26.1 C
Amreli
23/09/2020
bhaskar-news

રાજ્યમાં 24 કલાકમાં 367 કેસ નોંધાયા, ગુજરાતમાં કુલ 1743 પોઝિટિવ કેસ, અમદાવાદમાં 1101 કેસ, 63 મોતગુજરાતમાં રવિવારે એકસાથે 367 નવા કેસ નોંધાયા અને તેની સાથે કુલ કોરોના વાઇરસ પોઝિટિવ કેસની સંખ્યા 1,743 પર પહોંચી છે. તેમાંય અમદાવાદમાં સ્થિતિ કાબૂ બહાર છે. રાજ્યના કુલ કેસના લગભગ 65 ટકા એટલે કે 1101 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. આ ઉપરાંત રવિવારે જ દસ વ્યક્તિના મોત થયા છે તો 12 દર્દી સાજા થઈ ઘરે ગયા છે.

રાજ્યમાં સ્થિતિ કફોડી બની
રવિવારે નોંધાયેલા નવા કેસમાં અમદાવાદના કુલ 239, સુરતના 89, વડોદરાના 22, રાજકોટના 6, ભાવનગર અને બનાસકાંઠાના 2-2 તથા આણંદ, બોટાદ, છોટાઉદેપુર મહેસાણા, ભરૂચ, દાહોદ અને નર્મદા જિલ્લાના 1-1 કેસનો સમાવેશ થાય છે. તો અમદાવાદમાં 7 તથા આણંદ, ભરૂચ અને સુરતમાં 1-1 વ્યક્તિનું મોત થયું હતું જે કોરોનાની સારવાર હેઠળ હતા. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે અમદાવાદમાં આજે વધુ 239 કેસ નોંધાયા છે. અને હજુ તે ક્લસ્ટર કન્ટેનમેંટ ઝોન હેઠળના વિસ્તારમાં વધુ છે. ભારતમાં અન્ય રાજ્યોમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે પણ ગુજરાતમાં સ્થિતિ કફોડી બની છે. કેસ અમર્યાદિત રીતે વધવાની સાથે અહીં મૃત્યુના બનાવો પણ વધી રહ્યા છે.

કેન્દ્ર સરકારે 5 ડોક્ટરોની ટીમ મોકલી
આ સ્થિતિ જોઇને કેન્દ્ર સરકારે પાંચ નિષ્ણાતોની ટીમ ગુજરાત મોકલી છે. આ ટીમે અમદાવાદમાં હોસ્પિટલો, પરિક્ષણ માટેની લેબ, તથા પ્રભાવિત વિસ્તારોમાં મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે રાજ્ય સરકારના મુખ્ય સચિવ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. હજુ તેઓ આગામી દિવસોમાં રાજકોટ, વડોદરા અને સુરતની મુલાકાત કરશે. હજુ રાજ્યમાં આગામી બે સપ્તાહમાં કેસમાં વધારો થાય તેવો અંદાજ છે.

ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા 127 થઈ
ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ક્લસ્ટર કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં ખુબ વધારો થયો છે. એક જ અઠવાડિયામાં કોરોનાના વધુ કેસ નોંધાયા અને તેની સાથે તે અન્ય વિસ્તારોમાં પ્રસરી રહ્યો હોઈ એક જ સપ્તાહમાં આવા ઝોન 27થી વધીને 127 થયાં છે જ્યારે તેમાં રહેતી વસ્તી 1.55 લાખથી સીધી 8.50 લાખ જેટલી વધી ગઈ છે. કુલ 1.79 લાખ પરિવારો હાલ આ ઝોનમાં આવે છે. અહીં આરોગ્ય તંત્ર દ્વારા કોરોના ના ચેપનો વ્યાપ અટકાવવા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે

અમદાવાદના કેસ ઉ.પ્ર. રાજ્ય કરતાં વધુ
અમદાવાદમાં 1101 કેસ પોઝિટિવ નોંધાયા છે. ઉત્તર પ્રદેશ સમગ્ર રાજ્યના કેસ 1084 છે. અમદાવાદની વસતી 75 લાખ છે જ્યારે ઉ.પ્ર.ની વસતી 22 કરોડ છે. એ રીતે જોઈએ તો અમદાવાદ શહેરના કેસનું પ્રમાણ ઉ.પ્ર. રાજ્ય કરતા પણ વધી ગયું છે.

હજુ રેપિડ ટેસ્ટ પર બ્રેક મરાઈ
હજુ રાજ્યમાં આવેલી રેપિડ ટેસ્ટની 24,000 કિટ વપરાશમાં લઈ શકાઈ નથી. આરોગ્ય સચિવ જયંતિ રવિ એ કહ્યું કે હજુ આ કિટનું કોરોના વાઇરસ સામે માનવ શરીરમાં ઉત્પન્ન થતાં એન્ટીબોડીની પ્રતિક્રિયા ખાસ રીતે રેખાંકિત કરવાની હોય છે. આ માટે પ્રક્રિયા થોડી અટપટી હોઇ સમય લાગી રહ્યો છે. એકવાર આ થઇ જાય પછી અમારા તજજ્ઞો મેડિકલ સ્ટાફને ટ્રેનિંગ આપી દેશે અને પછી તરત જ ઉપયોગમાં લઈ શકાશે.

બે-ત્રણ દિવસમાં કેસ ઘટશે
અમદાવાદમાં હવે બે-ત્રણ દિવસમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં કમી આવશે. કારણ કે શહેરના હોટસ્પોટ વિસ્તારમાંથી 90 ટકા શંકાસ્પદોના સેમ્પલ લેવાઇ ગયા છે. – વિજય નેહરા, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર, અમદાવાદ

લોકો જલદી સાજા થાય તેવી શક્યતા વધુ
હાલ સરકાર મહત્તમ ટેસ્ટીંગ કરી પોઝીટીવ કેસો શોધી નાખવાની કવાયત કરી રહી છે, પરંતુ આ આંકડો હજારોમાં હોઈ શકે. મોટાભાગના કેસમાં લોકોને કોઈ લક્ષણો નથી તેથી તેઓ જલ્દી સાજા થઈ જાય તેવી શક્યતા વધુ છે.

રાજ્યમાં 19 એપ્રિલનીસવારથી લઈ અત્યાર સુધી બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

પોલીસ હાલ સોસાયટીના સીસીટીવી ચેક કરી રહી છેઃ પોલીસ વડા

ઝાએ વધુમાં કહ્યું કે,પોલીસ હાલ સોસાયટીના સીસીટીવી ચેક કરી રહી છે. સીસીટીવીના આધારે 104 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ગાંધીનગર પરત ફરતા એક જમાતીએ લોકડાઉનનો ભંગ કરતા ગુનો નોંધાયો છે. જ્યારે અમદાવાદમાંકરફ્યુ ભંગના 113 ગુના નોંધાયા છે અને 128ની ધરપકડ કરવામાં આવી છે. ઈમ્યુનિટી વધારવા પૌષ્ટિક ખોરાક, છાશ અને લીંબુ પાણી આપવામાં આવી રહ્યાં છે. તેમજ એમ્બ્યુલન્સ દૂરઉપયોગના 23 બનાવ બન્યા છે.

20 એપ્રિલે શહેરબહાર આવેલા ઉદ્યોગોને જ શરતોને આધીન મંજૂરી મળશેઃ અશ્વિની કુમાર

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, આવતીકાલે શહેરી વિસ્તારની બહાર આવેલા ઉદ્યોગોને જ મંજૂરી મળશે, શહેરી વિસ્તારના કોઈપણ ઉદ્યોગને મંજૂરી નહીં મળે શહેરી વિસ્તાર બહાર આવેલા ઉદ્યોગેને તબક્કાવાર મંજૂરી અપાશે. શ્રમિકોની 12 કલાકની શિફ્ટ કરવાની મંજૂરી આપી છે અને તે મુજબ વેતન ચૂકવવું પડશે. 6 કલાકના અંતે અડધી કલાકનો વિરામ આપવો પડશે. જ્યારે મહિલા શ્રમિકોને રાતની શિફ્ટ કરવા દેવાશે નહીં.

ગુજરાત અપડેટ્સ

>>23 પોલીસ કર્મચારીને કોરોના થયો, ફરજ પરના પોલીસકર્મીનું ધ્યાન રાખવામાં આવે છેઃ DGP

>>સસ્તા અનાજની દુકાનોના તોલાટ, ડેટા એન્ટ્રી ઓપરેટર અને બિલ ક્લાર્કનું કોરોનાથી મૃત્યુ થાય તો પરિવારને રૂ. 25 લાખની સહાય આપવામાં આવશે.

>>શ્રમિકોને 12 કલાકની શિફ્ટ કરવાની મંજૂરી આપી છે, 6 કલાકના અંતે અડધી કલાકનો વિરામ આપવો પડશે

>>અન્ન સુરક્ષાધારા હેઠળ 20 એપ્રિલે છોટાઉદેપુર, પંચમહાલ અને મહિસાગરના કાર્ડ ધારકોના ખાતામાં રૂ.1000 જમા થશે

>>આવતીકાલથી સચિવાલયના કર્મચારીઓનું કામ શરૂ થશે પરંતુ કર્મચારીઓને અમદાવાદથી ગાંધીનગર બોલાવાશે નહીં.

>>લોકડાઉન સમયે જપ્ત થયેલા વાહનો નજીવા દંડ સાથે મુક્ત કરાશે,આ નિયમ 18 એપ્રિલ બાદ મુક્ત થનારા વાહનોને લાગુ પડશે.

18 એપ્રિલની સાંજથી 19 એપ્રિલની સવાર સુધીમાં 228 કેસો નોંધાયા

રાજ્યમાં ગઈકાલ સાંજથી 19 એપ્રિલના 10 વાગ્યા સુધી નોંધાયેલા કેસો અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સવારે જણાવ્યું કે, રાજ્યમાં આજે 228 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 140, સુરતમાં 67, આણંદમાં 1, બોટાદમાં 1, ભાવનગરમાં 2, છોટાઉદેપુરમાં 1, બનાસકાંઠામાં 2, વડોદરામાં 8, રાજકોટમાં 5 અને મહેસાણામાં 1 કેસ નોંધાયા છે. જ્યારે આજે વધુ પાંચના મોત થયા છે અને કુલ મૃત્યુઆંક 58એ પહોંચ્યો છે.

નવા નોંધાયેલા 5 મૃત્યુમાં 4 મોત અમદાવાદમાં અને એક મોત સુરતમાં નોંધાયું છે. જેમાંથી એકને કીડનીની બીમારી, એકને ડાયાબિટિસ અને હાઈ બ્લડ પ્રેશર તથા એક દર્દીને ડાયાબિટિસ અને એકને હાઈબ્લડ પ્રેશરની બીમારી હતી.

કુલ દર્દી 1743, 63ના મોત અને 105ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 1101 32 39
વડોદરા 180 07 08
સુરત 242 08 11
રાજકોટ 36 00 09
ભાવનગર 32 04 15
આણંદ 28 02 03
ભરૂચ 23 01 02
ગાંધીનગર 17 02 10
પાટણ 15 01 11
નર્મદા 11 00 00
પંચમહાલ 09 02 00
બનાસકાંઠા 10 00 01
છોટાઉદેપુર 07 00 01
કચ્છ 04 01 00
મહેસાણા 05 00 00
બોટાદ 05 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 03 00 00
ખેડા 02 00 00
ગીર-સોમનાથ 02 00 01
જામનગર 01 01 00
મોરબી 01 00 00
સાબરકાંઠા 02 00 01
મહીસાગર 02 00 00
અરવલ્લી 01 01 00
કુલ 1743 63 105

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat LIVE so far gujarat crossed 1500 corona positive case


Corona Gujarat LIVE so far gujarat crossed 1500 corona positive case


રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા

Related posts

ગર્ભાવસ્થા દરમિયાન જો તમને થાય આ પ્રકારની સમસ્યાઓ તો સમજવું કે તે સિજેરિયન ડીલીવરી તરફનો કરે છે ઈશારો

Amreli Live

જીટીયુના વિદ્યાર્થીઓનો ઓનલાઇન ડેટા લીક થવા મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ

Amreli Live

2.35 લાખ કેસઃ મહારાષ્ટ્રમાં કેસની સંખ્યા 80 હજારને પાર, દિલ્હી વિધાનસભાના સ્પીકરની ઓફિસમાં 3 કર્મચારી સંક્રમિત

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 229 કેસ અને 13ના મોત, કુલ મૃત્યુઆંક 103 અને કુલ દર્દી 2,407 થયા

Amreli Live

અત્યાર સુધી 75 હજારના મોત, ઇટલીમાં 94 ડોક્ટર અને 26 નર્સના મોત, UNએ અધિકારીઓને બિનજરૂરી ખર્ચો અને ભરતી રોકવા કહ્યું

Amreli Live

ATMમાં રોકડ પહોંચાડનાર 4500 કેશ કસ્ટોડિયનમાં માત્ર ત્રણ મહિલાઓ, કારગિલ અને જમ્મુ જેવા વિસ્તારોમાં કરે છે ડ્યુટી

Amreli Live

અમેરિકાએ સત્તાવાર રીતે પોતાને WHOથી અલગ કર્યું, બ્રાઝિલના રાષ્ટ્રપતિ કોરોના પોઝિટિવ, દુનિયામાં અત્યાર સુધીમાં 1.18 કરોડ કેસ

Amreli Live

રામલલાના મુખ્ય પુજારી આઈસોલેટ થયા, PM જે એક કિમી માર્ગ પરથી પસાર થશે તેને સેનિટાઇઝ કરાયો

Amreli Live

રાજ્યસભા ચૂંટણીમાં ભાગ લેનાર ભાજપના ધારાસભ્ય પોઝિટિવ, સંપર્કમાં આવેલા 3 MLAના પણ ટેસ્ટ થયા

Amreli Live

રાજકોટમાં 49 કેસ, 5ના મોત, ગીર સોમનાથમાં 16 કેસ, વધતા કેસને લઈ CM અને નાયબ CM કાલે રાજકોટ આવશે

Amreli Live

4.40 લાખ કેસ; સોનિયાએ મોદીને પત્ર લખ્યો- ગરીબોને સપ્ટે. સુધી મફત અનાજ આપો-તમિલનાડુના CMનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

Amreli Live

24.64 લાખ કેસઃગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો, તેમણે પોતે જ ટ્વિટ કરીને જાણ કરી

Amreli Live

સિંગાપોરે લૉકડાઉન 1NR જૂન સુધી વધાર્યું, વડાપ્રધાન લીએ કહ્યું- ભારતીયો સહિત વિદેશી વર્કર્સનો પૂરો ખ્યાલ રખાશે

Amreli Live

અત્યાર સુધીના સૌથી વધુ નવા 217 કેસ સાથે કુલ 5055 કેસ થયાઃ મહિધરપુરાના હીરાબજારને ક્લસ્ટર તરીકે જાહેર કર્યું

Amreli Live

આ છેલ્લા 6 વર્ષમાં સૌથી મોટુ વિરોધ પ્રદર્શન, 2013-19 વચ્ચે પોલીસ હિંસામાં 7666 લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેમાંથી 24% અશ્વેત

Amreli Live

રાજ્યમાં ભારે અને મધ્યમ વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 35 તાલુકામાં મેઘરાજાની મહેર, સુરતમાં એક ઈંચથી વધુ વરસાદ

Amreli Live

વડોદરામાં એકસાથે 45 કોરોનાપીડિતો સાજા થતાં રજા આપવામાં આવી, ગુજરાતનો પ્રથમ કિસ્સો

Amreli Live

મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુમાં 70 હજાર એક્ટિવ કેસ, તે કુલ એક્ટિવ કેસના 60.57%, દેશમાં અત્યારસુધી 2.37 લાખ કેસ

Amreli Live

કોરોના વાઇરસ સંકટની વચ્ચે ફરી અક્ષય આવ્યો મદદના મેદાનમાં.. સુપરસ્ટાર અક્ષય કુમારે 1500 લોકો ના ખાતામાં મોકલ્યા ૩૦૦૦ રૂપિયા

Amreli Live

32.20 લાખ કેસ, 10 લાખને સારવાર પછી રજા અપાઈ; અમેરિકામાં સૌથી વધારે 1.47 લાખને રજા અપાઈ

Amreli Live

1 જૂનથી સમગ્ર દેશમાં 200 સ્પેશિયલ ટ્રેનો પાટા પર દોડશે, એડવાન્સ અને તત્કાલ ક્વોટાની ટિકિટ મળશે

Amreli Live