25.3 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

રાજકોટ: લોકડાઉનમાં ત્રણ મહિનાનું ભાડું ચઢી જતાં સલૂન ચલાવતા યુવકનો આપઘાત

રાજકોટ: લોકડાઉનમાં ધંધો ઠપ્પ થઈ જવાના કારણે દુકાનનું ભાડું કાઢવું પણ મુશ્કેલ થઈ જતાં રાજકોટના પોશ એવા અમિન માર્ગ પર સલૂન ચલાવતા એક યુવકે આપઘાત કરી જીવનનો અંત આણ્યો છે. હિરેન રાઠોડ ઉર્ફે હેરી નામના માત્ર વર્ષના યુવકે ત્રિશા પ્લાઝામાં આવેલી પોતાની મોર્ડન હેર સલૂનમાં સોમવારે ગળે ફાંસો ખાઈ લીધો હતો.

મૃતકના મિત્ર કેવલ કારિયા તેને મળવા સવારે સાડા નવ વાગ્યે દુકાને આવ્યા ત્યારે તેમણે જોયું કે શટર બંધ હતું. તેમણે શટર ખોલ્યું ત્યારે હિરેનનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. હિરેનનો પરિવાર તેની સલૂનથી પાંચ કિમી દૂર આવેલા કોઠારિયા રોડની કિરણ સોસાયટીમાં રહે છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે હિરેન ટેટૂ આર્ટિસ્ટ પણ હતો, અને તેણે દોઢ વર્ષ પહેલા સલૂન શરુ કર્યું હતું.

હિરેનનું સલૂન પોશ એરિયામાં આવેલું હોવાથી તેનું ભાડું પણ ખૂબ જ ઉંચું હતું. છેલ્લા ત્રણ મહિનાથી હિરેન દુકાનનું ભાડું નહોતો ચૂકવી શક્યો. શરુઆતમાં તેનો ધંધો સારો ચાલ્યો હતો, પરંતુ લોકડાઉન શરુ થયું ત્યારથી જ હિરેનની આવક સાવ બંધ થઈ ગઈ હતી.

હાલ લોકડાઉનમાં રાહત અપાઈ હોવા છતાં કોરોનાના ડરને કારણે લોકો સલૂનમાં આવવાનું ટાળી રહ્યા છે. જેના કારણે હિરેનની આવક બંધ થઈ જવાની સાથે દેવું પણ સતત વધી રહ્યું હતું. જેના કારણે તે ખૂબ જ ટેન્શનમાં રહેતો હતો. હિરેનના પિતા જીતુભાઈ પણ હેર કટિંગની દુકાન ચલાવે છે. તેને એક નાની બહેન પણ છે.


Source: iamgujarat.com

Related posts

Unlock-2: તમામ એસટી દોડાવવાનો નિર્ણય, રાત્રે બસો ચલાવવાની મંજૂરી અપાઈ

Amreli Live

વિકાસ દુબે પાસે 11 ઘર અને 16 ફ્લેટ હોવાની આશંકા, EDએ સંપત્તિની તપાસ શરૂ કરી

Amreli Live

અમદાવાદઃ વિકુત શખ્સે નહાતી મહિલાના ફોટો લીધા, ઠપકો મળ્યો તો કર્યો હુમલો

Amreli Live

Fake Alert: નકલી છે પૂર્વ PM મનમોહન સિંહના નામ પર બનેલું આ ટ્વિટર એકાઉન્ટ

Amreli Live

ભારત-ચીન વિવાદઃ શું પીએમ મોદી પર લોકોને છે વિશ્વાસ?

Amreli Live

સુશાંત સિંહ આત્મહત્યાઃ મહેશ ભટ્ટ, રિયા ચક્રવર્તી સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની અરજી

Amreli Live

22 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ડૉક્ટર્સે અમિતાભ-અભિષેકને હજુ આટલા દિવસ હોસ્પિટલમાં રહેવાની સલાહ

Amreli Live

31 મે જન્મદિવસ રાશિફળ: વિદ્યાર્થીઓને સામાન્ય પરિશ્રમથી જ મળશે સફળતા

Amreli Live

આવી ગયા નવા મેડ ઈન ઈન્ડિયા ઈલેક્ટ્રિક સ્કૂટર

Amreli Live

કચ્છ: ગાંધીધામ અને અંજારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા

Amreli Live

ભારતમાં 24 કલાકમાં કોરોનાના વધુ 24,000+ કેસ નોંધાયા, 608 લોકોનો જીવ ગયો

Amreli Live

આજથી ડાકોર મંદિર ભક્તો માટે ખૂલ્યું, ફક્ત ટોકન સિસ્ટમથી થશે દર્શન

Amreli Live

ટૂંક સમયમાં જ આવશે CNG ઈનોવા, જાણો કિંમત અને ક્યારે થશે લોન્ચ

Amreli Live

પાડોશમાં રહેતી 19 વર્ષની છોકરીને ભગાડી ગયા ‘દાદા’, હાઈકોર્ટની શરણે પરિવાર

Amreli Live

જાણો, કેટલા પ્રકારના હોય છે સૂર્ય ગ્રહણ, શું હોય છે તફાવત

Amreli Live

ઈંગ્લેન્ડ રવાના થતા પહેલા પાકિસ્તાનના ત્રણ ક્રિકેટર કોરોના પોઝિટિવ!

Amreli Live

Monsoon Special: બાફેલી મકાઈમાંથી આ રીતે બનાવો ચટપટા કબાબ

Amreli Live

Fact Check: ચીની રાજદૂત સાથે ગાંધી પરિવારની તસવીર વર્ષ 2008ની છે?

Amreli Live

શું તમે ક્યારેય પેડલ વાળી બાઈક જોઈ છે? સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

Amreli Live

20 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live