33.6 C
Amreli
24/10/2020
અજબ ગજબ

રશિયાના સમુદ્રમાં સૌથી મોટો વિનાશ, કિનારા પર લાગ્યો જીવોના લાશોનો ભંડાર.

જાણો એવું શું થયું રશિયાના સમુદ્રમાં કે દરિયા કિનારે લાગ્યો સમુદ્રીજીવોના લાશોનો ભંડાર. રશિયામાં પ્રશાંત મહાસાગરની અવાચા ખાડીમાં મોટી કુદરતી આફત સર્જાઈ હોવાની વાત સામે આવી છે. અહીં છેલ્લા કેટલાક દિવસોથી મોટી સંખ્યામાં સમુદ્રી જીવો મૃત હાલતમાં મળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અવાચા ખાડીના દરિયામાં 95 ટકા સમુદ્ર જીવો મૃત્યુ પામ્યા છે. જેને રશિયાની અત્યાર સુધીની સૌથી મોટી સમુદ્રી દુર્ઘટના કહેવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી તે સ્પષ્ટ થયું નથી કે સમુદ્રી જીવોના મોતનું કારણ શું છે.

અવાચા ખાડીમાં 95 ટકા સમુદ્રી જીવોના મોત નિપજ્યા છે : અવાચા ખાડીના ખલકટર્સ્કી બીચ (Khalaktyrsky beach) પર ઓક્ટોપસ, સીલ, કરચલા, માછલીઓ સહિતના અનેક જીવો મૃત હાલતમાં મળી રહ્યા છે. આ સમુદ્રી વિનાશના ફોટા સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. ફોટા વાયરલ થયા પછી પ્રકૃતિપ્રેમીઓ ગુનેગારો પર કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે.

ધ મોસ્કો ટાઇમ્સના એક અહેવાલ મુજબ, કેટલાક વૈજ્ઞાનિકો દરિયાઇ જીવોના મોત માટે પ્રદુષણને જવાબદાર ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક વૈજ્ઞાનિકો લશ્કરી પરિક્ષણો દરમિયાન રોકેટ ફ્યુઅલ લીક થવાની તો કેટલાક સમુદ્રની અંદર જ્વાળામુખી ફાટવાની વાત કરી રહ્યા છે. ઘટનાની તપાસ માટે વિશેષ કમિશન બનાવવામાં આવ્યું છે.

પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ કુદરતી આફતની અસર ન ફક્ત દરિયાઇ જીવો પર, પરંતુ માણસો પર પણ તેની અસર થઈ છે. કેટલાક સ્થાનિક માછીમારો અને સર્ફર્સે જણાવ્યું છે તેમને પાણીમાંથી કોઈ જંતુનાશક દવા જેવી ગંધ આવી રહી છે. તેમજ સમુદ્રમાં સર્ફિંગ કરતા કેટલાક લોકોને ઉલટી થવી, ગળામાં દુ:ખાવો થવો અને આંખોમાં બળતરા થવાની વાત કહી છે.

પર્યાવરણીય મુદ્દાઓ પર કામ કરતી સંસ્થા ગ્રીનપીસે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. તેમણે પાણીના ચાર પરીક્ષણો કર્યા જેમાં જાણવા મળ્યું કે, પાણીમાં પેટ્રોલિયમ જેવું પદાર્થ છે. જેના લીધે દરિયાઇ જીવો મરી ગયા છે. સ્થાનિક લોકો કહે છે કે, થોડા દિવસોથી સીલ, ઓક્ટોપસ અને દરિયાઈ માછલીઓ મરીને બીચ પર આવી રહી છે. આ પ્રકારની ઘટના તેમણે પહેલી વાર જોઇ છે.

તેમજ પ્રાદેશિક ગવર્નર વ્લાદિમીર સોલોડોવે આ વિષયમાં કહ્યું કે, ખલકટર્સ્કી બીચની આજુબાજુના દરિયામાં પાણી ઝેરી થઈ ગયું છે. ગ્રીનપીસે પણ દરિયાઇ જીવોના લુપ્ત થવાની ચેતવણી આપી છે. સોલોડોવે વધુમાં જણાવ્યું હતું કે, નિષ્ણાતો એ વાતની તપાસ કરી રહ્યા છે કે, શું આ ઘટના કેટલાક ઝેરી પદાર્થોના ફેલાવાને કારણે થઈ છે. કારણ કે બીચની નજીક જ સૈન્ય પરીક્ષણ સ્થળ રેડગિનો છે, જે દરિયાથી લગભગ 10 કિલોમીટર દૂર છે અને ત્યાં ઓગસ્ટ મહીનામાં ડ્રિલ યોજવામાં આવી હતી. તેમણે ગુનેગારો સામે કાર્યવાહી કરવાની વાત કરી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

વ્રતના સામાન્ય ભોજનને બનાવી દેશે સ્વાદિષ્ટ, આ ચટણીથી ચટાકેદાર બનાવી નાખો નવરાત્રીનો સ્વાદ

Amreli Live

અન્ય જીવોનો ચેપ માણસને લાગ્યો હોય એવું તો સાંભળ્યું હશે પણ શું માણસ ચમચીડિયા કે બીજા જીવોને ચેપ લગાડી શકે?

Amreli Live

‘બાલિકા વધુ’ સિરિયલના ડાયરેક્ટર હવે લારી પર વેચી રહ્યા છે શાકભાજી

Amreli Live

મોટી ફાંદથી હેરાન થઈ ગયા હોવ તો અપનાવો આ ટિપ્સ, થોડાક દિવસોમાં થઇ જશે કમર સાઈઝ ઝીરો.

Amreli Live

વજન ઘટાડવાનો આહાર : ફક્ત સ્વાદ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક મમરા

Amreli Live

તુલા રાશિના લોકોને આજે આર્થિક લાભ, પ્રવાસની શક્યતા છે, પણ આ રાશિઓએ સાચવીને રહેવાની જરૂર છે.

Amreli Live

10 રાજ્યોમાં આવ્યા છે કોરોનાના 86% કેસ, સરકાર અને અધિકારી સ્વીકારી રહ્યા નથી કમ્યુનિટી ટ્રાંસમિશન, 10 કરોડ સુધી કેસ થઇ શકે છે

Amreli Live

શું છે શિવ પંચાક્ષર મંત્ર અને શિવ પંચાક્ષર સ્ત્રોત? શિવ પૂજાના સમયે કરો તેનો જાપ

Amreli Live

નબળી ઇમ્યુનીટી વાળા ડાયટમાં સમાવેશ કરો આ 5 વસ્તુઓ, FSSAI ની સલાહ.

Amreli Live

Oppo A15 ભારતમાં થઈ રહ્યો છે લોન્ચ, જાણો તેમાં શું ખાસ હશે.

Amreli Live

આ પણ તાજમહેલ… કર્ણાટકના શ્રીનિવાસ ગુપ્તાએ બનાવી સ્વર્ગીય પત્નીનું મીણનું પૂતળું.

Amreli Live

કોરોનાથી બચવું હોય તો ખાવો આ ફળ, રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં છે અસરકારક

Amreli Live

પાણીપુરી વેચીને ગુજરાન ચલાવનારો બાળક હવે IPL ક્રિકેટમાં ધમાલ મચાવી રહ્યો છે, જાણો આ ભાઇની આંખોદેખી.

Amreli Live

Honda H’ness CB350 ભારતમાં લોન્ચ, જાણો તેની કિંમત, ફીચર્સ અને એન્જીન વિષે બધી જાણકારી

Amreli Live

લક્ષણ વગરના લોકોથી કોરોના ચેપનો વધી રહ્યો છે ભય, આવી રીતે રહો સતર્ક.

Amreli Live

IAF પાયલટે ‘ગુંજન સક્સેના’ દ્વારા જુઠાણું ફેલાવવા માટે કરણ જોહર અને જાન્હવી કપૂર પર લગાવ્યો ગંભીર આરોપ

Amreli Live

આ ગામમાં દીકરી સાસરે જાય ત્યારે દહેજમાં આપવામાં આવે છે આ સાત ડેંઝર વસ્તુ, સાંભળીને જ રુંવાડા ઉભા થઈ જશે.

Amreli Live

કપાળમાં રહેલી કાળાશ અને ચહેરા પર કળા ડાઘ હટાવવા માટે બનાવો સ્પેશિયલ ફેસપેક, નિખરી જશે રંગત.

Amreli Live

5 રાશિઓ માટે આ અઠવાડિયું રહેશે શાનદાર, જાણો શું કહે છે તમારા નસીબના તારા.

Amreli Live

કન્યા રાશિના લોકો માટે આજે નાણાકીય લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ દેખાઈ રહ્યા છે, જાણો બાકીની રાશિઓનો દિવસ કેવો રહેશે.

Amreli Live

આજે ગુરુ પૂર્ણિમા પર આ રાશિઓના ખુલશે ભાગ્ય, આર્થિક લાભ થાય, સંતાનોના શુભ સમાચાર મળે.

Amreli Live