31.6 C
Amreli
26/11/2020
અજબ ગજબ

રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ માટે લાવી ખુશખબર, તેમને આ ટુ-વ્હિલર ખરીદવા પર આપશે 12 હજારની સબસીડી.

ગુજરાત સરકાર વિદ્યાર્થીઓ માટે એક ખુશખબર લઈને આવી છે. મિત્રો, વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા માટે સરકારે બેટરીથી ચાલતા એટલે કે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર – થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરવા માટે સહાય યોજનાની જાહેરાત કરી છે. અને તે સહાય યોજના અંતર્ગત રાજ્યના ધોરણ 9 થી લઇને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવા પર સરકાર 12 હજાર રૂપિયાની સહાય આપશે. 10,000 વાહનોને આ સહાય આપવાનો લક્ષ્યાંક છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલવાળા વાહનોથી ફેલાતું વાયુ પ્રદૂષણ અટકાવવા માટે ઇલેકટ્રીક ટૂ-વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને 12 હજાર રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી હતી. આ યોજના જાહેર કરવાનો હેતુ ગુજરાતમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર – થ્રી વ્હીલરના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.

આવો તમને જણાવી દઈએ કે, કોણ કોણ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે? તો ગુજરાત રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 12 માં ભણતા તથા કોલેજમાં ભણતા વિદ્યાર્થી તેના માટે અરજી કરી શકે છે. વિદ્યાર્થી દીઠ ફક્ત એક જ અરજી થઈ શકશે.

તેના માટેનું અરજીપત્રક જેડા દ્વારા અધિકૃત ઉત્પાદકોના ડીલર્સ તથા જેડાની વેબસાઈટ geda.gujarat.gov. in પરથી ઉપલબ્ધ થશે. અરજી કરનારે બોનાફાઈડ સર્ટીફિકેટ, (વર્ષ 2020-21) મૂળ અથવા સ્કેન કરેલી નકલ અથવા સ્વ. પ્રમાણિત કરેલ અગાઉના વર્ષની માર્કશીટની નકલ, સ્વ-પ્રમાણિત કરેલ આધારકાર્ડની નકલ, વિદ્યાર્થીનું સક્ષમ અધિકારીએ આપેલ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ/દિવ્યાંગ, ગરીબ, અતિગરીબ, બિન અનામત વર્ગના આર્થિક પછાત સંબંધિત પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ (લાગુ પડતું હોય તો), ડ્રાઈવીંગ લાસન્સની સ્વ.પ્રમાણિત નકલ (ફક્ત બેટરી સંચાલિત હાઈ સ્પીડ વાહનો માટે) આપવાની રહેશે.

ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને ડોક્યુમેન્ટ્સ સાથે આ અરજીપત્રક 31 ડિસેમ્બર 2020 સુધીમાં પસંદ કરેલ ઉત્પાદકોના ડીલર્સ, જેડા કચેરીમાં જમા કરાવવાનું રહેશે. જેડા દ્વારા યોજનાની શરતો મુજબ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં વાહનની ખરીદી કર્યા પછી સબસીડી જમા કરવામાં આવશે.

વાહનોના મોડલ, અધિકૃત ઉત્પાદક, મહત્તમ ભાવ તથા ડીલર્સની માહિતી માટે જેડાની વેબસાઈટ geda.gujarat.gov. in ની મુલાકાત લો. સંપર્ક સૂત્ર – ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (જેડા), ગાંધીનગર, ફોન નંબર 079- 23257251-53.

આ યોજનાનો લાભ લેવા માટેના પ્રાથમિકતાના ધોરણોની વાત કરીએ તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલાઓ, આગળના વર્ષમાં મેળવેલ પરીક્ષાનું ગુણાંક, દિવ્યાંગ, સામાજીક આર્થિક મોજણી અંતર્ગત જાહેર કરેલા ગરીબ, અતિગરીબ તથા બિન અનામત વર્ગના આર્થિક પછાત વિદ્યાર્થીઓ અનુસાર પ્રાથમિકતા મળશે.


Source: gujaratilekh.com

Related posts

સંક્રમણથી સુરક્ષિત રાખશે ‘રક્ષક વેન્ટિલેટર’, જાણો ખાસિયતો

Amreli Live

એક વ્યક્તિએ બનાવી દીધા 1 લાખ પાણી વગરના શૌચાલય, મફતમાં આપે છે ખાતર.

Amreli Live

પત્ની સાથે પિતાના અનૈતિક સંબંધો જોઈને પુત્રએ કરાવ્યું મુંડન, તર્પણ કરીને જે કર્યું તે…

Amreli Live

ફેસબુકવાળી છોકરીના ચક્કરમાં એવો ફસાયો પતિ કે 32 લાખ રૂપિયા ગુમાવવા સાથે કરવી પડી…

Amreli Live

દિવાળી પહેલા ઘરે લઇ આવો 45 હજારથી પણ ઓછી કિંમતમાં આ બાઈક, આપે છે 90kmph માઈલેજ.

Amreli Live

કમળો, દમ-અસ્થમા અને એલર્જીક શરદીમાં કામ આવતી સંજીવની એટલે કુકડવેલ, જાણો તેના ફાયદા.

Amreli Live

શ્રાવણમાં ભગવાન શિવને જળ ચડાવવા સાથે જોડાયેલી છે આ બે કથાઓ, થઈ જશે દરેક મનોકામના પુરી.

Amreli Live

પોતાની કારને થોડા થોડા દિવસે મેન્ટેનન્સ માટે મોકલો છો, તો આ ટિપ્સ અનુસાર કાર રહેશે ફિટ.

Amreli Live

ધનની પ્રાપ્તિ માટે શ્રી કૃષ્ણના આઠ ચમત્કારી મંત્ર

Amreli Live

મુખ્યમંત્રીએ કરી આ મોટી જાહેરાત, રાજ્ય સરકાર દ્વારા 5 લાખ કર્મચારીને મળશે આ દિવાળી ભેટ.

Amreli Live

જો તમે પણ હોમલોન વિશે વિચારી રહ્યા છો, તો આ જાણકારી ફક્ત અને ફક્ત તમારા માટે જ છે.

Amreli Live

વૃશ્ચિક રાશિના લોકોને શનિદેવની કૃપાથી આજે આવક અને વેપારમાં વૃદ્ઘિ થવાના યોગ છે, પણ આ રાશિવાળાએ સાવચેત રહેવું.

Amreli Live

સૂર્ય દેવે બદલી પોતાની રાશિ, આ 5 રાશિ વાળાને થશે ઘણો ફાયદો.

Amreli Live

સોશિયલ મીડિયા પર પગના ફોટા મૂકીને મહિને લાખો રૂપિયા કમાય છે આ મોડલ.

Amreli Live

ધૂતરાષ્ટ્ર આંધણા હોવા પાછળનું આ કારણ જાણીને તમે પણ કહેશો દરેક પાપના ફળ ભોગવવા જ પડે છે.

Amreli Live

કોરિન્ટાઇનમાં પણ વારંવાર આ યુવક પોતાની ગર્લફ્રેંડને મળવા માટે કરતો મોટું પરાક્રમ

Amreli Live

ક્લચ, ગિયર અને બ્રેક પણ તમારી કારની ઉંમર ઓછી કરી શકે છે, ડ્રાયવિંગ દરમિયાન ક્યારેય ન કરો આ 10 ભૂલો

Amreli Live

મોદી ફરીથી આવી શકે છે ગુજરાત, જાણો ક્યારે આવશે અને કયું કામ કરવા આવવાના છે

Amreli Live

માં લક્ષ્મીનો ફોટો શેયર કરીને હોલીવુડ એક્ટ્રેસ સલમા હાયેકએ એવું તે શું લખ્યું કે…

Amreli Live

વિઘ્નહર્તા ગણેશની કૃપાથી આ 4 રાશિવાળાને મળશે ભાગ્યનો સાથ, ધન અને પ્રગતિ મળવાના છે સંકેત.

Amreli Live

હિસારમાં શરુ થશે ગધેડીના દૂધની પહેલી ડેરી, 1 લીટરની કિંમત સાંભળીને ચોક્કી જશો.

Amreli Live