30.5 C
Amreli
19/09/2020
કલેક્ટર ઓફિસ

રાજ્યમાં 25મી જૂનથી કોલેજોમાં પરીક્ષા શરૂ કરવાના સરકારના નિર્ણયનો થઈ શકે વિરોધ

અમદાવાદઃ રાજ્ય સરકારે હાલમાં જ નિર્ણય લેતા કોલેજ લેવલની પરીક્ષાઓ 25મી જૂન બાદથી શરૂ કરવાની જાહેરાત કરી હતી. જોકે સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને ફેકલ્ટી મેમ્બર્સ નારાજ હોવાનું જણાઈ રહ્યું છે. નિર્ણય લેતા પહેલા સરકારે તેમના સૂચનો પર ધ્યાન ન આપ્યું હોવાનું માનીને જુદા-જુદા ગ્રુપો આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન કરવાનું વિચારી રહ્યા છે. જ્યારે ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU)એ પહેલાથી જ પોતાની સાથે જોડાયેલી કોલેજોમાં 25મી જૂનથી પરીક્ષા શરૂ થવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે અન્ય યુનિવર્સિટીઓએ હજુ તારીખ જાહેર કરી નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

સૂત્રોએ જણાવ્યું કે, કેટલાક પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓએ કોલેજની પરીક્ષામાં તેમની સેફ્ટી મામલે સોશિયલ મીડિયા પર ચિંતા વ્યક્ત કરી હતી. રાજ્ય સરકારના આદેશમાં અંડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ અને PGના બીજા અને ચોથા સેમિસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે 25મી જૂનથી શરૂ થવાની વાત કરાઈ છે.

આ મુદ્દે 350થી વધારે કોલેજો સાથે સંકળાયેલી ગુજરાત યુનિવર્સિટીએ હજુ સુધી મૌન સાધ્યું છે. યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું કે, પરીક્ષાની તારીખો જાહેર કરવા માટે યુનિવર્સિટી લેવલ પર કોઈ ગંભીર ચર્ચા કરવામાં આવી નથી.

ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી એન્ડ કોલેજ ટીચર્ચ ઓર્ગેનાઈઝેશને માગણી કરી છે કે, સરકારે પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરવો જોઈએ. કોવિડ-19ની મહામારીથી માર્ચના છેલ્લા અઠવાડિયાથી કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ થતા વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરે પાછા જતા રહ્યા હતા, એવામાં પરીક્ષા લેવા પર રાજ્યભરના જુદા જુદા શહેરોમાંથી તેમને ફરી અમદાવાદ આવવું પડશે.’

ઓર્ગેનાઈઝેશનના સભ્યએ કહ્યું, ‘જો હવે પરીક્ષાનું આયોજન થાય છે તો ગુજરાતના જુદા જુદા ભાગમાંથી વિદ્યાર્થીઓ આવશે. અમદાવાદ જેવા શહેર જ્યાં કોરોનાનું રિસ્ક સૌથી વધારે છે, ત્યાં વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી કોણ લેશે?’

યુનિવર્સિટી લિમિટેડ સ્ટાફ મેમ્બર્સ સાથે કાર્યરત છે એવામાં હોસ્ટલ ફેસિલિટી પણ ફરીથી શરૂ કરવી પડી શકે છે. નવરંગપુરામાં આવેલી સમરસ હોસ્ટેલને કોવિડ કેર ફેસિલિટીમાં ફેરવાઈ છે, એવામાં પરીક્ષા આપવા માટે હોસ્ટેલમાં પાછા રહેવા આવતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે NSUIએ સરકાર સમક્ષ સ્પષ્ટતાની માગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ દેશભરની યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓની પરીક્ષા સબંધિત અને અન્ય એકેડમિક એક્ટિવિટી મામલે આવતી મુશ્કેલીઓ સોલ્વ કરવા એક સેલનું સેટઅપ કરવાનો આદેશ આપ્યો હતો.

બીજા વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના વાલીએ પૂછ્યું, UGCએ પોતાની ગાઈડલાઈનમાં ઉલ્લેખ કર્યો છે કે જે રાજ્યોમાં કોવિડ-19ની સ્થિતિ સામાન્ય હોય ત્યાં પરીક્ષા જુલાઈમાં યોજાવી જોઈએ. આ સમયે જ્યારે સ્થિતિ હજુ નોર્મલ નથી થઈ, શા માટે રાજ્ય સરકારે જૂનના છેલ્લા અઠવાડિયામાં પરીક્ષા લેવા માટે આટલી ઉતાવળી છે?

આ પણ જુઓઃ દિલ્હીઃ ખેડૂતે પોતાને ત્યાં કામ કરતા 10 શ્રમિકોને પોતાના ખર્ચે ફ્લાઈટથી વતન મોકલ્યા


Source: iamgujarat.com

Related posts

કોરોનાની સારવારનો દાવો, બાબા રામદેવ લાવ્યા આયુર્વેદિક Coronil ગોળી

Amreli Live

કોરોનાને હરાવીને ઠીક થઈ દીપિકાની મમ્મી-દાદી, કહ્યું ‘વીડિયોના કારણે ફટાફટ મળી મદદ’

Amreli Live

31 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ભારતમાં નવા નોંધાયેલા 15,000 કરતા વધુ કેસ સાથે કુલ આંકડો 4 લાખને પાર, રિકવરી રેટ 55.4%

Amreli Live

અમદાવાદ: માએ ચોથી દીકરીને જન્મ આપતાં 15 વર્ષની છોકરીએ જીવન ટૂંકાવ્યું

Amreli Live

યુઝવેન્દ્ર ચહલે રજૂ કર્યું સુશાંત સિંહ રાજપૂતનું દર્દ, શેર કરી હચમચાવી દેનારી તસવીર

Amreli Live

ગુજરાતમાં 124 દિવસમાં નોંધાયા કોરોનાના 50 હજારથી વધુ કેસ, દેશમાં સાતમા ક્રમે

Amreli Live

19 જુલાઈ જન્મદિવસ રાશિફળ: આ યંત્રની પૂજા કરવાથી જીવનમાં આવશે સુખ-શાંતિ

Amreli Live

બાળકીએ પોતાના પપ્પા માટે સોનુ સૂદ પાસે માગી મદદ, એક્ટર માટે આ ડિમાન્ડ પૂરી કરવી મુશ્કેલ

Amreli Live

રાજ્ય સરકારનો HCમાં જવાબ: કોરોનાના ગંભીર કેસો ઘટતા બેડ ભરાઈનું પ્રમાણ ઘટ્યું

Amreli Live

ગુજરાતઃ 24 કલાકમાં 412 નવા કેસ અને 27 મોત, કુલ 16,356 પોઝિટિવ દર્દીઓ

Amreli Live

મલાઈકાના કપડા જોઈ ફેન્સ બોલ્યા ‘ઉતાવળમાં અર્જૂનનો શર્ટ પહેરી આવી’

Amreli Live

અમદાવાદ: જૂનમાં કોરોનાનું જોર ઘટ્યું, કેસ અને મૃત્યુઆંક આટલો ઘટાડો

Amreli Live

શું ગુપ્તચર તંત્રની નિષ્ફળતા છે? લદાખ તણાવ અંગે સોનિયા ગાંધીના સરકારને સવાલો

Amreli Live

આઈફોન બનાવનાર કરોડપતિ વ્યક્તિએ આ કારણે પોતાને જણાવ્યો હતો નપુંશક.

Amreli Live

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 750 વિકેટ લેનારા દિગ્ગજ રાજિન્દર ગોયલનું નિધન

Amreli Live

પાકિસ્તાને આતંકી હાફિઝ સઈદના બેંક એકાઉન્ટ્સ ફરીથી શરૂ કર્યા

Amreli Live

એડમ ગિલક્રિસ્ટે આ ભારતીય નર્સનો માન્યો આભાર, રાતોરાત બની ગઈ સ્ટાર

Amreli Live

અમદાવાદમાં કોરોનાનો હાહાકાર: માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 100ને પાર

Amreli Live

સપ્ટેમ્બર સુધીમાં ફી ભરવાની સરકારની જાહેરાતથી વાલીઓ નાખુશ!, રાહતની આશા ઠગારી નીવડી

Amreli Live

બિગ બી અને અભિષેક બાદ ઐશ્વર્યા અને આરાધ્યા બચ્ચન પણ કોરોના પોઝિટિવ

Amreli Live