25.3 C
Amreli
13/08/2020
મસ્તીની મોજ

રસોડામાં છુપાયેલી આ વસ્તુઓથી જ અટકી જશે, તમારી વધતી ઉંમર.

ચહેરાની કરચલીઓથી પરેશાન છો, તો વધતી ઉંમરને રોકવા માટે રસોડાની આ વસ્તુઓનો કરો ઉપયોગ

જો તમે ચહેરાની કરચલીઓથી પરેશાન છો, તો વધતી ઉંમરને અટકાવવા માટે રસોડામાં છુપાયેલી કેટલીક કુદરતી વસ્તુઓ વિશે જાણો.

સુંદરતાના ચાહકો માટે સારા સમાચાર છે, હા તમે તમારા રસોડામાં છુપાયેલી કેટલીક વસ્તુઓની મદદથી તમને લાંબા સમય સુધી જુવાન અને સુંદર રાખી શકો છો. જો કે કોઈ પણ વધતી ઉંમર અને ચહેરા ઉપર થતી કરચલીઓને ઉલટાવી નથી શકતા, પરંતુ તમારી ત્વચાની થોડી સંભાળ રાખીને તમે કરચલીઓ અને આવેલી ગતિને થોડા સમય માટે ટાળી શકો છો. કોઈ પણ નથી ઈચ્છતું કે તે વૃદ્ધ દેખાય.

ખાસ કરીને, મહિલાઓ પોતાને લાંબા સમય સુધી યુવાન રાખવા અને ચહેરાની કરચલીઓથી બચવા માટે આહારથી લઈને બ્યુટી ટ્રીટમેન્ટ સુધી ન જાણે કેવા કેવા ઉપાય કરે છે. જોકે બજારમાં ઘણી એન્ટિ-રિંકલ ક્રીમ અને સીરમ ઉપલબ્ધ છે. પરંતુ ચહેરા માટેના કુદરતી ઉપાય કરતાં બીજું કોઈ સારું હોઈ જ શકતું નથી. ચાલો આપણે કેટલીક કુદરતી ટીપ્સ વિશે જાણીએ જે તમારી વધતી ઉંમરને રોકવામાં મદદ કરશે.

કરચલીઓ માટે ઇંડાની સફેદી

ઇંડા કરચલીઓને દૂર કરવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. હા, હવે તમારી કરચલીઓ દૂર કરવા માટે ઇંડાના સફેદ ભાગનો ઉપયોગ કરવાનો છે, તેમાં કોલેજન મળી આવે છે, જે ત્વચાનું સુંવાળાપણું વધારે છે. એટલે કે, હવે તમારે કરચલીઓ દૂર કરવા માટે પૈસા ખર્ચવાની જરૂર નથી. સૌ પહેલા બે ઇંડાનો સફેદ ભાગ લઇને વાટકીમાં હલાવીને એક રસ કરી લો. પછી તેનાથી આખા ચહેરાને માલિશ કરો અને તેને સુકાવા દો. પરંતુ સાવચેત રહો કે 15 મિનિટથી વધુ સમય માટે પેસ્ટ ન રાખવી. સુકાઈ ગયા પછી તેને હુફાળા પાણીથી ધોઈ લો.

કરચલીઓ માટે લીંબુનો રસ

એક લીંબુ લો અને તેને અડધુ કાપી લો. સૂતા પહેલા તમે તમારી કરચલીઓ ઉપર લીંબુના રસથી મસાજ કરો. લીંબુમાં રહેલા એસિડિક ગુણધર્મો કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે સાથે જ ત્વચાને ગ્લોઇંગ બનાવે છે. આ સિવાય લીંબુ એક સારું એંટીઓક્સીડેંટ પણ છે, જે ત્વચાની કરચલીઓ ઘટાડે છે. ઉપરાંત, લીંબુમાં બ્લીચિંગ ગુણધર્મો રહેલા છે. જેનાથી ત્વચાના ડાઘને દૂર કરીને તેને કુદરતી ગ્લો આપે છે.

અંડર બેગ્સ માટે ટી બેગ્સ

જો તમારી આંખો નીચે કાળા કુંડાળા છે, અથવા તમારી આંખો ફૂલાયેલી જેવી દેખાય છે, તો અંડર બેગ દુર કરવા માટે તમે ટી બેગ્સનો ઉપયોગ કરી શકો છો. લીંબુના રસની જેમ તેમાં પણ એંટીઓક્સીડેંટ રહેલું હોય છે. આ ઉપરાંત ટી બેગ્સમાં ટેનીન હોય છે. જે આંખોની નીચેના સોજાને આરામ આપીને ઓછા કરે છે. 2 ટી બેગ્સને હૂંફાળા પાણીમાં પલાળી રાખો અને પછી તેને થોડી મીનીટો માટે ફ્રિજમાં રાખો. 5 મિનિટ માટે દરેક આંખ ઉપર 1-1 ટી બેગ્સ મૂકો.

લાલ અને સુકી આંખો માટે કાકડી

આમ તો તમે જાણતા જ હશો કે કાકડી આંખો ઉપર લગાવવાથી ઘણી રાહત મળે છે. પણ શું તમે જાણો છો કે જો તમારી આંખો લાલ અને સુકી રહે છે, તો કાકડીની 2 પાતળી સ્લાઈસ કાપી લો. તેને લગભગ 15 મિનિટ માટે ફ્રિજમાં મૂકી દો. 30 મિનિટ સુધી તે ટુકડા આંખ ઉપર રાખો. કાકડીનો ઉપયોગ કરીને તમે સરળતાથી તમારી આંખોમાં રહેલ સુકાપણા માંથી સરળતાથી છુટકારો મેળવી શકો છો. કાકડીમાં વિટામિન સીના સારા ગુણધર્મો હોય છે, જે એક ઉત્તમ એંટીઓક્સીડેંટ તરીકે સ્કીનને સંભાળે છે.

આંખો ઉપર ચમચીનો જાદુ

બે ચમચી લો અને તેને ઠંડી થવા માટે ફ્રિજમાં રાખો. તેને બહાર કાઢો અને ચમચીને તમારી આંખો ઉપર 30 થી 60 સેકંડ સુધી રાખો. ધાતુની ઠંડક તમને એક નવો દેખાવ આપશે.

કાકડી અને ઇંડાની સફેદી

કાકડી અને ઇંડા બંને આરોગ્ય માટે અને ત્વચા માટે ખૂબ જ સારા છે. અને જો બંને વસ્તુઓ ભળી જાય છે, તો ત્વચાને અદભૂત ગ્લો મળે છે. જો તમારે પણ ચહેરાની કરચલીઓથી છૂટકારો મેળવવો છે, તો અડધી છોલેલી કાકડી લો અને તેને નાના નાના ટુકડા કરીને કાપી લો. તેનો રસ કાઢવા માટે આ ટુકડાને મિક્સરમાં પીસી લો. ઇંડાને એક વાટકીમાં ફોડો. ઇંડા અને કાકડીના રસને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને તમારા ચહેરા ઉપર ઘસો અને 15 મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ તમારા ચહેરાને હુફાળા પાણીથી ધોઈ લો.

જો તમે પણ લાંબા સમય સુધી યુવાન રહેવા માંગો છો, તો તમે આ ટીપ્સ અજમાવી શકો છો. કેમ કે રસોડામાં છુપાયેલી આ વસ્તુઓ તમારા ચહેરાની સાથે સાથે આંખોની આસપાસની કરચલીઓને દૂર કરવામાં મદદ કરે છે અને કરચલીઓ ચહેરા પહેલાં તમારી આંખોની આસપાસ હોય છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

દેશનો સૌથી મોટો પ્રાકૃતિક પ્રકોપ છે આકાશની વીજળી, ચોમાસામાં જાણો આનાથી બચવાના ઉપાય.

Amreli Live

જાણો સોમવારનું વ્રત રાખવાના નિયમ અને તેના ફાયદા

Amreli Live

નાગ પંચમી પર 20 વર્ષ પછી બન્યો શિવ યોગ, આ 5 રાશિઓ થશે માલામાલ.

Amreli Live

ઇમ્યુનિટી બુસ્ટ કરવાના ચક્કરમાં પોતાનું જ નુકશાન ના કરી બેસતા, 5 લક્ષણ દેખાય તો થઇ જજો સાવધાન

Amreli Live

ચીની એપ પર પ્રતિબંધ લાગવાથી ખુશ છે હરિયાણાની ટિક્ટોક સ્ટાર, જણાવ્યું : દેશથી ઉપર કઈ જ નહિ

Amreli Live

પિતા સાથે બજારમાં ગયેલો 6 વર્ષનો નિર્દોષ બાળક બિજબિહાડા આતંકી હુમલામાં મૃત્યુ પામ્યો

Amreli Live

સ્વર્ગવાસી ઇંદર કુમારની પત્નીનો દાવો : કરણ, શાહરુખે પતિને આપ્યું હતું ખોટું આશ્વાસન, પછી તેને…

Amreli Live

ધ્યાન આપો 1 ઓગસ્ટથી બદલાઈ જશે પૈસા સાથે જોડાયેલા 4 નિયમ, તમારા ખિસ્સા ઉપર પડશે સીધી અસર

Amreli Live

આવું સાહસ ભગવાન બધાને આપે, 2 વર્ષની બાળકીના મૃત્યુ પછી માતા-પિતાએ કર્યું નેત્રદાન.

Amreli Live

યુવરાજના ઘરમાં ભરાયું પાણી, સરકાર પાસે માંગી મદદ, રેઇનકોટ પહેરીને કરવું પડ્યું આ કામ

Amreli Live

શ્રાવણમાં શનિવારે આ ઉપાયો કરવાથી શનિદેવ રિઝશે, અપાવશે દરેક કષ્ટોથી મુક્તિ

Amreli Live

મંગળવારે બની રહ્યા છે યોગ, આ 6 રાશિના લોકોના ચમકશે ભાગ્યના તારા

Amreli Live

શાકાહારી લોકોમાં જોવા મળતી બી 12 ની ઉણપ જાણો કેવી રીતે દુર કરી શકાય.

Amreli Live

ભારતીય ક્રિકેટરે જણાવ્યું : મારી પણ હાલત સુશાંત સિંહ રાજપૂત જેવી, પરંતુ હું માનસિક રીતે મજબૂત

Amreli Live

સુનીલ ગ્રોવર ટીવી પર પાછા ફરશે, નવા શો માટે મળેલી રકમથી કરશે કોરોનાથી પીડિત લોકોની મદદ

Amreli Live

માઇક્રોમેક્સ, લાવા, કાર્બન, ઇન્ટેક્સ જેવી ઇન્ડિયન બ્રાન્ડ્સ વાપસી માટે તૈયાર, ચીની પ્રોડક્ટ્સ વિરોધમાં ફાયદો મળવાની આશા

Amreli Live

જાણો સંકટ મોચન હનુમાનજીને કઈ વસ્તુ ચડાવવાથી શું મળે છે ફળ

Amreli Live

35 હજાર ભારતીય સિપાહીઓની પૂર્વી લદ્દાખમાં ભયાનક ઠંડીમાં પણ થશે પોસ્ટિંગ.

Amreli Live

કાર્તિક આર્યને તોડ્યો ચાઇનીઝ મોબાઈલ બ્રાન્ડ OPPO સાથે સંબંધ, આવું કરનાર પહેલા બોલીવુડ સેલિબ્રિટી

Amreli Live

વરસાદની ઋતુમાં કોઈ વરદાનથી ઓછું નથી કીવી ખાવું.

Amreli Live

તમારા સુંદર ચહેરાની રોનક બગડી રહેલા આ ખીલ ને તમે આ 5 ઘરેલું ઉપાય દ્વારા સંપૂર્ણ દુર કરી શકો છો.

Amreli Live