25.8 C
Amreli
06/08/2020
કલેક્ટર ઓફિસ

રથયાત્રા નીકળશે કે નહીં? અસમંજસ વચ્ચે જગન્નાથ મંદિરમાં ચાલી રહી છે તૈયારીઓ

અસમંજસ વચ્ચે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરાઈ

ત્રણેય રથોને ટ્રેક્ટરથી ખેંચવામાં આવશે. તેની તૈયારીઓનું ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિરીક્ષણ કર્યું.

અમદાવાદ: અમદાવાદમાં 23 જૂને જગન્નાથ ભગવાનનની રથયાત્રા નિકળશે કે નહીં તેને લઈને હજુ અસમંજસ પ્રવર્તી રહ્યું છે. ત્યારે જો રથયાત્રાની મંજૂરી આપવામાં આવશે તો ટ્રેક્ટરથી રથ ખેંચવામાં આવશે. ટ્રેક્ટરથી રથ કઈ રીતે ખેંચાય તેની આજે ટ્રાયલ કરવામાં આવી હતી. ત્રણેય રથને ખેંચવા માટે લોખંડના સ્પેશિયલ પાટા બનાવાયા છે. આ રીતે રથ પ્રતિ કલાક 10 કિમીનું અંતર કાપશે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial

મુખ્યમંત્રીએ યોજી હતી બેઠક

રથયાત્રાને લઈને સીએમ વિજય રૂપાણીએ સોમવારે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બીજલ પટેલ, પોલીસ કમિશનર આશિષ ભાટિયા, મહંત દિલીપદાસ મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે બેઠક યોજી હતી. તે પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ,સુપ્રીમ કોર્ટે ઓરિસ્સામાં રથયાત્રા કાઢવા પર પહેલા રોક લગાવી હતી, પરંતુ આજે શરતો સાથે મંજૂરી આપી છે, ત્યારે રાજ્ય સરકારે અમદાવાદમાં રથયાત્રા નીકળે તે માટે મંજૂરી માટે અરજી કરવા એડવોકેટ જનરલને સૂચના આપી છે. હાઈકોર્ટ જે શરતોએ કહેશે, એ મુજબ રથયાત્રા કાઢવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સરકાર રાતોરાત બધી વ્યવસ્થા કરી દેશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે તૈયાર છીએ અને આવતીકાલે (મંગળવારે) સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતી કરશે.

મંદિરના ટ્રસ્ટીએ શું કહ્યું હતું?

મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટ કોઈપણ નિર્ણય આપે, રથયાત્રા 22 કિમીનું અંતર પૂર્ણ કરશે. તેમણે કહ્યું હતું કે, હાઈકોર્ટ મંજૂરી આપશે તો પરંપરાગત રૂટ પર રથયાત્રા કાઢીશું. જો રૂટમાં કોઈ ફેરફાર હશે તો રથયાત્રા નહીં કાઢીએ.


Source: iamgujarat.com

Related posts

સ્વિસ બેંકમાં જમા ભારતીયોના પૈસામાં સતત બીજા વર્ષે નોંધાયો ઘટાડો

Amreli Live

અ’વાદ: સેન્ટ્રલ ઝોનમાં કોરોનાના કેસ 79% ઘટ્યા, પશ્ચિમના વિસ્તારોમાં 61%નો ઉછાળો

Amreli Live

‘ગાય-ભેંસ સામે આવી જતા ગાડી પલટી, વિકાસ દુબેને જીવતો પકડવા પ્રયાસ કર્યો’

Amreli Live

વડોદરાઃ કોરોનાની યોગ્ય દરે સારવાર માટે આગળ આવી ખાનગી હોસ્પિટલો, ફાળવ્યા 1,000 બેડ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત માટે પટનામાં યોજાઈ પ્રાર્થના સભા, એક્ટરની યાદમાં ગમગીન છે પરિવાર

Amreli Live

સુશાંતે નિધન બાદ ટ્વિટર પર આલિયા ભટ્ટને ફોલો કરી! યૂઝર્સ કરી રહ્યા છે દાવા

Amreli Live

કોરોના વાયરસથી થયું મોત, મૃતદેહ હોસ્પિટલથી રિક્ષામાં કબ્રસ્તાન લઈ જવાયો

Amreli Live

અમેરિકાએ વિદેશી વિદ્યાર્થીઓના વીઝા રદ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો

Amreli Live

ભારતીય ક્રિકેટરનો ગંભીર આરોપ, કહ્યું – સુશાંત જેવું મારી સાથે પણ થયું

Amreli Live

15 જુલાઈ જન્મદિવસ રાશિફળ: જાણો, આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ કેવું રહેશે

Amreli Live

આલિયા ભટ્ટના માતા સોની રાઝદાને શૅર કર્યો વિડીયો, સ્વિમિંગ પૂલમાં તરી રહ્યો છે સાપ

Amreli Live

ધોનીની બાયોપિક કરવા ઈચ્છતો હતો અક્ષય કુમાર, આ રીતે સુશાંત સિંહ રાજપૂતને મળ્યો હતો રોલ

Amreli Live

ચીન સામે ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન, ચાઈનીઝ પ્રોડક્ટ સળગાવીને વ્યક્ત કર્યો રોષ

Amreli Live

TikTok એપની જગ્યા લઈ રહી છે Roposo, મોટા પ્રમાણમાં થઈ રહી છે ડાઉનલોડ

Amreli Live

કોરોનાના કારણે શાહરુખના બંગ્લો ‘મન્નત’ને પ્લાસ્ટિક શીટથી કરાયું કવર?

Amreli Live

આનંદ મહિન્દ્રા આ અંગ્રેજી શબ્દ પર પ્રતિબંધ મૂકવા માંગે છે, લોકોએ કહ્યું – હા, એકદમ.

Amreli Live

સ્મીમેરની કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ પાણી વચ્ચે સારવાર લેવા મજબૂર બન્યા!

Amreli Live

દિલ્હીમાં ભારે વરસાદ બાદ બે માળનું મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી

Amreli Live

ખાસ છે કે ઓક્સફર્ડની કોરોના વેક્સીન, આપશે ‘ડબલ સુરક્ષા કવચ’

Amreli Live

જનધન ખાતું ખોલવા માટે કઈ લાયકાત હોવી જોઈએ, આ બધી ફેસેલીટી ફક્ત આ ખાતેદારને જ આપવામાં આવે છે.

Amreli Live

પાસવર્ડ વિના જ WiFi સાથે કનેક્ટ થશે સ્માર્ટફોન, આ કંપની લાવી રહી છે ખાસ ટેકનોલોજી

Amreli Live