યાત્રા પર જતા પહેલા જરૂર કરો આ ઉપાય, યાત્રા સફળ પણ થશે અને સુરક્ષિત પણ રહેશે. કોઈ ખાસ કામ માટે યાત્રા પર જતા પહેલા મનમાં સફળતા અને નિષ્ફ્ળતા સાથે જોડાયેલા સવાલ આપણા મનમાં જરૂર આવે છે. અને કોઈ મનોરંજક યાત્રા પર જતા સમયે સુરક્ષિત ઘરે પાછા આવવાની ભાવના પણ આપણા મનમાં હોય છે. આ બંને સ્થિતિઓમાં થોડા સરળ ઉપાય આપણા કામમાં આવી શકે છે. તે ઉપાય કરવાથી સફળ અને સુરક્ષિત યાત્રાના યોગ બને છે. આ છે તે સરળ ઉપાય.
(1) યાત્રા પર જતા પહેલા ભગવાન શ્રીગણેશની પૂજા કરો અને ગણપતિ અર્થવશીર્ષનો પાઠ કરો. જો શક્ય હોય તો ગણેશજીની સામે ફક્ત શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવી દો.
(2) યાત્રામાં સુરક્ષા માટે એક મુઠ્ઠી કાળા તલ પોતાની ઉપરથી 7 વાર ઉતારીને ઉત્તર દિશામાં ફેંકી દો.
(3) શક્ય હોય તો શુભ ચોઘડિયા જોઈને ઘરેથી નીકળો, જેથી યાત્રામાં સફળતા મળી શકે.
(4) યાત્રા પર જતા સમયે નકારાત્મક શબ્દોનો ઉપયોગ ન કરો. ફક્ત શુભ શબ્દો અને મંત્રોનો જાપ કરી શકો છો.
(5) પ્રસન્ન મન સાથે યાત્રા પર નીકળો. ક્લેશ કરીને યાત્રા પર જવાથી સફળતા અને સુરક્ષામાં શંકા રહે છે.
(6) યાત્રા પર જતા સમયે ચોખાની નાનકડી ઢગલી પર કળશ રાખો અને સવા રૂપિયા મૂકીને અગરબત્તીથી આરતી કરી યાત્રાના નિર્વિઘ્ન થવાની પ્રાર્થના કરો. પાછા આવીને તે રૂપિયા, ચોખા અને પાણી શિવ મંદિરમાં ચડાવો.
(7) ઘરની સૌથી નજીક જે મંદિર હોય તેમાં નારિયેળ ચડાવો. દાનપેટીમાં થોડા પૈસા નાખો. આ યાત્રા માટે શુભફળદાયી અને સરળ ઉપાય છે.
આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com