26.2 C
Amreli
20/09/2020
bhaskar-news

રાજ્યમાં 24 કલાકમાં 367 નવા કેસ, 10ના મોત, કુલ દર્દી 1743, મૃત્યુઆંક 63 અને 105 સાજા થયારાજ્યમાં ગઈકાલ રાત બાદથીસવાર સુધીમાં કોરોનાના વધુ 228 કેસ સામે આવ્યા હતાઅને 5 લોકોના મોત થયા હતા.આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1604 દર્દીઓ નોંધાયા હતા. તેમજ મૃત્યુઆંક 58 થયો હતો. પરંતુ સવારના 10 વાગ્યા બાદ વધુ 139 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ પાંચના મોત થયા છે. આ સાથે જ 24 કલાકમાં 367 નવા દર્દી સામે આવ્યા છે અને 10 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ દર્દી 1743 અને મૃત્યુઆંક 63 થયો છે. જ્યારે 105 લોકો સાજા થયા છે.

આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, 10 વાગ્યા બાદ સાંજના પાંચ વાગ્યા સુધીમાં અમદાવાદમાં 99, સુરતમાં 22, વડોદરામાં 14 અને રાજકોટ, ભરૂચ, દાહોદ તથા નર્મદામાં એક-એક પોઝિટિવ કેસ મળીને કુલ 139 કેસ નોંધાયા છે. જ્યારે 5ના મોત થયા છે અને 11 લોકો સાજા થતા તેમને રજાઆપવામાં આવી છે. કુલ 1743 દર્દીમાંથી 14 વેન્ટીલેટર પર છે જ્યારે 1632ની હાલત સ્થિર છે અને 105 સાજા થયા અને 63ના મોત થઈ ગયા છે.છેલ્લા 24 કલાકમાં 3002 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 367ના રિપોર્ટ પોઝિટિવ અને 2635ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 29104ના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1743ના રિપોર્ટ પોઝિટિવ અને 27361ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

રાજ્યમાં 19 એપ્રિલનીસવારથી લઈ અત્યાર સુધી બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

પોલીસ હાલ સોસાયટીના સીસીટીવી ચેક કરી રહી છેઃ પોલીસ વડા

ઝાએ વધુમાં કહ્યું કે,પોલીસ હાલ સોસાયટીના સીસીટીવી ચેક કરી રહી છે. સીસીટીવીના આધારે 104 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ગાંધીનગર પરત ફરતા એક જમાતીએ લોકડાઉનનો ભંગ કરતા ગુનો નોંધાયો છે. જ્યારે અમદાવાદમાંકરફ્યુ ભંગના 113 ગુના નોંધાયા છે અને 128ની ધરપકડ કરવામાં આવી છે. ઈમ્યુનિટી વધારવા પૌષ્ટિક ખોરાક, છાશ અને લીંબુ પાણી આપવામાં આવી રહ્યાં છે. તેમજ એમ્બ્યુલન્સ દૂરઉપયોગના 23 બનાવ બન્યા છે.

20 એપ્રિલે શહેરબહાર આવેલા ઉદ્યોગોને જ શરતોને આધીન મંજૂરી મળશેઃ અશ્વિની કુમાર

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, આવતીકાલે શહેરી વિસ્તારની બહાર આવેલા ઉદ્યોગોને જ મંજૂરી મળશે, શહેરી વિસ્તારના કોઈપણ ઉદ્યોગને મંજૂરી નહીં મળે શહેરી વિસ્તાર બહાર આવેલા ઉદ્યોગેને તબક્કાવાર મંજૂરી અપાશે. શ્રમિકોની 12 કલાકની શિફ્ટ કરવાની મંજૂરી આપી છે અને તે મુજબ વેતન ચૂકવવું પડશે. 6 કલાકના અંતે અડધી કલાકનો વિરામ આપવો પડશે. જ્યારે મહિલા શ્રમિકોને રાતની શિફ્ટ કરવા દેવાશે નહીં.

ગુજરાત અપડેટ્સ

>>23 પોલીસ કર્મચારીને કોરોના થયો, ફરજ પરના પોલીસકર્મીનું ધ્યાન રાખવામાં આવે છેઃ DGP

>>સસ્તા અનાજની દુકાનોના તોલાટ, ડેટા એન્ટ્રી ઓપરેટર અને બિલ ક્લાર્કનું કોરોનાથી મૃત્યુ થાય તો પરિવારને રૂ. 25 લાખની સહાય આપવામાં આવશે.

>>શ્રમિકોને 12 કલાકની શિફ્ટ કરવાની મંજૂરી આપી છે, 6 કલાકના અંતે અડધી કલાકનો વિરામ આપવો પડશે

>>અન્ન સુરક્ષાધારા હેઠળ 20 એપ્રિલે છોટાઉદેપુર, પંચમહાલ અને મહિસાગરના કાર્ડ ધારકોના ખાતામાં રૂ.1000 જમા થશે

>>આવતીકાલથી સચિવાલયના કર્મચારીઓનું કામ શરૂ થશે પરંતુ કર્મચારીઓને અમદાવાદથી ગાંધીનગર બોલાવાશે નહીં.

>>લોકડાઉન સમયે જપ્ત થયેલા વાહનો નજીવા દંડ સાથે મુક્ત કરાશે,આ નિયમ 18 એપ્રિલ બાદ મુક્ત થનારા વાહનોને લાગુ પડશે.

18 એપ્રિલની સાંજથી 19 એપ્રિલની સવાર સુધીમાં 228 કેસો નોંધાયા

રાજ્યમાં ગઈકાલ સાંજથી 19 એપ્રિલના 10 વાગ્યા સુધી નોંધાયેલા કેસો અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સવારે જણાવ્યું કે, રાજ્યમાં આજે 228 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 140, સુરતમાં 67, આણંદમાં 1, બોટાદમાં 1, ભાવનગરમાં 2, છોટાઉદેપુરમાં 1, બનાસકાંઠામાં 2, વડોદરામાં 8, રાજકોટમાં 5 અને મહેસાણામાં 1 કેસ નોંધાયા છે. જ્યારે આજે વધુ પાંચના મોત થયા છે અને કુલ મૃત્યુઆંક 58એ પહોંચ્યો છે.

નવા નોંધાયેલા 5 મૃત્યુમાં 4 મોત અમદાવાદમાં અને એક મોત સુરતમાં નોંધાયું છે. જેમાંથી એકને કીડનીની બીમારી, એકને ડાયાબિટિસ અને હાઈ બ્લડ પ્રેશર તથા એક દર્દીને ડાયાબિટિસ અને એકને હાઈબ્લડ પ્રેશરની બીમારી હતી.

કુલ દર્દી 1743, 63ના મોત અને 105ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 1101 32 39
વડોદરા 180 07 08
સુરત 242 08 11
રાજકોટ 36 00 09
ભાવનગર 32 04 15
આણંદ 28 02 03
ભરૂચ 23 01 02
ગાંધીનગર 17 02 10
પાટણ 15 01 11
નર્મદા 11 00 00
પંચમહાલ 09 02 00
બનાસકાંઠા 10 00 01
છોટાઉદેપુર 07 00 01
કચ્છ 04 01 00
મહેસાણા 05 00 00
બોટાદ 05 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 03 00 00
ખેડા 02 00 00
ગીર-સોમનાથ 02 00 01
જામનગર 01 01 00
મોરબી 01 00 00
સાબરકાંઠા 02 00 01
મહીસાગર 02 00 00
અરવલ્લી 01 01 00
કુલ 1743 63 105

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat LIVE so far gujarat crossed 1500 corona positive case


Corona Gujarat LIVE so far gujarat crossed 1500 corona positive case


રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા

Related posts

અત્યાર સુધીમાં 10,453 કેસ, મેઘાલયમાં પ્રથમ સંક્રમિત મળ્યો, દેશનાં 27 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વાઇરસનું સંક્રમણ

Amreli Live

કોરોનાની મહામારી વચ્ચે વડોદરામાં છેલ્લા 7 દિવસમાં એકપણ પોઝિટિવ કેસ નહીં, 2 દર્દી સાજા થયા

Amreli Live

‘રામાયણ’-‘મહાભારત’ને કારણે સતત બીજા અઠવાડિયે દૂરદર્શન નંબર વન ચેનલ, વ્યૂઅરશિપમાં 40 કરોડનો વધારો

Amreli Live

અત્યાર સુધીમાં 3,712 કેસ: ગૃહ મંત્રાલયના સલાહકાર, CRPFના DG અને વાયુસેનાના 3 જવાન ક્વૉરન્ટીન થયા

Amreli Live

ઉનામાં માછીમારો પર વીજળી પડતા 2ના મોત, અમરેલી જિલ્લામાં વીજળી પડવાથી 2 મહિલા અને 1 કિશોરનું મોત, 1 મહિલા તણાઇ

Amreli Live

1.79 લાખના મોત: ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધનકર્તા આવતીકાલથી વેક્સીનનો ટેસ્ટ માણસ ઉપર શરૂ કરશે

Amreli Live

આજે નવા 135 કેસ નોંધાયા, 8ના મોત સાથે મૃત્યુઆંક 103 થયો, 35 સાજા થયા, કુલ દર્દી 2407

Amreli Live

ભાજપે ત્રણ રાજ્યોમાં પ્રમુખો બદલ્યા, દિલ્હીમાં મનોજ તિવારીની જગ્યાએ આદેશ ગુપ્તા, છત્તીસગઢમાં વિષ્ણુદેવ અને મણિપુરમાં ટિકેન્દ્ર સિંહને પ્રમુખ બનાવાયા

Amreli Live

કોરોનાના શંકાસ્પદ દર્દીનું ઓક્સિજનનું પ્રમાણ ખુબ ઓછું, પણ મજબૂત મનોબળથી માત્ર પાંચ દિવસમાં સાજા થઈ ગયા

Amreli Live

અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સાજા થયા બાદ ઓફિસ પહોંચ્યા, 24 કલાકમાં બ્રિટનમાં 413 અને ઇટાલીમાં 260 લોકોના મોત

Amreli Live

દેશમાં કોરોના કેસ 21 લાખને પાર, રિકવરી રેટ વધીને 68.32% થયો, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં રેકોર્ડ 12 હજારથી વધુ કેસ નોંધાયા

Amreli Live

સેન્સેક્સ 1265 અંક વધ્યો, નિફ્ટી 9111 પર બંધ; મારૂતિ સુઝુકી, ટાઈટન કંપનીના શેર વધ્યા

Amreli Live

રશિયાની વેક્સીનને લઈને અમેરિકાએ વ્યક્ત કરી આશંકા , રશિયાની વેક્સીન સામે ઉઠાવ્યા સવાલ

Amreli Live

કોરોનાના કપરાકાળમાં ‘દિવ્ય ભાસ્કરે’ પૂછ્યા પ્રજાના પ્રશ્નો, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યા જવાબો

Amreli Live

ભાવનગરમાં 19, જામનગરમાં 9, જૂનાગઢમાં 10, ગીર સોમનાથમાં 7, અમરેલીમાં 9, બોટાદમાં 7 કેસ, 2નાં મોત

Amreli Live

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધીમી ધારે વરસાદ, ખાંભામાં 2 અને ધારીમાં પોણા બે ઇંચ, માધવરાય મંદિરમાં પાણી ઘૂસ્યા

Amreli Live

અત્યાર સુધીમાં 5 હજારથી વધુ કેસઃ 4 દિવસમાં સંક્રમણના કેસ બમણા થઈ રહ્યા છે, લોકડાઉન પૂરું થતા આંકડો 17 હજાર પહોંચી શકે છે

Amreli Live

માસ્ક ન પહેરનારને પ્રથમવાર રૂ.1000 ત્યારબાદ રૂ.5000 સુધીનો દંડ કરવો જોઈએ: ગુજરાત હાઈકોર્ટ

Amreli Live

સેન્સેક્સ 441 અંક વધ્યો, નિફ્ટીએ 9100ની સપાટી વટાવી; TCS, મારૂતિ સુઝુકીના શેર વધ્યા

Amreli Live

બપોર બાદ રાજ્યમાં એકપણ કોરોનાનો પોઝિટિવ કેસ નહીં, આજે બેના મોત, કુલ 95 દર્દી

Amreli Live

એક્પર્ટ્સે 18 ઉપાયો જણાવ્યા, ઘરમાં ખુલ્લા પગે ચાલવાનું ટાળો અને ઇમ્યૂનિટી વધારો

Amreli Live