25.7 C
Amreli
21/09/2020
bhaskar-news

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938



મોડી રાત્રે વડોદરામાં 31 વર્ષના કોરોના પોઝિટિવ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મૃતક ચિરાગ કાછિયા પટેલ વડોદરાના ન્યાયમંદિર મદનઝાપાવિસ્તારનો રહેવાસી હતો. મૃતકને લોકલ સંક્રમણથી ચેપ લાગ્યો હતો. રાજ્યમાં આજે દિવસ દરમિયાન કોરોનાના નવા 63 કેસ નોંધાયા છે. જેમાં 53 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 172 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. દરમિયાન મોડી રાત્રે ભરૂચમાં વધુ ચાર કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ નિભાવતી મહિલા સિક્યુરિટી ગાર્ડ અને 16 વર્ષના એક કિશોરનો પણ સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં કુલ 17 પોઝિટિવ કેસ નોંધાયા છે. મહિસાગર જિલ્લાના વીરપુરમાં સાઉદી અરબથી આવેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મહિસાગર જિલ્લાનો આ પ્રથમ પોઝિટિવ કેસ હોવાથી તંત્રમાં દોડધામ મચી છે. જો કે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગે આપેલી માહિતીમાં બોટાદના 3 અને છોટાઉદેપુરના એક નવા કેસનો ઉલ્લેખ નથી. આમ અત્યાર સુધીમાં કોરોનાના કુલ 938 દર્દી નોંધાયા છે. આજે 9 દર્દી સાજા થયા છે અને અત્યાર સુધીમાં 73 દર્દીઓને સાજા થતાં રજા આપી દેવામાં આવી છે.

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1706 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 163 પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 20903 ટેસ્ટ કરવામા આવ્યા છે. જેમાં 929 નેગેટિવ અને 19974 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે.28 ફ્રન્ટ લાઈન વોરિયર્સ કોરોના પોઝિટિવ છે,તમામની સારવાર થઈ રહી છે.

16 એપ્રિલની સવારથી લઈ અત્યાર સુધી બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

>> મહિસાગર જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો, વીરપુરમાં સાઉદી અરબથી આવેલ વ્યક્તિ પોઝિટિવ

>>20 એપ્રિલથી રાજ્યના કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય વાણિજ્યિક-ઉદ્યોગ સંબંધિત છૂટછાટ અપાશે

>>અમદાવાદની સ્થિતિ વધુ ગંભીર થઈ રહી છે, ખાનગી લેબમાં રૂ.2000માં ટેસ્ટ થશે: મ્યુ.કમિ. નેહરા

>>લોકડાઉનમાં વિવિધ જિલ્લામાં ફસાયેલા નાગરિકોને વતન પરત લાવવામાં આવશે. આ માટે સરકારે જિલ્લા કલેક્ટર પાસે યાદી મંગાવી છે
>>
વિરમગામના કુમારખાન અને ઉઘરોઝપુરા ગામને સંપૂર્ણ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા. તંત્ર દ્વારા તમામ સામગ્રી પહોચાડાશે
>> ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમારનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો, જરૂર લાગશે તો 7 દિવસ પછી ફરી ટેસ્ટ કરાશે
>> કોરોનાને લઇ વાવ તાલુકાના માવસરી ગામને કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરાયો, અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો
>> અમદાવાદના કરફ્યુ વિસ્તારમાં જો સોશિયલ ડિસ્ટન્સ નહિં જાળવો તો બપોરની કરફ્યુ મુક્તિ પણ પાછી ખેંચાશેઃ પોલીસ કમિ.ભાટિયા

>> અમરેલી : એમ્બ્યુલન્સમા મુસાફરી કરતા ડ્રાઈવર સહિત 5 લોકો અને ત્રણ બાળકોને પોલીસે ઝડપ્યા
>> વડોદરામાં ઘરમાંથી બહાર નીકળતા લોકો પર પોલીસે દંડાવાળી કરી
>> અમદાવાદ મનપાના આસિકમિશનરને કોરોના પોઝિટિવ
>> અમદાવાદના બોપલ- ઘુમા વિસ્તારમાં હવેથી કોઈ ફૂડ હોમ ડિલિવરી કરવામાં નહીં આવે
>> હોટસ્પોટ જંગલેશ્વરને કોરોનાએ બાનમાં લીધું, રાજકોટના 65 ટકા કેસ આ જ વિસ્તરના
>> અમદાવાદ આસપાસની 8 ચેકપોસ્ટ પર 20,871 લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું

જમાલપુર- ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના પરિવારના 5 સભ્યો પણ પોઝિટિવ
જમાલપુર- ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર આવ્યા બાદ તેમના પરિવાર અને કાર્યકરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં પરિવારના 5 સભ્યો પોઝિટિવ આવ્યા છે. ઇમરાનના પરિવારમાં પોઝિટિવ જાહેર થનારમાં તેમના ભાઈ, ભાભી, બે ભત્રીજી તથા ભત્રીજાની પત્નીનો સમાવેશ થાય છે. તમામ ને SVP હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ધારાસભ્ય શૈલેષ પરમાર અને અન્ય કાર્યકરો જેઓ તેમની સાથે હતા તેમનો રિપોર્ટ હજી પેન્ડિંગ છે.
અમિત શાહે મત વિસ્તારના કાર્યકરોના ખબરઅંતર પૂછ્યા
કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિતભાઇ શાહએ પોતાના મત વિસ્તારમાં કેટલાક કાર્યકરો અને આગેવાનોને ફોન કરીને ખબર અંતર પૂછ્યા છે. ગાંધીનગર અને ગુજરાતના કાર્યકરો તથા જનતાનું ધ્યાન રાખવાની સાથે કોરોનાથી બચવા માટે લોકડાઉનનો અમલ કરવા અને સૌને સલામત રાખવા માટે સલાહ સુચન કર્યા હતા.
બોટાદમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કુલ આંકડો 874એ પહોંચ્યો
રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. બોટાદમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ પોઝિટિવ દર્દીનો આંક 874 થયો છે. આ પહેલા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે,રાજ્યમાં 105 નવા કેસ થયા છે. જેમાં 42 અમદાવાદમાં, 35માં સુરત કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 64 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ નવા મોત સાથે મૃત્યાંક 36 થયો છે.રાજ્યમાં 24 કલાકમાં 2971 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અત્યારસુધીમાં 20204 ટેસ્ટ થયાહોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.

રાજ્યમાં 933 પોઝિટિવ કેસ, 36મોત અને 73ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 545 17 21
વડોદરા 128 06 07
સુરત 88 05 10
રાજકોટ 28 00 08
ભાવનગર 26 03 10
આણંદ 25 00 00
ગાંધીનગર 17 01 09
પાટણ 15 01 04
ભરૂચ 17 00 00
પંચમહાલ 06 01 00
બનાસકાંઠા 06 00 00
નર્મદા 06 00 00
છોટાઉદેપુર 05 00 00
કચ્છ 04 01 00
મહેસાણા 04 00 00
પોરબંદર 03 00 03
ગીર-સોમનાથ 02 00 01
દાહોદ 02 00 00
ખેડા 02 00 00
જામનગર 01 01 00
મોરબી 01 00 00
સાબરકાંઠા 01 00 00
બોટાદ 04 01 00
મહિસાગર 01 00 00
અરવલ્લી 01 00 00

કુલ

933 37 73

કોરોના સંભવિત-સંક્રમિતના સંપર્કમાં આવનાર માટે WHOની ગાઈડલાઈન

> જેમને પણ કોરોનાના લક્ષણો દેખાય અથવા જેમનો ટેસ્ટ કરાયો હોય અને રિઝલ્ટ બાકી હોય તેમણે જાહેરમાં સંપર્કમાં આવવાનું ટાળવું.

> કોરોના પોઝિટિવ રિપોર્ટ આવે તે દર્દીના સંપર્કમાં આવનારા તમામ લોકોને ક્વોરન્ટીન કરવા અને તેમના પણ ટેસ્ટ કરાવવા.

> જેમનો પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હોય તેમણે રિઝલ્ટ ન આવે ત્યાં સુધી કોઈને સ્પર્શ ન કરવો, 1 મીટરથી નજીકના દાયરામાં ન જવું

> કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેવા દર્દીને 14 દિવસ સુધી કોવિડ હોસ્પિટલમાં સંપૂર્ણ આઈસોલેશનમાં રાખવા.

> તમામ હળવા કેસને આરોગ્ય સુવિધામાં ન લઈ જઈ શકાય તો જોખમી પરિબળોના આધારે તેમને ઘરે કે અન્ય સ્થળે ક્વોરન્ટીન કરવા.

> જે પણ લોકો કોરોના પોઝિટિવ દર્દીના રૂબરૂ સંપર્કમાં આવ્યા હોય તેમણે 14 દિવસ દરમિયાન રિપિટ કોરોના ટેસ્ટ કરાવવા.

મુખ્યમંત્રી સેલ્ફ આઈસોલેટ
ઈમરાન ખેડાવાલા સાથે ગઈકાલે થયેલી મિટિંગ અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે CM વિજય રૂપાણી પોતાના ગાંધીનગર સ્થિતિ મુખ્યમંત્રી આવાસ બંગલા નંબર 26માં સેલ્ફ આઈસોલેટ થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરના ધારાસભ્યો ઇમરાનભાઇ ખેડાવાલા, ગ્યાસુદીન શેખ અને શૈલેષ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમના ખબરઅંતર લીધા છે. ગ્યાસુદિન શેખ અને શૈલેષ પરમાર પણ આઇસોલેશનમાં છે.

કેબિનેટની બેઠકમાં 21ના લોક ડાઉનના રિલેક્સેશનની ચર્ચા
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે,મીટિંગોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય છે. સંક્રમણ ના થાય તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. સીએમ અને ખેડાવાલા વચ્ચે મીટિંગમાં 15થી 20 ફૂટનું અંતર હતુ. મીટિંગ પણ લાબી ચાલી નથી. એક્સ્પોઝર થયું નથી. અમદાવાદના કોટ વિસ્તારમાં સંખ્યા ન વધે તે માટે નિર્ણય લેવા બોલાવાયા હતાં. આજે ડો. આર કે પટેલ અને ડો અતુલ પટેલે આરોગ્યનું પરીક્ષણ કર્યું છે. સીએમ સ્વસ્થ છે. બપોરે ચાર વાગ્યે મળનારી કેબિનેટની મિટિંગમાં વિડિયો કોન્ફરન્સિંગથી હાજરી આપશે. આ પહેલાના બે બુધવારે વિડિયોના માધ્યમથી કોન્ફરન્સ થઇ હતી. અક અઠવાડિયું સીએમ કોઇની સાથે મુલાકાત નહીં કરે. આધુનિક સાધનોથી સીએમ બધાની સાથે સંપર્ક કરી કામ કરશે. આજની કેબિનેટની બેઠકમાં 21ના લોક ડાઉનના રિલેક્સેશનની ચર્ચા થશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


corona gujarat live positve case increase in anand distirct


corona gujarat live positve case increase in anand distirct


corona gujarat live positve case increase in anand distirct

Related posts

રાજસ્થાન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ઇન્દ્રજીત મહંતી પોઝિટિલ, મહારાષ્ટ્રના સહકારિતા મંત્રી પાટિલ પણ સંક્રમિત થયા, અત્યાર સુધીમાં 25.87 લાખ દર્દીઓ થયા

Amreli Live

દિલ્હીની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા આજે ગૃહમંત્રીએ સર્વપક્ષીય બેઠક બોલાવી

Amreli Live

મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુમાં 70 હજાર એક્ટિવ કેસ, તે કુલ એક્ટિવ કેસના 60.57%, દેશમાં અત્યારસુધી 2.37 લાખ કેસ

Amreli Live

કોરોના વાઈરસના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ પોઝિટિવની સંખ્યા 217 ઉપર પહોંચી

Amreli Live

દેશમાં 24 કલાકમાં 16 હજાર ટેસ્ટ પૈકી 2% પોઝિટિવ, રેડ ઝોનમાં સૌની તપાસ કરવામાં આવશે

Amreli Live

2.86 લાખ કેસ: 7 દિવસમાં ત્રીજી વખત 10 હજારથી વધુ દર્દી મળ્યા;કુલ સંક્રમિત પૈકી 60% દિલ્હી,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

મોદીએ 30 વખત આત્મનિર્ભર શબ્દનો ઉલ્લેખ કર્યો, કહ્યું- કોરોના એટલી મોટી આપદા નથી કે આત્મનિર્ભર ભારતના સંકલ્પને રોકી શકે

Amreli Live

રાફેલનો ગૃહ પ્રવેશ, રાજસ્થાનમાં રાજકીય ગરમીનો પારો ઉંચે,કોરોના વેક્સીનનો થર્ડ હૂમન ટ્રાયલ અને રામ મંદિરના પાયામાં લાખોની ચાંદી

Amreli Live

ન્યૂઝીલેન્ડ કોરોના ફ્રી થયું, હવે સોશિયલ ડિસ્ટન્સિંગ ત્યાગીને આખો દેશ ધમધમતો થશે, કિવિઝે કઈ રીતે જીતી આ લડાઈ?

Amreli Live

1,91,356 કેસ, મૃત્યુઆંક-5,411ઃ દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીની અટકાયતમાં,રાજધાનીની સરહદ સીલ કરવાના વિરોધમાં પ્રદર્શન કરતા હતા

Amreli Live

કર્ફ્યુવાળા વિસ્તારોમાં ડ્રોન અને સીસીટીવીથી મોનિટરિંગ, ભંગ કરતા દેખાશો તો કાર્યવાહીઃ રાજ્ય પોલીસ વડા

Amreli Live

2020માં ગુગલ-ફેસબુક સહિત અમેરિકન ટેક કંપનીઓએ ભારતમાં રૂ. 1.27 લાખ કરોડનું રોકાણ કર્યું

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના 256 કેસ સાથે આંકડો 3 હજારને પાર, 6ના મોત નિપજ્યા અને 17 લોકોને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

અત્યાર સુધીમાં 1.93 લાખ મોતઃ અમેરિકામાં 12 દિવસમાં મોતનો આંકડો ડબલ થયો, પાકિસ્તાનમાં ISI સંક્રમિતોની શોધખોળ કરશે

Amreli Live

14 વર્ષની ઉંમરે જુનિયર KBCમાં 1 કરોડ જીત્યા, રાજકોટના DCP રવિ મોહન સૈની હવે પોરબંદરના SP બન્યા

Amreli Live

34 લાખ કેસ, 2.40 લાખ મોત: ટ્રમ્પે કહ્યું કોરોના સંક્રમણથી અમેરિકામાં એક લાખથી ઓછા લોકોના મોત થશે

Amreli Live

જંગલેશ્વરની એક જ શેરીમાં આજે 5 સહિત 24 કલાકમાં 7 અને ભાવનગરમાં વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા

Amreli Live

નેટફ્લીક્સને લોકડાઉન ફળ્યું, 2020ના પહેલા ત્રણ મહિનામાં નફો બમણો વધીને રૂ. 5434 કરોડ થયો

Amreli Live

સુરતની અભિનેત્રીને ઇરફાને કહેલું, મને લોચો ખાવાની ઇચ્છા છે હું એક દિવસ સુરત ચોક્કસ આવીશ

Amreli Live

મોડી રાત્રે સચિન પાયલટ જૂથના 15 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા, હાઈકમાન્ડને રજૂઆત કરશે

Amreli Live

રાજ્યમાં 105 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં 42 અને સુરતમાં 35 નવા કેસ, કુલ કેસ 871 થયાઃ જયંતિ રવિ

Amreli Live