22.2 C
Amreli
03/12/2020
કલેક્ટર ઓફિસ

રાજસ્થાનમાં સરકાર બદલાતા ઈતિહાસના પુસ્તકમાં ફેરફાર, મહારાણા પ્રતાપ વિશે આવું ભણાવાશે!

જયપુર: રાજસ્થાન બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની વેબસાઈટ પર જોવા મળી રહેલા ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના ઈ-પાઠ્યપુસ્તકમાં એવું જણાવવામાં આવ્યું છે કે 16મી સદીના મેવાડના રાજા મહારાણા પ્રતાપમાં એક સૈન્ય કમાન્ડરના રૂપમાં ધીરજ, નિયંત્રણ અને યોજનાનો અભાવ હતો. અહીં નોંધનીય છે કે હાલ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

હવે મેવાડના રોયલ પરિવારે રાજ્ય શિક્ષણ ખાતા સમક્ષ એવી રજૂઆત કરી છે કે તેઓ પાઠ્યપુસ્તકમાં મહારાણા પ્રતાપ વિશે કરવામાં આવેલા દાવાના પુરાવા આપે અથવા પુસ્તકમાંથી આ વિવાદાસ્પદ ઘટનાને તાત્કાલિક હટાવી દે. વર્ષ 2018માં કોંગ્રેસની સરકાર આવતા જ પાઠ્યપુસ્તકમાં કેટલાંક સુધારા કરવામાં આવ્યા. રિપોર્ટ્સ મુજબ બીજેપી સરકાર દરમિયાન પાઠ્યપુસ્તકમાં મહારાણા પ્રતાપ વિશેની જેટલી માહિતી હતી તેમાંથી 40 ટકા જેટલી માહિતી કોંગ્રેસની સરકારમાં ઘટાડવામાં આવી છે.

આ ઈ-બુકમાં જણાવ્યા મુજબ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સેનાનાયકમાં જે ધૈર્ય, સંયમ અને યોજનાની આવશ્યકતા હોવી જોઈએ તેનો મહારાણા પ્રતાપમાં અભાવ હતો. આ મુદ્દે મેવાડના રોયલ પરિવારના લક્ષ્યરાજ સિંઘે જણાવ્યું કે કમનસીબે પાઠ્યપુસ્તકમાં આ પ્રકારના બદલાવના કારણે આજની પેઢી ગૂંચવાઈ જશે. હું જાણવા માગુ છું કે મહારાણા પ્રતાપ આધારિત પ્રકરણ લખનાર વ્યક્તિ શું ઈતિહાસ અને આ વિષયનો નિષ્ણાત છે, જો નથી તો વિદ્યાર્થીઓ અને સમાજની સાથે અન્યાય થઈ રહ્યો છે.

આ વિવાદ અંગે પ્રતિક્રિયા આપતા પાઠ્યપુસ્તક સુધારણા સમિતિના સંયોજક બીએમ શર્માએ એ મુદ્દે સહમતિ દર્શાવી કે રાજકીય દખલગીરી વિના પાઠ્યપુસ્તકમાં સુધારા શક્ય બને નહીં. આ ઈ-બુકમાં જે લેખકે આ માહિતી નોંધી છે તેની પાસે આ મુદ્દે સ્પષ્ટતા માગવામાં આવી છે. પણ હજુ સુધી તેવું સ્પષ્ટ થયું નથી કે આ માહિતી પ્રિન્ટિંગ માટે ગઈ છે કે નહીં.


Source: iamgujarat.com

Related posts

કોરોનાને કારણે 77 ટકા કંપનીઓની રેવેન્યૂ ઘટી : રિપોર્ટ

Amreli Live

ચટપટું ખાવાના શોખીન હો તો બનાવો ‘આલુ-ચણા ચાટ’, માત્ર 20 મિનિટમાં બની જશે

Amreli Live

2 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

અમદાવાદ: જૂનમાં કોરોનાનું જોર ઘટ્યું, કેસ અને મૃત્યુઆંક આટલો ઘટાડો

Amreli Live

ગુજરાતમાં ફરીથી લોકડાઉન થશે? મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી સ્પષ્ટતા

Amreli Live

ખૂબ જ લાગણીશીલ હતો સુશાંત, વૃદ્ધાશ્રમનો આ વિડીયો જોઈ નહીં રોકી શકો આંસુ

Amreli Live

અમદાવાદમાં કોરોનાના 253 નવા કેસ નોંધાયા, 18ના મોત સાથે કુલ મૃત્યુઆંક 798 થયો

Amreli Live

લગ્નના બીજા દિવસે વરરાજાનું મોત, પ્રસંગમાં હાજરી આપનારા 79 લોકોને થયો કોરોના

Amreli Live

UPનાં રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્યપ્રદેશની પણ જવાબદારી સોંપાઈ

Amreli Live

‘ચલ જીવી લઈએ’ની એક્ટ્રેસ આરોહીએ જણાવ્યો અનુભવ, કહ્યું-સંઘર્ષ કરવો પડે છે

Amreli Live

દેશના આ રાજ્યએ 31 જૂલાઈ સુધી લોકડાઉન લંબાવ્યું

Amreli Live

ભારતમાં ચોમાસું સામાન્ય તારીખથી 12 દિવસ વહેલું બેસી ગયું: હવામાન વિભાગ

Amreli Live

નીતિન પટેલની જાહેરાત, ગુજરાતમાં હવે રુ. 2500માં ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ થશે

Amreli Live

‘હર્ક્યુલસ’ જેવી તાકાત ધરાવે છે આ બોડી બિલ્ડર, એક જ ઝટકે તોડી સાંકળ

Amreli Live

દેશ ‘અનલોક’ થશે પરંતુ આ 10 નિયમોનું કરવું પડશે પાલન

Amreli Live

કોરોના હવાથી ફેલાતો હોવાનું જાણીને ડરી મલાઈકા, કહ્યું-‘આ દુઃસ્વપ્નનો અંત ક્યારે આવશે?’

Amreli Live

એક્સપર્ટ્સ અનુસાર, જો તમારી આવક આટલી છે તો રોકાણ માટે બેસ્ટ છે ભારત બૉન્ડ ETF

Amreli Live

અમદાવાદમાં આવતીકાલે નગરચર્યાએ નીકળશે ‘જગતનો નાથ’, હાઈકોર્ટે રથયાત્રાને આપી મંજૂરી

Amreli Live

બિગ બી અને અભિષેક બાદ ઐશ્વર્યા અને આરાધ્યા બચ્ચન પણ કોરોના પોઝિટિવ

Amreli Live

વરરાજાના કોરોના પોઝિટિવ મામા લગ્નમાં 400 લોકોને મળ્યા, મહેમાનોમાં ચિંતા

Amreli Live

ભારતીય દીકરીએ યોગાસનમાં તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

Amreli Live