26.4 C
Amreli
19/09/2020
bhaskar-news

રાજ્યના 4 મહાનગરમાં 3 મે સુધી દુકાનો બંધ રહેશે, વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય કર્યોઃ અશ્વિની કુમારગુજરાતમાં શનિવારે 256 લોકો કોરોના પોઝિટિવ આવ્યાછે અને આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો કુલ 3071 પર પહોંચ્યો છે. તેમજ 6 દર્દીનામૃત્યુ નોંધાતા કુલ મૃત્યુઆંક133 થયો છે. જ્યારે 17 લોકો સાજા થતા કુલ 282 લોકોએ કોરોના સામે જંગ જીતી લીધો છે.મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, મહાનગરોમાં 3 મે સુધી દુકાનો ચાલુ કરવાની મંજૂરી નથી. આ અંગે સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેવાયો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દુકાનો બંધ રહેશે. જો કે આવશ્યક ચીજ વસ્તુની દુકાનો ખોલી શકાશે.પબ્લિક ટ્રાન્સપોર્ટ, બ્યૂટી પાર્લર્સ અને પાનમસાલાની દુકાનોને પણ મંજૂરી આપવામાં આવી નથી.

અશ્વિની કુમારએ આગળ કહ્યું કે,આ ચારેય મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરોએ સંયુકત રીતે નિર્ણય કર્યો છે કે, ચારેય મહાનગરોમાં ૩જી મે સુધી દુકાનો-વ્યવસાયો ચાલુ કરવા દેવાશે નહીં અને બંધ રાખવામાં આવશે. લોકડાઉન દરમિયાન અગાઉ ચાલુ રહેલી જીવનજરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને જ આ મહાનગરોમાં ચાલુ રાખવા દેવામાં આવશે.

26 એપ્રિલની સવારથી અત્યાર સુધીમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

પેટ્રોલ પમ્પ પર હવા પુરાવા, ચશ્માની દુકાનો અને હાર્ડવેરની દુકાનો પર લોકોની ભીડ
સરકારની સૂચના અનુસાર રાજ્યના અમદાવાદ, સુરત અને વડોદરા જેવા કોરોના હોટસ્પોટ સહિત 90 ટકા ગુજરાતમાં વહેલી સવારથી કામ ધંધા શરૂ થઈ ગયા હતા. ખાસ કરીને પેટ્રોલ પમ્પ પર હવા પુરાવા, ચશ્માની દુકાનો અને હાર્ડવેરની દુકાનો પર લોકોની ભીડ જામી હતી. આ ઉપરાંત ઇલેક્ટ્રિકની દુકાનો પર પણ લોકો ઉમટી પડ્યા હતા. આજે અખાત્રીજ નિમિત્તે કેટલીક ચોક્કસ દુકાનો ખોલવા સરકારે મંજૂરી આપતા જ વહેલી સવારથી જ આ દુકાનદારોએ પૂજા કરી ધંધા શરૂ કરી દીધા હતા. તેની સાથે સાથે તમામ દુકાનદારો સરકારના નિયમોનું ચુસ્ત પણે પાલન કરતા જોવા મળ્યા હતા.

61 હોસ્પિ.માં 10 હજાર બેડ અને કોવિડ હોસ્પિ.સાથે 22 હજાર બેડની વ્યવસ્થા
રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના અંગેની અપડેટ આપતા જણાવ્યું કે, ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ 3,071 છે, જેમાંથી2656 એક્ટિવ કેસછે. હાલ 61 હોસ્પિટલમાં 10 હજાર બેડ અને કોવિડ હોસ્પિટલ સાથે 22 હજાર બેડની વ્યવસ્થા છે. ગુજરાત જેટલી જ વિસતિ ધરાવતા દેશ ઈટાલી અને સ્પેન કરતા ગુજરાતની સ્થિતિ ખૂબ જ સારી છે. સમયસર લોકડાઉન થતા ઘણો ફાયદો મળ્યો. ગુજરાતમાં પર્યાપ્ત માત્રામાં દવાઓ ઉપલબ્ધ છે. PPE કીટનો જથ્થો પણ ઉપલબ્ધ છે. રાજ્યની સરકારી હોસ્પિટલમાં 1061 વેન્ટિલેટર જ્યારે પ્રાઈવેટ હોસ્પિટલોમાં 1700 વેન્ટિલેટર છે.

અમદાવાદમાં વેપારીઓએ આડશ કરીને ગ્રાહકોને બહાર વસ્તુઓ વેચી
કોરોનાના હોટસ્પોટ અમદાવાદમાંવેપારીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની તૈયારીઓ સાથે દુકાનો ખોલી હતી. સવારથી જ ગેરેજ, પંચરની, વાસણની, સ્ટેશનરીની, મોબાઈલ સેલ અને રિપેરિંગ, રિચાર્જ, એસી, ઇલેક્ટ્રોનિક, કપડાંના શો રૂમ, દરજી, સ્ટોર્સ સહિતની દુકાનો ખુલી ગઈ હતી. દુકાનદારોએ દુકાનની આગળ ટેબલ મૂકી અને દોરી બાંધી દીધી હતી જેથી ગ્રાહકોની દુકાનમાં ભીડ ન થાય. બહારથી ગ્રાહકોને વસ્તુ આપવામાં આવતી હતી. લોકો પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જોવા મળ્યા હતા.

વડોદરામાં વેપારીઓએ સાફ સફાઈ બાદ દુકાનો બંધ કરી
વડોદરા શહેરના રેડઝોન નાગરવાડાને બાદ કરતા અને સરકારે નક્કી કરેલા વિસ્તારોમાં ઇલેક્ટ્રિક, ગેરેજ, પતરાં, ચશ્મા, હાર્ડવેર, ઓટોપાર્ટ્સ, પૂજાનો સામાન, બેકરી, સહિતની દુકાનો ખુલી હતી. જોકે, મોટા ભાગના વેપારીઓ એક માસથી બંધ દુકાનોમાં સાફ સફાઇની કામગીરી કરી દુકાનો બંધ કરી હતી.શહેરના વાઘોડિયા રોડ, ન્યુ વી.આઇ.પી. રોડ,કારેલીબાગ, ગોત્રી, ગોરવા, તરસાલી, મકરપુરા,માંજલપુર,અલકાપુરી સહિતના વિસ્તારોમાં નાની દુકાનો ખુલી હતી. વેપારીઓએ જણાવ્યું કે, દુકાનો ખોલવાની જે મંજૂરી આપવામાં આવી છે. તેનો કોઇ અર્થ નથી કારણ કે, ખરીદી કરવા નીકળનાર ગ્રાહકોને પોલીસ લોકડાઉનના કારણે રોકી રહી છે. ખરીદી કરવા માટે નીકળેલા લોકોને પોલીસ તંત્ર દ્વારા અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે.

રંગીલા રાજકોટમાં રવિવાર છતાં દુકાનો ખુલી, સોશિયલ ડિસ્ટન્સથી ગ્રાહકોએ ખરીદી કરી
રાજકોટમાં આજે રવિવાર હોવા છતાં સવારથી પંચર, કપડા, દૂધની ડેરીઓ, કરિયાણાની દુકાનો ખુલી ગઇ છે. સવારના સમયે ગ્રાહકોની ભીડ જોવા મળી નથી. પરંતુ સાંજના સમયે ગ્રાહકોની સંખ્યા વધે તેવી વેપારીઓમાં આશા છે. જે-તે વિસ્તારમાં રહેતા લોકોએ પોતાના જ વિસ્તારમાં આવેલી દુકાનોમાંથી ખરીદી કરવાની રહેશે. શહેરના રેલવે જંક્શન, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞિક રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં આજથી સવારે અમુક દુકાનો ખુલી છે જ્યારે અમુક દુકાનદારોએ રવિવાર હોવાથી રજા પણ પાળી છે. જે દુકાનો ખુલી છે ત્યાં ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સથી ખરીદી કરી રહ્યા છે.

સુરતમાં ગ્રીન ઝોનમાં દુકાનો ખુલી, સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકોએ ખરીદી કરી

સુરતના સેન્ટ્રલ ઝોન, લિંબાયત ઝોન, વરાછા-એ ઝોન, અઠવા ઝોન, રાંદરે ઝોન, ઉધના ઝોન, કતારગામ ઝોન આ સાત ઝોન કન્ટેઈનમેન્ટ હેઠળ આવતા હોવાથી આજે આ વિસ્તારમાં દુકાનો ખુલી નથી. જ્યારે અન્યવિસ્તારોમાં દુકાનો ખુલી છે. રવિવાર હોવાથી ઓછી દુકાન ખુલી જોવા મળી છે. આ દુકાનો પર લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ અમલ કરતા નજરે પડી રહ્યા છે. રેડ ઝોનમાં એક પણ દુકાનખુલી નથી. જ્યારે ગ્રીન ઝોનમાં આવેલી દુકાને ધીમે-ધીમે ખુલી રહી છે. જ્યારે દુકાનદારો દ્વારા પણ સર્કલ કરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.

કુલ દર્દી 3071, 133ના મોત અને 282 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 2003 86 115
વડોદરા 230 12 56
સુરત 496 15 16
રાજકોટ 41 00 14
ભાવનગર 40 05 18
આણંદ 41 03 14
ભરૂચ 29 02 10
ગાંધીનગર 23 02 12
પાટણ 16 01 11
નર્મદા 12 00 00
પંચમહાલ 17 02 00
બનાસકાંઠા 27 00 01
છોટાઉદેપુર 13 00 03
કચ્છ 06 01 01
મહેસાણા 07 00 02
બોટાદ 12 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 04 00 01
ખેડા 05 00 01
ગીર-સોમનાથ 03 00 02
જામનગર 01 01 00
મોરબી 01 01 00
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 10 00 00
અરવલ્લી 18 01 00
તાપી 01 00 00
વલસાડ 05 01 00
નવસારી 02 00 00
ડાંગ 01 00 00
સુરેન્દ્રનગર 01 00 00
કુલ 3071 133 282

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat LIVE, Starting small and big businesses in the state from today


Corona Gujarat LIVE, Starting small and big businesses in the state from today


Corona Gujarat LIVE, Starting small and big businesses in the state from today


Corona Gujarat LIVE, Starting small and big businesses in the state from today


Corona Gujarat LIVE, Starting small and big businesses in the state from today

Related posts

રાજ્યમાં ટેસ્ટમાં વધારો કરવામાં આવ્યો છે, અત્યારે 3 હજારની આસપાસ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છેઃ જયંતિ રવિ

Amreli Live

સોનુ નિગમની ટી-સીરિઝના માલિક ભૂષણ કુમારને ધમકી, ‘મારું મોઢું ના ખોલાવીશ નહીંતર મરીના કુંવરનો વીડિયો પોસ્ટ કરી દઈશ’

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં 21 કલાક પછી ફરી એકવાર ગેસ લીકેજ, 3 કિ.મી સુધીના ગામો ખાલી કરાવ્યાં, 2 બાળકો સાથે 11ના મોત

Amreli Live

કોટ વિસ્તારમાં કર્ફ્યૂ, માત્ર મહિલાઓ બપોરે 1થી 4 દરમિયાન બહાર નીકળી શકશે, અતિઆવશ્યક સેવા માટે પાસ જરૂરી

Amreli Live

વધુ 12 કેસ નોંધાતા આંકડો 576, 17 રિકવર થતા રજા અપાઈ, એક પોઝિટિવ દર્દી સિવિલમાંથી ભાગી ગયો

Amreli Live

અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ યુરોપમાં મોતની સંખ્યામાં ઘટાડો, ઇટાલીમાં 24 કલાકમાં 333 અને બ્રિટનમાં 360 લોકોના મોત

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં 217 નવા પોઝિટિવ કેસ અને 79 દર્દી સાજા થયા, 9ના મોત સાથે મૃત્યુઆંક 112, કુલ દર્દી 2624

Amreli Live

64 હજાર 729ના મોત,ઈટાલીની હોસ્પિટલમાં ક્રિટિકલ દર્દીઓની સંખ્યા ઓછી, શનિવારે અહીં 681 લોકોએ જીવ ગુમાવ્યો

Amreli Live

સંક્રમણના કેસના મામલે ભારત ચોથા સ્થાને પહોંચ્યું, આજે 365 લોકોના મોત, દિલ્હીમાં મોતનો આંકડો 1 હજાર પાર; દેશમાં અત્યારસુધી 2.97 લાખ કેસ

Amreli Live

દેશમાં સંક્રમિતોની સંખ્યા 4 લાખને પાર, છેલ્લા 9 દિવસમાં એક લાખથી વધુ દર્દી વધ્યા

Amreli Live

1.61 લાખના મોત: કેનેડા-અમેરિકાની સરહદ 30 દિવસ માટે ફરી બંધ; ટ્રમ્પે ફરી કહ્યુ મૃત્યુઆંકમાં અમે નહીં ચીન આગળ

Amreli Live

અત્યાર સુધી 2 હજાર 542 કેસ, વર્લ્ડ બેંકે ભારત માટે રૂ. 7600 કરોડના ઇમર્જન્સી ફંડને મંજૂરી આપી, સ્ક્રિનિંગ અને આઇસોલેશન વોર્ડ બનાવવા મદદ મળશે

Amreli Live

અત્યાર સુધી 7061 કેસ, 245 મોતઃ ગુરુગ્રામમાં માસ્ક પહેરવા ફરજીયાત, પંજાબે લોકડાઉન 1 મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો

Amreli Live

સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો કરનારને 7 વર્ષ સુધીની સજા અને પાંચ લાખ સુધીનો દંડ થશે, કેન્દ્ર સરકારે જાહેરાત કરી

Amreli Live

ભાવનગરમાં 50, રાજકોટમાં 26, ગોંડલમાં 10, અમરેલીમાં 6, જસદણમાં 5, ગીર સોમનાથમાં 3 અને બોટાદમાં 3 કેસ નોંધાયા

Amreli Live

4.91 લાખ કેસઃ 5 દિવસમાં અંદાજે 80 હજાર દર્દી વધ્યા, જેમાંથી 50 હજાર માત્ર દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

4.56 લાખ કેસઃ પશ્વિમ બંગાળમાં તૃણમૂલ ધારાસભ્ય તમોનાશ ઘોષનું મોત, મે મહિનામાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો

Amreli Live

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ કેસમાંથી 80 ટકા અમદાવાદના હતા, ગઈકાલે 60 ટકા થયા

Amreli Live

CM ગેહલોતે 31 જુલાઈએ વિધાનસભા સત્ર બોલાવવા અંગે રાજ્યપાલને નવો પ્રસ્તાવ મોકલ્યો, કોંગ્રેસનો પ્રજાને પ્રશ્ન-લોકશાહી પર ભાજપનો હુમલો સ્વીકાર્ય છે?

Amreli Live

એક દિવસમાં સૌથી વધુ 19 મોત, 11 દર્દીના હોસ્પિટલમાં દાખલ થયાના 3 દિવસમાં જ જ્યારે 7નાં સપ્તાહમાં મૃત્યુ

Amreli Live

આ દિવસે વાળ કાપવાથી ઘર માંથી ચાલી જાય છે લક્ષ્મી અને થઇ શકે છે અકાળ મૃત્યુ .. આ રજાના દિવસે તો ખાસ ના કપાવવા જોઈએ..

Amreli Live