25.9 C
Amreli
11/08/2020
bhaskar-news

રાજકોટ શહેરમાં 4 તો જિલ્લામાં કોરોનાના 22 નવા કેસ, 24 કલાકમાં સૌથી વધુ 5 દર્દીના મોતરાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26 નવા કેસ નોંધાયા છે. જેમાં શહેરમાં 4 અને જિલ્લામાં 22 કેસ સામે આવ્યા છે. જેને પગલે આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. જ્યારે 5 દર્દીના મોત થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં 24 કલાકમાં સૌથી વધુ દર્દીના મોત નોંધાયા છે.

રાજકોટ શહેરમાં એક જ દિવસમાં કોરોનાથી ચારના અને જેતપુરના એક દર્દીનુંમોત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. રાજકોટ શહેરમાં 63 વર્ષના પુરૂષ, 67 વર્ષના પુરૂષ, 68 વર્ષના પુરૂષ,67 વૃદ્ધા અને જેતપુરના 60 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 10દર્દીના મોત થયા છે. આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહીછે. રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાયને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.તેઓએ જણાવ્યું હતું કે, લોકો અને મહાદેવની આશીર્વાદ મારી સાથે છે. હું સ્કૂટર લઇને હોસ્પિટલમાં આવ્યો છું. જામનગરમાં વધુ ત્રણ કેસ નોંધાયા છે.

રાજકોટમાં બપોર પછી 4 કેસ નોંધાયા
-રંજનબેન જયંતભાઈ રૈયાણી (62) રહે. રૈયારાજ, અયોધ્યાનગર- 1, નવનીત હોલ, કોઠારીયા મેઈન રોડ, ભક્તિનગર, રાજકોટ.
-સમીર નવસાદભાઈ મીર (30)રહે. રાજનગર- 1, મસ્જિદ ચોક પાસે, સદગુરુ તીર્થ સામે, રાજકોટ.
-જયેશભાઇ ઇન્દુકુમાર ઉપાધ્યાય (46)રહે. ઘનશ્યામ 9/18, લક્ષ્મીવાડી, મિલપરા મેઈન રોડ, ભક્તિનગર, રાજકોટ.
-મયુર જ્યેન્દ્રકુમાર માખેંચ (32)રહે. આસોપાલવ બ્લોક નં. 60, સત્ય સાંઈ હોસ્પિટલ રોડ, આત્મીય કોલેજની પાછળ, રાજકોટ

મહાદેવના આશીર્વાદ મારી સાથે છે, હું સ્કૂટર લઈને હોસ્પિટલમાં આવ્યો છુંઃ જયેશ ઉપાધ્યાય
જયેશભાઇએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ભલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. લોકોના આશીર્વાદ અને મહાદેવના આશીર્વાદ મારી સાથે છે. હું સ્કૂટર લઈને હોસ્પિટલમાં આવ્યો છું. ઘોડા જેવો થઈને અહીંથી બહાર નીકળીશ. લોકડાઉન દરમિયાન બોલબાલા ટ્રસ્ટ દ્વારા દરરોજના 37 હજાર લોકોને ટિફિન પહોંચાડવાની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી. હંમેશા લોકોની મદદે જયેશભાઇ તત્પર રહ્યા છે. ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓ તેઓ જલ્દીથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. જયેશભાઇ ઉપાધ્યાય હાલ સિનર્જી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

ભાવનગરમાં શાકભાજીના વેપારી, શિક્ષક સહિત 11ને કોરોના પોઝિટિવ
ભાવનગરમાં આજે 11કેસ નોંધાયા છે. જેમાં ભાવનગરના વાઘાવાડી રોડ પુજા ફલેટની બાજુમાં રહેતા ડો. સુભાષ દત્તાત્રાયા તેલંગ( ઉં.વ 66), કુંભારવાડા માઢીયા રોડ પર રહેતા અને પ્લાસ્ટીકની ફેક્ટરીમાં કામ કરતા સવજીભાઈ કેશવભાઈ ઝાંઝમેરા (ઉં.વ.52), ચિત્રા સીદસર રોડ માધવાનંદ -2માં રહેતા અને સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા કરણભાઈ લક્ષ્મણભાઈ ચાવડા (ઉં.વ.43), હિલ ડ્રાઇવ ફુલવાડી ચોક, પ્લોટ નં. 2214 / બી / સી -1માં રહેતાં અને અગાઉ પોઝિટિવ આવેલાના સંપર્કમાં રહેલા કેવટ જયંતીકુમાર વાનાણી (ઉં.વ. 37), નારી ગામે રહેતાઅમરશીભાઈ ગણેશભાઈ ડોંડા (ઉં.વ.72), અનંતવાડી અજય સોસાયટીમાં રહેતાં અને ચોગઠ ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા રાકેશભાઈ તુલસીભાઈ યાદવ (ઉં.વ.32), નવી સિંધુનગર, રામાપીર મંદિર પાસે રહેતા ગોરમલ દાદુમલ રામરખીયાણી અને શાકભાજીના વેપારી (ઉં.વ.64), કોબડી ગામે રહેતાં પાર્વતીબેન તુલસીભાઇ સુતરીયા (ઉં.વ.58) અને વલ્લભીપુરના પીપળી ગામે રહેતાં અલ્પેશભાઈ ધરમશીભાઈ ભુંગળીયા (ઉં.વ.35), કુંભારવાડા ડ્રાઈવર કોલોની પ્લોટ નં .5માં રહેતા અને મુંબઈ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતાં તુષારભાઈ જીવરાજભાઈ મકવાણા (ઉં.વ.37) અને નિર્મળનગર શેરી નં.9માં રહેતા માહી જયેશભાઈ સાસોદીયા (ઉં.વ.13) સમાવેશ થાય છે.નો સમાવેશ થાય છે.

ભાવનગરમાં ત્રણ દર્દીઓ રોગ મુક્ત થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
ભાવગરમાં ત્રણ દર્દીઓ કોરાના સામે જીત મેળવતા તમામને રજા આપવામાં આવી છે. જેમાં વિઠ્ઠલવાડી મેપાભાઇ ચોરો પાસે, ત્રણ માળીયાની સામે રહેતાં ભાસ્કરભાઇ પોપટભાઇ મકવાણા (ઉં.વ.55), ભાવનગર જિલ્લા જેલ નીતિનભાઇ ખોડાભાઇ સોલંકી (ઉં.વ.22) અને શિશુવિહાર સર્કલ ગીતા ચોક 52 / સી, હરિયાળા પ્લોટમાં રહેતાં શરીફાબેન અબ્દુલ કરીમ પટણી (ઉં.વ. 60) સમાવેશ થાય છે.

ભાવનગર ગ્રામ્ય પંથકમાંથી વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં 12 કેસ
મહુવાના કોંજલી ગામે તબિયત બગડતાં સુરતથી આવેલા દક્ષાબેન ઘનશ્યામભાઇ કાવડ (ઉં.વ.36), મહુવાના સારદીકા ગામે રહેતા અને સુરતની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતા કેતનભાઈ ભોલાભાઈ રાઠોડ (ઉં.વ. 24) અને તળાજાના બેલા ગામે રહેતાં અને સુરતની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતાં રણછોડભાઈ માવજીભાઈ ડાંખરા(ઉં.વ. 65)નો સમાવેશ થાયા છે.

રાજકોટમાં સવારે 2 કેસ પોઝિટિવ, 2નાંમોત
કાલાવડ રોડ પર રહેતાદિનેશભાઈ સામતભાઈ ઓડેદરા (ઉં.વ.45) અનેદ્વારકાધીશ સોસાયટી શેરી નંબર-3, ઉમિયા ચોકમાં રહેતાચિરાગ અરવિંદભાઈ માણસુરીયા (ઉં.વ.-24)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે સત્યનારાયણ પાર્ક, ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતાકૈલાશ કુરજીભાઈ પટેલનું કોરોનાથી મોત નિપજ્યું છે. આ સાથે જ રેસકોર્સ પાર્કમાં રહેતા અને અકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતાઅરુણભાઈ ભગવાનદાસ ઠકરાર (ઉં.વ.67)નું કોરોનાથી મોત નિપજ્યું છે.

જસદણમાં 2 કેસ પોઝિટિવ નોંધાયા
જસદણમાં કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ નોંધાયા છે.જસદણનાં PGVCL કચેરી સામે રહેતા અબ્દુલભાઇ હારુનભાઇ પરમાર (ઉ.વ. 39) અને જસાપર ગામે રહેતા ગીરધરભાઇ જમનભાઇ ઢોલરીયા (ઉ.વ. 68)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમા દોડધામ મચી ગઇ છે.

ધોરાજીમાં 9કેસ પોઝિટિવ નોંધાયા
ધોરાજીમાં આજે સવારે વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા છે. વાલ્મીકી વિસ્તારમાં 28 વર્ષીય યુવકનો, ખરાવડ પ્લોટમાં 65 વર્ષીય વૃદ્ધાનો, ગોકુલાનવાળી શેરીમાં 61 વર્ષીય વૃદ્ધનો, ઋષિરાજ સોસાયટીમાં 75 વર્ષીય વૃદ્ધનો અને સોની બજારમાં રહેતી 47 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધોરાજીમાં એકાએક કેસ વધતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
બપોર બાદ ધોરાજીમાં 4 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં જમનાવડ રોડ પર અપૂર્વ સ્કુલ પાસે રહેતા 40 વર્ષીય યુવક, કંસાર ચોકમાં રહેતા 49 વર્ષીય આધેડ, હિરપરાવાડી મોતીનગરમાં રહેતા 50 વર્ષીય આધેડ અને જમનાવડ રોડ પર ગોપી પાનવાળાની સામેની ગલીમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધાનો સમાવેશ થાય છે.

જામકંડોરણામાં એક કેસ પોઝિટિવ નોંધાયો
જામકંડોરણામાં આજે વધુ એક કેસ પોઝિટિવ આવ્યો છે.કન્યા છાત્રાલય પાસે 43 વર્ષીય મહીલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. આમજામકંડોરણા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 14 કોરોના પોઝિટિવ નોંધાયા છે.

અમરેલી જિલ્લામાં કોરોના 6 કેસ પોઝિટિવ
અમરેલી જિલ્લામાં આજે કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ નોંધાયા છે.અમરેલીના ચક્કરગઢ રોડ પર રામ પાર્ક સોસાયટીમાં એક જ પરિવારના 3 સભ્યનો, સવજીપરામાં 25 વર્ષિય પુરૂષનો,લીલીયાના આંબા 1 અને અમરેલીના વાંકીયામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 92 પર પહોંચી છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 8 લોકોના મોત થઈ ચુક્યા છે.

બોટાદ જિલ્લામાં 2 પોઝિટિવ કેસ આવ્યા
ઢાંકણીયા ગામે રહેતી 30 વર્ષીય યુવતી અને ઢસા ગામે 48 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેની ટ્રાવેલીંગ હિસ્ટ્રી સુરતની હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ધોરાજીમાં કેસ નોંધાયા
રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલે એક સાથે 23 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં રાજકોટ શહેરના 8 અને જિલ્લાના 15 કેસ નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ધોરાજીમાં કેસ સામે આવી રહ્યાં છે. આમ રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 315કેસ પોઝિટિવ નોંધાયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


corona rajkot live positive case increase

Related posts

અમદાવાદમાં વધુ 8 પોઝિટિવ કેસ નોંધાતા આજે કુલ 76 નવા કેસ, રાજ્યમાં કોરોનાના 262 દર્દી, 17ના મોત

Amreli Live

અધિકારી પાસે ટેસ્ટ કરાવવા ગયા તો કહ્યું, ‘નથી કરવા’, પછી ટેસ્ટ કરાવ્યા તો 10 જણનો આખો પરિવાર પોઝિટિવ આવ્યો

Amreli Live

અત્યાર સુધીમાં 1 લાખ 14 હજાર મોત: સિંગાપોરમાં રવિવારે મળેલા 233 સંક્રમિતોમાં 59 ભારતીય

Amreli Live

રાજકોટના જંગલેશ્વરમાં વધુ બે મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો, સંખ્યા 39 થઇ

Amreli Live

ગુજરાતમાં લોકડાઉન 5 મે સુધી લંબાઈ શકે છે, ક્વોરન્ટીનના 14 દિવસના 3 તબક્કા બાદ કોરોના સંપૂર્ણ કાબૂમાં આવી શકે છે

Amreli Live

અત્યાર સુધી 14,384 કેસઃ શુક્રવારે સૌથી વધારે 304 દર્દી સ્વસ્થ થયા;એક દિવસ પહેલા 259 સંક્રમિત સ્વસ્થ થયા હતા

Amreli Live

8.73 લાખ કેસઃ UPની યુનિવર્સિટીમાં 4 ઓગસ્ટથી ઓનલાઈન ક્લાસિસ, 15 સપ્ટેમ્બર UG અને 31 ઓક્ટોબર સુધી PGમાં પ્રવેશ

Amreli Live

દેશમાં કોરોનાના 10 હજાર કેસ માત્ર અમદાવાદ અને મુંબઈમાં, ગુરુવારે દેશભરમાં નવા 1831 દર્દી મળ્યા

Amreli Live

6 વર્ષ પછી IPL ફરી UAE પહોંચી: 2014માં અહીં કુલ 60માંથી 20 મેચ રમાઈ હતી; જાણો આ વખતે કઈ રીતે અલગ હશે ટૂર્નામેન્ટ?

Amreli Live

સેન્સેક્સ 1265 અંક વધ્યો, નિફ્ટી 9111 પર બંધ; મારૂતિ સુઝુકી, ટાઈટન કંપનીના શેર વધ્યા

Amreli Live

UAEમાં IPL રમાશે, ટુર્નામેન્ટના ચેરમેન બૃજેશ પટેલે કહ્યું- સરકાર પાસે મંજૂરી માંગી, ત્યારબાદ પ્લાન તૈયાર થશે

Amreli Live

22 ડિગ્રીથી વધુ ગરમી, 80% ભેજથી બે મિનિટમાં વાઇરસની સંખ્યા અડધી થઇ જાય છે

Amreli Live

ઉનાના ખજુદ્રામાં ગાજવીજ સાથે 1 કલાકમાં 3 ઈંચ, રાજુલામાં 1 કલાકમાં 2 ઈંચ, કોડીનારમાં 2 ઈંચ, રાજકોટ, ભાવનગરમાં ધોધમાર

Amreli Live

આપણી જમીન પર શસ્ત્ર વગરના 20 જવાનોની હત્યાને ચીન કઈ રીતે યોગ્ય ઠેરવી રહ્યું છે

Amreli Live

જીટીયુના વિદ્યાર્થીઓનો ઓનલાઇન ડેટા લીક થવા મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ

Amreli Live

5 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 7 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ માંગરોળમાં 4 ઈંચ વરસાદ

Amreli Live

અત્યાર સુધી 32.72 લાખ સંક્રમિત અને 2.31 લાખ મોત: રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન પોઝિટિવ;

Amreli Live

અમદાવાદ કરતા વધુ કેસ અને મોતઃ વધુ 205 કેસ સાથે પોઝિટિવનો આંકડો 5260 થયો, 10 મોત સાથે મૃત્યુઆંક 194 પર પહોંચ્યો

Amreli Live

PM મોદીએ રોજગાર અભિયાનનો પ્રારંભ કરી કહ્યું, ખબર નહીં કોરોનાથી ક્યારે છૂટકારો મળશે, બસ સોશિયલ ડિસટન્સીંગનું ધ્યાન રાખો

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના 256 કેસ સાથે આંકડો 3 હજારને પાર, 6ના મોત નિપજ્યા અને 17 લોકોને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

રાજકોટ, મહુવા, રાજુલામાં વાવાઝોડા સાથે, ખાંભામાં 3 ઇંચ, ગોંડલ પંથકમાં તોફાની પવન સાથે 1થી 4 ઇંચ, હોર્ડિંગ માથે પડતા વૃદ્ધનું મોત

Amreli Live