26.4 C
Amreli
19/09/2020
bhaskar-news

રાજકોટ, મહુવા, રાજુલામાં વાવાઝોડા સાથે, ખાંભામાં 3 ઇંચ, ગોંડલ પંથકમાં તોફાની પવન સાથે 1થી 4 ઇંચ, હોર્ડિંગ માથે પડતા વૃદ્ધનું મોતસૌરાષ્ટ્રમાં આજે ત્રીજા દિવસે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. સવારે અસહ્ય બફારા વચ્ચે લોકો ત્રાસી ગયા હતા. જ્યારે બપોર બાદ કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું અને વરસાદનું આગમન થયું હતું. રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે અમી છાંટણા થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. રાજકોટના શાપર-વેરાવળમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જસદણ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે રાજુલાના મોટા આગરીયા, નવા આગરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા પંથકમાં માત્ર અડધી કલાકમાં 3ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.રાજકોટ ગ્રામ્ય બાદ શહેરના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અચાનક શહેરમાં કાળા ડિબાંગ વાદળા છવાયા હતા. અસહ્ય ઉકળાટ બાદ અચાનક શહેરમાં પવન ફૂંકાવા લાગ્યો હતો.શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઇ રહ્યા છે. ગોંડલમાંભારે પવનના કારણે હોર્ડિંગ માથે પડતા વૃદ્ધનુંમોત નીપજ્યું હતું. આ સાથે જ અનેક જગ્યાએ વૃક્ષો, સોલાર પેનલ અને હોર્ડિંગ્સધરાશાયી થયા છે. ગોંડલ પંથકમાં તોફાની પવન સાથે 1થી 4 ઇંચ વરસાદ વરસ્યો હતો.

રાજુલામાં ધોધમાર વરસાદ

ગોંડલ પંથકમાં ખેતરોમાં પાણી ભરાયા

ગોંડલ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલના ભરૂડી પાસે ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા હતા. તેમજ ભુણાવા ગામે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોંડલના ST ડેપોમાં વૃક્ષ પડતા ત્રણ મોટરસાયકલનો કચ્ચરઘાણ વળી ગયો હતો. વાવાઝોડા અને ભારે પવનના કારણે હોર્ડિંગ્સ અને ઈલેક્ટ્રિક પોલ પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ખાંભાના ભાવરડી, નાનુડી, ચતુરી સહિતના ગામમાં વરસાદ વરસ્યો હતો. વરસાદથી બાળકો ન્હાવા માટે અગાસી પર ચડ્યા હતા અને ચહેરા પર ખુશી જોવા મળી હતી.ઉનામાં પણ મેઘરાજાનું આગમન થયું હતું. બે દિવસથી શહેરમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાસી ગયા હતા. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીમાંથી લોકોએ રાહત મેળવી હતી.

ગોંડલમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો

ગોંડલ પંથકમાં તોફાની વરસાદ વરસતા ખાનાખરાબી સર્જાઇ

ગોંડલમાં બપોરના સમયે ભારે પવન સાથે તોફાની વરસાદ વરસતા શહેરમાં ખાનાખરાબી સર્જાઇ હતી. જેમાં એક પ્રૌઢનું મોત નીપજ્યું હતું. જ્યારે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા. ગોંડલમાં એક ઇંચ તથા પંથકમાં એકથી ચાર ઇંચ તોફાની વરસાદ વરસ્યો હતો. છેલ્લા બે દિવસથી ગોંડલને ધમરોળતા મેઘરાજાએ આજે રૌદ્ર સ્વરૂપ દાખવ્યું હોય તેમ બપોરે સાડા ત્રણ કલાકે વાવાઝોડા સાથે તોફાની વરસાદ વરસતા વૃક્ષોનો સોથ બોલી ગયો હતો. સ્ટેશનપ્લોટમાં ઓટોસ ચોકમાં રહેતાં શિક્ષક દિપકભાઇ ભટ્ટના ઘરની બહાર પાર્ક કરેલી મારુતી કાર ઉપર તોતિંગ વૃક્ષ પડતાં મારુતિ કારનો કડુસલો બોલી ગયો હતો. ત્યાં પડેલાં ટુ વ્હિલરને નુકસાન પહોંચ્યું હતું. જમનાબાઇ હવેલી ચોક, બસસ્ટેન્ડ રોડ સહિત અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. આઠ જેટલાં વીજપોલ પણ વાવાઝોડામાં ધરાશાયી થતાં અને ઠેર ઠેર વીજળીના તાર તૂટી પડયા હતા. વિરપુર રહેતાં બાબુભાઈ આણંદભાઇ ચાવડા (ઉ.56) તોફાની વરસાદ અને પવનથી બચવા રોડ નજીક લગાવાયેલાં હોર્ડિંગની ઓથે ઉભા રહ્યાં હતા. એ જ હોર્ડિંગ નીચે ખાબકતાં બાબુભાઈનું ગંભીર ઇજાને કારણે મોત નીપજ્યું હતું. ગોંડલના નાના મહીકામાં ચાર ઇંચ, નાનાં ઉમવાડામાં ત્રણ ઇંચ, ગુંદાળા કોલીથડ પંથકમાં અઢીથી ત્રણ ઇંચ તોફાની વરસાદ વરસ્યો હતો. વાવાઝોડા સાથે ત્રાટકેલા તોફાની વરસાદથી ખાનાખરાબી સર્જાતા મામલતદાર ચુડાસમા, કારોબારી અધ્યક્ષ પૃથ્વીસિંહ જાડેજા સહિતના તંત્ર દ્વારા દોડી જઇ કામગીરી હાથ ધરાઇ હતી.

ખાંભામાં ધોધમાર બે ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા

ગોંડલમાં બે સોલાર પેનલ ધરાશાયી થઇ

વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. ખાંભા સહિત ઇંગોરાળા, નાનુડી, ભાડ, સરકડીયા સહિતના ગામોમાં એડધી કલાકમાં બે ઇંચ વરસાદ વરસતા રસ્તા પર ગોઢણડૂબ પાણી ભરાયા હતા. વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખાંભાના ધાતરવાડી નદીમાં પાણી વહંતુ થઇ ગયું હતું. ધાતરવાડી નદી નજીક પસાર થતા હાઇવે પર પાણી ફરી વળ્યા હતા. ગોંડલ શહેરમાં અનેક જગ્યાએ ભારે પવનથી વૃક્ષો અને હોર્ડિંગ્સો ધરાશાયી થયા છે. શહેરમાં વીજ પૂરવઠો ખોરવાયો છે.ગોંડલમાં ભારે પવન અને વરસાદને કારણે ખોડિયારનગરમાં બે સોલાર પેનલો ધરાશાયી થઈ હતી.તેમાંની એક સોલાર પેનલ ઓટોરીક્ષા પર પડી હતી.

રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

ભાવનગરના મહુવા, તળાજા અને ઘોઘા તાલુકામાં વરસાદી માહોલ

ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. આજે બપોર બાદ વાતાવરણ ગોરંભાયું હોય જેને પગલે આજે આ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં મહુવા શહેર અને પંથક તેમજ તળાજાના અલંગ અને પીથલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેતરોમાં પણ પાણી ભરાય ગયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભીમ અગિયારસ આજુબાજુ સામાન્ય રીતે વાવણીલાયક વરસાદની ખેડૂતો રાહ જોતા હોય છે. જ્યારે આ વર્ષે વરસાદ પણ વહેલો હોય તેવું લાગી રહ્યું છે. હજુ ગુજરાતમાં સત્તાવાર વરસાદનું આગમન થયું નથી. પરંતુ આગતર વાવણી થાય તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.બગદાણામાં પણ ઘોઘમાર વરસાદ વરસ્યો હતો.

ગોંડલ ST ડેપોમાં વૃક્ષ ધરાશાયી થતા ત્રણ બાઇકનો કચ્ચરઘાણ

જામનગર જિલાલમાં સતત ત્રીજા દિવસે વરસાદ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો હતો. શહેર અને આસપાસના ગામોમાં કાલાવડ, આણંદપર, જશાપર, શીશાંગ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. સતત ત્રીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

બાળકો વરસાદની મજા લેવા અગાસી પર ચડ્યા

યાત્રાધામ વીરપુરમાં મિની વાવાઝોડા સાથે ધીમી ધારે વરસાદ

યાત્રાધામ વીરપુરમાં મિની વાવાઝોડા સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ભારે પવનને કારણે દુકાનોના છાપરા પરના પતરા ઉડ્યા હતા. સતત બીજા દિવસે ભારે પવનને લઇને મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. ભારે પવનને કારણે શહેરમાં વીજળી ગુલ થઇ હતી. ભારે પવન સાથે વરસાદને લઇ વૃક્ષો ધરાશાયી થયા હતા.

ખાંભામાં રસ્તાઓ પાણી પાણી થયાં

મહુવા યાર્ડમાં હજારો ગુણી ડુંગળી પલળી ગઈ

ગુજરાતમાં હજુ વિધિવત ચોમાસાના પ્રારંભની શરૂઆત થઈ નથી. તેમ છતાં નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આજે ભાવનગરના મહુવા, તળાજા પંથકમાં વરસાદી માહોલ છે. ત્યારે વરસાદને કારણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં રહેલી ડુંગળીની હજારો ગુણી વરસાદમાં પલળી ગઇ હતી. વરસાદને લઈ યાર્ડમાં પાણી પણ ભરાયા હતા. જેથી ખેડૂતો અને વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો. ડુંગળી પલળી જવાથી તે ખરાબ થઈ જશે જેથી ખેડૂતોને વધુ નુકસાની સહન કરવી પડશે.

મહુવા માર્કેટ યાર્ડમાં 20 હજાર જેટલી ડુંગળીની ગુણી પલળી

ખાંભાના રાયડી ગામે નદીમાં પૂર આવ્યું

ખાંભાના સરકડીયા, રાયડી, કોદીયા સહિતના ગામોમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. અનરાધાર વરસાદના પગલે નદીમાં નવા નીર આવ્યા છે. કોદીયા રાયડી નદીમાં નવા નીર આવતાની સાથે જ ગ્રામજનો નવા નીર જોવા નદીએ પોહોચ્યા હતા. નદી નજીક બેઠા પુલ પર પાણી ફરી વળ્યું હતું. નદીમાં પાણીના વહેણમાં લોકો ખુશીમાં જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા હતા.

કાળા ડિબાંગ વાદળોથી ખોડલધામમાં અદભૂત નજારો જોવા મળ્યો અને ખાંભાના રાયડી ગામે નદીમાં નવા નીર આવ્યા

અમરેલી જિલ્લામા આજે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી પડેલા વરસાદના આંકડા

અમરેલી – 44 MM

ખાંભા – 72 MM
જાફરાબાદ – 5 MM

બાબરા – 3 MM
રાજુલા – 41 MM

લીલીયા – 51 MM

સાવરકુંડલા – 19 MM

ગોંડલમાં વૃક્ષ ધરાશાયી થતા ત્રણ બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો

(દેવાંગ ભોજાણી, હિમાંશુ પુરોહિત, ગોંડલ, જયદેવ વરૂ, અમરેલી/હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા/ ભરત વ્યાસ, ભાવનગર/કિશન મોરબીયા, વીરપુર)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ગોંડલમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો

Related posts

CM અને ડેપ્યુટી CMની સમીક્ષા બેઠક પૂર્ણ, OSD, કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા, વિરોધ કરી રહેલા 25ની અટકાયત

Amreli Live

ગીર બોર્ડર, ગોંડલમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ, જામકંડોરણા નજીક વીજળી પડતા ખેતમજૂરનું મોત

Amreli Live

એલજીના 19 ડોક્ટર પોઝિટિવ આવતા 27મી સુધી OPD બંધ, નર્સો-વોર્ડબોયનો કોરોના ટેસ્ટ ન થતાં વિરોધ

Amreli Live

14 વર્ષની ઉંમરે જુનિયર KBCમાં 1 કરોડ જીત્યા, રાજકોટના DCP રવિ મોહન સૈની હવે પોરબંદરના SP બન્યા

Amreli Live

વધુ બે પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 18 પર પહોંચ્યો, બે કોરોના શંકાસ્પદના મોત, એકનો રિપોર્ટ પેન્ડિંગ

Amreli Live

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 4 મોત, 24 કોરોના પોઝિટિવઃ ઈન્કમટેક્સ ઓફિસરનો રિપોર્ટ પોઝિટિવ

Amreli Live

રામલલાના મુખ્ય પુજારી આઈસોલેટ થયા, PM જે એક કિમી માર્ગ પરથી પસાર થશે તેને સેનિટાઇઝ કરાયો

Amreli Live

રાજકોટનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ, છૂટછાટ વધુ મળશે: મ્યનિ. કમિશનર

Amreli Live

ઓરેન્જ ઝોનમાં ખાનગી વાહનો અને કેબ ચાલશે, ગ્રીન ઝોનમાં બસો ચલાવવાની મંજૂરી પણ અડધી સીટો ખાલી રહેશે

Amreli Live

ઘાટલોડિયાની ગ્રેસીયા સોસાયટીના રહીશોએ જનતા કરફ્યુ ભોજન મહોત્સવ કર્યો, 8 મહિલા સહિત 16 સામે ગુનો નોંધાયો

Amreli Live

અમેરિકા, ચીન અને યુરોપમાં સૌથી પહેલા કોરોનાની વેક્સિન બનાવવાની સ્પર્ધા, ફાર્મા કંપનીઓ પરસ્પર સ્પર્ધા ભૂલીને ‘મિશન વેક્સિન’માં જોડાઈ

Amreli Live

61 વર્ષિય સંજય દત્તને ત્રીજા સ્ટેજનું લંગ કેન્સર, ઈલાજ માટે અમેરિકા જવા રવાના;બપોરે કહ્યું હતુ- ફિલ્મોમાંથી બ્રેક લઉં છું

Amreli Live

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસનું દેશભરમાં પ્રદર્શન, દિલ્હીમાં કાર્યકર્તાઓની અટકાયત

Amreli Live

દુનિયાભરમાં કોરોના 3 ટાઈપના, અમેરિકામાં ‘એ’ ટાઈપના કારણે વિનાશ

Amreli Live

રશિયામાં એક દિવસમાં 10 હજારથી વધારે કેસ નોંધાયા; સિંગાપોરમાં પોઝિટિવ કેસ 18 હજાર પાર

Amreli Live

વરસાદે સૌરાષ્ટ્રને ઘમરોળ્યું, રાજકોટ જેલના 23 કેદી સહિત 39 કેસ પોઝિટિવ, જાડેજા અને પૂજારાએ ‘ધોનીને મોટાભાઈ’ તરીકે સંબોધ્યા

Amreli Live

મિ.રામચંદ્ર ગુહા…, આ રહ્યો ગુજરાતનો ગૌરવવંતો સાંસ્કૃતિક વારસો

Amreli Live

વિશ્વમાં સંક્રમિતોની કુલ સંખ્યા 22.76 લાખ, મૃત્યુઆંક 1.50 લાખને પાર: હવે ન્યૂ યોર્કમાં ફેસ માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

અત્યાર સુધી 14192 કેસ-487 મોતઃ ગૃહ મંત્રાલયે કહ્યું- રાજ્ય પોતાને ત્યાં રોહિંગ્યા મુસલમાનોની તપાસ કરે, તે મોટી સંખ્યામાં મરકજમાં સામેલ થયા હતા

Amreli Live

મુંબઈમાં કોરોના મૃતકોની સાથે દર્દીઓને રખાતા વિવાદ, સંબંધી મૃતદેહને લેવા નથી આવતા

Amreli Live

માતા-પિતા અને દાદી કોરોના પોઝિટિવ, 14 મહિનાની દીકરીને ભાડુઆત સાચવે છે, પિતાએ કહ્યું ‘દીકરી માતાના ધાવણ વગર રહેતી નથી’

Amreli Live