29 C
Amreli
22/09/2020
bhaskar-news

રાજ્યના ગ્રીન ઝોનમાં એસટી બસોને 30 મુસાફરોના વહન સાથે છૂટ, ઓરેન્જ-ગ્રીનઝોનમાં હેર સલૂન અને ટી સ્ટોલ ખુલી શકશેકોવિડ-19ના સંક્રમણને રોકી કોરોનાની વૈશ્વિક મહામારીને હરાવવા ભારત સરકારના દિશા નિર્દેશોને પગલેમુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને ઉચ્ચકક્ષાની બેઠકમાં લૉકડાઉન લંબાવવા અને તેના ચૂસ્ત અમલ કરવા અંગે કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગેની વિગતો આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, રાજ્યના રેડઝોનમાં આવેલા પાંચ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગરમાં કોઈ જ વધારાની છૂટછાટ આપવામાં આવી નથી. ઓરેન્જ ઝોનમાં આવેલા રાજકોટ મહાનગરપાલિકાને પણ કોઈ જ વધારાની છૂટછાટ આપવામાં આવી ન હોવાથી લોકો રેડઝોનની જેમ જ લૉકડાઉનનું પાલન કરવામાં સહકાર આપે.

છ નગરપાલિકા વિસ્તારમાં પણ છૂટછાટમાં કોઈ જ વધારો કર્યો નથી
મુખ્યમંત્રીના સચિવ મુજબ, આ ઉપરાંત રેડઝોનમાં આવેલા બોટાદ, બોપલ, ખંભાત, બારેજા, ગોધરા, ઉમરેઠ એમ છ નગરપાલિકા વિસ્તારમાં પણ છૂટછાટમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી કે કોઇ વધારાની છૂટછાટ આપવામાં આવી નથી. આ જાહેર કરાયેલા રેડઝોન વિસ્તારમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ વ્યવસાય, ખાનગી કચેરીઓ શરૂ કરી શકશે નહીં. આ વિસ્તારોમાં જીવન જરુરિયાતની વસ્તુઓ જેવી કે દૂધ, અનાજ, કરિયાણા, શાકભાજી, ફ્રૂટ, અને દવા સિવાય કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. ગુજરાતમાં અમદાવાદ,સુરત,વડોદરા,ગાંધીનગર,ભાવનગર વગેરે મહાનગરપાલિકાઓમાં કારોનાના પોઝિટિવ કેસોનું પ્રમાણ વધુ હોવાથી આ મહાનગરપાલિકાઓ વિસ્તારોમાં લોકડાઉનનું કડક અને સખ્તાઇથી પાલન કરવામાં આવશે તેની સાથે જ જ્યાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધુ છે તેવા જિલ્લાઓમાં પણ લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવમાં આવશે.

ટી સ્ટોલ ઉપર ડિસ્પોઝેબલ કપ/ગ્લાસનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે
અશ્વિની કુમારે વધુમાં કહ્યું કે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા લોકોની બિનજરૂરી અવરજવર અને ભીડને રોકવા સમગ્ર ગુજરાતમાં આગામી બે અઠવાડિયા સુધી પાન-મસાલાની દુકાનો અને વેચાણ પરવાનો ધરાવતી દારૂની દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્યના ઓરેન્જ અને ગ્રીનઝોન તરીકે જાહેર થયેલા વિસ્તારોમાં હેરકટીંગ સલૂન, બ્યુટીપાર્લર, ટી સ્ટોલ અને ચા-કોફીની દુકાન ચાલુ કરી શકાશે. પરંતુ ટી સ્ટોલ ઉપર ડિસ્પોઝેબલ કપ/ગ્લાસનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે.ગ્રીનઝોનવાળા જિલ્લામાં એસટી બસોમાં 50 ટકા એટલે કે 30 મુસાફરોનું વહન કરી શકાશે. જો આનાથી વધુ મુસાફરો વહન કરતાં પકડાશે તો ડ્રાઈવર અને કડક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગ્રીનઝોન વિસ્તારો પૂરતા આંતરજિલ્લા અને જિલ્લાની આંતરિક બસ સેવાઓ શરુ થઇ શકશે.

વેચાણકારોને આપવામાં આવેલા પાસ ફરીથી રીન્યૂ કરાવવાના રહેશે નહીં
અશ્વિની કુમારે આગળ કહ્યું કેઓરેન્જ અને ગ્રીનઝોન વિસ્તારોમાં ટેક્સી કે કેબમાં ડ્રાઇવર અને તેની સાથે અન્ય બે જ લોકો મુસાફરી કરી શકશે. રાજ્યમાં સાંજે 7થી સવારે 7 સુધી કોઇપણ ઝોનમાં બહાર અવરજવર કરવા દેવાશે નહીં. અગાઉ જીવન જરૂરી ચીજવસ્તુઓના વહન માટે આપેલા પાસ આગામી 17 મે સુધી ભરેલા કે ખાલી માલવાહક વાહનોને સમગ્ર રાજ્યમાં વગર રોકટોકે અવરજવરની છૂટ આપી છે. અગાઉના લોકડાઉનના સમય દરમિયાન આવશ્યક સેવાઓ અને ચીજ વસ્તુઓના વેચાણકારોને આપવામાં આવેલા પાસ ફરીથી રીન્યૂ કરાવવાના રહેશે નહીં. તેની મુદતમાં હાલના લોકડાઉનના સમયનો વધારો આપોઆપ કરી દેવાશે.

ઘરમાં રહીને જ તહેવારો ઉજવવા
સચિવે કહ્યું હતુ કે, અગાઉ ચૈત્રી નવરાત્રી, રામનવમી અને હનુમાન જયંતી જેવા હિંદુ તહેવારો હિંદુ ભાઈ-બહેનોએ ઘરમાં રહીને જ ઊજવ્યા તેમ મુસ્લિમ ભાઈઓને પણ રમજાનના પવિત્ર માસમાં પોતાના ઘરમાં જ રહીને ઈબાદત કરવા મુખ્યમંત્રીએ મુસ્લિમ ભાઈ-બહેનોને અપીલ કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


hair salons and tea stalls will be opened in the orange-green zone in gujarat

Related posts

રાજ્યમાં ટેસ્ટમાં વધારો કરવામાં આવ્યો છે, અત્યારે 3 હજારની આસપાસ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છેઃ જયંતિ રવિ

Amreli Live

નેટફ્લીક્સને લોકડાઉન ફળ્યું, 2020ના પહેલા ત્રણ મહિનામાં નફો બમણો વધીને રૂ. 5434 કરોડ થયો

Amreli Live

વિપક્ષના પૂર્વ નેતા અને બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોનાથી મોત, SVPમાં વેન્ટિલેટર પર હતા

Amreli Live

કોરોના સંકટ વચ્ચે આઝાદીની ઉજવણી, થોડીવારમાં વડાપ્રધાન મોદી ધ્વજ ફરકાવશે

Amreli Live

વસ્તીની ગીચતા સરખી છતાં પાડોશી દેશો કરતાં ભારત ઘણું આગળ, નેપાળ 0.2%, પાકિસ્તાન 2.05% સામે ભારતમાં મૃત્યુદર 2.82%

Amreli Live

વુહાનમાં મોતના નવા આંકડા જાહેર, તેમા 50 ટકાનો વધારો થયો; ચીને સ્વીકાર્યુ-ઘણા મોતનું કારણ જાણવામાં ભૂલ થઈ

Amreli Live

ભાજપે ત્રણ રાજ્યોમાં પ્રમુખો બદલ્યા, દિલ્હીમાં મનોજ તિવારીની જગ્યાએ આદેશ ગુપ્તા, છત્તીસગઢમાં વિષ્ણુદેવ અને મણિપુરમાં ટિકેન્દ્ર સિંહને પ્રમુખ બનાવાયા

Amreli Live

અત્યાર સુધી 10,991 કેસ-370 મોતઃ સરકારે કહ્યું- 20 એપ્રિલ સુધી મૂલ્યાંકન કરશુ, સંક્રમણ અટકાવવા કામ ન થયુ હોય ત્યાં કોઈ છૂટછાટ નહીં મળે

Amreli Live

દોષી મનુ શર્મા 14 વર્ષની સજા ભોગવ્યા બાદ મુક્ત; દિલ્હીના LGએ રિવ્યૂ બોર્ડની ભલામણ બાદ નિર્ણય કર્યો, સારી વર્તણૂકનો આધાર લીધો

Amreli Live

મોદીએ અર્થવ્યવસ્થા પર કહ્યું – વિકાસ ચોક્કસપણે પાછો આવશે, મેડ ઇન ઈન્ડિયા અને મેડ ફોર ફોરેન હવે દેશની જરૂરિયાત છે

Amreli Live

ચીન જેવી હરકતો કરી રહ્યું છે નેપાળઃ પહેલી વખત સરહદે સેના ઉતારી, કોરોના ક્વોરન્ટીન સેન્ટરની આડમાં ઠેકાણાં બનાવ્યાં

Amreli Live

કોરોનાથી આજે રેકોર્ડ 93 લોકોના મોત, લોકપાલ સદસ્ય જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠીનું સંક્રમણથી મોત

Amreli Live

SVP હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી કોરોના પોઝિટિવ MLA ખેડાવાલાની દિવ્યભાસ્કર સાથે સીધી વાત ‘બે દિવસથી તાવ, શ્વાસ લેવામાં તકલીફ હતી’

Amreli Live

અમદાવાદની કંપની હુબીલોએ 10 હજાર લોકો ભાગ લઇ શકે તેવું ભારતનું પહેલું વર્ચ્યુઅલ ઇવેન્ટ પ્લેટફોર્મ બનાવ્યું

Amreli Live

સરકાર પાસે હાલ 15 મહિના સુધી વહેંચી શકે એટલું અનાજ છે, બિહારમાં ચૂંટણી પહેલા 5 મહિના સુધી 8.5 કરોડ ગરીબોને ફાયદો મળશે

Amreli Live

33,336 કેસ, મૃત્યુઆંક-1082: છેલ્લા 24 કલાકમાં 1718 નવા કેસ, રિકવરી રેટ 25.19% થયોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

પાયલટની પહેલી ગુગલી ગેહલોત ફ્રન્ટફુટ પર રમી ગયા;આજે CBSE ધોરણ-10ના પરિણામ આવશે,IITની કોરોના ટેસ્ટ કિટ લોંચ થશે

Amreli Live

છેલ્લા 24 કલાકમાં 18256 દર્દી વધ્યા, જૂનમાં સંક્રમિતથી વધુ સાજા થયા, અતંર એક લાખથી વધારે

Amreli Live

21.55 લાખ કેસઃએક દિવસમાં સૌથી વધુ 7 લાખ 19 હજાર ટેસ્ટ કરાયા, 80 હજાર ટેસ્ટ સાથે મહારાષ્ટ્ર ટોપ પર

Amreli Live

રાહુલ ગાંધીએ કહ્યું લોકાઉન કોરોનાનો ઈલાજ નથી, માત્ર પોઝ બટન છે; ટેસ્ટિંગ જ યોગ્ય હથિયાર

Amreli Live

આ દિવસે વાળ કાપવાથી ઘર માંથી ચાલી જાય છે લક્ષ્મી અને થઇ શકે છે અકાળ મૃત્યુ .. આ રજાના દિવસે તો ખાસ ના કપાવવા જોઈએ..

Amreli Live