26.8 C
Amreli
20/09/2020
bhaskar-news

મોદીએ મુબારકબાદ આપી;જામા મસ્જીદના શાહી ઈમામે કહ્યું-નમાઝ સમયે રૂમમાં 3થી વધારે લોકો ન રહેઆજે ચાંદ દેખાયા બાદ મુસ્લિમ ધર્મગુરુઓએ 25 એપ્રિલથી દેશમાં રમઝાનની શરૂઆતની જાહેરાત કરી છે.પાક મહિનાના 9 દિવસ લોકડાઉનમાં જ પસાર થશે. દેશભરમાં 3 મે સુધી લોકડાઉન છે. આ સમય દરમિયાન ધાર્મિક જમાવડાની પરવાનગી આપવામાં આવી નથી. મુસ્લિમ ધર્મગુરુઓએ પણ લોકડાઉનનું પાલન કરવા અપીલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રમઝાનની મુબારકબાદ આપી છે. શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ મુસ્લિમ સમુદાયને કહ્યું છે કે તેમના ઘરોમાં નમાઝ કરે.

કોરોના સંક્રમણને લીધે આ મહિનો બંદિશો વચ્ચે પસાર થશે. દિલ્હીથી તમિલનાડુ તથા ઓરિસ્સાથી ગુજરાત સુધી તમામ જગ્યાએ લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી છે. તેને લીધે તરાવીહ અને નમાઝ ઘરોમાં જ થશે. ઘર પર જ 5 વખત નમાઝ કરી શકાશે. પરિવાર સાથે સહરી અને ઈફ્તાર કરી શકાય છે. તે ગરીબોમાં વહેચી શકાય છે.

પ્રધાનમંત્રી મોદીએ રમઝાન નિમિતે શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું-રમઝાન મુબાકર. હું સૌની સુરક્ષા અને સમૃદ્ધતાની દુઆ કરું છું. હું આશા રાખુ છું કે આ પવિત્ર મહિનો સદભાવ, દયા અને અનુકંપા લઈને આવે. આપણે સૌ સાથે મળી કોરોના મહામારી સામે ચાલી રહેલા યુદ્ધને જીતી એક સ્વસ્થ વિશ્વનું નિર્માણ કરીએ.

શાહી ઈમામે કહ્યું- પડોશીઓને નમાઝ માટે ઘરે બોલાવશો નહીં

દરમિયાન દિલ્હીની જામા મસ્જીદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ કહ્યું- હું તમને સૌને અપીલ કરું છું કે રમઝાન સમયે નમાઝ માટે તમારા પડોશીઓને તમારા ઘરે બોલાવવામાં ન આવે. એ બાબત સુનિશ્ચિત કરવામાં આવે કે એક રૂમમાં 3 થી વધારે લોકો ન હોય. નમાઝ કરતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું. કોરોના વાઈરસનો ખાતમો ત્યારે જ શક્ય બનશે કે જ્યારે સૌ સાથે મળીને તેનો સામનો કરશું.

દિલ્હીઃ અજાન પર પ્રતિબંધ નહીં હોય

રાજધાનીમાં લોકડાઉનને લીધે રમઝાન સમયે અજાન પર પ્રતિબંધ નહીં હોય. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ આ માહિતીની પુષ્ટિ કરી છે. જોકે, મસ્જિદમાં આવવા પર પ્રતિબંધ રહેશે. જામા મસ્જિદ અને ફતેહપુરી મસ્જિદના શાહી ઈમામોએ કહ્યું છે કે લોકડાઉનનું સૌએ પાલન કરવાનું છે. ઘરોમાં જ ઈબાદત કરવાની છે. દિલ્હી પોલીસે પણ મુસ્લિમ સમુદાયને સહયોગ આપવા અપીલ કરી છે. જામા મસ્જિદ વિસ્તારમાં રહેતા શકીલ અહમદે કહ્યું કે અમારો પરિવાર રમઝાન મહિના દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે અને ગરીબોને ખાવાનું વહેંચશે.

આ તસવીર જામા મસ્જિદની છે. અહીં પોલીસ ગોઠવવામાં આવી છે. લોકોને મસ્જિદ નહીં આવવા અપીલ કરવામાં આવી છે.

મુંબઈઃ 250 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત મોહમ્મદ અલી રોડ રમઝાન મહિનામાં ખાલી હશે

દેશમાં કોરોના સંક્રમણથી મુંબઈ સૌથી વધારે અસરગ્રસ્ત છે. અહીં સંક્રમિતોની સંખ્યા બે હજારને પાર થઈ ગઈ છે. મુંબઈના વિશ્વ પ્રસિદ્ધ મોહમ્મદ અલી રોડનું સ્ટ્રીટ ફૂડ બજાર આ રમઝાનમાં ખાલી જોવા મળશે. છેલ્લા 250 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની ઘટના જોવા મળશે. વર્ષ 1993માં બોંબ વિષ્ફોટ સમયે પણ અહીં બજાર બંધ થયા ન હતા.

મોહમ્મદ અલી રોડ લોકડાઉનને લીધે ખાલી દેખાય છે. સામાન્ય દિવસોમાં અહીં ભારે ભીડ હોય છે
મોહમ્મદ અલી રોડનો આ ફોટો 2019ના રમઝાન મહિનાનો છે

કોલકાતાઃ તમામ મસ્જિદો બંધ રહેશે

લોકડાઉન સમયે શહેરની તમામ મસ્જિદોને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્થાનિક પ્રશાસને આ અંગે નિર્ણય કર્યો છે. જોકે, આજે શહેરના અનેક વિસ્તારોમાં દુકાનો પર લોકો ખરીદી કરતા જોવા મળ્યા હતા.

કોલકાતાનું બજાર. અહીં શુક્રવારે ફળ વેચનારાઓની દુકાન લગાવવાની પરવાનગી અપાઈ હતી

હૈદરાબાદઃ સવારથી જ ઘરોમાં રહેવા માટે અપીલ કરાય છે

હૈદરાબાદમાં મુસ્લિમ સંગઠનો અને ઈમામોએ શુક્રવાર સવારથી લોકોને ઘરોમાં જ રહેવા માટે અપીલ કરી છે. AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે આજે સાંજથી જ કર્ફ્યુ શરૂ થઈ જશે. માટે ઘરમાં રહો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. જોકે, મક્કા મસ્જિદ સહિત શહેરની તમામ મસ્જિદ બંધ છે. અહીં કોઈએ પણ આવવાની પરવાનગી નથી.

આ તસવીર મક્કા મસ્જીદની છે.અહીં પ્રથમ ફેઝથી જ લોકડાઉનને લીધે બંધ છે

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


આ તસવીર નવી દિલ્હી સ્થિત જામા મસ્જીદની છે. શુક્રવારે સાંજે મસ્જીદ પરિસરનું દ્રશ્ય કંઈક આવુ હતું. કેન્દ્ર સરકારે દેશભરમાં લોકડાઉન લાગુ કર્યું છે. આ મસ્જીદમાં શાંતિ હતી


આ તસવીર દિલ્હીની જામા મસ્જીદની છે. લોકડાઉનને લીધે અહીં લોકો જોવા મળતા નથી. પવિત્ર રમઝાન મહિનામાં અહીં 25થી 30 હજાર લોકો નમાઝ માટે આવે છે. પણ આ વખતે પરિસ્થિતિ અલગ છે.

Related posts

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું- અમદાવાદનું કોરોના મોડેલ અન્ય શહેરો અપનાવી શકે

Amreli Live

મોદીએ અર્થવ્યવસ્થા પર કહ્યું – વિકાસ ચોક્કસપણે પાછો આવશે, મેડ ઇન ઈન્ડિયા અને મેડ ફોર ફોરેન હવે દેશની જરૂરિયાત છે

Amreli Live

હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે

Amreli Live

સોનિયાએ મોદીને કહ્યું – નાના ઉદ્યોગોને રોજના 30 હજારનું નુકસાન, 1 લાખ કરોડનું રાહત પેકેજ આપો

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

4.55 લાખ કેસઃ ICMRએ ટેસ્ટિંગ વધારવા કહ્યું, દર્દીને સારું થવાની ઝડપ 6% વધી, 2.58 લાખ દર્દીને સારું થયુ

Amreli Live

સરકારનો નિર્ણય- કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 1 જાન્યુઆરી, 2020થી જુલાઈ 2021 સુધી મોંઘવારી ભથ્થું નહીં મળે

Amreli Live

વિશ્વમાં 1.06 કરોડ કેસઃ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ફરી લોકડાઉન, 3.20 લાખ લોકોને ઘર બહાર નહીં નિકળવા સલાહ

Amreli Live

‘હોટ સ્પોટ’ વિસ્તારમાં સરેરાશ દર 10મી વ્યક્તિને કોરોનાનો ચેપ, વધુ 239 કેસ, 7 મોત

Amreli Live

ખરાબ સમયમાં ઈટાલીએ જીવનરક્ષક પીપીઈ કિટ આપી હતી; હવે સ્થિતિ સુધરી તો તે જ ઈટાલીને વેચી રહ્યું છે

Amreli Live

શાકભાજીની લારીવાળા, રિક્ષા ડ્રાઇવરો, દૂધના ફેરિયાઓ, સગર્ભા મહિલાઓ સહિત 100 લોકોના રેપિડ કીટથી કરેલા ટેસ્ટ નેગેટિવ આવ્યા

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

આવતીકાલે સવારે 6 વાગ્યાથી અમદાવાદ, રાજકોટ અને સુરતમાંથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવશે

Amreli Live

બિહારમાં 31 જુલાઈ સુધી લોકડાઉન, સતત બીજા દિવસે 1100 કેસ મળ્યા પછી રાજ્ય સરકારે નિર્ણય લીધો

Amreli Live

મુસ્લિમ શાકભાજી પર થૂંક લગાવે છે તેવી પોસ્ટ વાઈરલ કરનારની ધરપકડ કરીઃ પોલીસ કમિશનર ભાટિયા

Amreli Live

રામલલાના મુખ્ય પુજારી આઈસોલેટ થયા, PM જે એક કિમી માર્ગ પરથી પસાર થશે તેને સેનિટાઇઝ કરાયો

Amreli Live

દેશમાં પેટ્રોલ-ડીઝલની માંગમાં 66 %નો ઘટાડો નોંધાયો

Amreli Live

કોરોનાનો ભોગ બનેલા 35 પોલીસ કર્મીમાંથી 7ને સાજા થતા રજા આપી, અન્યની તબિયત સારીઃ પોલીસ કમિ.ભાટિયા

Amreli Live

CBI તપાસ માટે સુબ્રમણ્યમ સ્વામીએ PM મોદીને પત્ર લખ્યો, બોલિવૂડનાં મોટાં માથાંનું દુબઈના ડોન સાથે કનેક્શન હોવાનો દાવો

Amreli Live

આધ્યાત્મિક ગુરૂ રમેશ ઓઝા સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી વાતચીત, જુઓ વીડિયો

Amreli Live

દુનિયાભરમાં કોરોના 3 ટાઈપના, અમેરિકામાં ‘એ’ ટાઈપના કારણે વિનાશ

Amreli Live