25.5 C
Amreli
19/09/2020
bhaskar-news

રાજકોટમાં સતત ત્રીજા દિવસે કોરોનાના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા, 72 કલાકમાં એક પણ પોઝિટિવ કેસ નહીંરાજકોટ માટે સારા સમાચાર છે. શહેરના આજે કોરોના વાઇરસના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી એટલે કે 72 કલાકમાં એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી. આથી આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. રાજકોટ ગ્રામ્યના રિપોર્ટ આવવાના બાકી છે.રાજકોટમાં આજે તમામ 6 કેસ નેગેટિવ આવ્યા છે. જામનગર લેબમાં સૌરાષ્ટ્રના 6 સેમ્પલ પણ નેગેટિવ આવ્યા છે.રાજકોટ શહેરના 3, જિલ્લાના 3 ઉપરાંત દ્વારકાના 3, જામનગર, મોરબી અને પોરબંદરના 1-1 સેમ્પલનો કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યો છે.ભાવનગરમાં પણ ગઇકાલ સાંજથી આજ સુધી દાખલ કરવામાં આવેલા 13 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે બપોર બાદ દાખલ થયેલા 3 દર્દીનો રિપોર્ટ આવવાનો બાકી છે.

ઓબ્ઝેર્વેશન હોમમાં બાળકેદીઓએ મુક્ત કરવાની જીદ પકડી

રાજકોટ-ગોંડલ રોડ પર આવેલા ઓબ્ઝેર્વેશન હોમમમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકેદીઓએ પણ ઓબ્ઝર્વેશન હોમમાંથી છોડવાની જીદ પકડી છે. કોરોનાને લઇને કેદીઓને પેરોલ અપાતા બાળકેદીઓએ પણ જીદ પકડી છે. જો કે, સમાજ સુરક્ષા અને પોલીસ દ્વાકા સમજાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. તેમજ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા ખાનગી વાહનમાં જઇ લોકડાઉનમાં ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. પોલીસ કમિશનરે પોલીસ કર્મચારીઓને જરૂરી સલાહ સૂચનો કર્યા હતા.

પડધરીના રંગપરમાં લોકડાઉનનો અમલ કરાવવા જતા પોલીસ પર ટોળાનો હુમલો

કોરોનાની સાંકળ તોડવા સમગ્ર દેશને લોકડાઉન કરવામાં આવ્યો છે. ત્યારે પડધરી પોલીસ રંગપર ગામે લોકડાઉનનો અમલ કરાવવા ગઈ હતી. જ્યાં લોકડાઉનનો ભંગ કરનારનું બાઈક ડિટેઈન કરવા બાબતે ટોળાએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા કોન્સ્ટેબલને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પડધરી પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI વકારભાઈ અરબ, કોન્સ્ટેબલ વિમલભાઈ રમેશભાઈ વેકરીયા અને ડ્રાઈવર પોલીસવાન લઈ રાજકોટ પડધરી વચ્ચે આવેલા રંગપર ગામે લોકડાઉનનો અમલ કરાવવા ગયા હતા. ત્યારે રંગપર ગામે કારણ વગર બાઈક સાથે ચારથી પાંચ શખ્સો ટોળુ વળીને ઉભા હતા. પોલીસે ગાડીમાંથી નીચે ઉતરી તમામને ઠપકો આપી બાઈક ડિટેઈન કરવાની કાર્યવાહી કરી હતી. પોલીસ બાઈક ડિટેઈન કરે તે પહેલા જ હાજર રહેલા શખ્સોએ પોલીસ સાથે ઝઘડો કરતા અન્ય શખ્સો પણ ત્યાં આવી ચડ્યા હતા. પંદરેક લોકોનું ટોળુ એકઠુ થઈ તમામે પોલીસ સાથે ઝઘડો કરી ASI વકારભાઈ અરબ સાથે રકઝક કરી કોન્સ્ટેબલ વિમલભાઈ વેકરીયા ઉપર પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કોન્સ્ટેબલ વિમલભાઈ વેકરીયાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમને માથામાં ટાંકા લેવામાં આવ્યા છે.

ભાવનગર: તબલીધી જમાતના કાર્યક્રમમાં ગયેલ યુવકના સંપર્કમાં આવતા અન્ય યુવક પોઝિટિવ
ભાવનગરમાં 16 દર્દીમાંથી પહેલા 13 નેગેટિવ આવ્યો છે. બાકી રહેતા 3માંથી 1 પોઝિટિવ અને બે લોકોના નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. પોઝિટિવ આવેલ કેસ અગાઉ પોઝિટિવ કેસના સંપર્કમાં હતા અને કોરોન્ટાઈન કરવામાં આવેલ હતાં. અત્યાર સુધીમાં 7 પોઝિટિવ કેસ ભાવનગરમાં આવ્યા છે. જેમાં 2ના મોત અને 5 આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. પોઝિટિવ આવેલ લોકો સરકારી ક્વૉરન્ટિનમાં હતા. દિલ્હી તબલીધી જમાતના કાર્યક્રમમાં ભાવનગરનો જે વ્યક્તિ ગયો હતો અને જેનું મૃત્યુ થયું હતું તેના સંપર્કમાં આ યુવક આવ્યો હતો અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગીરસોમનાથના માઢવાડ બંદરે એક બોટમાં 50થી વધુ માછીમારો પરત ફર્યા

કોરોના વાઇરસન મહામારીમાં દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ગીરસોમનાથના માઢવાડ બંદરે એક બોટમાં 50થી વધુ માછીમારો પરત ફર્યા છે. ઓખાથી ગીર સોમનાથ બંદરે પહોંચ્યા હતા અને બાદમાં માઢવાડ બંદરે પહોંચ્યા હતા. જીવના જોખમે દરિયાઇ મુસાફરી કરી માછીમારો પરત ફર્યા છે. તંત્રએ બાય રોડ વ્યવસ્થા ન કરતા દરિયાઇ માર્ગે માછીમારો ઓખાથી માઢવાડ બંદરે પહોંચ્યા હતા. રાજકોટ નજીક ખેતીના સાધનો બનાવતી શક્તિમાન રોટાવેટર કંપનીએ મનપાને 4 આદુનિક મશીનો આપ્યા છે. આ મશીનો શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રસ્તા પર સેનિટાઇઝર અને દવાનો છંટકાવ કરશે. હાલ 4 મશીનો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે અને જરૂર પડ્યે વધુ મશીન વિકસાવામાં આવશે. શહેરના 18 વોર્ડમાં આ મશીનથી ફોગીંગ કરવામાં આવશે.

મશીનથી દર કલાકે 5 કિમીની ઝડપથી રસ્તા પર દવા છંટકાવ કરી શકાશે
રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પગલા લેવાઈ રહ્યા છે ત્યારે શહેરના તમામ વોર્ડમાં મશીનથી દવા છાંટી શકાય તે માટે શક્તિમાન બ્રાન્ડના પ્રોટેક્ટર ટાઈપના હાઈ ક્લીયરન્સ બુમ સ્પ્રેયર મશીનોથી દવા છાંટવાની કામગીરીની શરૂઆત પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ હસ્તે શરૂ કરાવવામાં આવી છે. રાજકોટમાં તીર્થ એગ્રો ટેકનોલોજી પ્રા. લી. દ્વારા શક્તિમાન બ્રાન્ડથી ખેતીવાડીને લગતા તમામ પ્રકારના મશીનોનું દાયકાઓથી ઉત્પાદન કરવામાં આવે છે. આ કંપનીના માલિકો હસમુખભાઈ ગોહેલ તથા અશ્વિનભાઈ ગોહેલ દ્વારા ઉદયભાઈ કાનગડ સાથેના અંગત સંબંધોને ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે આ પ્રકારના 4 મશીનો મહાનગરપાલિકાને વિનામૂલ્યે ઉપયોગ અર્થે આપવામાં આવ્યા છે. તેમજ આજ સાંજ સુધીમાં બાકીના 14 મશીનો પણ મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવશે. આ મશીન વડે શહેરના તમામ વોર્ડ વિસ્તારોમાં પાણી સાથે દવા મિશ્રણ કરી, તમામ રસ્તાઓ, શેરીઓ, તેમજ જુદા જુદા વિસ્તારોમાં દવાનો છંટકાવ થઇ શકશે. આ મશીનની સ્પ્રે ટેન્ક કેપેસિટી 400 થી 600 લીટરની છે. તથા ફ્યુઅલ ટેન્ક કેપેસિટી 20 લીટરની છે. આ મશીનથી 16 સ્પ્રેયીંગ નોઝલની મદદ વડે 360 ડીગ્રીના વિસ્તારમાં પ્રતિ કલાક 5 કી.મી.ની ઝડપથી રસ્તા પર દવા છંટકાવ કરી શકાશે.

ગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા કોરોના રાહત કાર્ય માટે 20 લાખની રાશન કીટ તથા 2.5 લાખ મુખ્ય મંત્રી રાહત ફંડમાં અર્પણ
ગોડલ માર્કેટ યાર્ડ દ્વારા ગોંડલ તાલુકાની સહકારી મંડળીઓના પ્રમુખ દ્વારા વિગતો મેળવીને બી.પી.એલ કાર્ડ થી વંચિત રહેલા લોકો અને જેમને અન્ય કોઇ સરકારી સહાય મળે તેમ નથી તેવા ગરીબ લોકો તેમજ નિરાઘાર, વયોવૃદ્ધ, એકલવાયુ જીવન ગુજારી રહેલા લોકો માટે ઘઉંનો લોટ 5 કિલો, તેલ 1 કિલો, કઠોળ દાળ 1 કિલો, બટાટા 2કિલો, ડુંગળી 2 કિલો, મીઠું 1 કિલો કુલ રૂા 375 ની કિંમતની રાશન કીટ 5000 તૈયાર કરવામાં આવી છે. જેનું વિતરણ ભગવાન રામચંદ્રજીના જન્મ દિવસ રામનવમીથી શરૂ કરવામાં આવ્યું છે. સરકાર તરફથી આ વર્ગની બજાર સમિતિઓને કોરોના રાહત કાર્ય માટે રૂ. 25 લાખ સુધીનું અનુદાન આપવા મંજૂરી આપવામાં આવી છે. જેને અનુલક્ષીને બજાર સમિતિ દ્વારા રૂ 2,50,000 મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાનું તથા રી. 20 લાખની રાશન કીટનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona update LIVE Rajkot, 2 April 2020


રાજકોટ પોલીસ કમિશનરે ખાનગી વાહનમાં જઇ લોકડાઉનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની સરપ્રાઇઝ મુલાકાત લીધી


મશીનથી 18 વોર્ડના તમામ વિસ્તારોમાં સેનિટાઇઝ અને દવાનો છંટકાવ કરાશે


માઢવાડ ગામે 50થી વધુ માછીમારો ઓક જ બોટમાં માઢવાડ બંદરે પહોંચ્યા હતા


રાજકોટ મનપાએ સેનિટાઇઝર અને ફોગીંગ કરતા આધુનિક મશીનો વસાવ્યા

Related posts

MLA ખેડાવાલાના પરિવારના 5 પાંચ સભ્યો, AMCના આસિ.કમિ. અને LG હોસ્પિ. આસિસ્ટન્ટ પ્રોફેસરને કોરોના

Amreli Live

લોકડાઉનને કારણે લખનૌમાં ગુજરાતના 30 આર્મી જવાનો ફસાયા, મંત્રીએ દરમિયાનગીરી કરી પરત લાવવા વ્યવસ્થા કરી

Amreli Live

રાહુલ ગાંધી સાથેની ચર્ચામાં RBIના પૂર્વ ગવર્નર રાજને કહ્યું- ગરીબોની મદદ માટે સરકારના 65 હજાર કરોડ ખર્ચાશે

Amreli Live

61 વર્ષિય સંજય દત્તને ત્રીજા સ્ટેજનું લંગ કેન્સર, ઈલાજ માટે અમેરિકા જવા રવાના;બપોરે કહ્યું હતુ- ફિલ્મોમાંથી બ્રેક લઉં છું

Amreli Live

વિશ્વમાં સંક્રમણના કુલ કેસ 14 લાખને પાર, મૃત્યુઆંક 81 હજાર, છેલ્લા 24 કલાકમાં ફ્રાંસમાં 1,417 અને અમેરિકામાં 1,371 મોત

Amreli Live

આજથી અમદાવાદ, સુરત, રાજકોટમાંથી કર્ફ્યૂ ઉઠાવી લેવાયો, રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 2624, કુલ મૃત્યુઆંક 112

Amreli Live

કોરોના સંકટ વચ્ચે આઝાદીની ઉજવણી, થોડીવારમાં વડાપ્રધાન મોદી ધ્વજ ફરકાવશે

Amreli Live

રાજકોટમાં 1, સુત્રાપાડામાં 2, વેરાવળમાં 1, જસદણના સાણથલીમાં 2 અને બાબરાના ધરાઇમાં દોઢ કલાકમાં અઢી ઇંચ વરસાદ

Amreli Live

આવક વેરા વિભાગ તાત્કાલિક રીતે રૂપિયા 5 લાખ સુધીના ઈન્કમ ટેક્સ રિફંડ કરશે, 14 લાખ કરદાતાને લાભ મળશે

Amreli Live

કોરોનાના શંકાસ્પદ દર્દીનું ઓક્સિજનનું પ્રમાણ ખુબ ઓછું, પણ મજબૂત મનોબળથી માત્ર પાંચ દિવસમાં સાજા થઈ ગયા

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live

ખંભાળિયામાં 2 કલાકમાં 12 ઇંચ વરસાદ, 8 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો, NDRFની ટીમ મોકલાઈ, રાણાવાવમાં 8, પોરબંદરમાં 7 ઈંચ વરસાદ

Amreli Live

કોરોના વોરિયર્સ પર હુમલો કરનારા કુલ 26 લોકો સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી કરીઃ શિવાનંદ ઝા

Amreli Live

રાજ્યમાં કોરોનાના 34 નવા કેસ, અમદાવાદના હોટસ્પોટમાંથી 25 કેસ નોંધાયા, કોરોનાના કુલ દર્દી 572

Amreli Live

ગુજરાતમાં ‘વુહાન વાઈરસ’થી વધુ મોત, અત્યાર સુધી 152 મોત, દેશમાં બીજા નંબરે

Amreli Live

સોશિયલ ડિસ્ટન્સિંગ વગર 500ની ભીડ થતાં વસ્ત્રાપુરનો એ-વન મોલ સીલ કરવામાં આવ્યો, મ્યુનિ.ને વીડિયો મળતાં અંતે કાર્યવાહી કરી

Amreli Live

યોગીએ કહ્યું- 500 વર્ષ પછી આવું શુભ મુહૂર્ત, મંદિરના ભૂમિ પૂજન નિમિતે 5 ઓગસ્ટે દરેક ઘરમાં દીપોત્સવનું આહ્વાન

Amreli Live

સતત છઠ્ઠા દિવસે 200થી વધુ કેસ, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,624 થઈ, 9 નવા મોત સાથે કુલ 112 લોકોના મોત

Amreli Live

એકનું મોત, લોકલ ચેપનો ભોગ બનેલા વધુ 7 પોઝિટિવ, સંપર્કમાં આવેલા 150 લોકોને ક્વોરન્ટીન કર્યાં

Amreli Live

રાજ્યસભા ચૂંટણીમાં ભાગ લેનાર ભાજપના ધારાસભ્ય પોઝિટિવ, સંપર્કમાં આવેલા 3 MLAના પણ ટેસ્ટ થયા

Amreli Live

વિશ્વભરમાં 13.56 લાખ કેસ, 75 હજાર 762 મોત, સ્પેનમાં એક દિવસમાં 743ના મોત; જાપાનના સાત વિસ્તારમાં એક મહિના માટે ઈમરજન્સી લાગુ

Amreli Live