30.5 C
Amreli
19/09/2020
bhaskar-news

રાજકોટમાં વધુ 5 પોઝિટિવ, એક આખા પરિવારને કોરોના, પોલીસે જંગલેશ્વરની મસ્જીદમાં માઇકમાંથી કહ્યું અલ્લાહની મહેરબાનીથી સારૂ થઇ જશેરાજકોટમાં વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આથી શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 18 થઇ છે. ગઇકાલે 9 એપ્રિલના રોજ શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી 2 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આથી આરોગ્ય વિભાગે મેગા સેમ્પલ લેવાની કામગીરી કરી હતી. પાંચ કેસમાં ચાર પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. ગઇકાલે બે સહિત જંગલેશ્વરની શેરી નં. 27માંથી ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા. આજે આવેલા પાંચ દર્દી પણ શેરી નં. 27માં જ રહે છે. આથી એક જ શેરીમાં 8કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં જંગલેશ્વર વિસ્તારમાં પોઝિટિવ કેસની સંખ્યા 7 થઇ છે. જ્યારે એક જ વિસ્તારમાંથી પોઝિટિવ કેસની સંખ્યા 8 થઇ છે. કોરોના પોઝિટિવ અલ્તાફનો આખો પરિવાર કોરોનીન ચપેટમાં આવ્યો છે. કોર્પોરેશન કમિશનર દ્વારા જંગલેશ્વરમાં દરેક શેરીમાં જઈ વિસ્તારના આગેવાનોને બોલાવી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. સાથે તમામ પરિસ્થિતિમાં તંત્ર તમારી સાથે છે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.રાજકોટના ઇતિહાસની પ્રથમ ઘટના કહી શકાય. શહેર પોલીસ અધિકારીઓએ જંગલેશ્વરની મસ્જીદમાંથી માઇકમાંથી સમગ્ર જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓને કહ્યું હતું કે, અલ્લાહની મહેરબાનીથી સારૂ થઇ જશે. તમારા પાડોશીઓને પણ ન મળો. કોરોનાની ગંભીરતા સમજો.

રાજકોટ એનેસ્થિસિયા ડોક્ટરોના અસો. દ્વારા 25 ફેશશિલ્ડ સિવિલ હોસ્પિટલને અર્પણ
કોરોના વાઇરસ કોવિડ-19ની મહામારીમાં સતત રાત-દિવસ ફરજ બજાવતા તબીબો, પેરામેડીકલ સ્ટાફને પણ રક્ષણ મળી રહે તે માટે રાજકોટ સિટી બ્રાન્ચ ઓફ ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 25 ફેશશિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હોવાનું સંસ્થાના પ્રમુખ ડોક્ટર હેતલ વડેરાએ જણાવ્યું છે.
જંગલેશ્વરની શેરી નંબર 24થી 31માં લોકોની અવર-જવર પર પ્રતિબંધ

રાજકોટના જંગલેશ્વરની શેરી નંબર 24થી 31 ક્લસ્ટર ક્વોરન્ટીરઝોન જાહેર કરવામાં આવી છે. લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, બેરીકેટ મુકી પતરા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર નંદાણી સાથે જંગલેશ્વરમાં સ્થાનિકોએ ઉગ્ર બોલાચાલી કરી હતી. મનપા કમિશનર ઉદિત અગ્રવાલે મામલો થાળે પાડ્યોહતો. કોરોના પોઝિટિવ અલ્તાફની બેનને ક્વોરન્ટીન કરવા મુદ્દે બોલાચાલી થઇ હતી. કમિશનર ઉદિત અગ્રવાલે તાત્કાલિક ક્વોરન્ટીન કરવા આદેશ કર્યા હતા. તેમજ આ વિસ્તારમાં જાતે ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું.

ભાવનગરમાં 4 કેસ પોઝિટિવ

ભાવનગરમાં વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઇકાલે 132 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, ત્યારે આજે સવારમાં એક સાથએ 4 પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. 70 સેમ્પલ લઇને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેમાં 4નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને 66 નેગેટિવ રિપોર્ટ આવ્યા છે.

જંગલેશ્વર કોરોનાનું હોટ સ્પોટ બની રહ્યું છે

રાજકોટમાં જંગલેશ્વર કોરોનાનું હોટ સ્પોટ તરીકે બહાર આવી રહ્યું છે. બુધવારે અલ્તાફ પતાણી નામના યુવાનનો કેસ પોઝિટિવ આવતા તે વિસ્તારમાંથી 51ના સેમ્પલ લેવાયા હતા જ્યારે અન્ય શંકાસ્પદ સહિત કુલ 68 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી જંગલેશ્વરના બે પોઝિટિવ આવ્યા છે. જેમાં 35 વર્ષના આશિયાનાબેન કુરેશી તેમજ 50 વર્ષના જીલુબેન જુમ્માભાઈ અદમાણીનો સમાવેશ થાય છે. મોડીરાત્રીના મળતા અહેવાલ મુજબ અલ્તાફના પરિવારના ચાર સહિત જંગલેશ્વરના પાંચ વ્યક્તિને કોરોના પોઝિટિવ હોવાનું નાયબ આરોગ્ય અધિકારી મનીષ ચુનારાએ જણાવ્યું હતું. અલ્તાફના પરિવારના સભ્યોને પથિકાશ્રમમાં રખાયા હતા.

જે વિસ્તારમાં હવે કોરોના પોઝિટિવ કેસ આવશે ત્યાં 100 સેમ્પલ લેવાશે
કોરોના વાઇરસની ચેઇન તોડવા માટે અને શહેરમાં રહેતા પોઝિટિવ કેસની માહિતી મળી રહે તે માટે આરોગ્ય વિભાગે જંગલેશ્વર વિસ્તારમાંથી 65 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી વધુ બે મહિલાઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેના પગલે મ્યુનિસિપલ કમિશનરે શહેરના જે વિસ્તારમાં પોઝિટિવ કેસ મળે ત્યાં 100 લોકોના સેમ્પલ લઇ લેબોરેટરીમાં પૃથક્કરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જંગલેશ્વર વિસ્તારમાં બે યુવાન બાદ ગુરુવારે સાંજે બે મહિલાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.પી.પી. રોઠોડ, ડો.મનીષ ચુનારા સહિતની ટીમે આ વિસ્તારમાં રહેતા લોકોનો આરોગ્યનો સરવે કર્યો હતો. જેમાં શંકાસ્પદ વ્યક્તિઓના સિવિલ હોસ્પિટલની મદદથી કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યુ છે કે, જંગલેશ્વર વિસ્તાર પર હાલ મનપાની સમગ્ર ટીમ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે

આજે પણ જંલેશ્વરમાંથી સેમ્પલ લેવામાં આવશે

જંગલેશ્વ વિસ્તારમાં કોરોનાનો વિસ્ફોટ થતા આજે પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લેવામાં આવશે. મનપાની આરોગ્ય વિભાગના અધિકારીઓ જંગલેશ્વર પર ધ્યાન કેન્દ્રીત કરશે.રાજકોટમાં 32 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં 21 શહેરના, 5 ગ્રામ્યના અને 6 અન્ય જિલ્લાનો સમાવેશ થાય છે. 5 પોઝિટિવ, 7 નેગેટિવ અને 20ના રિપોર્ટ આવવાના બાકી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પોલીસે મસ્જીદમાં માઇકમાંથી લોકોને અપીલ કરી


જંગલેશ્વરમાં મનપા કમિશનર લોકોને સમજાવવા ખુદ મેદાને ઉતર્યા

Related posts

રાજકોટમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ, ગોંડલમાં સાંબેલાધાર વરસાદ, ઉપલેટમાં ભારે વરસાદને કારણે મકાનના બે ભાગ થયા, તસવીરો

Amreli Live

કોરોના વોરિયર્સ માતા-પિતાની દીકરીએ CBSE ધો. 10માં 91 ટકા મેળવ્યા, મેથ્સમાં 100માંથી 100, IAS બનવાનું સપનું

Amreli Live

સેન્સેક્સ 484 અંક ઘટ્યો, નિફ્ટી 9000ની નીચે; બજાજ ફાઈનાન્સ, મારૂતિ સુઝુકીના શેર ઘટ્યા

Amreli Live

ગોવા પર્યટકો માટે ખૂલ્યું તો છે પણ ટ્રેન-બસ બંધ, 5 ફ્લાઇટ આવે છે, 4 હજાર હોટલમાંથી 160 ખૂલી

Amreli Live

અત્યારસુધી 39242 કેસ : લોકપાલ સદસ્ય જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠીનું સંક્રમણથી મોત, 24 કલાકમાં સૌથી વધારે 1061 દર્દી સ્વસ્થ થયા

Amreli Live

34 લાખ કેસ, 2.40 લાખ મોત: ટ્રમ્પે કહ્યું કોરોના સંક્રમણથી અમેરિકામાં એક લાખથી ઓછા લોકોના મોત થશે

Amreli Live

1,91,356 કેસ, મૃત્યુઆંક-5,411ઃ દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીની અટકાયતમાં,રાજધાનીની સરહદ સીલ કરવાના વિરોધમાં પ્રદર્શન કરતા હતા

Amreli Live

કોંગ્રેસને રામ રામ કરી રાજીનામું આપનાર 8 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં પ્રવેશ કરશે, કમલમ્ ખાતે તૈયારીઓ

Amreli Live

માસ ક્વોરન્ટીન રાંદેરમાંથી વધુ 2 સહિત કોરોનાના 3 પોઝિટિવ, સ્મીમેરના તબીબમાં લક્ષણો જણાતાં દાખલ

Amreli Live

ATMથી ચેપ; 3 આર્મી જવાનના રિપોર્ટ પોઝિટિવ, મૃત્યુ આંક 10 પર પહોંચ્યો, 221 પોઝિટિવ કેસ

Amreli Live

કોરોનાને હંફાવી 24 કલાકમાં ત્રીજો દર્દી ઘરે પહોંચ્યો, ફતેપુરાની ચાર વર્ષીય બાળકી સહિત ત્રણ શંકાસ્પદ કેસ

Amreli Live

31,625 કેસ, મૃત્યુઆંક-1010: પંજાબમાં બે સપ્તાહ માટે લોકડાઉન વધારાયું, ખાડી દેશોમાં ફસાયેલા લોકોને કાઢવા નૌસેના તૈયાર

Amreli Live

દાણીલીમડામાં 11, નવરંગપુરામાં એક જ પરિવારના 6, માણેકચોકમાં 5 અને દરિયાપુર-વટવામાં 3-3 કેસ નોંધાયા

Amreli Live

PM મોદીએ કહ્યું- દિલ્હીની જેમ NCRમાં પણ વધતા કેસને અટકાવવા કામ કરવું જોઈએ, દેશમાં 8.22 લાખ કેસ

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live

રાજકોટમાં 41 કેસ, 9ના મોત, જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4100ને પાર, જામનગરમાં 29 કેસ નોંધાયા

Amreli Live

10 દિવસમાં રમત જગતમાં 5ના મોત; સ્વિત્ઝર્લેન્ડના આઈસ હોકી લેજેન્ડ રોજર શૈપોનું નિધન, 100થી વધુ મેચ રમ્યા હતા

Amreli Live

ગુજરાતમાં પ્રથમ રાજકોટની ખાનગી ક્રાઇસ્ટ હોસ્પિટલે કોરોનાના દર્દીઓ પાસેથી કોઇ ચાર્જ ન લેવાનો નિર્ણય લીધો

Amreli Live

કોરોનાને લીધે ભણવાનું બંધ થયું તો એન્જિનિઅરથી ગણિતના ટીચર બન્યા મુનીર,સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે ઈદગાહ મેદાનમાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું

Amreli Live

14.40 લાખ કેસઃICMRએ 24 કલાકમાં રેકોર્ડ 5.15 લાખ ટેસ્ટ કર્યા, તમામ રાજ્યોને ટેસ્ટીંગ વધારવા માટે કહ્યું

Amreli Live

બજરંગબલીની કૃપાથી આ રાશિઓ ની કિસ્મત આપશે સાથ. માતા લક્ષ્મીમાં આશિષથી મળશે સુખ અને સમૃદ્ધી

Amreli Live