26 C
Amreli
22/09/2020
bhaskar-news

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 6 કેસ નોંધાયા, રવિવારે 20 કેસ સાથે કોરોનાના કુલ 128 દર્દી, 11ના મોતરાજ્યમાંકોરોનાના આજે(5 એપ્રિલ)20 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.સવારે 14 કેસ સામે આવ્યા બાદ આજે બપોર બાદ જામનગર અને મોરબીમાંપહેલો પોઝિટિવ કેસ નોંધાયો છે. તેમજ ભાવનગરમાં 2,સુરતમાં એક અને ભૂજમાં 1કેસ નોંધાયો છે. આમ કોરોના હવે રાજ્યના 15જિલ્લામાં પહોંચી ગયો છે. આ સાથે આજે કુલ 20 દર્દીઓ સામે આવ્યા છે. આમ અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના 128દર્દી થઈ ગયા છે.

આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આજે દિવસ દરમિયાન વધુ 6 પોઝિટિવ કેસ સામે આવતા આજે માં કુલ 20 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના 128 દર્દીઓ થઈ ગયા છે. અત્યાર સુધીના કેસોમાં 78 દર્દીઓ લોકલ ટ્રાન્સમિશનના, 33 વિદેશથી આવેલા અને 17 આંતરરાજ્ય કેસ છે. તેમજ આજે 4 દર્દી સાજા થતા કુલ 21ને રજા આપવામાં આવી છે બે દર્દી વેન્ટીલેટર પર છે. દરેક જિલ્લામાં 100 બેડની હોસ્પિટલ બનાવવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે..

અમદાવાદમાં નવા 8 કેસ, ભાવનગરમાં 2, વડોદરામાં 1, છોટાઉદેપુર 1 અને સુરતમાં 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

દિલ્હી મરકઝમાંથી આવેલા વધુ 16ની ઓળખ થઈ, કુલ 126 લોકો મળી આવ્યા
રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું કે, દીવા પ્રગટાવતી વખતે લોકો પુરી સાવધાની રાખે તે જરૂરી છે. કોઈપણ સ્થળે લોકો એકઠા થશે તો કાર્યવાહી કરવામાં આવશે. પોલીસને સતત પેટ્રોલિંગ કરવા માટે સૂચન કર્યું છે. અફવા કે વૈમનસ્ય ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અફવા ફેલાવનારા પર પોલીસ સતત નજર રાખી રહી છે. રાજ્યમાં 179 ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. દિલ્હી મરકઝમાં આવેલા વધુ 16 લોકોની ઓળખ થઈ આમ અત્યાર સુધીમાં 126 લોકોની ઓળખ થઈ છે. ડ્રોનની મદદથી 1383 ગુના નોંધાયા છે અને 3000 લોકો સામે કાર્યવાહી કરાઈ.

ગુજરાત અપડેટ

>>કોરોનાને કારણે મોત થશે તો નગરપાલિકા, મનપાના આરોગ્યકર્મીઓ અને મહેસૂલી કર્મીને રૂ.25 લાખની સહાયઃ CM રૂપાણી

>>રાજ્યમાં ખાદ્ય તેલની અછત ઊભી ન થાય તે માટે કપાસ જીનિંગ અને ઓઈલ મિલ ચાલુ રાખી શકાશે

>>પાવીજેતપુરના બે અને બોડેલીનો એક શખ્સ તબલીઘ જમાતની મરકઝમાં ગયા હતા

>>કોરોનાને કારણે મોત થશે તો નગરપાલિકા, મનપાના આરોગ્યકર્મીઓ, પુરવઠા વિભાગના કર્મીઓ અને સસ્તા અનાજની દુકાન ધારકોના પરિવારને અને મહેસૂલી કર્મીને રૂ.25 લાખની સહાય આપવામાં આવશે.

>> સિદ્ધપુરના કોરોના પોઝિટવ વ્યક્તિના સંપર્કમાં છાપી અને મજાદરના બે શખ્સો આવ્યા હતા, આ બન્ને શખ્સોને વડગામમાં ક્વૉરન્ટીન કરાયા

>> રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસના વૃદ્ધા અને તેમના પુત્રનો નેગેટિવ રિપોર્ટ આવતા રજા આપવામાં આવી

>> રાજકોટમાં ટોચના પોલીસ અધિકારી પેટ્રોલિંગ પર, ડબ્બલ સવારી વાહન ચાલકોને રોકી યોગ્ય કારણ ન હોઈ તો બાઇક ડિટેઇનની કાર્યવાહી

ગુજરાતમાં કુલ 124 પોઝિટિવ કેસ, 11ના મોત, 17 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 53 05 05
સુરત 16 02 03
ગાંધીનગર 13 00 02
ભાવનગર 13 02 00
રાજકોટ 10 00 03
વડોદરા 10 01 04
પોરબંદર 03 00

00

ગીર-સોમનાથ 02 00

00

કચ્છ 02 00

00

મહેસાણા 01 00

00

પંચમહાલ 01 01

00

મોરબી 01 0 0
પાટણ 01 00

00

છોટાઉદેપુર 01 00

00

જામનગર 01 00 00
કુલ આંકડો 128 11 17

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ


પ્રતિકાત્મક તસવીર

Related posts

રાજકોટ જિલ્લામાં વધુ 39 નવા કેસ સામે આવ્યાં, એકનું મોતઃ મોત થયાનો ઉલ્લેખ તંત્ર એ ક્યાંય કર્યો જ નહીં!

Amreli Live

રાજ્યમાં કોરોનાના 34 નવા કેસ, અમદાવાદના હોટસ્પોટમાંથી 25 કેસ નોંધાયા, કોરોનાના કુલ દર્દી 572

Amreli Live

અત્યાર સુધીમાં 1 લાખ 14 હજાર મોત: WHOની ચેતવણી- જ્યાં સુધી વેક્સીન તૈયાર નહિ થાય, ત્યાં સુધી માણસનો પીછો કરતી રહેશે બીમારી

Amreli Live

એશિયન ડેવલપમેન્ટ બેન્કે કોરોના સંક્રમણ સામે લડવા માટે ભારતને રૂ. 11 હજાર કરોડની લોન આપી

Amreli Live

વિકાસ ચિત્ર કથાઃ આગળ ગુનાખોર, પાછળ સિપાહી; નેશનાલિઝ્મ અને સિટિઝનશીપનું CBI કનેક્શન

Amreli Live

મુકેશ અંબાણી 22 અબજ ડોલરના દેવામાંથી મુક્ત થઈ રહ્યા છે, અનિલ અંબાણી દેવાળિયા થઈ રહ્યા છે અને અધ્યાત્મનો માર્ગ શોધી રહ્યા છે

Amreli Live

રાજકોટમાં વધુ 5 પોઝિટિવ, એક આખા પરિવારને કોરોના, પોલીસે જંગલેશ્વરની મસ્જીદમાં માઇકમાંથી કહ્યું અલ્લાહની મહેરબાનીથી સારૂ થઇ જશે

Amreli Live

દેશમાં સ્વસ્થ થનારા દર્દી 8 લાખથી વધુ; ફેસ માસ્ક-PPE કિટ નષ્ટ કરવાની નવી ગાઇડલાઇન જાહેર, અત્યારસુધી 12.84 લાખ કેસ

Amreli Live

ગુજરાતમાં લોકડાઉન-અનલોકના 100 દિવસઃ કોરોનાના કેસ 30 હજારને પાર, 1772 દર્દીના મોત

Amreli Live

સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોરોનાના 300થી વધુ કેસ, એક જ દિવસમાં સૌથી વધુ 22ના મોત, મૃત્યુઆંક 236-કુલ દર્દી 4,721

Amreli Live

8 ઈન્ફોગ્રાફિક્સમાં સમજો કોરોનાની ABCD: ક્યા દેશમાં અત્યાર સુધી એક પણ કેસ નહીં? ક્યા દેશોમાં ત્રણ મહિનાથી એક પણ કેસ નથી?

Amreli Live

લોકડાઉનમાં વિવિધ જિલ્લામાં ફસાયેલા નાગરિકોને વતન પરત લાવાશે, જિલ્લા કલેકટર પાસે સરકારે યાદી મંગાવી

Amreli Live

તાઝિકિસ્તાનમાં કોરોનાના પ્રથમવાર એકસાથે 15 કેસ નોંધાયા, બ્રુનેઈમાં છેલ્લા 11 દિવસથી એકપણ કેસ નહીં

Amreli Live

દુનિયાની કોરોના સામેની લડતમાં રોબોટ રિયલ હીરો બન્યા, દર્દીની સારવાર, ઘરે જરૂરી વસ્તુઓ પહોંચાડી રહ્યા છે 

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક બાજુ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

એક દિવસમાં રેકોર્ડબ્રેક 65 હજારથી વધુ દર્દીઓ વધ્યાં, 57 હજાર સાજા પણ થયા, 950 દર્દીના મોત, અત્યાર સુધી દેશમાં કુલ 23.95 લાખ કેસ

Amreli Live

UC વેબ પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપઃ જેક મા- અલીબાબાને કોર્ટની નોટિસ, રાજસ્થાનના રાજકારણમાં સૌની નજર રાજ્યપાલ-SC પર

Amreli Live

રિવર્સ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો, 3 બેન્કિંગ સંસ્થાનોને 50 હજાર કરોડની મદદ

Amreli Live

નસવાડીની મોડેલ સ્કૂલે સરકારની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવ્યા, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો-પુસ્તકો લેવા સ્કૂલમાં બોલાવતા વિવાદ

Amreli Live

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સિવિલ-કોવિડ હોસ્પિટલની મુલાકાતે, અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

Amreli Live

26 યાત્રીની નોકરી જતી રહી હતી, 28 યાત્રીના વિઝા એક્સપાયર થઈ ગયા હતા, ત્રણ લગ્ન માટે ઘરે આવવાના હતા

Amreli Live