27.8 C
Amreli
18/09/2020
કલેક્ટર ઓફિસ

રાજકોટઃ સિવિલના ડોક્ટરની ભાવનગર બદલી થતાં 10 સાથી તબીબો નારાજ, આપ્યા રાજીનામા

રાજકોટઃ શહેરની પંડીત દિનદયાળ ઉપાધ્યાય (PDU)મેડીકલ કોલેજના અસોસિએટ પ્રોફેસર ડો. એસ.કે. ગઢવીચારણની ટ્રાન્સફર થતાં મેડિસિન વિભાગના 10 ડોક્ટરો નારાજ થયા હતા અને ગુરુવારે સાંજે તેમણે રાજીનામું ધરી દીધું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

કોરોના વાયરસના કારણે ગઢવીચારણની ટ્રાન્સફર ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં કરાતા ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો. જો કે, તેમની અચાનક ટ્રાન્સફર કરવાનું કોઈ કારણ નહોતું. ગઢવીચારણ સીક લીવ પર હતા ત્યારે જ તેમને ટ્રાન્સફર ઓર્ડર મળ્યો હતો.

ગઢવીચારણની બદલી કરાઈ હોવાની વાત ફેલાતા જ મેડિસિન વિભાગના ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો અને હોસ્પિટના સત્તાધીશોને રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી હતી.

ગુરુવારે મોડી સાંજે રાજીનામું ધરી દેનાર 10 ડોક્ટરોમાં મેડિસિન વિભાગના ચાર અસોસિએટ પ્રોફેસર અને છ આસિસ્ટન્ટ પ્રોફેસર સામેલ છે.

અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં PDUના ડીન ડો. ગૌરવી ધ્રુવે આ વાતની પુષ્ટિ કરી હતી. ‘તે લોકોએ રાજીનામું કેમ આપ્યું તેની મને જાણ નથી. વધારે માર્ગદર્શન માટે મેં તેમના રાજીનામા ગાંધીનગરમાં રાજ્યના આરોગ્ય વિભાગને મોકલ્યા છે’. તેમણે તેમ પણ કહ્યું કે, રાજીનામા હજુ સુધી સ્વીકાર્યા નથી અને ડોક્ટરો પણ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે.

કોરોના વાયરસના કેસની વાત કરીએ તો, રાજકોટ જિલ્લામાં 104 લોકો સંક્રમિત થયા છે, જેમાં 83 કેસ શહેરના છે.


Source: iamgujarat.com

Related posts

વાલીઓએ ફી ના ભરી તો વડોદરાની સ્કૂલે ઓનલાઈન શિક્ષણ બંધ કર્યું!

Amreli Live

રિદ્ધિમા કપૂરે શેર કરી પિતાની જૂની તસવીર, ભાઈ-બહેન અને મમ્મી સાથે જોવા મળ્યા ઋષિ કપૂર

Amreli Live

અમદાવાદમાં કોરોનાના 284 નવા કેસ નોંધાયા, 24ના મોત સાથે કુલ મૃત્યુઆંક 822 થયો

Amreli Live

ભારતીય ક્રિકેટરનો ગંભીર આરોપ, કહ્યું – સુશાંત જેવું મારી સાથે પણ થયું

Amreli Live

જાણો, કયા બે કારણોથી ભારતીય ક્રિકેટ માટે ખાસ છે 25 જૂનનો દિવસ

Amreli Live

અમદાવાદઃ કોન્સ્ટેબલે સ્કૂટર ચાલક પર છૂટી લાકડી ફેંકતા રસ્તે જતા વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા

Amreli Live

ગુજરાત પોલીસને હલકી ગુણવત્તાનું સેનિટાઈઝર પધરાવી દીધું

Amreli Live

હવે તો ભગવાન પણ કોંગ્રેસની સાથે નહીં : જેપી નડ્ડા

Amreli Live

રેડમીના પૉપ્યુલર સ્માર્ટફોનની કિંમતમાં પાંચમી વખત વધારો, જાણો નવી પ્રાઈઝ

Amreli Live

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ ફેરવી તોળ્યું, કહ્યું- ‘રથયાત્રા માટે સરકારે ઘણી મહેનત કરી’

Amreli Live

‘પવિત્ર રિશ્તા’માં ‘ભિખારી’નો રોલ પ્લે કરનાર એક્ટરને સુશાંતે આપી હતી આ સલાહ, આજે તે…

Amreli Live

રાજકોટ દેશનું પ્રથમ ગ્રીન રેટેડ પ્લેટિનમ લેવલ સ્માર્ટ સિટી બન્યું

Amreli Live

બોયફ્રેન્ડને મળીને ખુશ-ખુશ થઈ ગઈ હિના ખાન, આપ્યા રોમાન્ટિક પોઝ

Amreli Live

આ છોકરાએ જૂના ન્યૂઝપેપરમાંથી તૈયાર કર્યું ટ્રેનનું મોડલ

Amreli Live

રામદેવ લાવી રહ્યા છે એપ, ઘરે બેઠા મળશે કોરોનાની દવા

Amreli Live

હવે કુવૈતના આ નિર્ણયના પગલે 8 લાખ ભારતીયો પણ તોળાઈ રહ્યું છે સંકટ

Amreli Live

જૂનાગઢઃ સિંહબાળ સાથે ‘દાવત’ માણતું જોવા મળ્યું સિંહણોનું ટોળું

Amreli Live

અમદાવાદઃ લગ્ન પછી તરત જ પતિએ કહી દીધું ‘મારે તો બીજી સાથે છે સંબંધ, તું મને ગમતી નથી’

Amreli Live

આગામી અઠવાડિયે રાજ્યમાં સારા વરસાદની આગાાહી, બફારાથી મળશે રાહત

Amreli Live

તીડને ભગાડવાનો આવો જુગાડ ભારતીય જ કરી શકે!

Amreli Live

ખૂબ જ લાગણીશીલ હતો સુશાંત, વૃદ્ધાશ્રમનો આ વિડીયો જોઈ નહીં રોકી શકો આંસુ

Amreli Live