26.6 C
Amreli
13/08/2020
bhaskar-news

રાજકોટના બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ સહિત જિલ્લામાં 18ને કોરોના પોઝિટિવ, 5ના મોત, ભાવનગરમાં 12 અને અમરેલીમાં 6 કેસ



રાજકોટ જિલ્લામાં 18, અમરેલીમાં 6, ભાવનગર જિલ્લામાં 12અને બોટાદમાં 2 કેસ પોઝિટિવ નોંધાયાછે. રાજકોટ શહેરમાં એક જ દિવસમાં કોરોનાથી ચારના અને જેતપુરના એક દર્દીનુંમોત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. રાજકોટ શહેરમાં 63 વર્ષના પુરૂષ, 67 વર્ષના પુરૂષ, 68 વર્ષના પુરૂષ,67 વૃદ્ધા અને જેતપુરના 60 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 10દર્દીના મોત થયા છે. આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહીછે. રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાયને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.તેઓએ જણાવ્યું હતું કે, લોકો અને મહાદેવની આશીર્વાદ મારી સાથે છે. હું સ્કૂટર લઇને હોસ્પિટલમાં આવ્યો છું. જામનગરમાં વધુ ત્રણ કેસ નોંધાયા છે.

રાજકોટમાં બપોર પછી 4 કેસ નોંધાયા
-રંજનબેન જયંતભાઈ રૈયાણી (62) રહે. રૈયારાજ, અયોધ્યાનગર- 1, નવનીત હોલ, કોઠારીયા મેઈન રોડ, ભક્તિનગર, રાજકોટ.
-સમીર નવસાદભાઈ મીર (30)રહે. રાજનગર- 1, મસ્જિદ ચોક પાસે, સદગુરુ તીર્થ સામે, રાજકોટ.
-જયેશભાઇ ઇન્દુકુમાર ઉપાધ્યાય (46)રહે. ઘનશ્યામ 9/18, લક્ષ્મીવાડી, મિલપરા મેઈન રોડ, ભક્તિનગર, રાજકોટ.
-મયુર જ્યેન્દ્રકુમાર માખેંચ (32)રહે. આસોપાલવ બ્લોક નં. 60, સત્ય સાંઈ હોસ્પિટલ રોડ, આત્મીય કોલેજની પાછળ, રાજકોટ

મહાદેવના આશીર્વાદ મારી સાથે છે, હું સ્કૂટર લઈને હોસ્પિટલમાં આવ્યો છુંઃ જયેશ ઉપાધ્યાય
જયેશભાઇએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ભલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. લોકોના આશીર્વાદ અને મહાદેવના આશીર્વાદ મારી સાથે છે. હું સ્કૂટર લઈને હોસ્પિટલમાં આવ્યો છું. ઘોડા જેવો થઈને અહીંથી બહાર નીકળીશ. લોકડાઉન દરમિયાન બોલબાલા ટ્રસ્ટ દ્વારા દરરોજના 37 હજાર લોકોને ટિફિન પહોંચાડવાની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી. હંમેશા લોકોની મદદે જયેશભાઇ તત્પર રહ્યા છે. ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓ તેઓ જલ્દીથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. જયેશભાઇ ઉપાધ્યાય હાલ સિનર્જી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

ભાવનગરમાં શાકભાજીના વેપારી, શિક્ષક સહિત 9ને કોરોના પોઝિટિવ
ભાવનગરમાં આજે 9 કેસ નોંધાયા છે. જેમાં ભાવનગરના વાઘાવાડી રોડ પુજા ફલેટની બાજુમાં રહેતા ડો. સુભાષ દત્તાત્રાયા તેલંગ( ઉં.વ 66), કુંભારવાડા માઢીયા રોડ પર રહેતા અને પ્લાસ્ટીકની ફેક્ટરીમાં કામ કરતા સવજીભાઈ કેશવભાઈ ઝાંઝમેરા (ઉં.વ.52), ચિત્રા સીદસર રોડ માધવાનંદ -2માં રહેતા અને સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા કરણભાઈ લક્ષ્મણભાઈ ચાવડા (ઉં.વ.43), હિલ ડ્રાઇવ ફુલવાડી ચોક, પ્લોટ નં. 2214 / બી / સી -1માં રહેતાં અને અગાઉ પોઝિટિવ આવેલાના સંપર્કમાં રહેલા કેવટ જયંતીકુમાર વાનાણી (ઉં.વ. 37), નારી ગામે રહેતાઅમરશીભાઈ ગણેશભાઈ ડોંડા (ઉં.વ.72), અનંતવાડી અજય સોસાયટીમાં રહેતાં અને ચોગઠ ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા રાકેશભાઈ તુલસીભાઈ યાદવ (ઉં.વ.32), નવી સિંધુનગર, રામાપીર મંદિર પાસે રહેતા ગોરમલ દાદુમલ રામરખીયાણી અને શાકભાજીના વેપારી (ઉં.વ.64), કોબડી ગામે રહેતાં પાર્વતીબેન તુલસીભાઇ સુતરીયા (ઉં.વ.58) અને વલ્લભીપુરના પીપળી ગામે રહેતાં અલ્પેશભાઈ ધરમશીભાઈ ભુંગળીયા (ઉં.વ.35)નો સમાવેશ થાય છે.

ભાવનગર ગ્રામ્ય પંથકમાંથી વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં 12 કેસ
મહુવાના કોંજલી ગામે તબિયત બગડતાં સુરતથી આવેલા દક્ષાબેન ઘનશ્યામભાઇ કાવડ (ઉં.વ.36), મહુવાના સારદીકા ગામે રહેતા અને સુરતની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતા કેતનભાઈ ભોલાભાઈ રાઠોડ (ઉં.વ. 24) અને તળાજાના બેલા ગામે રહેતાં અને સુરતની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતાં રણછોડભાઈ માવજીભાઈ ડાંખરા(ઉં.વ. 65)નો સમાવેશ થાયા છે.

રાજકોટમાં સવારે 2 કેસ પોઝિટિવ, 2નાંમોત
કાલાવડ રોડ પર રહેતાદિનેશભાઈ સામતભાઈ ઓડેદરા (ઉં.વ.45) અનેદ્વારકાધીશ સોસાયટી શેરી નંબર-3, ઉમિયા ચોકમાં રહેતાચિરાગ અરવિંદભાઈ માણસુરીયા (ઉં.વ.-24)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે સત્યનારાયણ પાર્ક, ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતાકૈલાશ કુરજીભાઈ પટેલનું કોરોનાથી મોત નિપજ્યું છે. આ સાથે જ રેસકોર્સ પાર્કમાં રહેતા અને અકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતાઅરુણભાઈ ભગવાનદાસ ઠકરાર (ઉં.વ.67)નું કોરોનાથી મોત નિપજ્યું છે.

જસદણમાં 2 કેસ પોઝિટિવ નોંધાયા
જસદણમાં કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ નોંધાયા છે.જસદણનાં PGVCL કચેરી સામે રહેતા અબ્દુલભાઇ હારુનભાઇ પરમાર (ઉ.વ. 39) અને જસાપર ગામે રહેતા ગીરધરભાઇ જમનભાઇ ઢોલરીયા (ઉ.વ. 68)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમા દોડધામ મચી ગઇ છે.

ધોરાજીમાં 9કેસ પોઝિટિવ નોંધાયા
ધોરાજીમાં આજે સવારે વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા છે. વાલ્મીકી વિસ્તારમાં 28 વર્ષીય યુવકનો, ખરાવડ પ્લોટમાં 65 વર્ષીય વૃદ્ધાનો, ગોકુલાનવાળી શેરીમાં 61 વર્ષીય વૃદ્ધનો, ઋષિરાજ સોસાયટીમાં 75 વર્ષીય વૃદ્ધનો અને સોની બજારમાં રહેતી 47 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધોરાજીમાં એકાએક કેસ વધતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
બપોર બાદ ધોરાજીમાં 4 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં જમનાવડ રોડ પર અપૂર્વ સ્કુલ પાસે રહેતા 40 વર્ષીય યુવક, કંસાર ચોકમાં રહેતા 49 વર્ષીય આધેડ, હિરપરાવાડી મોતીનગરમાં રહેતા 50 વર્ષીય આધેડ અને જમનાવડ રોડ પર ગોપી પાનવાળાની સામેની ગલીમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધાનો સમાવેશ થાય છે.

જામકંડોરણામાં એક કેસ પોઝિટિવ નોંધાયો
જામકંડોરણામાં આજે વધુ એક કેસ પોઝિટિવ આવ્યો છે.કન્યા છાત્રાલય પાસે 43 વર્ષીય મહીલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. આમજામકંડોરણા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 14 કોરોના પોઝિટિવ નોંધાયા છે.

અમરેલી જિલ્લામાં કોરોના 6 કેસ પોઝિટિવ
અમરેલી જિલ્લામાં આજે કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ નોંધાયા છે.અમરેલીના ચક્કરગઢ રોડ પર રામ પાર્ક સોસાયટીમાં એક જ પરિવારના 3 સભ્યનો, સવજીપરામાં 25 વર્ષિય પુરૂષનો,લીલીયાના આંબા 1 અને અમરેલીના વાંકીયામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 92 પર પહોંચી છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 8 લોકોના મોત થઈ ચુક્યા છે.

બોટાદ જિલ્લામાં 2 પોઝિટિવ કેસ આવ્યા
ઢાંકણીયા ગામે રહેતી 30 વર્ષીય યુવતી અને ઢસા ગામે 48 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેની ટ્રાવેલીંગ હિસ્ટ્રી સુરતની હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ધોરાજીમાં કેસ નોંધાયા
રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલે એક સાથે 23 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં રાજકોટ શહેરના 8 અને જિલ્લાના 15 કેસ નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ધોરાજીમાં કેસ સામે આવી રહ્યાં છે. આમ રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 315કેસ પોઝિટિવ નોંધાયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


corona rajkot live positive case increase

Related posts

જંગલેશ્વરની એક જ શેરીમાં આજે 5 સહિત 24 કલાકમાં 7 અને ભાવનગરમાં વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા

Amreli Live

રાજ્યમાં 256 નવા કેસ, 6 મોત, 256માંથી 182 કેસ અને 6માંથી 3 મોત અમદાવાદમાં થયા

Amreli Live

ભાવનગરમાં વધુ એક મહિલા પોઝિટિવ, રાજકોટમાં વધુ એક દર્દીના રિપોર્ટ સતત બીજા દિવસે નેગેટિવ આવતા ડિસ્ચાર્જ

Amreli Live

નોબેલ વિજેતા અર્થશાસ્ત્રીએ કહ્યું-અમેરિકાએ મહામારીનો સામનો ત્રીજી દુનિયાના દેશની જેમ કર્યો

Amreli Live

નાણાં મંત્રીએ આજે ખેડૂતો, પરપ્રાંતીય મજૂરો, રિયલ એસ્ટેટ માટે 3.10 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું

Amreli Live

કુલ કેસ 5.85 લાખઃ આરોગ્ય સેતુ એપ લોગઈન કરવામાં મુશ્કેલી, બંગાળ સરકારની માંગ-હોટ સ્પોટથી વિમાની સેવા અટકાવવામાં આવે

Amreli Live

વિશ્વના વૃક્ષોનું કદ અને ઉંમર ઘટી રહી છે, ગરમી અને CO2ના કારણે આ ફેરફાર છેલ્લાં 10 વર્ષમાં નોંધાયો

Amreli Live

ભારતે રેપિડ ટેસ્ટિંગ કિટનો ઓર્ડર કેન્સલ કર્યો તો ચીને કહ્યું- અમારી કિટને હલકી ગુણવત્તાની કહેવી અયોગ્ય અને પૂર્વગ્રહથી પ્રેરિત

Amreli Live

19 સપ્ટેમ્બરથી IPL શરૂ, ફાઈનલ 10 નવેમ્બરે, ચાઈનીઝ કંપની વીવોની સ્પોન્સરશિપ યથાવત્; પહેલીવાર વર્કિંગ ડે પર ફાઈનલ મેચ

Amreli Live

રાજ્યસભાની 18 બેઠક માટે ચૂંટણી તારીખ જાહેર, હવે 19 જૂને 7 રાજ્યમાં ઉમેદવારોની ચૂંટણી થશે

Amreli Live

દેશમાં 130 જિલ્લા હજુ પણ રેડ ઝોનમાં, ગ્રીન ઝોનમાં રહેનાર 319 જિલ્લામાં 3 મે પછી રાહત મળવાની સંભાવના

Amreli Live

કોરોના વાઈરસના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ પોઝિટિવની સંખ્યા 217 ઉપર પહોંચી

Amreli Live

સતત બીજા દિવસે 850થી વધુ કોરોનાના નવા દર્દી અને 14ના મોત, કુલ કેસ 40 હજારને પાર અને મૃત્યુઆંક 2024

Amreli Live

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડનો 3 દિવસમાં તપાસ રિપોર્ટ આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણીના આદેશ, મૃતકોના પરિવારને 2-2 લાખની સહાય

Amreli Live

કોરોના હોટસ્પોટ અમદાવાદમાં પોઝિટિવ કેસની સંખ્યા ડિક્લેર કરવામાં કોર્પોરેશનની ગોલમાલ, 30 એપ્રિલે હતા 379 દર્દી ને જાહેર કર્યા 249

Amreli Live

અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સાજા થયા બાદ ઓફિસ પહોંચ્યા, 24 કલાકમાં બ્રિટનમાં 413 અને ઇટાલીમાં 260 લોકોના મોત

Amreli Live

રાજ્યમાં સતત બીજા દિવસે સૌથી વધુ કેસ નોંધાયા, 24 કલાકમાં 492 કેસ અને 33ના મોત, કુલ 18,609 કેસ- મૃત્યુઆંક 1155

Amreli Live

રાજ્યમાં આજે 29 નવા દર્દીઓ નોંધાતા કોરોનાના કુલ 175 દર્દી, ત્રણના મોત સાથે મૃત્યુઆંક 15 પર પહોંચ્યો

Amreli Live

મેડિકલ સ્ટાફ સાથે જમાતિયાઓનું ઉદ્ધતાઈભર્યુ વલણ જારી; ગાજીયાબાદ પછી કાનપુર અને લખનઉમાંથી પણ ફરિયાદો મળી

Amreli Live

લોકડાઉનમાં નુકસાન જતા જગતના તાતની હાલત કફોડી, ખેડૂતોએ કહ્યું: ‘બેંકોમાં ઝીરો ટકા વ્યાજે લોન મળતી નથી, ઝેર ખાવાનો વારો આવ્યો છે’

Amreli Live

કોરોનાના સંકટની વચ્ચે રશિયાએ અમેરિકાની મદદ માટે હાથ લંબાવ્યો, ટ્રમ્પે કહ્યું- પુતિનની શાનદાર ઓફર

Amreli Live