24.4 C
Amreli
27/09/2020
bhaskar-news

રાજ્યમાં એક જ દિવસમાં ત્રીજીવાર કોરોનાના 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા, 17ના મોત, મૃત્યુઆંક 214- કુલ દર્દી 4395રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 313 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 214 અને 86 દર્દી સાજા થતા કુલ 613 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાછે. જ્યારે અત્યાર સુધીમાં કુલ4395 દર્દી નોંધાયા છે. આમ રાજ્યમાં એક જ દિવસમાં ત્રીજીવાર 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.આ પહેલા 19 એપ્રિલે 367 કેસ અને 29 એપ્રિલે 308 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

રાજ્યમાં કોરોના અંગે અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આજે 17 દર્દીના મૃત્યુ થયા છે. જેમાંથી 5ના પ્રાથમિક રીતે કોરોનાથી અને 12ના અન્ય બિમારી, હાઈ રિસ્ક અને કોરોનાથી મૃત્યુ થયા છે.અમદાવાદમાં 12, સુરતમાં 3 અને વડોદરા-આણંદમાં 1-1ના મોત થયા છે.જ્યારે 24 કલાકમાં કોવિડ 19ના 313 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ 249, વડોદરામાં 19, સુરતમાં 13,ગાંધીનગર-10, પંચમહાલ-10, ભાવનગરમાં 4, મહેસાણામાં 3, આણંદમાં 3, અરવલ્લી-1 અને દાહોદ-1 કેસનો સમાવેશ થાય છે. તેમજ 86 દર્દી સાજા થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 4,395 દર્દી નોંધાયા છે. જેમાંથી 33 વેન્ટીલેટર પર છે અને 3535ની હાલત સ્થિર છે. જ્યારે 613 દર્દી સાજા થયા છે અને કુલ મૃત્યુઆંક 214 થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 64007 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 4395ના પોઝિટિવ અને 59612ના નેગેટિવ રિપોર્ટ આવ્યા છે.

ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતીયોને વતન મોકલવા 8 IAS-8 IPSને જવાબદારી સોંપાઈઃ અશ્વિની કુમાર
ગુજરાત સરકારની લોકડાઉનમાં મહત્વની જાહેરાત કરતા સીએમઓના સચિવ અશ્ચિની કુમારે જણાવ્યું કે, વિવિધ રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના વતન પરત મોકલવા માટે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તેનું પાલન કરવામાં આવશે. અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને વેપારીઓ ગુજરાતમાં ફસાયા છે તે લોકો માટે ગુજરાતના 8 સિનિયર આઇએએસ અને 8 આઇપીએસ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. અલગ-અલગ રાજ્ય માટે અલગ-અલગ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. જે તે રાજ્યના વહીવટી તંત્ર સાથે જરૂરી સંકલન કરીને ગુજરાતમાં ફસાયેલા વેપારી, વિદ્યાર્થીઓ, તીર્થ યાત્રીઓ તથા અન્ય લોકોને ફસાયેલા લોકોને મદદ કરશે.
ગુજરાત બહાર રહેતા લોકોને પરત લાવવામાં આવશેઃ અશ્વિની કુમાર
ગુજરાતના જે લોકો બહાર ફસાયેલા છે તેમને પણ રાજ્યમાં પરત લાવવામાં આવશે. આ માટે સાંજ સુધીમાં અરજી કરવા માટે પોર્ટલ તૈયાર કરવામાં આવશે. ગુજરાત બહાર રહેતા લોકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં વાહનની વિગત પણ ભરવાની રહેશે.આગામી 10-15 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
વાંસની ટોપલી બનાવતા પરિવારનો યુવક કોરોના પોઝિટિવ
અડાલજ અન્નપૂર્ણા સર્કલ પાસે બાલાપીર દરગાહ નજીક વાંસની ટોપલી બનાવતા પરિવારનો યુવક કોરોના પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે યુવક પહેલાથી દારુનો વ્યસની હતો. અગાઉ તેને લોહીની ઉલ્ટી પણ થઇ હતી. ગયા શનિવારે તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. હાલત બગડતા તેને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડાયો છે. તેને હોસ્પિટલમાંથી ચેપ લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અડાલજમાં આરોગ્યની ટીમ વાંસની ટોપલીવાળા પરિવારની હિસ્ટ્રી શોધી રહ્યાં છે અને યુવકને ચેપ હોસ્પિટલમાંથી લાગ્યો કે ઝૂપડીમાંથી તેની શોધખોળ કરવામાં આવી રહી છે.

કોરોનાના કેસો વધવા લાગતા ગાંધીનગર શહેરમા માત્ર "ચ" રોડથી જ પ્રવેશ મળશે
રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં કોરોનાના કેસો વધતા શહેરમાં પ્રવેશવાના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. માત્ર "ચ" રોડ પરથી જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેને લઇ "ચ" રોડ પર ટ્રાફિક જામ થયો હતો. અન્ય તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવતા સરકારી ઓફિસોમાં આવતા વાહનચાલકો હેરાન થયા હતા. જિલ્લા પોલીસવડાએ જાહેરનામું બહાર પાડી અને રસ્તાઓ બંધ કરવાની જાહેરાત કરી હતી. કોબા – અડાલજ તરફથી જ ગાંધીનગર તરફ આવવાના રસ્તા ચાલુ છે.

રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે

3 મેએ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થઇ રહ્યો છે. તેવામાં જો કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં નહીં આવે તો રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે છે. જેમાં તમામ ગ્રીન ઝોન સંપૂર્ણ ખોલવામાં આવી શકે છે. ઓરેન્જ ઝોનમાં અમુક છૂટછાટ આપવામાં આવશે જ્યારે રેડ ઝોનને સંપૂર્ણ બંધ રાખવામાં આવી શકે છે.

લાંબી મથામણ બાદ આખરે ગુજરાત સરકારે રેપિડ કીટથી ટેસ્ટિંગ બંધ કર્યું
લાંબી મથામણ બાદ આખરે ગુજરાત સરકારે રેપિડ કીટથી ટેસ્ટિંગ બંધ કર્યું છે. રાજ્યમાં 8900 જેટલા ટેસ્ટિંગ કર્યા બાદ રેપીડ ટેસ્ટ કીટનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે. ચીનથી મંગાવવામાં આવેલી કીટથી મોટાભાગના દર્દીઓના ટેસ્ટ નેગેટિવ આવતા હતા. અનિર્ણાયક પરિણામો મળતા હોવાથી કેન્દ્ર સરકારે આ ટેસ્ટિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. નોંધનીય છેકે, ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેપિડ કીટથી ટેસ્ટ કરવામાં આવ્યા છે અને એ જિલ્લાઓને કોરોના ફ્રી જાહેર કરવામાં આવ્યા હતા. જેના કારણે સરકાર અને આરોગ્ય વિભાગ દ્વિધામાં મુકાયા છે.

કુલ દર્દી 4395, 214ના મોત અને 613ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 3026 149 316
વડોદરા 289 17 87
સુરત 614 25 54
રાજકોટ 58 01 17
ભાવનગર 47 05 21
આણંદ 74 04 24
ભરૂચ 31 02 20
ગાંધીનગર 48 02 12
પાટણ 17 01 11
નર્મદા 12 00 10
પંચમહાલ 34 02 03
બનાસકાંઠા 28 01 04
છોટાઉદેપુર 13 00 06
કચ્છ 06 01 05
મહેસાણા 08 00 02
બોટાદ 20 01 2
પોરબંદર 03 00 03
દાહોદ 05 00 01
ખેડા 06 00 02
ગીર-સોમનાથ 03 00 02
જામનગર 01 01 00
મોરબી 01 00 01
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 11 00 00
અરવલ્લી 19 01 00
તાપી 01 00 00
વલસાડ 05 01 00
નવસારી 06 00 00
ડાંગ 02 00 00
સુરેન્દ્રનગર 01 00 00
કુલ 4395 214 613

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Coron Gujarat LIVE may be possible to relief in some part of state after 4th may


Coron Gujarat LIVE may be possible to relief in some part of state after 4th may


Coron Gujarat LIVE may be possible to relief in some part of state after 4th may

Related posts

કોરોનાના 687 નવા કેસ, ત્રણ દિવસમાં જ 2043 દર્દી નોંધાયા, 18ના મોત સાથે મૃત્યુઆંક 1900ને પાર

Amreli Live

વિશ્વભરમાં 20 લાખ કેસ, 1.27 લાખના મોત: અમેરિકમાં 24 કલાકમાં 2407 લોકોએ જીવ ગુમાવ્યો, કુલ મૃત્યુઆંક 26 હજાર

Amreli Live

અત્યાર સુધીમાં 34,754 કેસઃમૃત્યુઆંક 1148;મહારાષ્ટ્રમાં દર્દીની સંખ્યા 10 હજારને પાર, દિલ્હીમાં સીઆરપીએફના 6 જવાન સંક્રમિત

Amreli Live

ક્રિકેટ જગતના બે સિતારાની નિવૃત્તિ,લાલ કિલ્લા પરથી ચીન-પાકિસ્તાનને PMની ચેતવણી,વૈષ્ણો દેવી યાત્રાનો આજથી પ્રારંભ

Amreli Live

WHOએ કહ્યું- દક્ષિણ એશિયામાં ગીચ વસ્તીના કારણે મહામારીનું જોખમ વધુ; વિશ્વભરમાં અત્યાર સુધીમાં 68.45 લાખ કેસ

Amreli Live

CM ગેહલોતે 31 જુલાઈએ વિધાનસભા સત્ર બોલાવવા અંગે રાજ્યપાલને નવો પ્રસ્તાવ મોકલ્યો, કોંગ્રેસનો પ્રજાને પ્રશ્ન-લોકશાહી પર ભાજપનો હુમલો સ્વીકાર્ય છે?

Amreli Live

શાયર રાહત ઈન્દોરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, દેશમાં 24 કલાકમાં 53016 દર્દીઓ વધ્યા; અત્યાર સુધીમાં 22.67 લાખ કેસ

Amreli Live

આઠ મુખ્ય ઉદ્યોગનું ઉત્પાદન માર્ચમાં 6.5 ટકા ઘટ્યું, કોલસા સિવાય અન્ય તમામ સેક્ટરમાં ઉત્પાદન ગગડ્યું

Amreli Live

15.87 લાખ કેસઃ તમિલનાડુમાં લોકડાઉન 31 ઓગસ્ટ સુધી વધારાયું, એક સપ્તાહમાં બીજી વખત 50 હજારથી વધુ કેસ

Amreli Live

અત્યાર સુધી 14192 કેસ-487 મોતઃ ગૃહ મંત્રાલયે કહ્યું- રાજ્ય પોતાને ત્યાં રોહિંગ્યા મુસલમાનોની તપાસ કરે, તે મોટી સંખ્યામાં મરકજમાં સામેલ થયા હતા

Amreli Live

માલદીવમાં સંક્રમણથી પ્રથમ મોત; જર્મનીમાં 6 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા

Amreli Live

કેદારનાથના રાવલ મહારાષ્ટ્રમાં ફસાયા, બાબા કેદારનાથનો સોનાનો મુકુટ તેમની પાસે, કપાટ ખુલવાના સમયે હાજર હોવુ જરૂરી

Amreli Live

બહેરામપુરાના મહિલા કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, SVP હોસ્પિટલમાં ખસેડાયા

Amreli Live

21.55 લાખ કેસઃએક દિવસમાં સૌથી વધુ 7 લાખ 19 હજાર ટેસ્ટ કરાયા, 80 હજાર ટેસ્ટ સાથે મહારાષ્ટ્ર ટોપ પર

Amreli Live

18.04 લાખ કેસઃ એક દિવસમાં 52 હજાર 531 દર્દી વધ્યા, ઓક્સફોર્ડની વેક્સીનના બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલને ભારતમાં મંજૂરી મળી

Amreli Live

મુસ્લિમ પક્ષને જમીન મળી છે ત્યાં ખેતી થાય છે; લોકો ઈચ્છે છે કે મસ્જિદની જગ્યાએ શાળા કે હોસ્પિટલ બનાવવામાં આવે

Amreli Live

સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરાયેલા લોકોમાંથી 4ના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ 46 કેસ થયા

Amreli Live

એક દિવસમાં સૌથી વધારે 499 કેસ સામે આવ્યા: તમિલનાડુમાં 102 નવા કેસ; કેન્દ્રએ રાજ્યોને 11,092 કરોડની મદદની જાહેરાત કરી

Amreli Live

માત્ર વાલ્વ વાળો N – 95 માસ્ક સેફ નથી, બાકી 0.3 માઇક્રોન્સ સુધીના ડ્રોપ્લેટ્સને 95% સુધી અટકાવે છે, જાણો આની વિશિષ્ટતાઓ વિશે

Amreli Live

શહેરમાં કોરોનાને કારણે થઈ રહેલી માનસિક સમસ્યાઓ માટે હેલ્પલાઈન નંબર 1100 જાહેર, દરેક ટીમમાં એક મહિલા

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 6 કેસ નોંધાયા, આજના 20 કેસ સાથે કોરોનાના કુલ 128 દર્દી, 11ના મોત

Amreli Live