27 C
Amreli
22/09/2020
bhaskar-news

રાજ્યમાં 256 નવા કેસ, 6 મોત, 256માંથી 182 કેસ અને 6માંથી 3 મોત અમદાવાદમાં થયાગુજરાતમાં શનિવારે 256 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે અને આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો કુલ 3071 પર પહોંચ્યો છે. આ સાથે 6 લોકોના મૃત્યુ નોંધાતા ગુજરાતમાં કુલ મૃતકાંક 133 થયો છે. સારા સમાચાર જોઇએ તો 17 લોકો સાજા થતા કુલ 282 લોકોએ કોરોના સામે જંગ જીતી લીધો છે.પરંતુ હાલ ગુજરાત અને તેમાં પણ અમદાવાદમાં કેસ બમણા થવાનો દર ખૂબ ઊંચો છે. અમદાવાદમાં હાલ જ્યાં દર ચાર દિવસે કેસ બમણા થઈ જાય છે ત્યારે ગુજરાતમાં આ સરેરાશ છ દિવસની છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે હજુ કોરોના સામે જંગ બે મહિના લડવા માટે તૈયાર રહેવું પડશે. તેમજ તેમણે કહ્યું કે ગુજરાતમાં સરકારના અને કોરોના વોરિયર્સના અથાગ પ્રયત્નોને કારણે આપણે તેના પર અમુક અંશે કાબૂ મેળવી શક્યા છીએ. હજુ આપણે સોશિયલ ડિસ્ટન્સ અને સ્વચ્છતાની બાબતોને તથા આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવાની બાબતમાં સખત ધ્યાન આપવાની આવશ્યકતા છે. આ બાબતે સહેજ પણ બેફિકરાઇ ચાલી શકે તેમ નથી, અને લોકોની બેજવાબદારી પણ માનવજાત સામે મોટા જોખમ ઊભા કરી શકે તેમ રવિએ જણાવ્યું હતું.

  • હાલ કુલ 30 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 36,730 લોકો ક્વોરન્ટીન અવસ્થામાં છે. કુલ 2,656 દર્દીઓ પૈકી 2,626 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.
  • કોરોના સામે લડાઇ હજુ બે મહિના ચાલશે, જેટલું જાળવીશું તેટલું ઓછું નુકસાન
  • ગુજરાતમાં કેસ દર 6 દિવસે ડબલ થઈ રહ્યા છે, અમદાવાદમાં ચાર દિવસે
  • કેસ ડબલ થવાનો દર ઘટાડી કોરોના સામે લડાઇ જીતવી પડશે
  • શનિવારે 256 નવા કેસો સાથે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો કુલ 3000ને પાર, વધુ 6ના મોત
  • ગુજરાત અને અમદાવાદમાં ટેસ્ટની સંખ્યા વસ્તીની તુલનાએ ઘણી સારી

કવોરંટાઇન કરાયેલા 91,341 વ્યકિતઓએ આયુર્વેદ – હોમીયોપેથી ઉપચાર પદ્ધતિ અપનાવી
ગુજરાતમાં ક્વોરન્ટીન થયેલા 91,341 લોકોએ સરકાર દ્વારા પ્રાપ્ત કરાવાયેલી આયુર્વેદિક અને હોમિયોપથી દવાનું સેવન કરી રોગપ્રતિકારક શક્તિ મેળવી હતી. આ પૈકી માત્ર 15 વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા, જે તમામ 15 વ્યકિતઓએ ત્રણ દિવસથી પણ ઓછો સમય આ દવાઓનું સેવન કર્યું હતું. તે સિવાય રાજ્યના દોઢ કરોડ લોકોએ આ દવાનો લાભ લીધો છે.

24 કલાક દરમ્યાન રાજ્યમાં 3028, 3280 રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કરાયા
ગુજરાતમાં સરકારી અને ખાનગી લેબોરેટરીઓ સહિત કૂલ -21 લેબોરેટરી કાર્યરત છે. શુક્રવાર સાંજે પૂરા થતાં 24 કલાક દરમિયાન ગુજરાતમાં કુલ 3028 ટેસ્ટ કરવામાં આવ્યા હતા તથા 3280 રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવ્યા છે. આરોગ્ય સચિવે સ્વીકાર્યું કે શુક્રવારે ટેસ્ટની ગણતરીમાં કરાયેલી ભૂલને કારણે સરકારની જાહેરાતમાં આંકડા ઓછા નોંધાયા હતા. અત્યાર સુધીમાં કુલ 48,315 ટેસ્ટ કરાયા છે.

ગુજરાતની ટેસ્ટ કરવાની ઝડપ સારી
ટેસ્ટ પર મિલિયન એટલે કે પ્રતિ 10 લાખ નાગરિકોએ અમદાવાદ મહાનગરપલિકા વિસ્તારમાં સરેરાશ 2701 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજયની સરેરાશ જોઇએ તો પ્રતિ 10 લાખે ગુજરાતમાં 721 ટેસ્ટ થયા છે. ભારતની આ સરેરાશ 392 ટેસ્ટની છે. અમદાવાદની આ સરેરાશ કોઈ પણ રાજ્ય કરતાં વધુ છે.

DGPએ રમઝાન પર અપીલ કરી

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે પત્રકાર પરિષદમાં ફરી એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે અગાઉથી અપીલ કરીએ છીએ તેમ આજે શરૂ થયેલા રમઝાન માસમાં ધાર્મિક સ્થળે લોકો એકઠા ન થાય. ધાર્મિક સ્થળે લોકોના ટોળો દેખાશે તો દ્રોન સર્વેલન્સને આધારે કાર્યવાહી કરીશું.
દુકાનો ખોલવા સરકારના નિર્દેશને આધારે છૂટછાટ
આવતીકાલથી ઘરની બહાર નીકળતા પહેલા સાવધાન. ટુ વ્હીલર પર એક જ વ્યક્તિ અવરજવર કરી શકશે. ટુ વ્હીલર પર એકથી વધુ વ્યક્તિ મુસાફરી કરશે તો કાર્યવાહી કરાશે. ફોર વ્હીલર વાહનોની અંદર બે કરતા વધુ વ્યક્તિ પરીવહન કરી નહીં શકે. નિયમનો ભંગ થયો તો પોલીસ કાર્યવાહી કરશે. દુકાનો ખોલવા મુદ્દે DGP શિવાનંદ ઝાએ કહ્યું હતું કે, સરકારના નિર્દેશના આધારે છૂટછાટ અપાઇ રહી છે. ધાર્મિક સ્થળો પર લોકો એકઠા નહીં થાય, ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. લોકડાઉન ચુસ્ત અમલ કરાશે. ફોર વ્હીલરમાં બે અને ટુ વ્હીલરમાં એક વ્યક્તિએ જ મુસાફરી કરી શકશે. બિનજરૂરી બહાર નીકળતા લોકોના વાહનો જપ્ત કરાશે. રમઝાન માસમાં ધાર્મિક સ્થાનો પર ભેગા નહીં થવા સૂચના. રાજ્ય સરકારે દુકાનો શરૂ કરવા આપેલ મંજૂરી અંગે લોકો ભેગા નહીં થાય તેનું પોલીસ ધ્યાન રાખશે.

આવતીકાલથી મોલ કોમ્પલેક્સ સિવાયની દુકાનો ખોલવા સરકારનો નિર્ણય

મુખ્યમંત્રીએ રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલે રવિવાર તા. ર૬ એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે એવું મુખ્યમંત્રીના અગ્ર સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું. ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીએ રાજ્યમાં આ નિર્ણયની જાહેરાત કરી છે. ધંધો વ્યવસાય કરવા માટેની છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે. તદ્દઅનુસાર, જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે. દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે. માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે. જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે ગુજરાત માં IT તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ 50 ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે

રાજ્યના 30 જિલ્લામાં કોરોનાનો ચેપ ફેલાયો

ગુજરાતમાં કોરોનાનો ચેપ પોતાનો વ્યાપ વધારી રહ્યો છે. કોરોના રાજ્યના 33 જિલ્લામાંથી 30 જિલ્લા સુધી પહોંચી ગયો છે. રાજ્યના ત્રણ જિલ્લા અમરેલી, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. કોરોના અંગે અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યના 30 જિલ્લામાં કોરોનાનો ચેપ ફેલાયો છે. હજુ ત્રણ જિલ્લા સુધી આ ચેપ પહોંચ્યો નથી. સંક્રમણ ધીમું કેવી રીતે પડે તે જરૂરી છે. સંક્રમણ ધીમું પડે તે માટે તંત્ર એલર્ટ છે. આ લડત હજુ બે મહિના ચાલશે. લોકોએ ખૂબ સહયોગ આપ્યો છે. ગંભીર બીમારી ધરાવતા લોકોએ સાચવવાની જરૂર છે. ખોટી અફવા ફેલાવવાની જરૂર નથી અને ગભરાવવાની જરૂર નથી. દરેક વ્યક્તિ સહકાર આપશે તો જંગ ઝડપથી જીતી શકીશું.
કેન્દ્રના પરિપત્રથીવેપારીઓમાં અસમંજસ, દુકાન ખોલવી કે બંધ રાખવી તેને લઇને મૂંઝવણ
ગૃહમંત્રાલયની મોડી રાત્રે આવેલી ગાઈડલાઈનના કારણે રાજ્યભરના દુકાનદારો અને શોરૂમના માલિકોમાં અસમંજસ જોવા મળી રહ્યો છે. દુકાનદારો દુકાન ખોલવી કે બંધ રાખવી તેને લઇને મૂંઝવણ અનુભવી રહ્યાં છે. કોર્પોરેશનની હદમાં અને મ્યૂનિસિપાલ્ટીની હદમાં આવેલા તમામ દુકાનદારો મૂંઝવણમાં છે. બીજી બાજુ પોલીસને પણ હજુ પૂરતી માહિતી ન હોવાથી બહાર નીકળતા દુકાનદારોને પોલીસ રોકી રહી છે. રાજકોટ ચેમ્બર ઓફ કોર્મર્સના પ્રમુખે જણાવ્યું છેકે, આજે 11 વાગ્યે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળશે. સરકાર જે નિર્ણય જારી કરશે તેને માન્ય રાખીને રાજકોટમાં વેપાર ઉદ્યોગ શરૂ કરવામાં આવશે.

રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 2817, મૃત્યુઆંક 127 અને 265 દર્દી સાજા થયા

રાજ્યમાં શુક્રવારે 191 નવા પોઝિટિવ કેસ નોઁધાયા હતા આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2817 થઇ હતી જ્યારે વધુ 15 દર્દીના મોત થતા કુલ મૃત્યુઆંક 127એ પહોંચ્યો છે. શુક્રવારે વધુ 7 દર્દીઓ સાજા થઈ ઘરે ગયા અને આમ કુલ 265 લોકોએ કોરોના સામે જંગ જીતી લીધો છે. હજુ બુધવારે જ દિવ્ય ભાસ્કરે ગુજરાત સરકારના કોરોના પોઝિટિવ કેસ ઘટાડવા માટે ટેસ્ટની સંખ્યા ઘટાડવાના નકારાત્મક પ્લાન અંગે સમાચાર છપાયા બાદ આખો દિવસ ગુજરાત સરકાર ખુલાસા કરતી રહી કે ટેસ્ટની સંખ્યા ઘટશે નહીં પરંતુ તે કુલ ક્ષમતા અનુસાર 3000ની રહેશે પરંતુ શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 1500થી પણ ઓછા ટેસ્ટ થયા હતા.

છેલ્લા 24 કલાકમાં 15 મોત
શુક્રવારે સાંજની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં રાજયમાં માત્ર 1,438 ટેસ્ટ થયા હોવાનું સરકારના આંકડાઓ પર જણાય છે. ગુરુવારે સાંજની સ્થિતિએ રાજયમાં કુલ 42,384 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જે સંખ્યા શુક્રવારે 43,822ની જાહેર કરાઇ હતી. એટલે 43,822 માંથી 42,384 બાદ કરતાં 1438 ટેસ્ટ થયા હોવાનું સત્તાવાર ચિત્ર સામે આવ્યું છે. આ સાથે ગુજરાતમાં અમદાવાદના 14 અને સૂરતના 1 મળીને કુલ 15 લોકો મૃત્યુ પામ્યા છે અને આ સાથે ગુજરાતમાં કુલ 127 લોકો કોરોનાના ભોગ બન્યા છે. જ્યારે 29 લોકો વેન્ટિલેટર પર છે. શુક્રવારે વધુ 7 દર્દીઓ સાજા થઈ ઘરે ગયા અને આમ કુલ 265 લોકોએ કોરોના સામે જંગ જીતી લીધો છે.

પ્રસૂતાનો પણ કોવિડ ટેસ્ટ કરવામાં આવશે
રાજ્યમાં કલસ્ટર કન્ટેનમેન્ટ વિસ્તારોમાં તેમજ શ્રમિકો માટે ચલાવવામાં આવતા લેબર કેમ્પમાં રહેતી સગર્ભા બહેનો તથા હોટસ્પોટ જિલ્લાઓના કેન્દ્રોમાંથી ખસેડવામાં આવેલી આવી બહેનો જેમને પ્રસવ પીડા હોય કે આગામી પાંચ દિવસોમાં પ્રસુતિ થવાની હોય તેવી મહિલા બિમારીના કોઇ લક્ષણો ધરાવતી ન હોય તો પણ પ્રસુતા આરોગ્ય સંભાળની તકેદારી રુપે તેમના કોવિડ-19 તપાસણી ટેસ્ટ કરવામાં આવે. તેમણે ઉમેર્યુ કે, આવા ટેસ્ટ ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ ICMRની ગાઇડલાઇન્સ મુજબ કરવામાં આવશે.

કુલ દર્દી 3071, 133ના મોત અને 282 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 2003 86 115
વડોદરા 230 12 56
સુરત 496 15 16
રાજકોટ 41 00 14
ભાવનગર 40 05 18
આણંદ 41 03 14
ભરૂચ 29 02 10
ગાંધીનગર 23 02 12
પાટણ 16 01 11
નર્મદા 12 00 00
પંચમહાલ 17 02 00
બનાસકાંઠા 27 00 01
છોટાઉદેપુર 13 00 03
કચ્છ 06 01 01
મહેસાણા 07 00 02
બોટાદ 12 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 04 00 01
ખેડા 05 00 01
ગીર-સોમનાથ 03 00 02
જામનગર 01 01 00
મોરબી 01 00 00
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 10 00 00
અરવલ્લી 18 01 00
તાપી 01 00 00
વલસાડ 05 01 00
નવસારી 02 00 00
ડાંગ 01 00 00
સુરેન્દ્રનગર 01 00 00
કુલ 3071 133 282

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat LIVE 80 % corona positive cases found in three city


Corona Gujarat LIVE 80 % corona positive cases found in three city


Corona Gujarat LIVE 80 % corona positive cases found in three city


Corona Gujarat LIVE 80 % corona positive cases found in three city


Corona Gujarat LIVE 80 % corona positive cases found in three city


Corona Gujarat LIVE 80 % corona positive cases found in three city

Related posts

સુપ્રીમ કોર્ટમાં આજે 11 વાગે સુનાવણી, રિવ્યૂ પિટીશનમાં રથયાત્રાની પદ્ધતિ બદલવાની અપીલ કરાઈ

Amreli Live

19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 8 નવેમ્બરે ફાઇનલ; IPLના ચેરમેન બ્રિજેશ પટેલે જાહેરાત કરી

Amreli Live

મણિનગરની એલ.જી હોસ્પિટલના વધુ 4 ડોક્ટર અને એક નર્સને કોરોના ટેસ્ટ પોઝિટિવ

Amreli Live

બહેરામપુરાના મહિલા કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, SVP હોસ્પિટલમાં ખસેડાયા

Amreli Live

વિશ્વમાં કુલ મૃત્યુઆંક 51,000ને પાર ,કુલ સંક્રમિતોની સંખ્યા 10 લાખની નજીક, સ્પેનમાં 709 લોકોએ જીવ ગુમાવ્યો, જર્મનીમાં મૃત્યુઆંક 10 હજાર થયો

Amreli Live

અત્યાર સુધીમાં 15,724 કેસઃ શનિવારે સૌથી વધુ 1370 નવા કેસ નોંધાયા, 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 423 લોકો સાજા થયા

Amreli Live

શહેરમાં આજે કુલ નવા 77 કેસ નોંધાયા, પોઝિટિવ કેસનો આંકડો 622 એ પહોંચ્યો, મૃત્યુઆંક 22 થયો

Amreli Live

પાકિસ્તાને સંક્રમણનો ખતરો જણાવી હાફિઝ સહિત ઘણા આતંકીઓને મુક્ત કર્યા, હવે તેઓ ભારત વિરુદ્ધ ષડયંત્રમાં જોડાયા

Amreli Live

30 એપ્રિલ સુધી લૉકડાઉન માટે બધા રાજી, મોદી બેઠકમાં બોલ્યા – હવે અમારી નીતિ છે ‘જાન ભી, જહાન ભી…’

Amreli Live

5.85 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 18256 દર્દી વધ્યા અને 12 હજારથી વધુ સાજા થયા, ગોવામાં ભાજપ ધારાસભ્ય કોરોના પોઝિટિવ

Amreli Live

કોરોનાના શંકાસ્પદ દર્દીનું ઓક્સિજનનું પ્રમાણ ખુબ ઓછું, પણ મજબૂત મનોબળથી માત્ર પાંચ દિવસમાં સાજા થઈ ગયા

Amreli Live

કેન્દ્રએ ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં, 19 ઓરેન્જ અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં રાખ્યા,, ત્રીજી મે પછી રેડ સિવાયના ઝોનમાં છૂટછાટ મળી શકે

Amreli Live

રાજ્યમાં 78 નવા કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 1099, અમદાવાદમાં 3 અને વડોદરામાં એક દર્દીના મોત સાથે મૃત્યુ આંક 42

Amreli Live

રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના 1100થી વધુ નવા કેસ-24ના મોત, કુલ કેસ 59 હજારને પાર-મૃત્યુઆંક 2,396

Amreli Live

64 હજાર 729ના મોત,ઈટાલીની હોસ્પિટલમાં ક્રિટિકલ દર્દીઓની સંખ્યા ઓછી, શનિવારે અહીં 681 લોકોએ જીવ ગુમાવ્યો

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 10 હજાર 293 કેસ વધ્યા; મહારાષ્ટ્રમાં 82 હજારથી વધુ દર્દી, સરકાર રેમડેસિવીર દવા ખરીદશે; દેશમાં 2.46 લાખ કેસ

Amreli Live

1,90,965 કેસઃભાજપ અધ્યક્ષ મનોજ તિવારી કસ્ટડીમાં, રાજધાનીની સરહદ સીલ કરવાના વિરોધમાં દેખાવ કરી રહ્યા હતા

Amreli Live

દર્દી વેન્ટીલેટર પર છે એટલે અતિગંભીર હાલતમાં જ છે તેવું નથી, જાણો 5 તબક્કામાં ક્યારે અને કેવી રીતે ઓક્સિજન અપાય છે

Amreli Live

CBI તપાસ માટે સુબ્રમણ્યમ સ્વામીએ PM મોદીને પત્ર લખ્યો, બોલિવૂડનાં મોટાં માથાંનું દુબઈના ડોન સાથે કનેક્શન હોવાનો દાવો

Amreli Live

જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ સહિત આજે પણ રાજ્યના 40 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ 1 ઈંચ માળીયામાં

Amreli Live

111 દિવસ બાદ આજે પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાનું મંદિર ખુલ્યુ, 10 વર્ષથી ઓછી અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રવેશ નહીં મળે

Amreli Live