25.3 C
Amreli
13/08/2020
bhaskar-news

રાજકોટમાં 1, સુત્રાપાડામાં 2, વેરાવળમાં 1, જસદણના સાણથલીમાં 2 અને બાબરાના ધરાઇમાં દોઢ કલાકમાં અઢી ઇંચ વરસાદલાંબા સમયના વિરામ બાદ સુત્રાપાડામાં 2 ઈંચ, વેરાવળમાં 1 ઈંચ, દીવ, ખાંભા, ઉના, કોડિનાર અને ગીર ગઢડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ સાથે જ રાજકોટ અને અમરેલી જિલ્લામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ઉના, ગીરગઢડા, વેરાવળ અને કોડીનાર સહિતના ગ્રામ્ય પંથકમાં આજે વહેલી સવારથી જવરસાદ શરૂ થયો હતો. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જસદણના સાણથલી ગામમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ વરસતા રાજમાર્ગો પાણી પાણી થયા છે. જ્યારે બાબરાના ધરાઇ ગામે દોઢ કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસતા સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા છે.

રાજકોટ અને ગોંડલ પંથકમાં ધોધમાર
અસહ્ય ગરમી બાદરાજકોટમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાય ગયા હતા અને લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી હતી.જસદણના સાણથલીમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમા વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. ધોધમાર વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. ઘણા દિવસો બાદ વરસાદ આવતા લોકોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી. વાવણી પછી વરસાદ આવ્યો ન હોય ઉભા પાકને ફાયદો થશે.બેઇંચ વરસાદથી ગામમાં પાણી ફરી વળ્યાં હતા. ગોંડલ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોંડલના દેરડી વાસાવડ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

અમરેલી પંથકમાં ધોધમાર વરસાદથી નદીમાં પૂર આવ્યું

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ
અમરેલી જિલ્લામાં આજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. અમરેલીનાશેડુભાર, માચીયાળા, ચિતલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. બાબરા પંથકમાં પણ પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થયો હતો. દરેડ, ખાખરીયા, જામબરવાળા, ચરખા, આબલિધાર, ઘુઘરાળા, મિયાખીજડીયા, કર્ણુકી સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. લાઠી પંથકમાં પણ ઘનઘોર વાદળો વચ્ચે વરસાદનું આગમન થયું હતું.

લાઠી, રાજુલા અને જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ
લાઠી તેમજ દામનગરમાં વહેલી સવારથી ધોધમાર વરસી રહ્યો છે.ઘનઘોર વાદળો વચ્ચે વરસાદનું આગમન થયું છે. શહેરમાં રસ્તાઓ પાણી પાણી થયા છે.લાઠીના અકાળા, નાના રાજકોટ, દુઘાળામાં વરસાદ વરસ્યો છે.તેમજ જાફરાબાદના નાગેશ્રી અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નાગેશ્રી, ચોંત્રા, બારમણ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.નાગેશ્રીની રાયડી નદીમા આવ્યું પૂર આવ્યું છે.નદીના પાણીમાંથી વાહનો પસાર થઈ રહ્યા છે. રાજુલાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદવરસ્યો છે.રામપરા ગામે વરસાદથી ગામમાં પાણી ભરાતાજળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.

એક અઠવાડિયાના વિરામ બાદ વરસાદ શરૂ
ગીર પંથકમાં એક અઠવાડિયાના વિરામ બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતોના ઉભા પાકને જીવનદાન મળ્યું છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વાવણી બાદ વરસાદ નહીં વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા અને પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો હતો. ત્યારે આજે ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી હતી.

દીવમાં ધોધમાર વરસાદ
પ્રવાસન સ્થળ દીવમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાં શહેરની બજારોમાં પાણી વહેવા લાગ્યા હતા. આ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ખાંભા પંથકમાં વરસાદી માહોલ
વાવણી બાદ ખાંભા તાલુકામાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડેડાણ, ખડાધાર અને બોરાળા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે ડેડાણની મેઈન બજારોમાં પાણી વહેવા લાગ્યા હતા.

(જયેશ ગોંધીયા-ઉના,હિરેન્દ્રસિંહ રાઠોડ-ખાંભા, કરસન બામટા, આટકોટ, દેવાંગ ભોજાણી, ગોંડલ, વિશાલ ડોડીયા, લાઠી, અરૂણ વેગડા, ધારી, જયદેવ વરૂ, અમરેલી)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Rain fall in saurashtra

Related posts

નારણપુરા વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકો કોરોનાગ્રસ્ત, નિર્મલ એપાર્ટમેન્ટને ક્લસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવશે

Amreli Live

અત્યાર સુધી 23,234કેસ,મૃત્યુઆંક 725: મિનિસ્ટ્રિયલ ટીમ સુરત, અમદાવાદ, ચેન્નાઈ અને હૈદરાબાદ જશેઃMHA

Amreli Live

ઓરિસ્સા-પંજાબ બાદ હવે મહારાષ્ટ્ર ,બંગાળ અને તેલંગાણાએ પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવ્યું, બાકી રાજ્યોને કેન્દ્રના નિર્ણયની રાહ

Amreli Live

ભાવનગરમાં 19, જામનગરમાં 9, જૂનાગઢમાં 10, ગીર સોમનાથમાં 7, અમરેલીમાં 9, બોટાદમાં 7 કેસ, 2નાં મોત

Amreli Live

કુલ કેસ 5.85 લાખઃ આરોગ્ય સેતુ એપ લોગઈન કરવામાં મુશ્કેલી, બંગાળ સરકારની માંગ-હોટ સ્પોટથી વિમાની સેવા અટકાવવામાં આવે

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

વર્ષ ૨૦૨૦ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, આ 6 રાશીએ ખાસ સતર્ક રહેવની જરૂર છે અને વિચારીને પગલા લેવા..

Amreli Live

રાજકોટમાં એક જ પરિવારના 6 સભ્યો સહિત 54 પોઝિટિવ, 6 મોતઃ સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 79 નવા કેસ નોંધાયા

Amreli Live

શોપિગ મોલ્સ સિવાય શહેર અને તેની સીમા બહાર તમામ દુકાનો ખુલશે; 50% સ્ટાફ કામ કરી શકશે

Amreli Live

અમેરિકાના આયોગના રિપોર્ટમાં દાવો- પાકિસ્તાનમાં કોરોના સંકટમાં હિન્દુઓ અને ખ્રિસ્તીઓને ખાવાનો સામન અપાઈ રહ્યો નથી

Amreli Live

47 જિલ્લામાં 28 દિવસથી નવા કેસ નહીં, દેશના 14 હજારથી વધુ કેસમાંથી 30 ટકા કેસ નિઝામુદ્દીન મરકઝના કારણે: સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

તાવ કે ઉધરસ આવે તો તરત તપાસ કરાવો, મારી પત્નીને હું સારવાર માટે મોકલી રહ્યો છું તમે ડરતા નહીં, દર્દીના પતિની રહેવાસીને અપીલ

Amreli Live

શાહે કહ્યું- રાજ્યમાં પરિવર્તન લાવવા માટે પાંચ વર્ષમાં 100થી વધુ કાર્યકર્તાઓએ પ્રાણની આહુતિ આપી છે, તેમનું બલિદાન એળે નહિ જાય

Amreli Live

સ્વસ્થ દેખાતા લોકો વાઈરસ ફેલાવવા માટે જવાબદાર હોઈ શકે છે, નિષ્ણાતો યુવાનોને ટ્રાન્સમિશનનું મુખ્ય કારણ માને છે

Amreli Live

સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું- કોરોના સંકટને અવસર બનાવીને ભારત નિર્માણ કરવાનું છે, ક્વોલિટી વાળા સ્વદેશી ઉત્પાદો બનાવવા પર ભાર આપો

Amreli Live

સાવરકુંડલામાં દોઢ ઇંચ, વલ્લભીપુર પંથકમાં ધોધમાર વરસાદ, ગારીયાધારમાં કરા પડ્યા, કેરીના પાકને 10 ટકા નુકસાની

Amreli Live

ભારત-ચીનમાં આ વર્ષે 70 પ્રોગ્રામ થવાના હતા, પરંતુ ગલવાનના પગલે અશકય; સરકાર ચીન પર ઝડપથી કેટલાક આર્થિક પ્રતિબંધો લગાવી શકે છે

Amreli Live

નસવાડીની મોડેલ સ્કૂલે સરકારની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવ્યા, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો-પુસ્તકો લેવા સ્કૂલમાં બોલાવતા વિવાદ

Amreli Live

સુપ્રીમ કોર્ટમાં આજે 11 વાગે સુનાવણી, રિવ્યૂ પિટીશનમાં રથયાત્રાની પદ્ધતિ બદલવાની અપીલ કરાઈ

Amreli Live

મરકઝમાંથી આવેલા લોકોને લઈને ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ શું કર્યો મોટો ખુલાસો? જાણો

Amreli Live

શહેરમાં નવા 164 કેસ અને 19 મોત સાથે કુલ 2543 પોઝિટિવ કેસ, 128 દર્દીના મોત

Amreli Live