પોતાના માતા-પિતાને જણાવ્યું કે, વેબ સિરીઝમાં એક પ્રેમનો સીન છે, જેના પર તેમણે ત્યારે હા પાડી જયારે માતા-પિતા એ સમજી ગયા કે તે પાત્રની માંગ છે.

હિના ખાને જણાવ્યું કે, તેમને ઇન્ડસ્ટ્રીમાં 11 વર્ષ પુરા થઈ ગયા છે. તેમણે કહ્યું કે, તેમને ક્યારેય આશા ન હતી કે શ્રીનગરમાં ભણવાવાળી નાનકડી છોકરી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે. હિના ખાને આગળ લખ્યું કે, તેમને પોતાના પર ગર્વ છે, તેમના પરિવારમાં કોઈ એક્ટર કે એક્ટ્રેસ નથી બન્યું, અને કોઈને બીજા સમુદાયના વ્યક્તિ સાથે પ્રેમ અને લગ્ન નથી કર્યા. તેમને પોતાની જીવવાની રીત પર ગર્વ છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

પિતાએ પોતાનું ઘર વેચીને દીકરાને બનાવ્યો ડોક્ટર, પણ દર્દીઓની સારવાર દરમિયાન સંક્રમિત થવાથી પુત્રનું થયું મૃત્યુ

Amreli Live

6 પ્રેગ્નેન્ટ મહિલાઓને લઈને મિત્રના લગ્નમાં આવ્યો યુવક, પોતાને ગણાવ્યો દરેક બાળકનો બાપ.

Amreli Live

આ વાંચી ને તમે પણ કહેશો “ગયા જન્મના પુણ્ય ભાઈ… જરૂર ચંદુએ ઉનાળામાં પક્ષીઓને પાણીના બદલે શરબત પાયું હશે”

Amreli Live

મજેદાર જોક્સ : પતિ જજને, મને મારી પત્નીથી છૂટાછેડા જોઈએ છે, તે વાસણ ફેંકીને મારે છે.

Amreli Live

જીઓની બાદશાહીને નોકિયા આપશે ટક્કર, જલ્દી જ ભારતમાં લોન્ચ કરશે 2 શાનદાર 4G ફોન, જાણો તેમાં શું ખાસ હશે.

Amreli Live

આ રાશિના લોકોને શુભ સમાચાર મળી શકે છે, તેમજ વ્‍યાવસાયિક અને આર્થિક લાભના પણ યોગ છે.

Amreli Live

લક્ષ્‍મીજીની કૃપાદૃષ્ટિથી વૃષભ રાશિના લોકોની આવક અને વેપારધંધામાં વૃદ્ઘિ થશે, આકસ્મિક ધનલાભની સંભાવના છે.

Amreli Live

હવે પતિ-પત્ની વચ્ચે નહિ થાય કોઈ લડાઈ, બેડરૂમમાં લગાવો ફેંગશુઈ પતંગિયું.

Amreli Live

કઈ રીતે એકબીજાથી અલગ છે કોરોના વાયરસના RT-PCR, એન્ટિબોડી અને એંટીજન ટેસ્ટ.

Amreli Live

આજે અધૂરા કાર્યોની પૂર્ણતા માટે શુભ દિવસ હોવાનું ગણેશજી કહે છે, ધન લાભ મળે.

Amreli Live

સદીઓ જૂની હોટલમાં આ પેઇન્ટિંગને જોઈને ડરી ગયા હતા સુશાંત, રુદ્રાક્ષની માળા લઈને જપવા લાગ્યા હતા મંત્ર

Amreli Live

DSP દીકરીને જયારે CI પિતાએ કર્યું ‘સૈલ્યુટ’, આ સુંદર ફોટાને સોશિયલ મીડિયામાં ખુબ પસંદ કરવામાં આવ્યો

Amreli Live

સાઇકલ પર 2 હજાર કિલોમીટરની નર્મદા પરિક્રમા માટે નીકળ્યા 12 વૃદ્ધ, જાણો તેમના સાહસ વિષે

Amreli Live

20 નવેમ્બરે ગુરુ કરશે મકર રાશિમાં પ્રવેશ, જાણો કોના આવશે સારા દિવસ.

Amreli Live

મહાદેવની કૃપાથી આ અઠવાડિયે આ રાશિના લોકોના વેપાર ધંધામાં લાભ, નોકરીમાં બઢતી અને આવકના સ્ત્રોતોમાં વધારો થાય.

Amreli Live

એક રિસર્ચમાં કહેવામાં આવ્યું ચોકલેટ ખાવાથી વાયરસની અસર ઓછી થાય છે, તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

Amreli Live

બજરંગબલીના આશીર્વાદથી આર્થિક લાભ અને સામાજિક પ્રતિષ્‍ઠા મળશે, આકસ્મિક ધનલાભનો યોગ છે.

Amreli Live

આજે સૂર્યદેવ 4 રાશિઓ પર રહેશે મહેરબાન, આર્થિક લાભ થવાના યોગ છે, જાહેર જીવનમાં માન પ્રતિષ્‍ઠાની વૃદ્ધિ થાય.

Amreli Live

‘જેઠાલાલ’ ને કારણે ‘બબીતાજી’ ને મળ્યો હતો શો, એક એપિસોડ માટે લે છે આટલી બધી ફી.

Amreli Live

નવી ગાઇડલાઇન સાથે નવરાત્રી, ગરબા, દશેરા જેવા તહેવાર પર સરકારે બદલ્યા આ નિયમો.

Amreli Live

મીન રાશિના લોકોને મહાદેવની કૃપાથી આકસ્મિક ધનલાભનો યોગ છે, જાણો બીજી રાશિઓની સ્થિતિ કેવી રહેશે.

Amreli Live