25.9 C
Amreli
11/08/2020
કલેક્ટર ઓફિસ

યુવતીને પેટમાં થયો ભયાનક દુ:ખાવો, રિપોર્ટ કરાવ્યો તો ખબર પડી કે તે પુરુષ છે!

ગણતરીના કલાકોમાં જિંદગી બદલાઈ ગઈ

તમામ તસવીરો પ્રતિકાત્મક છે.

કોલકાતા: 30 વર્ષ સુધી સામાન્ય જીવન જીવી રહેલી એક યુવતીને પેટમાં દુ:ખાવો શું શરુ થયો, ગણતરીના સમયમાં જ તેની આખી જિંદગી બદલાઈ ગઈ. યુવતીની તપાસ કરનારા ડોક્ટરો પણ તેના રિપોર્ટ્સ જોઈને ચોંકી ગયા. જેમાં એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો કે યુવતી શરીરે ભલે સ્ત્રી હોય, પરંતુ જિનેટિકલી તે પુરુષ છે. એટલું જ નહીં તે વૃષણના કેન્સરની પીડાઈ રહી છે.

નાની બહેનને પણ આ જ તકલીફ

યુવતીની 28 વર્ષીય બહેનના જ્યારે રિપોર્ટ કરવામાં આવ્યા ત્યારે તે પણ જિનેટિકલી પુરુષ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. બંને બહેનો એન્ડ્રોજન ઈન્સેન્સિટિવ સિન્ડ્રોમની તકલીફ છે. જેમાં વ્યક્તિના જનનાંગો બિલકુલ સ્ત્રી જેવા જ હોય છે, પરંતુ તે જિનેટિકલી પુરુષ હોય છે.

નવ વર્ષ પહેલા થયા હતા લગ્ન

બંગાળના બિરભૂમ જિલ્લામાં રહેતી આ યુવતીના નવ વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેને થોડા દિવસથી પેટના નીચેના ભાગમાં ભયાનક દુ:ખાવો થતાં તે ડોક્ટર પાસે પહોંચી હતી. દુ:ખાવાનું સ્પષ્ટ કારણ ના મળતાં ડોક્ટર્સે તેના કેટલાક ટેસ્ટ કર્યા હતા. જેમાં તેની સાચી જિનેટિકલ ઓળખ છત્તી થઈ હતી.

…તો સ્ત્રી જેવું શરીર કઈ રીતે બન્યું?

ડોક્ટર્સનું માનીએ તો, તે જન્મે સ્ત્રી હતી પરંતુ તેનામાં ગર્ભાશય તેમજ અંડાશય જેવા પ્રજોત્પત્તિ માટે જરુરી તેવા અંગો હતા જ નહીં. તેના શરીરમાં રહેલા વૃષણ વિકસિત ના થઈ શકવાથી તેનામાં ટેસ્ટોસ્ટેરોનનો અંત:સ્ત્રાવ ના બની શક્યો. જેથી તેના સ્ત્રૈણ હોર્મોન્સે તેનો દેખાવ એક સ્ત્રી જેવો બનાવી દીધો.

વારસાગત છે આ જિનેટિકલ ખામી

મહિલા અને તેનો પતિ ઘણા સમયથી બાળક માટે પ્રયાસ કરતા હતા, પરંતુ મહિલાને ગર્ભ નહોતો રહેતો. ચોંકાવનારી વાત એ છે કે આ મહિલાના પરિવારમાં બીજી બે સ્ત્રીઓને આ પ્રકારની જ સમસ્યા હોવાનું ભૂતકાળમાં નિદાન થયું હતું તેની બહેનને પણ તેના જેવી જ સમસ્યા હોવાનું કન્ફર્મ થઈ ચૂક્યું છે. તેવામાં આ જિનેટિકલ ડિસોર્ડર વારસાગત રીતે આ પરિવારમાં આગળ વધ્યો હોવાનું ડોક્ટર્સનું માનવું છે.


Source: iamgujarat.com

Related posts

આજથી ડાકોર મંદિર ભક્તો માટે ખૂલ્યું, ફક્ત ટોકન સિસ્ટમથી થશે દર્શન

Amreli Live

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાદળોનો સપાટો એક જ દિવસમાં 8 આતંકવાદીઓનું ઢીમ ઢાળી દીધું

Amreli Live

ચીન અન્ય દેશો દ્વારા પોતાનો સામાન ભારતમાં ઘૂસાડે નહીં તેના પર સરકારની નજર

Amreli Live

પ્રોડ્યુસર-ડિરેક્ટર હરીશ શાહનું નિધન, રાજેશ ખન્નાથી ધર્મેન્દ્ર સુધીના સ્ટાર સાથે કર્યું હતું કામ

Amreli Live

અમદાવાદ: 5 દિવસમાં પોલીસે માસ્ક વગરના 13,581 લોકો પાસેથી 27 લાખનો દંડ વસૂલ્યો

Amreli Live

ફરી એકવાર મોંઘા થઈ શકે છે ફોન કૉલ અને ઈન્ટરનેટ ડેટા

Amreli Live

આવી રહ્યું છે નોકિયાનું 43 ઈંચનું ટીવી, જાણો કેટલી હશે કિંમત અને કેવા હશે ફીચર્સ

Amreli Live

શાકભાજી પરથી વાયરસને દૂર કરવા માટે આ હોમમેડ સેનિટાઈઝરનો કરો ઉપયોગ

Amreli Live

લગભગ 7 મહિનાથી ભાજપના સંપર્કમાં હતા સચિન પાઈલટઃ અશોક ગેહલોત

Amreli Live

ચીનની ડબલ ગેમઃ એક તરફ શાંતિની વાત અને બીજી તરફ ખોલી રહ્યું છે નવા મોરચા

Amreli Live

કોરોના વાયરસને હરાવવો છે તો આંબળાનું કરો નિયમિત સેવન, જાણો બીજા કયા છે તેના ફાયદા.

Amreli Live

ગુજરાતની ખાનગી લેબમાં હવે 2500 રૂપિયામાં થશે કોરોનાનો ટેસ્ટ

Amreli Live

કોરોના અંગે દુનિયાને સૌથી પહેલા જણાવનાર વ્હિસલબ્લોઅર ડોક્ટરની પત્નીએ આપ્યો બાળકને જન્મ

Amreli Live

24 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

શેઠાણીનો મૃતદેહ જોઈ ચોથા માળેથી કૂદી ડૉગી, એક સાથે નીકળ્યી બંનેની અરથી

Amreli Live

લોકડાઉનમાં ખર્ચાઈ ગઈ આ એક્ટ્રેસની બચત, કહ્યું ‘હવે કામ શોધવાની જરૂર’

Amreli Live

04 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, સવારે 10થી બપોરે 1.27 વાગ્યા સુધી ચાલશે

Amreli Live

ઘીમાં આ બે વસ્તુ ઉમેરીને રાબ બનાવો, ચોમાસામાં શરદી-ઉધરસ-કફમાં રાહત મળશે

Amreli Live

સપ્ટેમ્બર સુધીમાં ફી ભરવાની સરકારની જાહેરાતથી વાલીઓ નાખુશ!, રાહતની આશા ઠગારી નીવડી

Amreli Live

રાજનાથ સિંહ પહોંચ્યા બાબા અમરનાથ, દર્શન કરી સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા

Amreli Live