30 C
Amreli
28/09/2020
bhaskar-news

રાજ્યમાં કોરોનાના 146 દર્દી, બે દિવસમાં 39 પોઝિટિવ કેસ નોંધાયા, એક જ વિસ્તારમાં 31 કેસ સામે આવ્યા

 

રાજ્યમાં સતત ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ કેસના આંકડાઓ વધી રહ્યાં છે. બપોર બાદ સુરતમાં વધુ બેપોઝિટિવ કેસ સામે આવતા આજે રાજ્યમાં કુલ 18 નવા દર્દી નોંધાયા છે. આ સાથે જગુજરાતમાં કોરોનાના 146દર્દીઓ થઈ ગયા છે. જેમાંથી 11ના મોત થયા છે અને 21ને રજા આપી દેવામાં આવી છે.કોરોનાના પોઝિટિવ કેસોની માહિતી આપતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે,બે દિવસમાં કુલ 39 કેસ સામે આવ્યા છે. જેમાં એક જ વિસ્તારમાં 31 કેસ નોંધાયા છે. આ વિસ્તારોમાં કડક લોકડાઉન કરવાની સાથે સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવશે. તેમજ હોટસ્પોટ પર મેડિકલ તપાસ કરવામાં આવશે. તેની સાથે સાથે સઘન સર્વેલન્સ પણ કરવામાં આવશે. પોઝિટિવના સંપર્કમાં આવ્યા હોય તેમને આઇસોલેશનમાં રાખવામાં આવશે. હાલ સખત લોકડાઉનની જરૂર છે. બીજા દેશમાં જેવું ફેલાય તેવું રાજ્યમાં ન ફેલાય તે માટે લોકડાઉનનો ભંગ ન કરીએ.

ગુજરાતમાં 15 વિસ્તાર હોટસ્પોટ છે. આ હોટસ્પોટ સુરતમાં રાંદેર, સચિન, વડોદરામાં સૈયદપુર, નાગરવાડા, અમદાવાદમાં દાણીલીમડા, બાપુનગર, રખિયાલ, જમાલપુર, હીરાવાડી, આંબાવાડી અને દરિયાપુર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના આપી છેકે મા અમૃતમ કાર્ડ ધરાવાતા દર્દીઓને કોરોનાની સારવારનો લાભ આપવામાં આવે.

હોટસ્પોટ કરાયેલા વિસ્તારોમાંકેસમાં વધારો થઇ રહ્યો છેઃ જયંતિ રવિ
આ પહેલાં સવારે કોરોનાની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. મકરઝથી આવેલા લોકોના વિસ્તારોમાં કેસ વધી રહ્યાં છે. હોટસ્પોટ કરાયેલા વિસ્તારોમાંકેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 146 કેસ થયા છે. અમદાવાદમાં 11 નવા કેસ જ્યારે સુરત 3, મહેસાણા અને પાટણમાં એક-એક નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 146 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 11 દર્દીઓના મૃત્યુ થયા છે તો 21 દર્દીઓ સાજા થઇ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્ય માટે એ બાબત પણ હવે ચિંતા ઉપજાવે તેવી છે કે રાજ્યમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યાં છે. કુલ 146 પોઝિટિવ કેસમાંથી 85 જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશન છે. જેના કારણે રાજ્યના અનેક શહેરોમાં સાચવેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને ક્વૉરન્ટીન કરવામાં આવી રહ્યું છે.

સૌથી વધુ કેસ અમદાવાદમાં
રાજ્યના કુલ 144 પોઝિટિવ કેસમાંથી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. જિલ્લાવાર આંકડાઓ જોઇએ તો અમદાવાદમાં 64 પોઝિટિવ અને 5ના મોત, સુરતમાં 19 પોઝિટિવ અને 2ના મોત, ગાંધીનગરમાં 13 પોઝિટિવ,ભાવનગરમાં 13 પોઝિટિવ અને 2ના મોત, વડોદરામાં 10 પોઝિટિવ અને 2નામોત, રાજકોટમાં 10પોઝિટિવ કેસ, પોરબંદરમાં 3 પોઝિટિવ, ગીર સોમનાથમાં 2 પોઝિટિવ, કચ્છમાં 2 પોઝિટિવ, મહેસાણામાં 2 પોઝિટિવ, પાટણમાં 2 પોઝિટિવ, પંચમહાલમાં એક પોઝિટિવ અને એકનું મોત, છોટાઉદેપુર અને જામનગરમાં 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગુજરાત અપડેટ
>>સુરત APMC માર્કેટ બંધ મામલે શહેર પોલીસ કમિશનરે જાહેરનામામાં સુધારો કર્યો, માર્કેટમાં મોટા વાહનોને પ્રવેશ પર છૂટ આપી
>> મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, કોરોના સામેની લડાઈના સાધનો ગુજરાતમાં જ બની રહ્યાં છે

>>દિલ્હી મરકઝમાં ગયેલા 126ને ઓળખી લેવાયા, 8નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોઃ DGP

>> રાજકોટમાં સતત સાતમા દિવસે કોરોના પોઝિટિવનો એકપણ કેસ નહીં
>>
અમદાવાદમાં 25 ડ્રોનનો ઉપયોગ, 25 ડ્રોન દ્વારા 16 ગુનામાં 61 લોકોની ધરપકડઃ અમદાવાદ પોલીસ કમિશનર
>>
કુલ 1282 ગુના નોંધાયા જેમાં 3,907 લોકોની ધરપકડ કરાઈઃ અમદાવાદ પોલીસ કમિશનર
>>હિન્દુ મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવા વોટ્સએપ પર મેસેજ કરનાર શખ્સની ગાંધીનગર પોલીસેઅટકાયત કરી
>>અમદાવાદમાં જે વિસ્તારોમાં લોકડાઉનનું ચુસ્ત પાલન થઇ રહ્યું છે ત્યાં છેલ્લા 10 દિવસમાં પોઝિટિવ કેસ નહિવત છે
>>અમદાવાદ એરપોર્ટ પર 6 માર્ચથી વિદેશથી આવેલા તમામ 5219 લોકોનો 14 દિવસનું હોમ ક્વોરેન્ટાઈન પૂર્ણ

>>કોરોના અંગે અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરતા પાદરાનાસેજાકૂવાની શાળાના આચાર્યની ધરપકડ કરવામાં આવી
>>રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી પાસે 144નો ભંગ, લોકડાઉન વચ્ચે મહિલાઓનું ટોળું પહોંચ્યુ
>> રાજકોટમાં વધુ 10 શંકાસ્પદ વ્યક્તિઓના ટેસ્ટ લેબમાં મોકલાયા, 10માં ત્રણ બાળકોનો પણ સમાવેશ
>> સ્થાનિકને કોરોના પોઝિટિવ આવતા અમદાવાદના દાણીલીમડા વિસ્તારને ક્લસ્ટર ક્વૉરન્ટીન કરાયો
>> રાજકોટ પોલીસે ડ્રોનમાં સ્પીકર લગાવી લોકોને સંદેશો આપવા નવતર પ્રયોગ કર્યો

ગુજરાતમાં કુલ 146 પોઝિટિવ કેસ, 12ના મોત, 21 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 64 05 06
સુરત 19 02 05
ગાંધીનગર 13 00 02
ભાવનગર 13 02 00
વડોદરા 12 02 05
રાજકોટ 10 00 03
પોરબંદર 03 00 00
ગીર-સોમનાથ 02 00 00
કચ્છ 02 00 00
મહેસાણા 02 00 00
પાટણ 02 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
છોટાઉદેપુર 01 00 00
જામનગર 01 00 00
કુલ આંકડો 146 12 2
 

Related posts

શ્રીલંકા પ્રવાસે પરત ફરેલી 62 વર્ષની મહિલાનું કોરોના વાઈરસથી મોત, મૃત્યુઆંક 2 થયો, વધુ બે પોઝિટવ કેસ નોંધાયા

Amreli Live

લોકડાઉન-4ની છૂટછાટ બાદ અમદાવાદ જિલ્લામાં કોરોનાનો ખતરો વધ્યો, 4 દિવસથી દરરોજ 10થી વધુ કેસ નોંધાયા

Amreli Live

ભાવનગરના ઘોઘામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, 4 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ, જંગલેશ્વરમાં હોમગાર્ડ જવાનનું સેમ્પલ લેવાયું

Amreli Live

મોટી સંખ્યામાં લોકો સ્વાગત માટે ઉમટતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની કાર રેલી રદ્દ

Amreli Live

વિશ્વમાં સંક્રમણના કુલ કેસ 14 લાખને પાર, મૃત્યુઆંક 81 હજાર, છેલ્લા 24 કલાકમાં ફ્રાંસમાં 1,417 અને અમેરિકામાં 1,371 મોત

Amreli Live

મંત્રી ધારીવાલે કહ્યું- ન શાહનું ચાલ્યું, ન તાનાશાહીનું; ભાજપે કેન્દ્રીય મંત્રીનું નામ લેવા અંગે વાંધો ઉઠાવ્યો

Amreli Live

અત્યાર સુધી 20,333 કેસ- 652 મોતઃસંક્રમણના કેસ વધ્યા બાદ મુંબઈ-પૂણે હવે હાઈ રેડ ઝોનમાં, જયપુરમાં આજથી 400 મોબાઈલ ઓપીડી વેન શરૂ કરાઈ

Amreli Live

દેશમાં 24 કલાકમાં 16 હજાર ટેસ્ટ પૈકી 2% પોઝિટિવ, રેડ ઝોનમાં સૌની તપાસ કરવામાં આવશે

Amreli Live

લીલીયામાં 5, રાજુલામાં 1 કલાકમાં 4, જાફરાબાદમાં 3.5 અને ખંભાળિયામાં અઢી ઈંચ, રાજકોટમાં ધોધમાર વરસાદ

Amreli Live

અત્યાર સુધીમાં 34,754 કેસઃમૃત્યુઆંક 1148;મહારાષ્ટ્રમાં દર્દીની સંખ્યા 10 હજારને પાર, દિલ્હીમાં સીઆરપીએફના 6 જવાન સંક્રમિત

Amreli Live

15.35 લાખ કેસઃ બિહારમાં લોકડાઉન 16 દિવસ વધારાયું, 1લી ઓગસ્ટથી લાગુ થશે

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક બાજુ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

મોદીની મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની હાલની સ્થિતિ વિશે ચર્ચા શરૂ, શાહ પણ હાજર; લોકડાઉન વિશે નિર્ણય લેવાય તેવી શક્યતા

Amreli Live

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 10 હજાર 293 કેસ વધ્યા; મહારાષ્ટ્રમાં 82 હજારથી વધુ દર્દી, સરકાર રેમડેસિવીર દવા ખરીદશે; દેશમાં 2.46 લાખ કેસ

Amreli Live

અત્યાર સુધી 10,991 કેસ-370 મોતઃ સરકારે કહ્યું- 20 એપ્રિલ સુધી મૂલ્યાંકન કરશુ, સંક્રમણ અટકાવવા કામ ન થયુ હોય ત્યાં કોઈ છૂટછાટ નહીં મળે

Amreli Live

100 વર્ષથી મુસ્લિમો પર પ્રભુત્વ ધરાવે છે કાંધલી ગામ અને તેનો આ પરિવાર, જેના પર કોરોના ફેલાવવા અંગે કેસ થયો

Amreli Live

અમદાવાદ કરતા વધુ કેસ અને મોતઃ વધુ 205 કેસ સાથે પોઝિટિવનો આંકડો 5260 થયો, 10 મોત સાથે મૃત્યુઆંક 194 પર પહોંચ્યો

Amreli Live

રાજ્યના 33 તાલુકામાં 1થી લઇને 3.7 ઇંચ સુધી વરસાદ, સૌથી વધુ ડાંગના સુબિર અને જામનગરના કાલાવડમાં

Amreli Live

33,278 કેસ, મૃત્યુઆંક-1081: મહારાષ્ટ્રમાં કોરોનાની સારવારમાં પહેલી પ્લાઝ્મા થેરેપી સફળ, ભોપાલ એઈમ્સમાં દર્દીઓ પર નવી દવાનો ટ્રાયલ શરૂ

Amreli Live

કુલ 3.85 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીઓ 5 દિવસ ક્વોરન્ટીન સેન્ટરમાં રહેશે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમી 3,827 કેસ આવ્યા

Amreli Live