28.3 C
Amreli
19/09/2020
bhaskar-news

રાજ્યમાં હાહાકારઃ 6 દિવસમાં 1100 કેસ, 59 મોત; દેશમાં સૌથી વધુ ઝડપથી ચેપ અહીં જ ફેલાયોસોમવારે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3,548 પર પહોંચી છે. છેલ્લાં 24 કલાકમાં અમદાવાદના 197 નવા કેસ સહિત કુલ 247 દર્દીઓનો ઉમેરો થયો હતો. તો વધુ 11 લોકોના મોત સાથે રાજ્યમાં કુલ મૃતકાંક 162 પર પહોંચ્યો છે. આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ અન્ય રાજ્યોની સરખામણીએ દર્દીઓના સાજા થવાનો દર થોડો ધીમો છે અને તેનાથી વિપરીત જોઇએ તો દર્દીઓના મૃત્યુનો દર બીજા રાજ્યો કરતાં વધુ છે. મોટાભાગના કિસ્સામાં ગુજરાતમાં કોમોર્બિડિટીનું પ્રમાણ વધુ હોવાને કારણે તથા વાઇરસના સ્ટ્રેઇનમાં અન્ય રાજ્યો કરતાં ફરક હોવાને કારણે આમ બને છે. આ અંગે ગુજરાતના તજજ્ઞો સંશોધન કરી રહ્યાં છે અને તેને આધારે તેમાં કેવી રીતે વર્તવું તેનો ખ્યાલ આવશે.

રોગપ્રતિકારકત શક્તિ વધારવાના સકારાત્મક પરિણામ મળ્યા
આ ઉપરાંત તેમણે આયુષ મંત્રાલય દ્વારા સૂચવેલાં ઉપાયો અંગે જણાવ્યું કે આયુર્વેદ અને હોમિયોપથી આધારિત રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઉપાયોના સકારાત્મક પરિણામો મળ્યાં છે. સ્વસ્થ વ્યક્તિ ઉપરાંત કોરોના સંક્રમિત વ્યક્તિ પણ તેનું સેવન કરે તો તેનો ચોક્કસ ફાયદો થાય છે. અગાઉ કોરોના પોઝિટિવ હોય એવાં 81 દર્દીઓ સાજા થતાં તેમને સોમવારે એક જ દિવસમાં રજા આપવામાં આવી હતી. આ દર્દીઓમાં અમદાવાદના 72, સૂરતના ચાર તથા આણંદ, ભાવનગર, મોરબી, નર્મદા અને રાજકોટમાં એક એક દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યાં છે.

હજુ રેપિડ ટેસ્ટ ચાલું છે, 99 ટકા નેગેટિવ રીઝલ્ટ જ આપે છે
ચીનથી આવેલાં રેપિડ ટેસ્ટ કીટ દ્વારા ગુજરાતમાં કુલ 8,908 ટેસ્ટ કરાયાં છે. જો કે હજુ પણ તેમાંના 99 ટકા ટેસ્ટ નેગેટિવ રિઝલ્ટ જ આપે છે. ક્લસ્ટર અને હોટસ્પોટ એરિયામાં પણ આ જ પ્રકારના પરિણામ આવતાં હોવાથી આરોગ્ય તંત્ર મુંઝાયું છે. ખરેખર આ ટેસ્ટ કેટલાં સાચાં હશે તેનો અંદાજ હજુ કળાઇ રહ્યો નથી અને આ ભેદ ઉકેલવાના પ્રયત્નો ચાલું છે. આ સાથે આ અસમંજસની સ્થિતિમાં પણ આરોગ્ય તંત્ર દરરોજ આ ટેસ્ટ કરી જ રહ્યું છે. આ તરફ છેલ્લાં 24 કલાકમાં 2848 પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યાં છે અને અત્યાર સુધીમાં કરાયેલાં ટેસ્ટની કુલ સંખ્યા 53,575 પર પહોંચી છે.

11ના મોત થયાં પણ ત્રણને તો બીજી કોઇ તકલીફ પણ નહોતી
સોમવારે છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલાં મૃત્યુના કેસમાં અમદાવાદમાં પાંચ, સૂરતમાં ચાર જ્યારે વડોદરા અને બનાસકાંઠામાં એક-એક મૃત્યુ નોંધાયા છે. હાલ રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલાં કુલ 40,851 ક્વોરન્ટાઇન અવસ્થામાં છે.

આખાં ભારતના કુલ મૃતાંકના 18% ગુજરાતમાં, સાજા થયેલાંનો દર 6%
સોમવારે ગુજરાતમાં 11 લોકોના મોત સાથે રાજ્યમાં કુલ મૃતકાંક 162 પર પહોંચ્યો છે. આ આંકડો આખાં ભારતમાં કોરોનાને કારણે થયેલાં મોતનો આંકડો 886ના 18 ટકા થવા જાય છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 81 લોકો સાજાં થઇને ઘરે ગયાં છે અને તેની સાથે કુલ 394 લોકો કોરોનાને લડત આપી સ્વસ્થ થયાં છે. જો કે સમગ્ર ભારતમાં આ આંકડો 6,361 અને તે જોતાં તેમાં ગુજરાતની ટકાવારી માત્ર 6.20 ટકા જ છે. હાલ 2,992 દર્દીઓ હજુ હોસ્પિટલોમાં કોરોના સામે લડત આપી રહ્યા છે. તે પૈકી 2,961 સ્ટેબલ છે, જ્યારે 31 વેન્ટિલેટર પર છે.

27 એપ્રિલની સવારથી લઈ અત્યાર સુધીમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જરૂરિયાતમંદ 8500 વકીલોના બેંક ખાતામાં રૂ.5000 જમા કરાવશે

કોરોના વાઇરસના કારણે અનેક લોકોની આર્થિક પરિસ્થિતિ પર અસર પડી છે. જેમાં ગુજરાતના વકીલોની હાલત કફોડી બની છે. જેથી આર્થિક જરૂરિયાતમંદ વકીલોની વહારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આવ્યું છે. જરૂરિયાતમંદ વકીલોને આર્થિક સહાય કરવાનો નિર્ણય કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે મળેલી અરજીઓની સ્ક્રુટીની કરીને 8500 વકીલનાબેન્ક ખાતામાં 5000 રૂપિયા જમા કરાવવામાં આવશે. આર્થિક પરિસ્થતિ ખરાબ હોવાની વકીલો દ્વારા બાર કાઉન્સિલ દ્વારાઅરજી મંગાવવામાં આવી હતી.

ગુજરાત અપડેટ્સ

>>પ્રાથમિક શિક્ષણ નિયામકનો તમામ જિલ્લા શિક્ષણાધિકારી(DEO)નેવિદ્યાર્થીઓના મુલ્યાંકનના ભાગરૂપે તૈયાર કરાયેલા પ્રશ્નપત્રો સ્કૂલો સુધી પહોંચાડવા આદેશ.રાજ્યમાં 8 જૂનથી નવું સત્ર શરૂ કરાશે.

>>મુખ્યમંત્રી રૂપાણીની વડાપ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સ, કહ્યું, ‘લોકડાઉનનું અંગે આદેશ મુજબ પાલન કરવામાં આવશે’

>>રાજ્યના 27 જિલ્લામાં કોરોનાના 11 ટકા અને અમદાવાદ, સુરત, વડોદરામાં 89 ટકા પોઝિટિવ કેસોઃ જયંતિ રવિ

>>રાજ્ય સરકારે ટેલિ મેડીસીન થકી કોરોનાની સારવાર આપવા નવતર પ્રોજેક્ટ હાથ ધર્યોઃ જયંતિ રવિ

>>રાજ્યમાં ઇન્ક્યુબેશન સાઈકલ પૂરી કરવા લૉકડાઉન 16મી સુધી લંબાઇ શકે
>>ગાંધીનગરમાં 5 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવતા
શહેરના સેક્ટર 7 ડી અને સેક્ટર 3 સી વિસ્તારને કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો

કુલ દર્દી 3548, 162ના મોત અને 394 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 2379 109 212
વડોદરા 240 13 56
સુરત 556 19 20
રાજકોટ 46 00 15
ભાવનગર 40 05 19
આણંદ 51 03 15
ભરૂચ 29 02 14
ગાંધીનગર 30 02 12
પાટણ 17 01 11
નર્મદા 12 00 01
પંચમહાલ 20 02 00
બનાસકાંઠા 28 01 01
છોટાઉદેપુર 13 00 03
કચ્છ 06 01 03
મહેસાણા 07 00 02
બોટાદ 13 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 04 00 01
ખેડા 06 00 01
ગીર-સોમનાથ 03 00 02
જામનગર 01 01 00
મોરબી 01 01 01
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 10 00 00
અરવલ્લી 18 01 00
તાપી 01 00 00
વલસાડ 05 01 00
નવસારી 03 00 00
ડાંગ 02 00 00
સુરેન્દ્રનગર 01 00 00
કુલ 3548 162 394

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat LIVE positive case rise in state lockdown may extand till 16th may


Corona Gujarat LIVE positive case rise in state lockdown may extand till 16th may


Corona Gujarat LIVE positive case rise in state lockdown may extand till 16th may


Corona Gujarat LIVE positive case rise in state lockdown may extand till 16th may

Related posts

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live

8મીથી અંબાજી મંદિરનાં દ્વાર દર્શન માટે ખૂલશે પણ ભક્તોને પ્રસાદ નહીં અપાય, આરતીમાં પ્રવેશ નહીં

Amreli Live

ગામડાંઓમાં લોકડાઉનનું ચુસ્ત પાલન, શહેરોમાં પણ અમલ કરવો જ પડશે: DGP શિવાનંદ ઝા

Amreli Live

સંક્રમિતોનો આંક 25.98 લાખ, 1.81 લાખના મોત: પાકિસ્તાનમાં 10 હજારથી વધુ સંક્રમિત; ડોક્ટરોએ કહ્યું- મસ્જીદોમાં નમાઝની મંજૂરી રદ્દ કરે સરકાર

Amreli Live

અરબી સમુદ્રમાં પાકિસ્તાને એન્ટિ શિપ મિસાઇલનું પરીક્ષણ કર્યું, બે બંદર-રિફાઇનરી તરફ આવતા જહાજોને જોખમ

Amreli Live

વિશ્વના વૃક્ષોનું કદ અને ઉંમર ઘટી રહી છે, ગરમી અને CO2ના કારણે આ ફેરફાર છેલ્લાં 10 વર્ષમાં નોંધાયો

Amreli Live

આજથી ચાર ધામ યાત્રા, પણ માત્ર ઉત્તરાખંડના યાત્રાળુ માટે

Amreli Live

મોદી ભૂમિપૂજન પહેલા હનુમાનગઢીના દર્શને જશે, રામ મંદિરના શિલાન્યાસમાં ચાંદીની 40 કિલોની ઈંટ રાખશે; પારીજાતનું વૃક્ષ પણ વાવશે

Amreli Live

65 હજાર 600ના મોત, ટ્રમ્પે કહ્યું અમેરિકામાં હજુ 10000 મોત થશે; સ્પેનમાં વધુ 674ના મોત

Amreli Live

12.39 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 45,601 દર્દી વધ્યા, 1100થી વધુ મોત મહારાષ્ટ્રમાં એક દિવસમાં 10 હજારથી વધુ સંક્રમિત મળ્યા

Amreli Live

રાજ્યમાં ભારે અને મધ્યમ વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 35 તાલુકામાં મેઘરાજાની મહેર, સુરતમાં એક ઈંચથી વધુ વરસાદ

Amreli Live

નવા 96 કેસ સાથે શહેરમાં આજે સૌથી વધુ 239 કેસ નોંધાયા, કુલ 861 પોઝિટિવ દર્દીઓ થયા, 25 લોકોના મોત

Amreli Live

17 દિવસે સમજાયું, તંત્ર ફફડ્યું; અંતે કર્ફ્યૂ, જંગલેશ્વર અને રાજલક્ષ્મી સોસાયટીમાં 400 પોલીસની કિલ્લેબંધી

Amreli Live

રાજકોટના બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ સહિત જિલ્લામાં 18ને કોરોના પોઝિટિવ, 5ના મોત, ભાવનગરમાં 12 અને અમરેલીમાં 6 કેસ

Amreli Live

કુલ સંક્રમિતનો આંક 25 લાખને પાર, કુલ મોત 1.74 લાખ;પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો કોરોના ટેસ્ટ થશે, સ્પેનમાં ઐતિહાસિક બુલ ફાઈટ મોકૂફ

Amreli Live

એક દિવસમાં સૌથી વધારે 499 કેસ સામે આવ્યા: તમિલનાડુમાં 102 નવા કેસ; કેન્દ્રએ રાજ્યોને 11,092 કરોડની મદદની જાહેરાત કરી

Amreli Live

શંકાસ્પદ દર્દીનો મૃતદેહ 2 કલાક રઝળ્યા બાદ પરિવારને સોંપ્યો, સિવિલ RMOએ કહ્યું: ‘ઉતાવળે મૃતદેહ રીક્ષામાં લઇ ગયા’

Amreli Live

વિશ્વમાં કુલ મૃત્યુઆંક 51,000ને પાર ,કુલ સંક્રમિતોની સંખ્યા 10 લાખની નજીક, સ્પેનમાં 709 લોકોએ જીવ ગુમાવ્યો, જર્મનીમાં મૃત્યુઆંક 10 હજાર થયો

Amreli Live

4.40 લાખ કેસ; સોનિયાએ મોદીને પત્ર લખ્યો- ગરીબોને સપ્ટે. સુધી મફત અનાજ આપો-તમિલનાડુના CMનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

Amreli Live

નવા 82 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 1903 પર પહોંચ્યો, 51 દર્દી ડિસ્ચાર્જ થયા

Amreli Live

રૂ.11 લાખ આપ્યા છતાં પિતા-પુત્રના આગમાં મોત, પરિવારની એક જ માંગ, અમને અમારા સ્વજન પાછા જોઈએ

Amreli Live