26 C
Amreli
22/09/2020
રસોઈ

મોઢામાં ભળી જશે સ્પંજ રસગુલ્લાની મીઠાશ, જાણો કરી રીતે ઘરે જ રસગુલ્લા બનાવી શકાય.

આ કુકીંગ ટિપ્સને અપનાવીને તમે ઘરે જ એકદમ સરળતાથી સ્પંજ રસગુલ્લા બનાવી શકો છો

રસગુલ્લા રેસીપી : ઘણી વાર લોકડાઉનમાં કંઈક મીઠું ખાવાનું મન થાય છે પણ બજાર બંધ છે અને મીઠાઇની દુકાનમાં તાળાઓ લટકી રહ્યા છે. આવી સ્થિતિમાં તમે ઘરે કંઇક મીઠું બનાવી શકો છો. શું તમને રસગુલ્લા ગમે છે, તો ચાલો આજે તમને સ્પંજ રસગુલ્લા કેવી રીતે બનાવવા તે શીખવીશું. આ ટિપ્સ અપનાવીને, તમે સરળતાથી ઘરે જ રસગુલ્લા બનાવી શકો છો…

રસગુલ્લા બનાવવા માટેની સામગ્રી :-

દૂધ – 1 લિટર (ફૂલ ક્રીમ દૂધ)

ખાંડ – 300 ગ્રામ (1. 5 કપ)

લીંબુ – 2

રસગુલ્લા બનાવવા માટેની રીત :

રસગુલ્લાના બોલ બનાવવા :

વાસણમાં દૂધને ગેસ પર ગરમ કરવા રાખો. જ્યારે દૂધ ઉકળવા લાગે ત્યારે દૂધ નીચે ઉતારો અને ગેસ બંધ કરો. દૂધને 10 મિનિટ સુધી ઠંડુ કર્યા પછી લીંબુનો રસ થોડોક ઉમેરો અને હલાવતા રહો. દૂધ ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી દૂધ સરખી રીતે ફાટી ના જાય

હવે ફાટેલા દૂધને ચોખ્ખા સુતરાઉ કાપડમાં કાઢી લો. ચાળણીની ઉપર કાપડ ફેલાવો અને નીચે કોઈ વાસણો મૂકો. આનાથી પનીર કપડામાં આવી જશે અને ફાટેલું દૂધ નીકળી જશે.

આ પનીરમાં 1-2 કપ ઠંડુ પાણી ઉમેરો. આ તેને ઠંડુ કરશે. હવે કપડાંને ચારે બાજુથી ઊંચું કરો અને હાથમાંથી દબાવીને તેમાંથી બધું પાણી નિચોવી લો. નરમ નરમ પનીર તૈયાર છે.

રસગુલ્લા બનાવવા માટે:

એક થાળીમાં પનીર કાઢી લો. હવે તેને હાથથી મસળો અને તેને 5 મિનિટ સુધી મસળી મસળીને નરમ અને મુલાયમ બનાવી લો. હવે પનીરને સમાન ભાગોમાં વહેંચો.

તમારા હાથમાં પનીરનો એક ભાગ લો અને તેને લાડુનો આકાર આપો. તૈયાર ગોળાને પ્લેટમાં મૂકો. બધા ગોળા બનાવી તૈયાર કરો.

રસગુલ્લા બનાવવા માટે કૂકરને ગેસ પર મુકો. તેમાં ખાંડ અને 4 કપ પાણી નાખો, તેને ઉકળવા દો, જ્યારે તે ઉકળવા આવે, ત્યારે કૂકરમાં એક પછી એક તૈયાર કરેલા ગોળા નાખો અને કૂકરનું ઢાકણ બંધ કરો. કૂકરમાં 1 સિસોટી વાગે પછી, ગેસની ફ્લેમ મધ્યમ કરીને તેને વધુ 8 મિનિટ માટે પકવા દો.

લો તમારા ટેસ્ટી રસગુલ્લા તૈયાર છે.

તમે પણ ઘરે આ રીતે રસગુલ્લા બનાવેલ હોય તો કોમેન્ટમાં જણાવશો અને આ માટે તમારે કોઈ ટીપ્સ આપવી હોય તો પણ જણાવશો.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

Related posts

ઘઉંના લોટની ફરસી પુરી બનાવવાની સરળ રીત, આજે જ નોંધી લો એની રેસીપી અને જાતે જ બનાવો ટેસ્ટી વાનગી

Amreli Live

અમેરિકામાં કોરોનાથી થયા 1 લાખના મૃત્યુ, 44 વર્ષ યુદ્ધ પછી પણ નથી થયા આટલા બધાના મૃત્યુ.

Amreli Live

5 મિનિટ રેસિપી : 5 મિનિટમાં તૈયાર થઈ જશે વગર ઈંડાનું આમલેટ, તેને ખાતા જ ઈંડાને ભૂલી જશો.

Amreli Live

બોમ્બે સ્ટાઈલ ભેળ બનાવવાની સરળ રીત, આ ચટાકેદાર ભેળ જોતા જ મોંમાં પાણી આવી જશે

Amreli Live

આ સરળ રીતે ઘરે જ બનાવો રાજકોટની પ્રખ્યાત ચટણી, સ્વાદ એવો કે બધા પ્લેટ સાફ કરી દેશે

Amreli Live

તમારે તાજા પાઉં ખાવા છે? તો આ રીતે ઘરે જ કુકરમાં બનાવો રૂ જેવા નરમ પાઉં, જાણો કઈ રીતે

Amreli Live

આ દિશામાં ગેસનો ચૂલો રાખવાથી નથી થતી અન્નની અછત, માં અન્નપૂર્ણા અનાજનો કોઠાર રાખશે હર્યો ભર્યો.

Amreli Live

મોઢામાં ભળી જશે સ્પંજ રસગુલ્લાની મીઠાશ, જાણો કરી રીતે ઘરે જ રસગુલ્લા બનાવી શકાય.

Amreli Live

ઘરે બનાવાતા પંજાબી શાકનો હોટલ જેવો સ્વાદ લાવવા માટે આ રીતે બનાવો યલો ગ્રેવી, જાણી એની રેસિપી

Amreli Live

મોઢામાં ભળી જશે સ્પંજ રસગુલ્લાની મીઠાશ, જાણો કરી રીતે ઘરે જ રસગુલ્લા બનાવી શકાય.

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી આજે વિવિધ ક્ષેત્રોમાં લાભ મળવાની શક્યતા છે, નોકરી વ્‍યવસાય ક્ષેત્રે પણ લાભ મળે.

Amreli Live

ભરેલા કારેલાનું શાક આ રીતે બનાવશો તો ઘરના ખાનારા તમારા વખાણ કરીને થાકશે નહિ, જાણો રેસિપી

Amreli Live

આ હકીકત વાંચ્યા પછી તમને લાગશે કે માં નું જ્ઞાન જ સાચું હતું, વાંચો આ ડૉ. શિવ દર્શન મલિકનો આર્ટિકલ

Amreli Live